સોરઠિયા દુહા/87


87

મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ;
તાજી ભાંગ્યો તોળતાં, (એને) સાંધો ન કે સેણ.

ત્રણ વસ્તુઓ એક વાર ભાંગ્યા પછી તેને સાંધી શકાતી નથી વીંધતાં ભાંગી ગયેલું મોતી, કટુ વચને ભાંગેલું હૃદય અને પલોટતાં ભાંગી પડેલ ઘોડો.