મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૯.ભાણસાહેબ


૬૯.ભાણસાહેબ

(૧૮મી સદી: ૧૬૯૮–૧૭૫૫): રામકબીર સંપ્રદાયના આ પદકવિએ ગુજરાતી-હિંદીમાં રચેલાં પદો જ્ઞાનમાર્ગી પરિભાષામાં થતું રૂપકાત્મક નિરૂપણ કરેલું છે, તેમજ પૌરાણિક પાત્રોનો તથા તે સમયના લોકજીવનનાં પ્રચલિત દૃષ્ટાંતોનો અધ્યાત્મબોધ માટે વિનિયોગ કરેલો છે. આરતી અને ગરબી જેવા પ્રકારોનો પણ એમણે ઉપયોગ કરેલો છે. આંબા છઠ્ઠા ઉર્ફે ષષ્ટમદાસના શિષ્ય અને રવિસાહેબના ગુરુ ભાણસાહેબ સંપ્રદાયમાં કબીરનો અવતાર ગણાતા હતા.