18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શિલોંગ|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} <center>માર્ચ ૧૭</center> આપણા કવિ પ્રિય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
સવારમાં તડકો ખીલે તે પહેલાં જ શિલોંગના ઢોળાવ ચઢતા માર્ગ પર હતો. માર્ગની એક બાજુ કરાડ, બીજી બાજુ ઊંડી થતી જતી ખીણો, પહાડી માર્ગો લગભગ આવા જ હોય છે. ઢોળાવની બન્ને બાજુ જોઉં અને આંખમાં હરિત અંજન આંજતો જાઉં. લીલુડા વાંસનો તો આડો આંક! પણ આ વાંસ હવે વાંસ નથી લાગતો, જ્યારથી પેલું અસમિયા બિહુગીત સ્મરણ ચઢ્યું છે : | સવારમાં તડકો ખીલે તે પહેલાં જ શિલોંગના ઢોળાવ ચઢતા માર્ગ પર હતો. માર્ગની એક બાજુ કરાડ, બીજી બાજુ ઊંડી થતી જતી ખીણો, પહાડી માર્ગો લગભગ આવા જ હોય છે. ઢોળાવની બન્ને બાજુ જોઉં અને આંખમાં હરિત અંજન આંજતો જાઉં. લીલુડા વાંસનો તો આડો આંક! પણ આ વાંસ હવે વાંસ નથી લાગતો, જ્યારથી પેલું અસમિયા બિહુગીત સ્મરણ ચઢ્યું છે : | ||
<poem> | <poem> | ||
'''બાઁહાર આગલૈ ચાઈનો પઠિયાલો''' | |||
બાઁહરે કોન ડાલિ પોન. | '''બાઁહરે કોન ડાલિ પોન.''' | ||
ચેનાઈટિર ફાલલૈ ચાઈ નો પઠિયાલો | '''ચેનાઈટિર ફાલલૈ ચાઈ નો પઠિયાલો''' | ||
યેને પૂર્ણિમાર જોન. | '''યેને પૂર્ણિમાર જોન.''' | ||
— મેં વાંસની ટોચ ભણી જોયું | '''— મેં વાંસની ટોચ ભણી જોયું''' | ||
કે વાંસની કઈ ડાળ સીધી છે. | '''કે વાંસની કઈ ડાળ સીધી છે.''' | ||
મેં વહાલીના મુખ ભણી જોયું | '''મેં વહાલીના મુખ ભણી જોયું''' | ||
જાણે પૂનમનો ચંદ્ર. | '''જાણે પૂનમનો ચંદ્ર.''' | ||
</poem> | </poem> | ||
આ લોકગીતમાં જ નહીં, અસમિયા કવિતામાં વાંસ એટલે ઝૂમતો નારી દેહ. રોજ જોતા હોઈએ એ પદાર્થને જોવા કવિતા નવી આંખ આપતી હોય છે. વાંસની સાથે સ્પર્ધામાં સોપારી આદિનાં વૃક્ષ, અને કંઈ કેટલાંય બીજાં. | આ લોકગીતમાં જ નહીં, અસમિયા કવિતામાં વાંસ એટલે ઝૂમતો નારી દેહ. રોજ જોતા હોઈએ એ પદાર્થને જોવા કવિતા નવી આંખ આપતી હોય છે. વાંસની સાથે સ્પર્ધામાં સોપારી આદિનાં વૃક્ષ, અને કંઈ કેટલાંય બીજાં. | ||
રહી જતું હોય તેમ વારે વારે ઝરણાં. એક નદી તે સાથે સાથે આવે. પહાડ પરથી વહી જતા ઝરણાને જોવું એટલે? ગતિ અને નાદની ઝંકૃતિ. અને આ માર્ગે ઝરણાંની શી કમી હોેય? કવિ હોત તો કવિતા લખી હોત. કવિ ઉમાશંકરે આ માર્ગની કવિતા લખી જ છે ને…. ‘ઈશાની’ના કાવ્યગુચ્છમાં. આ રહી તે… | રહી જતું હોય તેમ વારે વારે ઝરણાં. એક નદી તે સાથે સાથે આવે. પહાડ પરથી વહી જતા ઝરણાને જોવું એટલે? ગતિ અને નાદની ઝંકૃતિ. અને આ માર્ગે ઝરણાંની શી કમી હોેય? કવિ હોત તો કવિતા લખી હોત. કવિ ઉમાશંકરે આ માર્ગની કવિતા લખી જ છે ને…. ‘ઈશાની’ના કાવ્યગુચ્છમાં. આ રહી તે… | ||
<poem> | |||
'''શિલોંગ ચઢતો માર્ગ''' | |||
'''રમતો રમતો આગળ વધે.''' | |||
'''ખેતરો ઝાડીઓ ડુંગરની દીવાલ''' | |||
'''પડખે થઈ, ઘડીમાં ઊંચા કોઈ માળ''' | |||
'''પર નીકળતો''' | |||
