ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઉમાશંકરની પૂર્વવર્તી ગુજરાતની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 26: Line 26:
<br>
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
મીઠા અંગેના દંગલ પછી દુર્ગારામ મહેતાજી ૧-૯-૧૮૪૪ની માનવધર્મસભાની બેઠકમાં જે બોલ્યા તે એટલું તો કડક હતું કે મહીપતરામે લખ્યું કે “આ ભાષણ૧૯ ઈ.સ. ૧૮૪૪ને બદલે ઈ.સ. ૧૮૭૮માં (એપ્રિલના દંગલ વખત) કર્યું હોત તો તેમને તેમના જીવતરનો બાકીનો ભાગ કાળે પાણીએ ચડી આંદામાન બેટમાં કાઢવો પડત...!” (આદ્ય સુધારક મહેતાજી દુર્ગારામ, ૧૯૭૦, પૃ. ૨૬)
મીઠા અંગેના દંગલ પછી દુર્ગારામ મહેતાજી ૧-૯-૧૮૪૪ની માનવધર્મસભાની બેઠકમાં જે બોલ્યા તે એટલું તો કડક હતું કે મહીપતરામે લખ્યું કે “આ ભાષણ <ref>આ ભાષણમાં આ વાત હતી : “અરજી કરવી ઘટારત ખરી, પણ ક્યારે કે જ્યારે રાજા હોય ને પ્રજાનો વિચાર લઈને કંઈક કરે ત્યારે – પણ જો તેમ ન કરે ને પ્રજા ઉપર જુલ્મ કરે, તો પ્રજાએ રાજા સાથે લડીને રાજાને શિક્ષા કરવી, ને રાજ્ય બીજા રાજ્યને સોંપવું. ને જે એવા કામમાં મદદ કરે તો તે સારા માણસનું લક્ષણ છે, ને એવા કામમાં પ્રજા મધ્યેના માણસોને મરવાને કંઈ ચિંતા નહીં. કેમ કે જુલમગાર રાજાઓથી પ્રજાનું રક્ષણ થાય તેમાં મોટો પરોપકાર છે. સાંભળો, રાજાનું રાજ્ય પ્રજાના કલ્યાણને અર્થે છે. પ્રજા ઉપર સમભાવ રાખવાને અર્થે છે; પણ તેમ ન કરે ને ઊલટી પ્રજાને પીડા કરે, દરિદ્રી કરે, એક દેશની પ્રજા ઉપર કૃપા રાખીને તેને ધનવાન થવાનો ઉદ્યોગ કરે, ને બીજા દેશની પ્રજાને નિર્ધન કરવાને ઇચ્છે, તો તેવા રાજાના સામું લડીને ધર્મબુદ્ધિના ચાલનારાં રાજાને રાજ્ય સોંપવું જોઈએ. અમારું બોલવું કેવળ અંગ્રેજોને જ વાસ્તે નથી. પૃથ્વી પરના સર્વ રાજાઓને વાસ્તે છે... રાજા પોતે જ પ્રજાને દુ:ખી કરવા ઇચ્છે તો પ્રજાએ પોતાના હાથનું બળ રાજાને બતાવવું ને પરમેશ્વરની સહાયતા માગવી.”
