સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/કાવ્યમય પદાવલિ – શોધપ્રબંધ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 17: Line 17:
પદાવલિ એ કવિની શૈલીનો જ એક પ્રકાર છે. કવિતામાં વપરાતા શબ્દો પદાર્થનું સૂચન કરતાં પ્રતીકો છે. શબ્દ સ્વયં પ્રતીક નથી. આ શબ્દોને કાવ્યના સંદર્ભ જોડે સંબંધ છે. જેમ સંદર્ભ બદલાય તે પ્રમાણે શબ્દાર્થ પણ બદલાય છે અને આ જ શબ્દાર્થમાંથી પ્રગટેલા કલ્પન કે વિભાવ બંનેની સંલગ્નતા કાવ્યના સમગ્ર સંદર્ભ રૂપે જ પરિણામે છે.

આટલાં ધોરણે આપણે કૃતિનું વિશ્લેષણ કરી તેની પદાવલિ તપાસી શકીએ.

ચાલતી આવતી કાવ્યભાષા રૂઢ, નિષ્પ્રાણ કે લપટી પડી જતાં વ્યવહારની ભાષામાંથી નવતર પ્રયોગો અપનાવી સર્જક તેને સમૃદ્ધ કરે છે અથવા તો કવિ પ્રચલિત ભાષાના પ્રયોગોને નવા સંદર્ભમાં યોજીને તેનો નવો અર્થ નિષ્પન્ન કરે છે. એટલે કે કવિ શબ્દો જોડેના આપણા જે પ્રકારના સાહચર્યો કે ભાવ-પ્રતિભાવ હોય છે તેને ગાળી નાખે છે; આને જ કદાચ વાલેરી જેવા કવિ language in language કહે છે.
ચાલતી આવતી કાવ્યભાષા રૂઢ, નિષ્પ્રાણ કે લપટી પડી જતાં વ્યવહારની ભાષામાંથી નવતર પ્રયોગો અપનાવી સર્જક તેને સમૃદ્ધ કરે છે અથવા તો કવિ પ્રચલિત ભાષાના પ્રયોગોને નવા સંદર્ભમાં યોજીને તેનો નવો અર્થ નિષ્પન્ન કરે છે. એટલે કે કવિ શબ્દો જોડેના આપણા જે પ્રકારના સાહચર્યો કે ભાવ-પ્રતિભાવ હોય છે તેને ગાળી નાખે છે; આને જ કદાચ વાલેરી જેવા કવિ language in language કહે છે.<ref>Art of Poetry, Paul Valery, p. ૬૪. Pantheon Books, Bollingen Foundation Inc., New York, ૧૯૫૮.</ref> અથવા તો ભાષકના દ્વારા લોપ પામેલો શબ્દ કવિચિત્તમાં અનેક રૂપે જન્મે છે. આમ શબ્દનિર્વાણમાંથી જ જુદી રીતે અર્થચ્છાયા અને ભાવાભિવ્યક્તિ પ્રગટ કરતો શબ્દ કવિ યોજે છે. ભાષા આ રીતે non-languageમાં રૂપાંતર પામીને કાવ્યમાં નવા રૂપે અવતરે છે.<ref>એજન, પૃ. ૬૫.</ref>
<ref>Art of Poetry, Paul Valery, p. ૬૪. Pantheon Books, Bollingen Foundation Inc., New York, ૧૯૫૮.</ref> અથવા તો ભાષકના દ્વારા લોપ પામેલો શબ્દ કવિચિત્તમાં અનેક રૂપે જન્મે છે. આમ શબ્દનિર્વાણમાંથી જ જુદી રીતે અર્થચ્છાયા અને ભાવાભિવ્યક્તિ પ્રગટ કરતો શબ્દ કવિ યોજે છે. ભાષા આ રીતે non-languageમાં રૂપાંતર પામીને કાવ્યમાં નવા રૂપે અવતરે છે.<ref>એજન, પૃ. ૬૫.</ref>
કોઈ નવો જ પ્રયોગ યોજીને કવિ પોતાનું પ્રયોજન સાધે છે. પ્રાચીન અલંકારશાસ્ત્રીઓ આને ‘કાન્તિગુણ’ કહે છે. કટાયેલા શબ્દોને સ્થાને તાજા - તેજસ્વી શબ્દો વાપરવાથી કવિનો હેતુ સિદ્ધ થતો હોવાનું વામન તો માને જ છે. ઉદાહરણ તરીકે ગુલામમોહમ્મદ શેખની કવિતામાં આવતો ‘સૈકાકુશળ આંગળાં’ શબ્દ (‘અંધકાર અને હું’) કે રાવજીની કવિતામાં આવતો ‘સજીવી હળવાશ’ (‘આભાસી મૃત્યુનું ગીત’) આવા શબ્દો દ્વારા કાવ્ય કાન્તિગુણને પામીને સંદર્ભનો નવો રણકાર ઉપજાવી શકે છે.