ખેતરો ઝાડીઓ ડુંગરની દીવાલ | '''નીચેના વિસ્તાર પર ઝળુંબતો,''' | ||
પડખે થઈ, ઘડીમાં ઊંચા કોઈ માળ | '''ટેકરીની ધારે ધારે''' | ||
પર નીકળતો | '''સરકતો, એકાએક વળાંક લઈ''' | ||
નીચેના વિસ્તાર પર ઝળુંબતો, | '''નવા જ કોઈ ઉઘાડ ધરે.''' | ||
ટેકરીની ધારે ધારે | '''લઈ આવ્યો મેઘાલય દ્વારેય તે…''' | ||
સરકતો, એકાએક વળાંક લઈ | '''ભારતનું સદા-લીલું હૃદય,''' | ||
નવા જ કોઈ ઉઘાડ ધરે. | '''મેઘઘર…''' | ||
લઈ આવ્યો મેઘાલય દ્વારેય તે… | </poem> | ||
ભારતનું સદા-લીલું હૃદય, | |||
મેઘઘર… | |||
ખરેખર આ વિસ્તાર છે મેઘનું ઘર-મેઘાલય. આ નામ આપનાર કોઈ રાજકરણી નહીં હોય, કવિ જ હશે. બૃહત્ અસમ વિસ્તારની જે સાત બહેનો (ભણિ) તેમાં ત્રણ નામ તો પ્રાચીન— અસમ, મણિપુર, ત્રિપુરા; પણ જે ચાર નવી બહેનો, તેમાં બેનાં નામ તો પ્રજા-વિશેષના નામ પરથી, એકદમ પ્રોઝેઇક-નાગાલૅન્ડ, મિઝોરમ. અવશ્ય, મિઝોરમમાં બે ‘મ’કારને કારણે એક અનુરણન છે, ‘ર’ તેમાં પૂર્તિ કરે છે. પરંતુ બીજા બે નામ એકદમ ‘પોએટિક’ છે—અરુણાચલ અને મેઘાલય. ક્યાં નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી — ‘નેફા’ અને ક્યાં અરુણાચલ! ભારતના છેક પૂર્વનું એ રાજ્ય ખરે જ અરુણાચલ છે, અરુણ જ્યાં પહેલો ઉદિત થાય. અને આ મેઘાલય? મેઘનું જ ઘર. અહીં આવીને મેઘ માત્ર વસે છે એવું નથી, અનરાધાર વરસે છે. આખી દુનિયામાં સૌથી વધારે વરસાદ જ્યાં પડે છે, તે ચેરાપૂંજી મેઘાલયની દક્ષિણ દિશે છે. | ખરેખર આ વિસ્તાર છે મેઘનું ઘર-મેઘાલય. આ નામ આપનાર કોઈ રાજકરણી નહીં હોય, કવિ જ હશે. બૃહત્ અસમ વિસ્તારની જે સાત બહેનો (ભણિ) તેમાં ત્રણ નામ તો પ્રાચીન— અસમ, મણિપુર, ત્રિપુરા; પણ જે ચાર નવી બહેનો, તેમાં બેનાં નામ તો પ્રજા-વિશેષના નામ પરથી, એકદમ પ્રોઝેઇક-નાગાલૅન્ડ, મિઝોરમ. અવશ્ય, મિઝોરમમાં બે ‘મ’કારને કારણે એક અનુરણન છે, ‘ર’ તેમાં પૂર્તિ કરે છે. પરંતુ બીજા બે નામ એકદમ ‘પોએટિક’ છે—અરુણાચલ અને મેઘાલય. ક્યાં નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી — ‘નેફા’ અને ક્યાં અરુણાચલ! ભારતના છેક પૂર્વનું એ રાજ્ય ખરે જ અરુણાચલ છે, અરુણ જ્યાં પહેલો ઉદિત થાય. અને આ મેઘાલય? મેઘનું જ ઘર. અહીં આવીને મેઘ માત્ર વસે છે એવું નથી, અનરાધાર વરસે છે. આખી દુનિયામાં સૌથી વધારે વરસાદ જ્યાં પડે છે, તે ચેરાપૂંજી મેઘાલયની દક્ષિણ દિશે છે. | ||
Line 90: | Line 90: | ||
બધું સુંદર સુંદર લાગે છે. ખુબ ધુનીયા લાગિ છે! | બધું સુંદર સુંદર લાગે છે. ખુબ ધુનીયા લાગિ છે! | ||
માર્ચ ૧૮ | <center>માર્ચ ૧૮</center> | ||
