સોરઠિયા દુહા/7


7

ધનકું ઊંડાં નહ ધરે, રણમેં ખેલે દાવ,
ભાગી ફોજાં ભેડવે, તિનકું રંગ ચડાવ.

ધનને જેઓ સંતાડી રાખતા નથી, રણમેદાનમાં જે જંગ ખેલે છે, ને ભયથી ભાગી નીકળેલી ફોજને પણ જે પડકારી પાનો ચડાવી પાછી વાળી શત્રુનાં સૈન્ય સામે લડાવે તેમને રંગ ચડાવજો.