બાળ કાવ્ય સંપદા/બંદો

બંદો

લેખક : જુગતરામ દવે
(1892-1985)

બંદો દોડે દોડે, કૂદે કૂદે, નાચે નાચે રે
મને કૂદવા ને નાચવા દે જેમ દિલડું રાચે રે

કેવાં વનનાં જો પંખેરું
ઊડે ફુર ફુર ફુર
મને કુર કુર ઊડવા દે જેમ દિલડું રાચે રે

સૂ સૂ સૂ સૂ વાયુ વાયે
આકાશ જાણે તૂટી જાયે
મને સૂ સૂ સૂ સૂ વાવા દે જેમ દિલડું રાચે રે.

બંદો દોડે દોડે, કૂદે કૂદે, નાચે નાચે રે
બંદો રોક્યો ના રહે, વાર્યો ના રહે, સાચે સાચે રે.