એ તો સારું થયું કે રાત્રે શિલોંગનું સપનું ન આવ્યું. નહીંતર આમ તો, શિલોંગનો ઊંચો ઊંડો આછો ઘેરો લીલો રંગ આંખે આંજીને જ સૂતો હતો. સવારમાં ઊઠ્યો છું ત્યારથી પાછો એ લીલો આંખ સામેથી હટતો નથી. અહીં તો હમણાં જ વરસાદ પડી ગયો છે, મેઘાલયમાં મેઘરાજાએ મહેર કરી હતી, છત્તર બનીને ઝળૂંબી રહેલા, પણ ટૂટી પડેલા નહીં. અત્યારે ગુવાહાટીના નગરપ્રાન્તે બ્રહ્મપુત્રને કાંઠે આવેલા સરકીટ હાઉસની બાલ્કની બહાર જોઉં છું તો બધું ભીનું ભીનું લાગે છે. કાગડાઓ ભીના થઈ ભીનાં તાલવૃક્ષો પર બેસી લાંબી ભીની કા…કા કરી રહ્યા છે. બ્રહ્મપુત્ર પણ જલસિક્ત લાગે છે એમ કહેવું હોય તો કહેવાય. તેના જલ પર વેગથી નાની હોડીએ સરકી રહી છે. એ વિપુલ જલરાશિના પેટનું પાણીય જાણે હલતું લાગતું નથી એટલો શાંત વહી રહ્યો છે. | એ તો સારું થયું કે રાત્રે શિલોંગનું સપનું ન આવ્યું. નહીંતર આમ તો, શિલોંગનો ઊંચો ઊંડો આછો ઘેરો લીલો રંગ આંખે આંજીને જ સૂતો હતો. સવારમાં ઊઠ્યો છું ત્યારથી પાછો એ લીલો આંખ સામેથી હટતો નથી. અહીં તો હમણાં જ વરસાદ પડી ગયો છે, મેઘાલયમાં મેઘરાજાએ મહેર કરી હતી, છત્તર બનીને ઝળૂંબી રહેલા, પણ ટૂટી પડેલા નહીં. અત્યારે ગુવાહાટીના નગરપ્રાન્તે બ્રહ્મપુત્રને કાંઠે આવેલા સરકીટ હાઉસની બાલ્કની બહાર જોઉં છું તો બધું ભીનું ભીનું લાગે છે. કાગડાઓ ભીના થઈ ભીનાં તાલવૃક્ષો પર બેસી લાંબી ભીની કા…કા કરી રહ્યા છે. બ્રહ્મપુત્ર પણ જલસિક્ત લાગે છે એમ કહેવું હોય તો કહેવાય. તેના જલ પર વેગથી નાની હોડીએ સરકી રહી છે. એ વિપુલ જલરાશિના પેટનું પાણીય જાણે હલતું લાગતું નથી એટલો શાંત વહી રહ્યો છે. | ||
Line 106: | Line 106: | ||
અને કવિ ફુકન આવ્યા. એમને જોઈને મને કવિ જીવનાનંદ દાસ કેમ યાદ આવ્યા હશે? આવતાં જ તેમણે ઘરમાં પોતે ન હોવા બદલ ક્ષમા માગી વાતો ચાલી, કવિતાની, કલાની. આવા નર્યા કવિ-કલાકાર બહુ ઓછા હોય છે. સરસ, નિચ્છલ. પેલું માટીનું શિલ્પ તેમણે જ કર્યું હતું. તેમણે આવાં શિલ્પો અનેક કર્યાં છે. સૂર્યનું એક જે — તે તો ગમી જ ગયું. અસમની લોકસંસ્કૃતિ અને કલા પ્રત્યે ઊંડી લગન, એટલું જ નહીં, એ કહે કે અસમિયા લોકગીત, બિહુગીત જાણ્યા વિના મારી કવિતા બરાબર જણાય નહીં. જેમ કે મારી એક કવિતામાં હેંગુલિયા શબ્દ આવે છે : | અને કવિ ફુકન આવ્યા. એમને જોઈને મને કવિ જીવનાનંદ દાસ કેમ યાદ આવ્યા હશે? આવતાં જ તેમણે ઘરમાં પોતે ન હોવા બદલ ક્ષમા માગી વાતો ચાલી, કવિતાની, કલાની. આવા નર્યા કવિ-કલાકાર બહુ ઓછા હોય છે. સરસ, નિચ્છલ. પેલું માટીનું શિલ્પ તેમણે જ કર્યું હતું. તેમણે આવાં શિલ્પો અનેક કર્યાં છે. સૂર્યનું એક જે — તે તો ગમી જ ગયું. અસમની લોકસંસ્કૃતિ અને કલા પ્રત્યે ઊંડી લગન, એટલું જ નહીં, એ કહે કે અસમિયા લોકગીત, બિહુગીત જાણ્યા વિના મારી કવિતા બરાબર જણાય નહીં. જેમ કે મારી એક કવિતામાં હેંગુલિયા શબ્દ આવે છે : | ||
<poem> | |||
કિનૂ કિનૂ હેંગુલિયાર માજત | '''કિનૂ કિનૂ હેંગુલિયાર માજત''' | ||
હઠાત્ ઉઘાઓ | '''હઠાત્ ઉઘાઓ''' | ||
મોર તઈ સરુ ચરાઇ | '''મોર તઈ સરુ ચરાઇ''' | ||
નાંગ્ઠા છોવાલી જનીર ટોપનિર | '''નાંગ્ઠા છોવાલી જનીર ટોપનિર''' | ||
કિબા એટા નામ તઈ — | '''કિબા એટા નામ તઈ —''' | ||
કાર હાતત્ પેલાબ કલિ…. | '''કાર હાતત્ પેલાબ કલિ….''' | ||
</poem> | |||
