સોરઠિયા દુહા/160


160

ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ;
ધણ સંભાળે કંચવો, પિયુ સંભાળે પાઘ.

ચોથે પહોરે પ્રભાત પડ્યું, કૂકડા ને કાગડા બોલ્યા, સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.