નર્મદ-દર્શન/નર્મદનો ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 154: Line 154:
પૂર્વનર્મદના વિચારો તરલ યુવાનના હતા. ઉત્તરનર્મદના વિચારો સ્વસ્થ પ્રૌઢના છે. ધર્મતત્ત્વ સાથે સમન્વિત થતાં પૂર્વવિચારની અંતિમતા દૂર થઈ. ઉત્તરવિચારની અંતિમતા કેવળ ધર્મવિષયક છે. રાજકીય, સામાજિક અને આર્થિક વિષયમાં તે મધ્યમમાર્ગી છે. લગ્ન, પુનર્લગ્ન, મૂર્તિપૂજા, વર્ણવ્યવસ્થા, હિન્દુત્વ જેવા વિષયેામાં, બીજાં ક્ષેત્રોમાં પણ ગાંધીજીના વિચારો સાથે આ વિચારો તુલવીએ તો તેમની વચ્ચે વિરોધ કરતાં અવિરેાધ, મહદ્‌અંશે સંમતિ જણાશે. સામાજિક વિષયમાં નર્મદથી આજે આપણે કેટલા આગળ વધ્યા છીએ? બાળલગ્નો એટલાં જ થાય છે; પુનર્લગ્નનો છોછ આજેય ઘટ્યો નથી; અંધશ્રદ્ધા અને વહેમો તો બૌદ્ધિકતાની અપેક્ષા જેમની પાસે હોય તેવા રાજનીતિજ્ઞો, વૈજ્ઞાનિકો, અધ્યાપકો આદિમાંય વધ્યાં છે. ‘ભગવાનો’ જ્યાં ત્યાં નવા નવા ફૂટી નીકળ્યા છે. ત્યારે સ્વતંત્ર નિર્ણયશક્તિ કેળવાય એવી શિક્ષણનીતિનો, સ્વદેશી ઉદ્યોગધંધા વિકસાવવાનો અને પશ્ચિમની તંત્રવિદ્યાઓ શીખવાનો, ધર્મ-અર્થ-કામના ઉત્કર્ષ માટે સ્વરાજ્યનો આગ્રહ સેવતો પ્રેયાર્થી નર્મદ તેમ દયાનંદની દાંભિકતા વિદારતો, અંધશ્રદ્ધા અને વહેમોનું અનિષ્ટ પારખી તેનાથી મુક્ત રહેવાનો બોધ કરતો છતાં રહસ્યવાદનું સત્ય નિર્દંભતાથી સ્વીકારતો, ‘ભગવાનો’થી બચવા શ્રુતિપ્રોક્ત ધર્મને જ અનુસરવાનો સુવર્ણમાર્ગ ચીંધતો, ભૌતિકતાના અંતિમમાંથી સમાજને મુક્ત કરવા પારલૌકિક સત્યનો પરમાર્થ દર્શાવતો શ્રેયાર્થી નર્મદ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.

મૃત્યુના બેએક માસ પહેલાં નર્મદે મણિલાલને કહેલું : ‘મને તો લોકો મૂર્ખ કહે છે, મારા વિચાર બદલાયા તેથી મને મારા મિત્રો તજી ગયા છે પણ હું મારા મનમાં સંતોષ રાખું છું કે ફીકર નહિ, તમારા પોતાના જ મંડલમાં મારા જ વિચાર ખરા કરી બતાવનાર એક છે.’૪૯<ref>૪૯. ‘સુધારો’ ન. શ. ગ્રંથ, પૃ. ૧૧૬.</ref>

નર્મદનો વિચારવિસ્તાર મણિલાલમાં છે.
નર્મદનો વિચારવિસ્તાર મણિલાલમાં છે.
નર્મદના મૃત્યુને બીજે જ વર્ષે ‘સરસ્વતીચંદ્ર’–ભા. ૧ નું પ્રકાશન થયું, તેમાંની પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ, અને અર્વાચીન પશ્ચિમની ત્રિવેણીની જ એક ઝીણી સરવાણી છેદકરક્ષક liberal conservative નર્મદના ચિત્તમાં ઝમવા માંડી ન હતી? ગોવર્ધનરામ પણ liberal conservative જ હતા ને!

{{Poem2Close}}
{{Poem2Close}}