(ઝરમરતા હિંગળોક વર્ચ્ચેએકાએક અલોપ થઈ ગઈ — મારી તું નાનકડી પંખીણી — નગ્ન કન્યાની ઊંઘનું — કોઈ એક નામ તું તો — કોની હથેળીમાં ખીલીશ?…) | (ઝરમરતા હિંગળોક વર્ચ્ચેએકાએક અલોપ થઈ ગઈ — મારી તું નાનકડી પંખીણી — નગ્ન કન્યાની ઊંઘનું — કોઈ એક નામ તું તો — કોની હથેળીમાં ખીલીશ?…) | ||
Line 142: | Line 142: | ||
ઘેર આવી એટલે કે ઉતારે આવી આ બધું ટપકાવવા બેસુ છું. ચા આવે છે. લખું છું, વચ્ચે ચાના ગરમ ઘૂંટ પીતો જાઉં છું. બાજુમાં નજર કરું છું, કવિ નીલમણિએ આપેલ ગમછો ગડીબંધ પડ્યો છે. નાનકડો એ ગમછો હું ઉકેલું છું જાણે સમગ્ર અસમની હૃદયલિપિ! | ઘેર આવી એટલે કે ઉતારે આવી આ બધું ટપકાવવા બેસુ છું. ચા આવે છે. લખું છું, વચ્ચે ચાના ગરમ ઘૂંટ પીતો જાઉં છું. બાજુમાં નજર કરું છું, કવિ નીલમણિએ આપેલ ગમછો ગડીબંધ પડ્યો છે. નાનકડો એ ગમછો હું ઉકેલું છું જાણે સમગ્ર અસમની હૃદયલિપિ! | ||
માર્ચ ૧૯ | <center>માર્ચ ૧૯</center> | ||
સ્વચ્છ દિવસ છે. સૂર્ય ક્ષિતિજ બહાર આવી ગયો છે. રૂમમાંથી બહાર આવી શાંત વહી જતા બાબા બ્રહ્મપુત્રનાં દર્શન કરું છું. ભૂરાં પાણી વહી રહ્યાં છે. સપાટી પર કોમળ ‘રિપલ્સ’ છે. ત્યાં વચ્ચે ઉમાનંદ પાસે પાણી તાણ અનુભવે છે. એક સ્તબ્ધતાનું વાતાવરણ છે, તેમાં પંખીઓનો અવાજ સંભળાય છે. આજે સવારમાં ફ્રી છું. ઉમાનંદ જઈ આવું. સાંજે તો બિરેનદાને ત્યાં જવાનું છે અને ત્યાંથી અસમ સાહિત્ય સભામાં. સભા તરફથી સ્થાનિક સાહિત્યકાર મિત્રો સાથે મિલનપ્રસંગ છે. | સ્વચ્છ દિવસ છે. સૂર્ય ક્ષિતિજ બહાર આવી ગયો છે. રૂમમાંથી બહાર આવી શાંત વહી જતા બાબા બ્રહ્મપુત્રનાં દર્શન કરું છું. ભૂરાં પાણી વહી રહ્યાં છે. સપાટી પર કોમળ ‘રિપલ્સ’ છે. ત્યાં વચ્ચે ઉમાનંદ પાસે પાણી તાણ અનુભવે છે. એક સ્તબ્ધતાનું વાતાવરણ છે, તેમાં પંખીઓનો અવાજ સંભળાય છે. આજે સવારમાં ફ્રી છું. ઉમાનંદ જઈ આવું. સાંજે તો બિરેનદાને ત્યાં જવાનું છે અને ત્યાંથી અસમ સાહિત્ય સભામાં. સભા તરફથી સ્થાનિક સાહિત્યકાર મિત્રો સાથે મિલનપ્રસંગ છે. | ||
Line 184: | Line 184: | ||
બીરેનદાએ કહ્યું, ચાલો ઉત્તરની ગૅલરીમાં બેસીએ. જેવા ગૅલરીમાં આવ્યા કે બ્રહ્મપુત્રનું મનોહર દર્શન! આ પહાડી ઉપરથી સારો પરિપ્રેક્ષ્ય મળે છે, છેક દૂર સરાઈઘાટના પુલ સુધીનો. વચ્ચે ઉમાનંદ, ઉર્વશી દેખાય. અહીં સાંજ વહેલી પડે છે. સરાઈઘાટ ઉપર સૂરજ નમતો હતો. બ્રહ્મપુત્ર પર સૂર્યાસ્ત અહીંથી જોવો જોઈએ. કવિ કહે — જ્યારે બ્રહ્મપુત્રમાં પૂર હોય ત્યારે અહીંથી એનું દર્શન કરવું એટલે! મારા જીવનનો એક ભાગ બની ગઈ છે હવે આ નદી — એમણે એને વિષે એક કવિતા વાંચી— | બીરેનદાએ કહ્યું, ચાલો ઉત્તરની ગૅલરીમાં બેસીએ. જેવા ગૅલરીમાં આવ્યા કે બ્રહ્મપુત્રનું મનોહર દર્શન! આ પહાડી ઉપરથી સારો પરિપ્રેક્ષ્ય મળે છે, છેક દૂર સરાઈઘાટના પુલ સુધીનો. વચ્ચે ઉમાનંદ, ઉર્વશી દેખાય. અહીં સાંજ વહેલી પડે છે. સરાઈઘાટ ઉપર સૂરજ નમતો હતો. બ્રહ્મપુત્ર પર સૂર્યાસ્ત અહીંથી જોવો જોઈએ. કવિ કહે — જ્યારે બ્રહ્મપુત્રમાં પૂર હોય ત્યારે અહીંથી એનું દર્શન કરવું એટલે! મારા જીવનનો એક ભાગ બની ગઈ છે હવે આ નદી — એમણે એને વિષે એક કવિતા વાંચી— | ||
