18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
સવારમાં તડકો ખીલે તે પહેલાં જ શિલોંગના ઢોળાવ ચઢતા માર્ગ પર હતો. માર્ગની એક બાજુ કરાડ, બીજી બાજુ ઊંડી થતી જતી ખીણો, પહાડી માર્ગો લગભગ આવા જ હોય છે. ઢોળાવની બન્ને બાજુ જોઉં અને આંખમાં હરિત અંજન આંજતો જાઉં. લીલુડા વાંસનો તો આડો આંક! પણ આ વાંસ હવે વાંસ નથી લાગતો, જ્યારથી પેલું અસમિયા બિહુગીત સ્મરણ ચઢ્યું છે : | સવારમાં તડકો ખીલે તે પહેલાં જ શિલોંગના ઢોળાવ ચઢતા માર્ગ પર હતો. માર્ગની એક બાજુ કરાડ, બીજી બાજુ ઊંડી થતી જતી ખીણો, પહાડી માર્ગો લગભગ આવા જ હોય છે. ઢોળાવની બન્ને બાજુ જોઉં અને આંખમાં હરિત અંજન આંજતો જાઉં. લીલુડા વાંસનો તો આડો આંક! પણ આ વાંસ હવે વાંસ નથી લાગતો, જ્યારથી પેલું અસમિયા બિહુગીત સ્મરણ ચઢ્યું છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
'''બાઁહાર આગલૈ ચાઈનો પઠિયાલો''' | '''બાઁહાર આગલૈ ચાઈનો પઠિયાલો''' | ||
Line 18: | Line 19: | ||
'''જાણે પૂનમનો ચંદ્ર.''' | '''જાણે પૂનમનો ચંદ્ર.''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
આ લોકગીતમાં જ નહીં, અસમિયા કવિતામાં વાંસ એટલે ઝૂમતો નારી દેહ. રોજ જોતા હોઈએ એ પદાર્થને જોવા કવિતા નવી આંખ આપતી હોય છે. વાંસની સાથે સ્પર્ધામાં સોપારી આદિનાં વૃક્ષ, અને કંઈ કેટલાંય બીજાં. | આ લોકગીતમાં જ નહીં, અસમિયા કવિતામાં વાંસ એટલે ઝૂમતો નારી દેહ. રોજ જોતા હોઈએ એ પદાર્થને જોવા કવિતા નવી આંખ આપતી હોય છે. વાંસની સાથે સ્પર્ધામાં સોપારી આદિનાં વૃક્ષ, અને કંઈ કેટલાંય બીજાં. | ||
રહી જતું હોય તેમ વારે વારે ઝરણાં. એક નદી તે સાથે સાથે આવે. પહાડ પરથી વહી જતા ઝરણાને જોવું એટલે? ગતિ અને નાદની ઝંકૃતિ. અને આ માર્ગે ઝરણાંની શી કમી હોેય? કવિ હોત તો કવિતા લખી હોત. કવિ ઉમાશંકરે આ માર્ગની કવિતા લખી જ છે ને…. ‘ઈશાની’ના કાવ્યગુચ્છમાં. આ રહી તે… | રહી જતું હોય તેમ વારે વારે ઝરણાં. એક નદી તે સાથે સાથે આવે. પહાડ પરથી વહી જતા ઝરણાને જોવું એટલે? ગતિ અને નાદની ઝંકૃતિ. અને આ માર્ગે ઝરણાંની શી કમી હોેય? કવિ હોત તો કવિતા લખી હોત. કવિ ઉમાશંકરે આ માર્ગની કવિતા લખી જ છે ને…. ‘ઈશાની’ના કાવ્યગુચ્છમાં. આ રહી તે… | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
'''શિલોંગ ચઢતો માર્ગ''' | '''શિલોંગ ચઢતો માર્ગ''' | ||
Line 36: | Line 39: | ||
'''મેઘઘર…''' | '''મેઘઘર…''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