આમ દલપત-નર્મદથી માંડીને ગાંધીયુગપર્યંત બૌદ્ધિકોમાં અંગ્રેજ સત્તાના સંપર્ક વિશે મિશ્ર વલણ રહ્યું છે. દુર્ગારામ મહેતાજી કે મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવાને અંગ્રેજ સત્તાથી થનાર હાનિની વાત બહુ ઊંડી રીતે સ્પર્શી ગયાનાં એંધાણ જરૂર મળે છે. મણિલાલે ‘પાશ્ચાત્ય બલના આર્યબલ સાથેના સંઘટ્ટ’ના સંદર્ભમાં વાત કરતાં, એમના અત્યંત મહત્ત્વના લેખ ‘પૂર્વ અને પશ્ચિમ’માં જણાવ્યું છે કે પાશ્ચાત્ય રાજકીય સંપર્કે ‘સુખશાન્તિ અને નિર્ભયતા એ બે વાત આપણને મળી છે;૨૦ પણ પછી ઉમેરે છે : “પણ ખરેખર તેની કિંમત આપણે કોઈ મહામૂઢ ગામડિયો બજારમાં જઈને એકાદ હલકા હીરાને માટે આપી આવે તે કરતાં પણ અધિક પ્રમાણથી આપી છે. સતી, દૂધ-પીતી ઇત્યાદિ વાતો દૂર થઈ તે માટે પરમ ઉપકાર માનવા જેવું છે ખરું, પરંતુ અન્યથા પણ એવા રિવાજો બંધ ન જ પડત એમ અમારું માનવું નથી.”૨૧ અંગ્રેજોના સંપર્કે જે નવા નવા સુધારાઓ આવ્યા, સુખસગવડનાં સાધનો આવ્યાં, વિદ્યાકળાનાં નવાં ક્ષેત્રો ખૂલ્યાં અને કાયદો તથા વ્યવસ્થાએ પ્રેરેલી શાંતિ-સલામતી આવ્યાં તેનો અનુભવ દેશી જનો માટે તો અભૂતપૂર્વ જ હતો. દલપતરામે તો એમની ઠાવકાઈમાં વિસ્મય વધવા દઈને ગાયું :{{Poem2Close}}
(આદ્યસુધારક મહેતાજી દુર્ગારામ, ૧૯૭૦, પૃ. ૨૫–૨૬) </ref> ઈ.સ. ૧૮૪૪ને બદલે ઈ.સ. ૧૮૭૮માં (એપ્રિલના દંગલ વખત) કર્યું હોત તો તેમને તેમના જીવતરનો બાકીનો ભાગ કાળે પાણીએ ચડી આંદામાન બેટમાં કાઢવો પડત...!” (આદ્ય સુધારક મહેતાજી દુર્ગારામ, ૧૯૭૦, પૃ. ૨૬)
આમ દલપત-નર્મદથી માંડીને ગાંધીયુગપર્યંત બૌદ્ધિકોમાં અંગ્રેજ સત્તાના સંપર્ક વિશે મિશ્ર વલણ રહ્યું છે. દુર્ગારામ મહેતાજી કે મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવાને અંગ્રેજ સત્તાથી થનાર હાનિની વાત બહુ ઊંડી રીતે સ્પર્શી ગયાનાં એંધાણ જરૂર મળે છે. મણિલાલે ‘પાશ્ચાત્ય બલના આર્યબલ સાથેના સંઘટ્ટ’ના સંદર્ભમાં વાત કરતાં, એમના અત્યંત મહત્ત્વના લેખ ‘પૂર્વ અને પશ્ચિમ’માં જણાવ્યું છે કે પાશ્ચાત્ય રાજકીય સંપર્કે ‘સુખશાન્તિ અને નિર્ભયતા એ બે વાત આપણને મળી છે;<ref>જોકે આ ‘સુખશાન્તિ’ અને ‘નિર્ભયતા’ની વ્યાખ્યા કરવાની રહે ! આ સંદર્ભમાં રવીન્દ્રનાથકૃત ‘પૂર્વ અને પશ્ચિમ’ લેખમાળા પણ જોવી ઘટે. </ref>  પણ પછી ઉમેરે છે : “પણ ખરેખર તેની કિંમત આપણે કોઈ મહામૂઢ ગામડિયો બજારમાં જઈને એકાદ હલકા હીરાને માટે આપી આવે તે કરતાં પણ અધિક પ્રમાણથી આપી છે. સતી, દૂધ-પીતી ઇત્યાદિ વાતો દૂર થઈ તે માટે પરમ ઉપકાર માનવા જેવું છે ખરું, પરંતુ અન્યથા પણ એવા રિવાજો બંધ ન જ પડત એમ અમારું માનવું નથી.” <ref>સુદર્શન ગ્રંથાવલિ ૧૯૦૯, પૃ. ૪૮૨. – આ અવતરણમાં “અન્યથા પણ એવા રિવાજો બંધ ન જ પડત એમ અમારું માનવું નથી” – એ શબ્દોને સુજ્ઞજનો મહત્ત્વના ગણશે જ. </ref> અંગ્રેજોના સંપર્કે જે નવા નવા સુધારાઓ આવ્યા, સુખસગવડનાં સાધનો આવ્યાં, વિદ્યાકળાનાં નવાં ક્ષેત્રો ખૂલ્યાં અને કાયદો તથા વ્યવસ્થાએ પ્રેરેલી શાંતિ-સલામતી આવ્યાં તેનો અનુભવ દેશી જનો માટે તો અભૂતપૂર્વ જ હતો. દલપતરામે તો એમની ઠાવકાઈમાં વિસ્મય વધવા દઈને ગાયું :{{Poem2Close}}
<poem>“દીસે આ દુનિયા નવી, નવું નવું સૌ ઠામ,
<poem>“દીસે આ દુનિયા નવી, નવું નવું સૌ ઠામ,
કોણ મને લાવ્યું અહીં, દાખે દલપતરામ.
કોણ મને લાવ્યું અહીં, દાખે દલપતરામ.
Line 36: Line 37:
{{Right|(દલપતકાવ્ય–૨, પૃ. ૨૬૫)}}</poem>
{{Right|(દલપતકાવ્ય–૨, પૃ. ૨૬૫)}}</poem>
<br>
<br>
{{Poem2Open}}આ દર્શન મહદંશે સપાટી પરનું છે. ને ખાસ વાત તો એ કે એ દર્શન કેવળ દલપતરામનું એકલાનું નથી, એ જમાનાનું છે. ‘બુદ્ધિપ્રકાશ’ અંકમાં મુખપૃષ્ઠ પર આગગાડી સાથે જે પદ્ય આવતું તેમાં ‘સુધારાથી થઈ આ જુઓ આગગાડી’ (વીર નર્મદ, ૧૯૪૬, પૃ. ૧૪) એમ નિર્દેશ હતો. એ આગગાડીને મહીસાગર પરથી ચાલી જતી જોઈને ‘ઇંજન કહું, કે હનુમાનની મા અંજની’ એવી ઉત્પ્રેક્ષા કરી હતી. પણ એ આગગાડીએ પ્રજાજીવનમાં કેવી કેવી અસરો પેદા કરી છે તેની ચિંતા હજુ કાવ્યમાં અભિવ્યક્તિ પામી શકી નહોતી. ‘૧૩–૭ની લોકલ (‘વસુધા’, ૧૯૬૪, પૃ. ૯૯)નો એ જમાનો નહોતો. આપણા પ્રજાજીવનને અર્થ, કેળવણી, રાજ્ય આદિ વિવિધ પાસાંથી જોનાર અંબાલાલ સાકરલાલ દેસાઈ જેવા મૌલિક વિચારકો હજુ હવે આવવાના હતા. અંગ્રેજોના સંપર્ક અંગેના સાવચેતીના સૂર નીકળતા હતા, પણ શરૂઆતમાં યાહોમ કરીને પડનારાઓના હાકોટામાં, ડાંડિયાની બાંગોમાં૨૨, સુધારકો-નાં બ્યૂગલોમાં એ સંભળાય એમ નહોતા; પરંતુ જેમ જેમ વિદ્યાજ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ૨૩, મંડળીઓમાં મળી ને વધુ ને વધુ વિચારવાનું બની આવ્યું૨૪, જુદાં જુદાં ધાર્મિક અને સામાજિક આંદોલનો થતાં ગયાં૨૫ તેમ તેમ અંગ્રેજોના સંપર્કથી થઈ રહેલી સાચી હાનિનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું.૨૬ રાજા રામમોહનરાય જેવા દેશહિતેચ્છુ વિશ્વમાનવે શુભ નિષ્ઠાથી, આદર્શપરાયણતાથી જે અંગ્રેજી કેળવણીનો પક્ષ કર્યો૨૭ એ કેળવણીએ હિન્દને પારાવાર નુકસાન કર્યું.૨૮ એ વાત અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ‘ભાષણો અને લેખો’ (સંપાદક : વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર)માં આવે છે. એ વાત હવે અનેક કેળવણી ચિંતકો – સામાજિક ચિંતકો સ્વીકારતા થયા છે. એ વાત સાચી છે કે નવલરામ જેવા વિચારકોએ ‘સુધારાની જીવનશક્તિ’ તરીકે, ‘આપણા પ્રાચીન યશસ્વી પણ હાલ છેક નિર્ભાગી ભરતખંડને પુનર્જીવન આપનાર ઈશ્વરસર્જિત શક્તિ’ તરીકે અંગ્રેજી કેળવણીને જોઈ છે. અને તે કેળવણી ‘જગતનું સામાન્ય જ્ઞાન’, ‘બુદ્ધિવાદ’ (Rationalism), ‘જનસામાન્યભાવ’ (Equality of men) ‘સ્વાતંત્ર્યભાવ’, ‘રાગવૃત્તિ’ અને ‘ઉદ્યોગપ્રીતિ’ – આ છ બાબતમાં ઉપકારક થયાનું જણાવે છે.૨૯ આમ છતાં જે ઊંડી-સૂક્ષ્મ હાનિ એથી થઈ છે તેની સ્પષ્ટ પ્રતીતિ બુલંદ રૂપે ગાંધીવિચારે કરાવી આપી.