<poem> | |||
એઇ નદી કાલ | '''એઇ નદી કાલ''' | ||
એઇ નદી કાલર સાૅંત | '''એઇ નદી કાલર સાૅંત''' | ||
એઇ નદી સ્મૃતિર મૃણ્મય મૂર્તિ | '''એઇ નદી સ્મૃતિર મૃણ્મય મૂર્તિ''' | ||
એઇ નદી પ્રાકૃતિક અજન્તા | '''એઇ નદી પ્રાકૃતિક અજન્તા''' | ||
એઈ નદી બીરા, માનુહે યાક | '''એઈ નદી બીરા, માનુહે યાક''' | ||
પુંહિબ ખોજે શક્તિર બાબે | '''પુંહિબ ખોજે શક્તિર બાબે''' | ||
એઇ નદી શાન્તિ | '''એઇ નદી શાન્તિ''' | ||
એઈ નદી પથ | '''એઈ નદી પથ''' | ||
એઇ નદી એઈ મેર લગરી… | '''એઇ નદી એઈ મેર લગરી…''' | ||
</poem> | |||
(આ નદી કાળ છે, કાળનો પ્રવાહ છે, સ્મૃતિની મૃણ્મય મૂર્તિ છે. પ્રાકૃતિક અજંતા છે, અસુર છે જે પોતાની શક્તિથી માણસને મહાત કરી દે છે, શાંતિ છે, પથ છે, મારી સખી છે.) | (આ નદી કાળ છે, કાળનો પ્રવાહ છે, સ્મૃતિની મૃણ્મય મૂર્તિ છે. પ્રાકૃતિક અજંતા છે, અસુર છે જે પોતાની શક્તિથી માણસને મહાત કરી દે છે, શાંતિ છે, પથ છે, મારી સખી છે.) | ||
Line 217: | Line 217: | ||
હવે જાણે શ્વાસમાં અસમની ઘ્રાણ અનુભવાય છે. | હવે જાણે શ્વાસમાં અસમની ઘ્રાણ અનુભવાય છે. | ||
માર્ચ ૨૦ | <center>માર્ચ ૨૦</center> | ||
ગુવાહાટીની કૉટન કૉલેજ અહીંની એક પુરાણી કૉલેજ છે. એના દીદાર જોઈને જ લાગે. કૅમ્પસ ઠીક ઠીક મોટો છે. પતરાંના છાપરાવાળી એક માળવાળી કૉલેજ તો એક આ જોઈ. પણ કૅમ્પસમાં ફરતાં લાગે કે એક વિદ્યાધામમાં ફરીએ છીએ. કલકત્તાની કૉલેજો-યુનિવર્સિટીઓની જેમ, અહીં પણ દીવાલો સૂત્રોથી ભરેલી છે. કલકત્તાની જ અસર હશે. મને લાગે છે કે ત્યાંના છાત્રો આપણી કૉલેજ કે યુનિવર્સિટીઓ જુએ તો ચિતરામણ વિનાની દીવાલો જોઈને જરૂર નવાઈ પામે. | ગુવાહાટીની કૉટન કૉલેજ અહીંની એક પુરાણી કૉલેજ છે. એના દીદાર જોઈને જ લાગે. કૅમ્પસ ઠીક ઠીક મોટો છે. પતરાંના છાપરાવાળી એક માળવાળી કૉલેજ તો એક આ જોઈ. પણ કૅમ્પસમાં ફરતાં લાગે કે એક વિદ્યાધામમાં ફરીએ છીએ. કલકત્તાની કૉલેજો-યુનિવર્સિટીઓની જેમ, અહીં પણ દીવાલો સૂત્રોથી ભરેલી છે. કલકત્તાની જ અસર હશે. મને લાગે છે કે ત્યાંના છાત્રો આપણી કૉલેજ કે યુનિવર્સિટીઓ જુએ તો ચિતરામણ વિનાની દીવાલો જોઈને જરૂર નવાઈ પામે. | ||
Line 276: | Line 276: | ||
થોડીવાર ચુપકીદી રહી. પછી કહે — સોપારી લો, સોપારી. શિલોંગ જઈ મેઘાલયની પ્રાકૃતિક સુષમા જોઈ હતી, આજે ગુવાહાટીમાં એ મેઘાલયની પ્રાકૃતિક વ્યગ્રતા! | થોડીવાર ચુપકીદી રહી. પછી કહે — સોપારી લો, સોપારી. શિલોંગ જઈ મેઘાલયની પ્રાકૃતિક સુષમા જોઈ હતી, આજે ગુવાહાટીમાં એ મેઘાલયની પ્રાકૃતિક વ્યગ્રતા! | ||
માર્ચ ૨૧ | <center>માર્ચ ૨૧</center> | ||
આહિનર પથારર ગોન્ધ | <poem> | ||
કેને બાકે નાક્ત આહિ લાગિલે | '''આહિનર પથારર ગોન્ધ''' | ||
મઈ હેરા પાઓ મોર દેઉતાક. | '''કેને બાકે નાક્ત આહિ લાગિલે''' | ||
