મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૯.મૂળદાસ


૪૯.મૂળદાસ

મહાત્મા મૂળદાસને નામે જાણીતા થયેલા આ સંતકવિએ ભક્તિ, વૈરાગ્યબોધ અને આત્મજ્ઞાનવિષયક આરતી, કીર્તન, ગરબી, બારમાસી, ભજન જેવી પદપ્રકારની ગુજરાતી-હિંદી રચનાઓ કરેલી છે. એ ઉપરાંત ટૂંકી આખ્યાનાત્મક કૃતિઓ તથા ભાગવત બીજો સ્કંધ અને ભગવદ્ગીતાના અનુવાદ એમણે કર્યા છે.