સોરઠિયા દુહા/115


115

પાગે બેડી પેરીએં, હાથે ડહકલાં હોય;
(પણ) નાગડા નેવળ નોય, આંખ્યું કેરે ઓડડે.

પગમાં બેડી હોઈ શકે, હાથે હાથકડી બંધાય, પરંતુ (પ્રેમીની) આંખોને પરહેજ કરવાનું કોઈ બંધન હોઈ શકતું નથી.