દોંકાનર જાપભંગા | '''મઈ હેરા પાઓ મોર દેઉતાક.''' | ||
ગામોચાર સુવાસત | '''દોંકાનર જાપભંગા''' | ||
મઈ હેરા પાઓં મોર આઈક. | ''''''Bold text'''ગામોચાર સુવાસત''' | ||
મઈ માક | '''મઈ હેરા પાઓં મોર આઈક.''' | ||
મોર સન્તાનર કારણે | '''મઈ માક''' | ||
ક’ત થૈ યામ | '''મોર સન્તાનર કારણે''' | ||
ક’ત? | '''ક’ત થૈ યામ''' | ||
આસો માસના ખેતરની વાસ | '''ક’ત?''' | ||
ક્યાંકથી આવીને નાકે લાગતાં | '''આસો માસના ખેતરની વાસ''' | ||
હું ફરી પામું છું મારા બાપુને, | '''ક્યાંકથી આવીને નાકે લાગતાં''' | ||
દુકાનમાં ગડી ઉખેડેલા | '''હું ફરી પામું છું મારા બાપુને,''' | ||
ગમછાની સુવાસમાં | '''દુકાનમાં ગડી ઉખેડેલા''' | ||
હું ફરી પામું છું મારી માને. | '''ગમછાની સુવાસમાં''' | ||
હું મને | '''હું ફરી પામું છું મારી માને.''' | ||
'''હું મને''' | |||
મારા સન્તાન માટે | મારા સન્તાન માટે | ||
ક્યાં રાખી જઈશ | ક્યાં રાખી જઈશ | ||
ક્યાં? | ક્યાં? | ||
</poem> | |||
આ ત્રણ કડીની નાની અમથી કવિતામાં ઘણી મોટી વાત છે. દરેક પેઢી અગાઉની પેઢી પાસેથી કશુંક વારસામાં મેળવે છે અને આવનારી પેઢી માટે કશુંક વારસામાં મૂકી જવા માગે છે. આમ જોઈએ તો અગાઉની પેઢીથી આજની પેઢી અને આજની પેઢીથી આવનારી પેઢી ‘એક’ નહીં હોવાની અને છતાં એવું ‘કશુંક’ છે જે પેઢી દર પેઢી ચાલ્યું આવતું રહ્યું છે. બે પેઢીઓ વચ્ચે અંતર હોય પણ એ અંતર એટલું બધું ન હોય કે બે વચ્ચે કોઈ અનુબંધ જ ન રહે. આજ એ સ્થિતિ આવી છે, કે એ અંતરને સાંધે તેવા કોઈ પરંપરાના સેતુ બાંધ્યા બંધાય એમ નથી. અર્થાત્ આજે ‘જનરેશન ગૅપ’ ઘણી વધારે છે. | આ ત્રણ કડીની નાની અમથી કવિતામાં ઘણી મોટી વાત છે. દરેક પેઢી અગાઉની પેઢી પાસેથી કશુંક વારસામાં મેળવે છે અને આવનારી પેઢી માટે કશુંક વારસામાં મૂકી જવા માગે છે. આમ જોઈએ તો અગાઉની પેઢીથી આજની પેઢી અને આજની પેઢીથી આવનારી પેઢી ‘એક’ નહીં હોવાની અને છતાં એવું ‘કશુંક’ છે જે પેઢી દર પેઢી ચાલ્યું આવતું રહ્યું છે. બે પેઢીઓ વચ્ચે અંતર હોય પણ એ અંતર એટલું બધું ન હોય કે બે વચ્ચે કોઈ અનુબંધ જ ન રહે. આજ એ સ્થિતિ આવી છે, કે એ અંતરને સાંધે તેવા કોઈ પરંપરાના સેતુ બાંધ્યા બંધાય એમ નથી. અર્થાત્ આજે ‘જનરેશન ગૅપ’ ઘણી વધારે છે. | ||
Line 342: | Line 343: | ||
એટલે પરવર્તીકાળમાં કામાખ્યા ‘પુષ્પવતી અપિ પવિત્રા’ એમ માનનારા તાંત્રિકોનો અડ્ડો બન્યું હશે. ધીમે ધીમે તે શાક્તપીઠ તરીકે પરિણમતું ગયું. આ બધી વાતો આપણને કયાંથી ક્યાં લઈ જાય — પાર જ ન આવે. એટલું ખરું કે કામાખ્યા અતિ આદિમ દેવતા છે, અને અસમયાત્રી એનાં દર્શન કર્યા વિના પાછો આવતો નથી, કેમ કે અસમ એટલે કે કામરૂપ, એની એ અધિષ્ઠાતા દેવતા છે. | એટલે પરવર્તીકાળમાં કામાખ્યા ‘પુષ્પવતી અપિ પવિત્રા’ એમ માનનારા તાંત્રિકોનો અડ્ડો બન્યું હશે. ધીમે ધીમે તે શાક્તપીઠ તરીકે પરિણમતું ગયું. આ બધી વાતો આપણને કયાંથી ક્યાં લઈ જાય — પાર જ ન આવે. એટલું ખરું કે કામાખ્યા અતિ આદિમ દેવતા છે, અને અસમયાત્રી એનાં દર્શન કર્યા વિના પાછો આવતો નથી, કેમ કે અસમ એટલે કે કામરૂપ, એની એ અધિષ્ઠાતા દેવતા છે. | ||
