સોરઠિયા દુહા/9


9

ધ્રમ જાતાં, ધર પલટતાં, ત્રિયા પડને તાવ;
ઓ તીનું દિન મરણરા, કોણ રંક કોણ રાવ.

પોતાનો ધર્મ જાતો હોય, પોતાની ધરતી કહેતાં જનમભોમને કોઈ શત્રુ પાલટતો હોય અને સ્ત્રી સંકટમાં પડતી હોય, એ ત્રણ દિવસ માનવીને માટે મરી ફીટવાના છે, પછી ભલે માનવી રંક હોય કે રાય.