સોરઠિયા દુહા/43
43
સરવો સોરઠ દેશ, (જ્યાં) સાવઝડાં સેજળ પીવે;
બાળું પાટણ દેશ, (જ્યાં) પાણી વણ પોરાં મરે.
સોરઠની ભૂમિ સૌ દેશોથી ચઢિયાતી છે. અનેક નદી-ઝરણાં એમાં વહ્યાં જાય છે, અને કેટલાંય પશુ-પંખીઓનો સમૂહ એનાં પાણી પીએ છે. ક્યાં એવો સોહામણો સોરઠ દેશ, અને ક્યાં સુક્કો વેરાન પાટણ-પ્રદેશ, કે જ્યાં પાણીનાં જીવડાં પોરાં પણ જીવી શકતાં નથી!