માર્ચ ૨૨ | <center>માર્ચ ૨૨</center> | ||
આજ સવારથી રહીને થયા કરે છે કે હવે અહીંથી જવાનું છે. એક બાજુ ઘર બોલાવી રહ્યું છે, બીજી બાજુએ અહીં રહી જવાનું મન થાય છે. પણ હવે જવાનું નિશ્ચિત છે. ટિકિટ અઠવાડિયા પહેલાં ખરીદી લીધી છે. મનને દિલાસો આપ્યા કરું છું કે ફરીથી આવીશ! | આજ સવારથી રહીને થયા કરે છે કે હવે અહીંથી જવાનું છે. એક બાજુ ઘર બોલાવી રહ્યું છે, બીજી બાજુએ અહીં રહી જવાનું મન થાય છે. પણ હવે જવાનું નિશ્ચિત છે. ટિકિટ અઠવાડિયા પહેલાં ખરીદી લીધી છે. મનને દિલાસો આપ્યા કરું છું કે ફરીથી આવીશ! | ||
Line 356: | Line 357: | ||
તેમણે કહ્યું, તમારે કવિ ભવેન બરુવાને પણ મળવું જોઈએ. મેં કહ્યું કે એમનું ઘર શોધવા હું કૉટન કૉલેજના કૅમ્પસમાં ફર્યો પણ મળ્યું નથી. બરુવાનો એક સંગ્રહ ‘સોનાલી જહાજ’ હું ગઈ કાલે જ લઈ આવ્યો છું. હવે તો તેમને મળાય તો મળાય. મેં નીલમણિ અને અનિછને કહ્યું, તમારા અવાજમાં મારે તમારી કવિતાઓ સાંભળવી છે. બન્નેએ પ્રસન્નતાથી પોતાની બબ્બે ત્રણ-ત્રણ રચનાઓ વાંચી, એક કવિતાની પંક્તિઓ આ પ્રમાણે આવી : | તેમણે કહ્યું, તમારે કવિ ભવેન બરુવાને પણ મળવું જોઈએ. મેં કહ્યું કે એમનું ઘર શોધવા હું કૉટન કૉલેજના કૅમ્પસમાં ફર્યો પણ મળ્યું નથી. બરુવાનો એક સંગ્રહ ‘સોનાલી જહાજ’ હું ગઈ કાલે જ લઈ આવ્યો છું. હવે તો તેમને મળાય તો મળાય. મેં નીલમણિ અને અનિછને કહ્યું, તમારા અવાજમાં મારે તમારી કવિતાઓ સાંભળવી છે. બન્નેએ પ્રસન્નતાથી પોતાની બબ્બે ત્રણ-ત્રણ રચનાઓ વાંચી, એક કવિતાની પંક્તિઓ આ પ્રમાણે આવી : | ||
<poem> | |||
ટોપનિતો તેઓં મોક ખેદિ ફુરિછિલ | '''ટોપનિતો તેઓં મોક ખેદિ ફુરિછિલ''' | ||
તેઓં વારુ એતિયા ક’ત આછે? | '''તેઓં વારુ એતિયા ક’ત આછે?''' | ||
(ઊંઘમાં પણ જે મારો પીછો કરતી | '''(ઊંઘમાં પણ જે મારો પીછો કરતી''' | ||
તે વારુ આજે હવે ક્યાં છે?) | '''તે વારુ આજે હવે ક્યાં છે?)''' | ||
</poem> | |||
નીલમણિ પંક્તિઓ સમજાવતાં મને કહે, આ ‘વારુ’ ટિપિકલ અસમિયા શબ્દ છે. અંગ્રેજીમાં નહીં પકડાય. તેમણે જુદી જુદી રીતે તે શબ્દ સમજાવવા પ્રયત્ન કર્યો. પછી મેં કહ્યું, તમે જે રીતે ‘વારુ’ની વાત કરો છો, તે ‘વારુ’ ગુજરાતીમાં બરાબર એ જ અર્થમાં વપરાય છે. વાત બેસી ગઈ. નીલમણિ હમણાં ચીની કવિતાનું એક સંકલન કરે છે; એક પ્રાચીન ચીની કવિ તુ-ફુને ઉદ્દેશીને લખેલી કવિતા વાંચી. એ કવિ દરિદ્રતામાં જીવ્યા. પોતાનાં સંતાનોને અન્નાભાવે અવસન્ન થતાં તેમણે જોયાં હતાં. નીલમણિએ લખ્યું છે : | નીલમણિ પંક્તિઓ સમજાવતાં મને કહે, આ ‘વારુ’ ટિપિકલ અસમિયા શબ્દ છે. અંગ્રેજીમાં નહીં પકડાય. તેમણે જુદી જુદી રીતે તે શબ્દ સમજાવવા પ્રયત્ન કર્યો. પછી મેં કહ્યું, તમે જે રીતે ‘વારુ’ની વાત કરો છો, તે ‘વારુ’ ગુજરાતીમાં બરાબર એ જ અર્થમાં વપરાય છે. વાત બેસી ગઈ. નીલમણિ હમણાં ચીની કવિતાનું એક સંકલન કરે છે; એક પ્રાચીન ચીની કવિ તુ-ફુને ઉદ્દેશીને લખેલી કવિતા વાંચી. એ કવિ દરિદ્રતામાં જીવ્યા. પોતાનાં સંતાનોને અન્નાભાવે અવસન્ન થતાં તેમણે જોયાં હતાં. નીલમણિએ લખ્યું છે : | ||