{{Poem2Open}}આ દર્શન મહદંશે સપાટી પરનું છે. ને ખાસ વાત તો એ કે એ દર્શન કેવળ દલપતરામનું એકલાનું નથી, એ જમાનાનું છે. ‘બુદ્ધિપ્રકાશ’ અંકમાં મુખપૃષ્ઠ પર આગગાડી સાથે જે પદ્ય આવતું તેમાં ‘સુધારાથી થઈ આ જુઓ આગગાડી’ (વીર નર્મદ, ૧૯૪૬, પૃ. ૧૪) એમ નિર્દેશ હતો. એ આગગાડીને મહીસાગર પરથી ચાલી જતી જોઈને ‘ઇંજન કહું, કે હનુમાનની મા અંજની’ એવી ઉત્પ્રેક્ષા કરી હતી. પણ એ આગગાડીએ પ્રજાજીવનમાં કેવી કેવી અસરો પેદા કરી છે તેની ચિંતા હજુ કાવ્યમાં અભિવ્યક્તિ પામી શકી નહોતી. ‘૧૩–૭ની લોકલ (‘વસુધા’, ૧૯૬૪, પૃ. ૯૯)નો એ જમાનો નહોતો. આપણા પ્રજાજીવનને અર્થ, કેળવણી, રાજ્ય આદિ વિવિધ પાસાંથી જોનાર અંબાલાલ સાકરલાલ દેસાઈ જેવા મૌલિક વિચારકો હજુ હવે આવવાના હતા. અંગ્રેજોના સંપર્ક અંગેના સાવચેતીના સૂર નીકળતા હતા, પણ શરૂઆતમાં યાહોમ કરીને પડનારાઓના હાકોટામાં, ડાંડિયાની બાંગોમાં૨૨, સુધારકો-નાં બ્યૂગલોમાં એ સંભળાય એમ નહોતા; પરંતુ જેમ જેમ વિદ્યાજ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ૨૩, મંડળીઓમાં મળી ને વધુ ને વધુ વિચારવાનું બની આવ્યું <ref>  મુંબઈમાં ગુજરાતીઓની બુદ્ધિવર્ધક સભા, પછી જ્ઞાનેચ્છુ હિન્દુસભા, પારસીઓની જ્ઞાનપ્રચારક સભા, સત્યશોધક સભા, દક્ષિણીઓની પરમહંસ સભા, દુર્ગારામ મહેતાજીની માનવધર્મસભા (૧૮૪૪), રાજકોટમાં વિદ્યાગુણપ્રકાશક સભા, જૂનાગઢમાં બાળજ્ઞાનોદય સભા, પોરબંદરમાં સુબોધ પ્રકાશક ડિબેટિંગ સોસાયટી, જામનગરમાં મનોરંજક સભા, અમદાવાદમાં બાળલગ્નનિષેધક મંડળી, પુનર્લગ્ન ઍસોસિયેશન વગેરે. </ref>, જુદાં જુદાં ધાર્મિક અને સામાજિક આંદોલનો થતાં ગયાં૨૫ તેમ તેમ અંગ્રેજોના સંપર્કથી થઈ રહેલી સાચી હાનિનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું.<ref>  ઈ. એ. રોસ લખે છે : “જેમ કોઈ ચીજને કાટ ચડવાથી તે ચીજ ઉપર જે અસર થાય, તેવી અસર વિદેશી શાસનને પરિણામે ભારતવાસીઓના ઉચ્ચતર જીવન પર થઈ છે.” (પંડિત સુંદરલાલકૃત ‘ભારતમાં અંગ્રેજી રાજ્ય–૧’માંથી ઉદ્ધૃત, પૃ. ૧૪૫) </ref> રાજા રામમોહનરાય જેવા દેશહિતેચ્છુ વિશ્વમાનવે શુભ નિષ્ઠાથી, આદર્શપરાયણતાથી જે અંગ્રેજી કેળવણીનો પક્ષ કર્યો૨૭ એ કેળવણીએ હિન્દને પારાવાર નુકસાન કર્યું.