કાવ્યમાં પ્રયુક્ત થયેલા શબ્દ અથવા વાક્ય એક નિશ્ચિત અર્થમાં પ્રયોજાયેલાં હોય છે. કાવ્યમાં તેની રસકીય અનિવાર્યતા હોય છે. આ શબ્દો અથવા વાક્યો વિવિધ અર્થચ્છાયાઓ ધરાવતાં હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આ શબ્દ અથવા વાક્યમાં એવું તો શું હોય છે કે જેને કારણે કાવ્યનાં અનેક અર્થઘટનો શક્ય બને છે? કવિ પણ સામાજિક પ્રાણી છે. મારી, તમારી અને કવિની ભાષા તત્ત્વતઃ જુદી નથી. પણ આપણે જાણીએ છીએ કે ‘વ્યવહારના માધ્યમરૂપ ભાષા વ્યવહારને સિદ્ધ કરીને મરી પરવારે છે, પણ એ જ ભાષામાંથી કવિ કશુંક અણખૂટ તત્ત્વ શોધી કાઢે છે.’<ref>કિંચિત્‌ - સુરેશ જોષી, પૃ. ૫૭, બુટાલા, બીજી આવૃત્તિ, ૧૯૭૬.</ref> શબ્દ અથવા બોલચાલની શૈલી પોતાનો આગવો અર્થ તો ધરાવે છે પણ કાવ્યમાં જે વિશિષ્ટ સંદર્ભમાં તેનો વિનિયોગ કરવામાં આવે તે શબ્દ અથવા બોલચાલની ભાષાનું તે કાવ્યમાં મહત્ત્વ શું? બોલચાલની કે વ્યવહારની ભાષા કરતાં કવિતાની ભાષામાં ભિન્નતા – વિશિષ્ટતા હોય છે? કયા પ્રકારની? કવિતાની ભાષા અલંકૃત હોય તેથી તે બોલચાલની ભાષાથી અલગ પડી જાય? વ્યવહારની ભાષામાં રૂઢિપ્રયોગો, કહેવતરૂપ ઉક્તિઓ નથી આવતી? વ્યવહારની ભાષાથી ખરેખર કવિ ઊફરો જઈ કામ કરી શકે ખરો? કાવ્યભાષાનાં એવાં કોઈ વિશિષ્ટ લક્ષણો કયા આધારે આપણે તારવી શકીએ? વ્યવહારની ભાષાને સામગ્રી માનીએ તો કાવ્યમાં તેનું રૂપાંતર શી રીતે સિદ્ધ થાય છે? શુદ્ધ સંગીતની જેમ શુદ્ધ ભાષા હોઈ શકે ખરી? કવિ કવિતામાં મુખ્યાર્થ લોપ કરી શકે? (મુખ્યાર્થબાધ તો હોય જ.) વ્યવહારભાષાની ને કાવ્યભાષાની ભિન્નતા-અભિન્નતા શી રીતે નક્કી કરીશું? વ્યવહારની ભાષાનો કવિતામાં વિનિયોગ કરવાથી true diction (સાચી પદાવલિ) સિદ્ધ થાય? કાવ્યાત્મક ભાષાથી false diction (બનાવટી પદાવલિ) રચાય છે? કવિ પોતાના જમાનાની ભાષાથી જુદો ક્યાં અને કેવી રીતે પડે છે? યુગની ભાષા શું કવિતાની ભાષા ન બને? આવા ઘણા પ્રશ્નો પ્લેટો, એરિસ્ટોટલ તથા ભરત મુનિના જમાનાથી પુછાતા આવ્યા છે. અંગ્રેજી કવિતાને લક્ષમાં રાખીને વિચાર કરીએ તો કાવ્યપદાવલિ વિશેની સભાનતા શરૂઆતથી જ તે સમયના કવિઓ તથા વિવેચકોમાં હતી જ. આ રીતે ચોસરના જમાનાથી કાવ્યપદાવલિનો પ્રશ્ન એક કે બીજી રીતે ચર્ચાતો રહ્યો છે. શિક્ષણના પ્રચાર પ્રસારની સાથે સાથે શબ્દબાહુલ્ય, પાંડિત્ય તરફ સર્જકો જતા ગયા. કળા એક સભાન પ્રવૃત્તિ છે એમ ક્રમશઃ મનાવા માંડ્યું. કવિતાને જો મહત્ત્વપૂર્ણ બનાવવી હોય તો ભાષાને પણ મહત્ત્વપૂર્ણ બનાવવી જોઈએ. ડ્રાયડને લેટિનમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યા તેથી કાવ્યપદાવલિ તત્સમ બની. કવિની કવિતામાં વિશેષણોનું પ્રાચુર્ય વધવા માંડ્યું અને આ વિશેષણો પણ લેટિનમાંથી જ આપ્યાં. બીજું, એ જમાનાની ફિલસૂફી એવું માનતી કે બધું જ સંવાદી અને વ્યવસ્થિત છે અને તેથી કાવ્યનો અન્વય પણ સંવાદી અને વ્યવસ્થિત હોવો જોઈએ. આમ એક બાજુ કવિતામાં આવતી શિષ્ટ ભાષા, વ્યવસ્થિત ભાષા તો બીજી બાજુ અપભાષા (slang), બોલચાલની છાંટવાળી વ્યવહારની ભાષા એવા બે ધ્રુવો સતત પ્રવર્તતા આપણે જોઈએ છીએ. એડિસન જેવાએ એમાં કહ્યું કે કવિએ તો બોલચાલની ભાષાથી દૂર રહેવું જોઈએ કેમ કે એમાં એક પ્રકારની અભદ્રતા હોય છે. પોપે પણ આ પ્રકારની માન્યતાને સમર્થન આપ્યું તો થોમસ ગ્રે જેવાએ કહ્યું કે યુગની ભાષા એ કવિતાની ભાષા ન બનવી જોઈએ.<ref>(Letter to Richard West, ૧૭૪૨) Ref. See - A Linguistic Guide to English Poetry, P.B. Geoffrey E. Leech, Longman, ૧૯૭૭.</ref>