ખરેખર આ વિસ્તાર છે મેઘનું ઘર-મેઘાલય. આ નામ આપનાર કોઈ રાજકરણી નહીં હોય, કવિ જ હશે. બૃહત્ અસમ વિસ્તારની જે સાત બહેનો (ભણિ) તેમાં ત્રણ નામ તો પ્રાચીન— અસમ, મણિપુર, ત્રિપુરા; પણ જે ચાર નવી બહેનો, તેમાં બેનાં નામ તો પ્રજા-વિશેષના નામ પરથી, એકદમ પ્રોઝેઇક-નાગાલૅન્ડ, મિઝોરમ. અવશ્ય, મિઝોરમમાં બે ‘મ’કારને કારણે એક અનુરણન છે, ‘ર’ તેમાં પૂર્તિ કરે છે. પરંતુ બીજા બે નામ એકદમ ‘પોએટિક’ છે—અરુણાચલ અને મેઘાલય. ક્યાં નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી — ‘નેફા’ અને ક્યાં અરુણાચલ! ભારતના છેક પૂર્વનું એ રાજ્ય ખરે જ અરુણાચલ છે, અરુણ જ્યાં પહેલો ઉદિત થાય. અને આ મેઘાલય? મેઘનું જ ઘર. અહીં આવીને મેઘ માત્ર વસે છે એવું નથી, અનરાધાર વરસે છે. આખી દુનિયામાં સૌથી વધારે વરસાદ જ્યાં પડે છે, તે ચેરાપૂંજી મેઘાલયની દક્ષિણ દિશે છે. | ખરેખર આ વિસ્તાર છે મેઘનું ઘર-મેઘાલય. આ નામ આપનાર કોઈ રાજકરણી નહીં હોય, કવિ જ હશે. બૃહત્ અસમ વિસ્તારની જે સાત બહેનો (ભણિ) તેમાં ત્રણ નામ તો પ્રાચીન— અસમ, મણિપુર, ત્રિપુરા; પણ જે ચાર નવી બહેનો, તેમાં બેનાં નામ તો પ્રજા-વિશેષના નામ પરથી, એકદમ પ્રોઝેઇક-નાગાલૅન્ડ, મિઝોરમ. અવશ્ય, મિઝોરમમાં બે ‘મ’કારને કારણે એક અનુરણન છે, ‘ર’ તેમાં પૂર્તિ કરે છે. પરંતુ બીજા બે નામ એકદમ ‘પોએટિક’ છે—અરુણાચલ અને મેઘાલય. ક્યાં નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી — ‘નેફા’ અને ક્યાં અરુણાચલ! ભારતના છેક પૂર્વનું એ રાજ્ય ખરે જ અરુણાચલ છે, અરુણ જ્યાં પહેલો ઉદિત થાય. અને આ મેઘાલય? મેઘનું જ ઘર. અહીં આવીને મેઘ માત્ર વસે છે એવું નથી, અનરાધાર વરસે છે. આખી દુનિયામાં સૌથી વધારે વરસાદ જ્યાં પડે છે, તે ચેરાપૂંજી મેઘાલયની દક્ષિણ દિશે છે. | ||
Line 106: | Line 110: | ||
અને કવિ ફુકન આવ્યા. એમને જોઈને મને કવિ જીવનાનંદ દાસ કેમ યાદ આવ્યા હશે? આવતાં જ તેમણે ઘરમાં પોતે ન હોવા બદલ ક્ષમા માગી વાતો ચાલી, કવિતાની, કલાની. આવા નર્યા કવિ-કલાકાર બહુ ઓછા હોય છે. સરસ, નિચ્છલ. પેલું માટીનું શિલ્પ તેમણે જ કર્યું હતું. તેમણે આવાં શિલ્પો અનેક કર્યાં છે. સૂર્યનું એક જે — તે તો ગમી જ ગયું. અસમની લોકસંસ્કૃતિ અને કલા પ્રત્યે ઊંડી લગન, એટલું જ નહીં, એ કહે કે અસમિયા લોકગીત, બિહુગીત જાણ્યા વિના મારી કવિતા બરાબર જણાય નહીં. જેમ કે મારી એક કવિતામાં હેંગુલિયા શબ્દ આવે છે : | અને કવિ ફુકન આવ્યા. એમને જોઈને મને કવિ જીવનાનંદ દાસ કેમ યાદ આવ્યા હશે? આવતાં જ તેમણે ઘરમાં પોતે ન હોવા બદલ ક્ષમા માગી વાતો ચાલી, કવિતાની, કલાની. આવા નર્યા કવિ-કલાકાર બહુ ઓછા હોય છે. સરસ, નિચ્છલ. પેલું માટીનું શિલ્પ તેમણે જ કર્યું હતું. તેમણે આવાં શિલ્પો અનેક કર્યાં છે. સૂર્યનું એક જે — તે તો ગમી જ ગયું. અસમની લોકસંસ્કૃતિ અને કલા પ્રત્યે ઊંડી લગન, એટલું જ નહીં, એ કહે કે અસમિયા લોકગીત, બિહુગીત જાણ્યા વિના મારી કવિતા બરાબર જણાય નહીં. જેમ કે મારી એક કવિતામાં હેંગુલિયા શબ્દ આવે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
'''કિનૂ કિનૂ હેંગુલિયાર માજત''' | '''કિનૂ કિનૂ હેંગુલિયાર માજત''' | ||
Line 114: | Line 119: | ||
'''કાર હાતત્ પેલાબ કલિ….''' | '''કાર હાતત્ પેલાબ કલિ….''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
(ઝરમરતા હિંગળોક વર્ચ્ચેએકાએક અલોપ થઈ ગઈ — મારી તું નાનકડી પંખીણી — નગ્ન કન્યાની ઊંઘનું — કોઈ એક નામ તું તો — કોની હથેળીમાં ખીલીશ?…) | (ઝરમરતા હિંગળોક વર્ચ્ચેએકાએક અલોપ થઈ ગઈ — મારી તું નાનકડી પંખીણી — નગ્ન કન્યાની ઊંઘનું — કોઈ એક નામ તું તો — કોની હથેળીમાં ખીલીશ?…) | ||
Line 184: | Line 190: | ||
બીરેનદાએ કહ્યું, ચાલો ઉત્તરની ગૅલરીમાં બેસીએ. જેવા ગૅલરીમાં આવ્યા કે બ્રહ્મપુત્રનું મનોહર દર્શન! આ પહાડી ઉપરથી સારો પરિપ્રેક્ષ્ય મળે છે, છેક દૂર સરાઈઘાટના પુલ સુધીનો. વચ્ચે ઉમાનંદ, ઉર્વશી દેખાય. અહીં સાંજ વહેલી પડે છે. સરાઈઘાટ ઉપર સૂરજ નમતો હતો. બ્રહ્મપુત્ર પર સૂર્યાસ્ત અહીંથી જોવો જોઈએ. કવિ કહે — જ્યારે બ્રહ્મપુત્રમાં પૂર હોય ત્યારે અહીંથી એનું દર્શન કરવું એટલે! મારા જીવનનો એક ભાગ બની ગઈ છે હવે આ નદી — એમણે એને વિષે એક કવિતા વાંચી— | બીરેનદાએ કહ્યું, ચાલો ઉત્તરની ગૅલરીમાં બેસીએ. જેવા ગૅલરીમાં આવ્યા કે બ્રહ્મપુત્રનું મનોહર દર્શન! આ પહાડી ઉપરથી સારો પરિપ્રેક્ષ્ય મળે છે, છેક દૂર સરાઈઘાટના પુલ સુધીનો. વચ્ચે ઉમાનંદ, ઉર્વશી દેખાય. અહીં સાંજ વહેલી પડે છે. સરાઈઘાટ ઉપર સૂરજ નમતો હતો. બ્રહ્મપુત્ર પર સૂર્યાસ્ત અહીંથી જોવો જોઈએ. કવિ કહે — જ્યારે બ્રહ્મપુત્રમાં પૂર હોય ત્યારે અહીંથી એનું દર્શન કરવું એટલે! મારા જીવનનો એક ભાગ બની ગઈ છે હવે આ નદી — એમણે એને વિષે એક કવિતા વાંચી— | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
'''એઇ નદી કાલ''' | '''એઇ નદી કાલ''' | ||
Line 195: | Line 202: | ||