૨૮ એ વાત અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ‘ભાષણો અને લેખો’ (સંપાદક : વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર)માં આવે છે. એ વાત હવે અનેક કેળવણી ચિંતકો – સામાજિક ચિંતકો સ્વીકારતા થયા છે. એ વાત સાચી છે કે નવલરામ જેવા વિચારકોએ ‘સુધારાની જીવનશક્તિ’ તરીકે, ‘આપણા પ્રાચીન યશસ્વી પણ હાલ છેક નિર્ભાગી ભરતખંડને પુનર્જીવન આપનાર ઈશ્વરસર્જિત શક્તિ’ તરીકે અંગ્રેજી કેળવણીને જોઈ છે. અને તે કેળવણી ‘જગતનું સામાન્ય જ્ઞાન’, ‘બુદ્ધિવાદ’ (Rationalism), ‘જનસામાન્યભાવ’ (Equality of men) ‘સ્વાતંત્ર્યભાવ’, ‘રાગવૃત્તિ’ અને ‘ઉદ્યોગપ્રીતિ’ – આ છ બાબતમાં ઉપકારક થયાનું જણાવે છે.૨૯ આમ છતાં જે ઊંડી-સૂક્ષ્મ હાનિ એથી થઈ છે તેની સ્પષ્ટ પ્રતીતિ બુલંદ રૂપે ગાંધીવિચારે કરાવી આપી.
અંગ્રેજોનો સંપર્ક આપણી નસોમાં તેઓ જે કંઈ ઉતારી શક્યા તેને કારણે મહત્ત્વનો છે. એમ તો પોર્ટુગીઝો, વલન્દા, ફ્રેન્ચો વગેરે પણ આવેલા, પરંતુ અંગ્રેજો આપણા હિતરક્ષકોનો પાઠ ભજવતાં, આપણા હાકેમ થઈને રહ્યા. એમણે પોતાનાં આર્થિક અને અન્ય હિતોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે જે સામ્રાજ્યવાદી શાસનજાળ પાથરી એમાં ઇચ્છા કે અનિચ્છાએ આપણે સીધી રીતે સંડોવાવાનું થયું. આપણી આંખો રામાયણ અને મહાભારતની, પુરાણો ને પુરાણાં ધર્મશાસ્ત્રોની રૂઢિ-આવૃત દુનિયામાં ફરતી હતી, સાંકડી શેરી કે ચાચર ચોકથી બહુ વેગળે જવાનું તેમનાથી બન્યું નહોતું. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ, “તે સમયનું (મધ્યકાલીન) પ્રજાજીવન સાંકડું હતું... આપણા આત્માના ઘણાખરા ભાગમાંથી જીવન જ જતું રહ્યું હતું : એની અવલોકનશક્તિ લુપ્ત થતી ગઈ હતી, એનો સંસારનો સ્વાદ મરી ગયો હતો, ગૃહ રાજ્ય આદિ મનુષ્યજાતિએ ઉપજાવેલી ભાવનાઓ અને સંસ્થાઓમાંથી એનો રસ ઊડી ગયો હતો. માત્ર એનો એક ભાગ કંઈક સચેત રહ્યો હતો : અને તે ધર્મ. જે સમયે આપણામાંથી બધું જીવન ગયેલું હતું તે વખતે પણ માત્ર ધર્મની નાડીમાં ચૈતન્ય ભરાઈ રહ્યું હતું.” (કાવ્યતત્ત્વવિચાર, ૧૯૩૯, પૃ. ૨૮૫) અંગ્રેજોના સંપર્કે આ પરિસ્થિતિમાં પલટો આણ્યો. તેમણે આપણી અર્થવ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા ને કેળવણીવ્યવસ્થા – આ સૌ મૂળમાંથી હચમચાવ્યાં. અર્થવ્યવસ્થામાં કેન્દ્રીકરણના બળે અને વલણે જોર પકડવા માંડ્યું, શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. શોષિત અને શોષણખોરની નવી શ્રેણિઓ ઊભી થઈ. સમાજની આર્થિક રીતે ઝડપથી બેહાલી થવા માંડી.૩૦ કાકાસાહેબે તેથી માર્મિક રીતે કહેલું કે હિન્દમાતા પારકાં પાણી ભરતી થઈ છે.