મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૪.વસ્તો વિશ્વંભર

૮૪.વસ્તો વિશ્વંભર

વસ્તો વિશ્વંભર (૧૮મી સદી ઉત્તરાર્ધ) રામાનંદી સંત વિશ્વંભરના શિષ્ય હોવાથી એમનાં પદોને અંતે ‘વસ્તો વિસ્યંભર’ એવી નામછાપ હોય છે. જ્ઞાનમાર્ગી પદો રચનાર આ કવિએ પ્રેમલક્ષણા ભક્તિનાં પદો પણ લખ્યાં છે. અક્ષરોને બેવડાવીને લય સાધવાની એમની રીત લાક્ષણિક છે.