<poem> | |||
મુખ આન્ધારિત આરુ હાડકઁપોવા જોનાક્ત | '''મુખ આન્ધારિત આરુ હાડકઁપોવા જોનાક્ત''' | ||
ઉચુંપિ ઉંઠાઁ | '''ઉચુંપિ ઉંઠાઁ''' | ||
આરુ તોમાર કવિતા પઢાઁ. | '''આરુ તોમાર કવિતા પઢાઁ.''' | ||
—સાંજની વેળાએ અને હાડ કંપાવતી ચાંદનીમાં | '''—સાંજની વેળાએ અને હાડ કંપાવતી ચાંદનીમાં''' | ||
હિબકાં ભુરું છું | '''હિબકાં ભુરું છું''' | ||
અને તમારી કવિતા વાંચું છું | '''અને તમારી કવિતા વાંચું છું''' | ||
</poem> | |||
પંક્તિઓ સ્પર્શી રહી છેક ઊંડે જઈ. | પંક્તિઓ સ્પર્શી રહી છેક ઊંડે જઈ. | ||
Line 402: | Line 403: | ||
પણ તેમની જે કવિતાપંક્તિઓ હજી ગુંજે છે તે તો જર્મન કવિ બર્તોલ્ત બ્રેખ્તની ‘સાચે જ હું અંધારિયા યુગમાં જીવી રહ્યો છું.’ પંક્તિથી શરૂ થતી ‘આવતી પેઢીઓને’ શીર્ષક કવિતા વાંચીને લખેલી કવિતાની. કવિતા લાંબી છે, પંક્તિ આવર્તનની ટેક્નિક અપનાવી છે. બ્રેખ્તને ઉત્તરમાં કવિ કહેતા જણાય છે કે બધું, દરેક યુગમાં અંધારું હોય છે, દરેક યુગ વત્તાઓછો અંધારિયો યુગ હોય છે, ફેર માત્ર પ્રમાણ પૂરતો છે: | પણ તેમની જે કવિતાપંક્તિઓ હજી ગુંજે છે તે તો જર્મન કવિ બર્તોલ્ત બ્રેખ્તની ‘સાચે જ હું અંધારિયા યુગમાં જીવી રહ્યો છું.’ પંક્તિથી શરૂ થતી ‘આવતી પેઢીઓને’ શીર્ષક કવિતા વાંચીને લખેલી કવિતાની. કવિતા લાંબી છે, પંક્તિ આવર્તનની ટેક્નિક અપનાવી છે. બ્રેખ્તને ઉત્તરમાં કવિ કહેતા જણાય છે કે બધું, દરેક યુગમાં અંધારું હોય છે, દરેક યુગ વત્તાઓછો અંધારિયો યુગ હોય છે, ફેર માત્ર પ્રમાણ પૂરતો છે: | ||
<poem> | |||
કથાટો માત્રાર કથા, કારણ— | કથાટો માત્રાર કથા, કારણ— | ||
પ્રતિટો યુગેઈ આન્ધારર યુગ | પ્રતિટો યુગેઈ આન્ધારર યુગ | ||
Line 409: | Line 410: | ||
કમ-બેછિ પરિમાણે— | કમ-બેછિ પરિમાણે— | ||
કથાટો માત્રાર કથા. | કથાટો માત્રાર કથા. | ||
</poem> | |||
પૂર્વોત્તરની યાત્રાના આજના અંતિમ દિવસનો આરંભ એક કવિની મુલાકાતથી થયો હતો, અંત પણ એક કવિની મુલાકાતથી. | પૂર્વોત્તરની યાત્રાના આજના અંતિમ દિવસનો આરંભ એક કવિની મુલાકાતથી થયો હતો, અંત પણ એક કવિની મુલાકાતથી. | ||
Line 416: | Line 417: | ||
આજની આ રાત. મધરાત થવા તો આવી છે. | આજની આ રાત. મધરાત થવા તો આવી છે. | ||
માર્ચ ૨૩ | <center>માર્ચ ૨૩</center> | ||
સવાર. આછા ધુમ્મસમાં વહે છે ગંભીર બ્રહ્મપુત્રનાં જળ. આછા પવનમાં ફરફરે છે ઊંચાં તાલવૃક્ષનાં છત્ર. કણકણમાં તાજગી અનુભવાય છે. થોડી વારમાં નીકળીશ. | સવાર. આછા ધુમ્મસમાં વહે છે ગંભીર બ્રહ્મપુત્રનાં જળ. આછા પવનમાં ફરફરે છે ઊંચાં તાલવૃક્ષનાં છત્ર. કણકણમાં તાજગી અનુભવાય છે. થોડી વારમાં નીકળીશ. | ||
edits