૩૧ વળી બીજી બાજુ સમાજક્ષેત્રે વિકેન્દ્રીકરણનાં બળોનો પ્રભાવ વધ્યો. જ્ઞાતિબંધનમાં, અલબત, અત્યંત ધીમે, પણ શૈથિલ્ય આવતું ગયું. સંયુક્ત કુટુંબવ્યવસ્થા ક્રમશ: ક્ષીણ થતી ચાલી. પાશ્ચાત્ય સંસ્કૃતિસંપર્કે આપણે મોહાયા, ડઘાયા, લઘુતાગ્રંથિમાં સપડાયા અને કંઈક નવું કરી નાખવા અધીરા થયા. એમ કરતાં ‘દારૂડિયા સુધારા’૩૨ સુધી ચઢી ગયા. નર્મદ જેવા, કેવળ વાક્શૂર નહિ પણ આચારશૂર એવા સુધારકોએ સુધારાના આવેશ સાથે સુધારા માટેની સમજ પણ બતાવી હતી. સ્ત્રીકેળવણીની વાત કરતાં નર્મદે કહેલું : “ ‘માણસ’ શબ્દમાં પુરુષ અને સ્ત્રી બંને છે. બંને આકાર, સ્વભાવ, લાગણી ને સમજણમાં ઘણાંખરાં સરખાં છે.” (‘સ્ત્રીકેળવણી’ નામનો નિબંધ, ‘નર્મગદ્ય’, ૧૮૮૮, પૃ. ૧૦૯) નર્મદની આ વાત મ. ન. દ્વિવેદી જેવા આમ તો ‘સંરક્ષકવાદી’ ગણાઈ ગયેલા૩૩ સંસ્કૃતિચિંતકે બુલંદ રીતે સૌને સંભળાવી. કન્યાને દૂધ પીતી કરવાનો અને સતીનો રિવાજ, વિધવા પુનર્લગ્નનો અને કન્યાકેળવણીનો પ્રશ્ન, કન્યાવિક્રય ને વરવિક્રય, બાળલગ્ન અને વૃદ્ધલગ્ન, બહુપત્નીત્વનો અને વર્ણાંતર-લગ્નનો પ્રશ્ન – આવા અનેક સામાજિક રિવાજો ને પ્રશ્નોમાં એક યા બીજી રીતે કન્યા કે સ્ત્રી સંડોવાયેલી હતી. આ દિશામાં જે ઊહાપોહ થયો, જે કંઈ સુધારાનાં પગલાં લેવાયાં તે ઇષ્ટ હતાં એમાં શંકા નથી. એ બાબતમાં રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવી વિશ્વમાનવતાવાદી વિભૂતિઓની સહાય તો હતી જ, તદુપરાંત અનેક નાનામોટા સુધારકોની૩૪ પણ એમાં એક યા બીજી રીતની સહાય હતી. વળી અંગ્રેજોની સ્ત્રીઓ પ્રત્યેની સન્માનવૃત્તિ – જે એમની અંગ્રેજિયતના એક ભાગરૂપ પણ ગણાય – પણ એમાં સહાયભૂત ખરી જ. વળી કેટલીક સામાજિક સંસ્થાઓએ (દા. ત., અમદાવાદનો સંસારસુધારા સમાજ, બંધુસમાજ, વનિતાવિશ્રામ, મુંબઈનાં ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળ, ભગિની સમાજ, વનિતાવિશ્રામ અને સેવાસદન વગેરે)૩૫ પણ સ્ત્રીઓના અભ્યુદય માટે કેટલાંક રચનાત્મક પગલાં ભર્યાં. આમ એક બાજુ આર્થિક ક્ષેત્રે કેન્દ્રીકરણનાં તો સામાજિક ક્ષેત્રે વિકેન્દ્રીકરણનાં પરિબળો સક્રિય થતાં એક તણાવ (‘ટેન્શન’)ની વિચિત્ર પરિસ્થિતિ જન્મી.૩૬ એ તણાવમાં ધાર્મિક આંદોલનોએ પણ એક યા બીજી રીતે ઉમેરો કર્યો. (દા. ત., બ્રાહ્મો સમાજની પરિપાટીએ સ્થપાયેલ પ્રાર્થનાસમાજ, અમદાવાદની ધર્મસભા વગેરેએ.) આર્યસંસ્કૃતિની વહારે ધાનારી દયાનંદ સરસ્વતીની આર્યસમાજની અને થિયૉસૉફીની પ્રવૃત્તિઓની, શ્રીમન્નનથુરામ શર્માની અને ઉપેન્દ્રાચાર્યના શ્રેયસ્સાધક અધિકારી વર્ગની પ્રવૃત્તિ-ઓની પણ કેટલીક અસર થઈ. જોકે આ ધાર્મિક પ્રવૃત્તિઓની અસર અમુક નાના વર્તુળો પૂરતી – નાનકડા ભદ્ર સમાજ પૂરતી મર્યાદિત રહ્યાનું જોવા મળે છે. વ્યાપક જનસમાજની રૂઢિપ્રાપ્ત ધર્મભાવનામાં તે ખાસ પરિવર્તન લાવી શકી નહોતી.૩૭