'''એઇ નદી એઈ મેર લગરી…''' | '''એઇ નદી એઈ મેર લગરી…''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
(આ નદી કાળ છે, કાળનો પ્રવાહ છે, સ્મૃતિની મૃણ્મય મૂર્તિ છે. પ્રાકૃતિક અજંતા છે, અસુર છે જે પોતાની શક્તિથી માણસને મહાત કરી દે છે, શાંતિ છે, પથ છે, મારી સખી છે.) | (આ નદી કાળ છે, કાળનો પ્રવાહ છે, સ્મૃતિની મૃણ્મય મૂર્તિ છે. પ્રાકૃતિક અજંતા છે, અસુર છે જે પોતાની શક્તિથી માણસને મહાત કરી દે છે, શાંતિ છે, પથ છે, મારી સખી છે.) | ||
Line 277: | Line 285: | ||
<center>માર્ચ ૨૧</center> | <center>માર્ચ ૨૧</center> | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
'''આહિનર પથારર ગોન્ધ''' | '''આહિનર પથારર ગોન્ધ''' | ||
Line 299: | Line 308: | ||
ક્યાં? | ક્યાં? | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
આ ત્રણ કડીની નાની અમથી કવિતામાં ઘણી મોટી વાત છે. દરેક પેઢી અગાઉની પેઢી પાસેથી કશુંક વારસામાં મેળવે છે અને આવનારી પેઢી માટે કશુંક વારસામાં મૂકી જવા માગે છે. આમ જોઈએ તો અગાઉની પેઢીથી આજની પેઢી અને આજની પેઢીથી આવનારી પેઢી ‘એક’ નહીં હોવાની અને છતાં એવું ‘કશુંક’ છે જે પેઢી દર પેઢી ચાલ્યું આવતું રહ્યું છે. બે પેઢીઓ વચ્ચે અંતર હોય પણ એ અંતર એટલું બધું ન હોય કે બે વચ્ચે કોઈ અનુબંધ જ ન રહે. આજ એ સ્થિતિ આવી છે, કે એ અંતરને સાંધે તેવા કોઈ પરંપરાના સેતુ બાંધ્યા બંધાય એમ નથી. અર્થાત્ આજે ‘જનરેશન ગૅપ’ ઘણી વધારે છે. | આ ત્રણ કડીની નાની અમથી કવિતામાં ઘણી મોટી વાત છે. દરેક પેઢી અગાઉની પેઢી પાસેથી કશુંક વારસામાં મેળવે છે અને આવનારી પેઢી માટે કશુંક વારસામાં મૂકી જવા માગે છે. આમ જોઈએ તો અગાઉની પેઢીથી આજની પેઢી અને આજની પેઢીથી આવનારી પેઢી ‘એક’ નહીં હોવાની અને છતાં એવું ‘કશુંક’ છે જે પેઢી દર પેઢી ચાલ્યું આવતું રહ્યું છે. બે પેઢીઓ વચ્ચે અંતર હોય પણ એ અંતર એટલું બધું ન હોય કે બે વચ્ચે કોઈ અનુબંધ જ ન રહે. આજ એ સ્થિતિ આવી છે, કે એ અંતરને સાંધે તેવા કોઈ પરંપરાના સેતુ બાંધ્યા બંધાય એમ નથી. અર્થાત્ આજે ‘જનરેશન ગૅપ’ ઘણી વધારે છે. | ||
Line 357: | Line 367: | ||
તેમણે કહ્યું, તમારે કવિ ભવેન બરુવાને પણ મળવું જોઈએ. મેં કહ્યું કે એમનું ઘર શોધવા હું કૉટન કૉલેજના કૅમ્પસમાં ફર્યો પણ મળ્યું નથી. બરુવાનો એક સંગ્રહ ‘સોનાલી જહાજ’ હું ગઈ કાલે જ લઈ આવ્યો છું. હવે તો તેમને મળાય તો મળાય. મેં નીલમણિ અને અનિછને કહ્યું, તમારા અવાજમાં મારે તમારી કવિતાઓ સાંભળવી છે. બન્નેએ પ્રસન્નતાથી પોતાની