યોગેશ જોષીની કવિતા/એક તણખલું

એક તણખલું

પળમાં
ડૂ
બી
પળ
ને
જળમાં
ડૂબ્યાં જળ!

મારી કને
બસ,
એક તણખલું...