સોરઠિયા દુહા/45


45

વાજા ઠાકર ને અંબવન, ઘર ઘર રંભા-ઘેર;
રેંટ ખટૂકે વાડીઆ, ભોં નીલી નાઘેર.

નાઘેરની લીલી રળિયામણી ધરતી ઉપર વાજા વંશના રજપૂતો વસે છે. મોટાં મોટાં આંબાવાડિયાં ઊભાં છે, કેળોનાં ઝુંડ તો દરેક ઘરના આંગણામાં જામી ગયાં છે, અને કૂવાનાં પાણી રેંટ વડે ઉલેચાઈને ઘેઘૂર વાડીઓને પવાય છે.