બબ્બે ત્રણ-ત્રણ રચનાઓ વાંચી, એક કવિતાની પંક્તિઓ આ પ્રમાણે આવી : | તેમણે કહ્યું, તમારે કવિ ભવેન બરુવાને પણ મળવું જોઈએ. મેં કહ્યું કે એમનું ઘર શોધવા હું કૉટન કૉલેજના કૅમ્પસમાં ફર્યો પણ મળ્યું નથી. બરુવાનો એક સંગ્રહ ‘સોનાલી જહાજ’ હું ગઈ કાલે જ લઈ આવ્યો છું. હવે તો તેમને મળાય તો મળાય. મેં નીલમણિ અને અનિછને કહ્યું, તમારા અવાજમાં મારે તમારી કવિતાઓ સાંભળવી છે. બન્નેએ પ્રસન્નતાથી પોતાની બબ્બે ત્રણ-ત્રણ રચનાઓ વાંચી, એક કવિતાની પંક્તિઓ આ પ્રમાણે આવી : | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
'''ટોપનિતો તેઓં મોક ખેદિ ફુરિછિલ''' | '''ટોપનિતો તેઓં મોક ખેદિ ફુરિછિલ''' | ||
Line 372: | Line 383: | ||
'''અને તમારી કવિતા વાંચું છું''' | '''અને તમારી કવિતા વાંચું છું''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
પંક્તિઓ સ્પર્શી રહી છેક ઊંડે જઈ. | પંક્તિઓ સ્પર્શી રહી છેક ઊંડે જઈ. | ||
Line 403: | Line 415: | ||
પણ તેમની જે કવિતાપંક્તિઓ હજી ગુંજે છે તે તો જર્મન કવિ બર્તોલ્ત બ્રેખ્તની ‘સાચે જ હું અંધારિયા યુગમાં જીવી રહ્યો છું.’ પંક્તિથી શરૂ થતી ‘આવતી પેઢીઓને’ શીર્ષક કવિતા વાંચીને લખેલી કવિતાની. કવિતા લાંબી છે, પંક્તિ આવર્તનની ટેક્નિક અપનાવી છે. બ્રેખ્તને ઉત્તરમાં કવિ કહેતા જણાય છે કે બધું, દરેક યુગમાં અંધારું હોય છે, દરેક યુગ વત્તાઓછો અંધારિયો યુગ હોય છે, ફેર માત્ર પ્રમાણ પૂરતો છે: | પણ તેમની જે કવિતાપંક્તિઓ હજી ગુંજે છે તે તો જર્મન કવિ બર્તોલ્ત બ્રેખ્તની ‘સાચે જ હું અંધારિયા યુગમાં જીવી રહ્યો છું.’ પંક્તિથી શરૂ થતી ‘આવતી પેઢીઓને’ શીર્ષક કવિતા વાંચીને લખેલી કવિતાની. કવિતા લાંબી છે, પંક્તિ આવર્તનની ટેક્નિક અપનાવી છે. બ્રેખ્તને ઉત્તરમાં કવિ કહેતા જણાય છે કે બધું, દરેક યુગમાં અંધારું હોય છે, દરેક યુગ વત્તાઓછો અંધારિયો યુગ હોય છે, ફેર માત્ર પ્રમાણ પૂરતો છે: | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
કથાટો માત્રાર કથા, કારણ— | કથાટો માત્રાર કથા, કારણ— | ||
Line 411: | Line 424: | ||
કથાટો માત્રાર કથા. | કથાટો માત્રાર કથા. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
પૂર્વોત્તરની યાત્રાના આજના અંતિમ દિવસનો આરંભ એક કવિની મુલાકાતથી થયો હતો, અંત પણ એક કવિની મુલાકાતથી. | પૂર્વોત્તરની યાત્રાના આજના અંતિમ દિવસનો આરંભ એક કવિની મુલાકાતથી થયો હતો, અંત પણ એક કવિની મુલાકાતથી. | ||
edits