અંગ્રેજોનો સંપર્ક આપણી નસોમાં તેઓ જે કંઈ ઉતારી શક્યા તેને કારણે મહત્ત્વનો છે. એમ તો પોર્ટુગીઝો, વલન્દા, ફ્રેન્ચો વગેરે પણ આવેલા, પરંતુ અંગ્રેજો આપણા હિતરક્ષકોનો પાઠ ભજવતાં, આપણા હાકેમ થઈને રહ્યા. એમણે પોતાનાં આર્થિક અને અન્ય હિતોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે જે સામ્રાજ્યવાદી શાસનજાળ પાથરી એમાં ઇચ્છા કે અનિચ્છાએ આપણે સીધી રીતે સંડોવાવાનું થયું. આપણી આંખો રામાયણ અને મહાભારતની, પુરાણો ને પુરાણાં ધર્મશાસ્ત્રોની રૂઢિ-આવૃત દુનિયામાં ફરતી હતી, સાંકડી શેરી કે ચાચર ચોકથી બહુ વેગળે જવાનું તેમનાથી બન્યું નહોતું. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ, “તે સમયનું (મધ્યકાલીન) પ્રજાજીવન સાંકડું હતું... આપણા આત્માના ઘણાખરા ભાગમાંથી જીવન જ જતું રહ્યું હતું : એની અવલોકનશક્તિ લુપ્ત થતી ગઈ હતી, એનો સંસારનો સ્વાદ મરી ગયો હતો, ગૃહ રાજ્ય આદિ મનુષ્યજાતિએ ઉપજાવેલી ભાવનાઓ અને સંસ્થાઓમાંથી એનો રસ ઊડી ગયો હતો. માત્ર એનો એક ભાગ કંઈક સચેત રહ્યો હતો : અને તે ધર્મ. જે સમયે આપણામાંથી બધું જીવન ગયેલું હતું તે વખતે પણ માત્ર ધર્મની નાડીમાં ચૈતન્ય ભરાઈ રહ્યું હતું.” (કાવ્યતત્ત્વવિચાર, ૧૯૩૯, પૃ. ૨૮૫) અંગ્રેજોના સંપર્કે આ પરિસ્થિતિમાં પલટો આણ્યો. તેમણે આપણી અર્થવ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા ને કેળવણીવ્યવસ્થા – આ સૌ મૂળમાંથી હચમચાવ્યાં. અર્થવ્યવસ્થામાં કેન્દ્રીકરણના બળે અને વલણે જોર પકડવા માંડ્યું, શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. શોષિત અને શોષણખોરની નવી શ્રેણિઓ ઊભી થઈ. સમાજની આર્થિક રીતે ઝડપથી બેહાલી થવા માંડી.૩૦ કાકાસાહેબે તેથી માર્મિક રીતે કહેલું કે હિન્દમાતા પારકાં પાણી ભરતી થઈ છે. <ref> હિન્દ પાયમાલ કેમ થયું ?, પૃ. ૧૨૨. </ref> વળી બીજી બાજુ સમાજક્ષેત્રે વિકેન્દ્રીકરણનાં બળોનો પ્રભાવ વધ્યો. જ્ઞાતિબંધનમાં, અલબત, અત્યંત ધીમે, પણ શૈથિલ્ય આવતું ગયું. સંયુક્ત કુટુંબવ્યવસ્થા ક્રમશ: ક્ષીણ થતી ચાલી. પાશ્ચાત્ય સંસ્કૃતિસંપર્કે આપણે મોહાયા, ડઘાયા, લઘુતાગ્રંથિમાં સપડાયા અને કંઈક નવું કરી નાખવા અધીરા થયા. એમ કરતાં ‘દારૂડિયા સુધારા’૩૨ સુધી ચઢી ગયા. નર્મદ જેવા, કેવળ વાક્શૂર નહિ પણ આચારશૂર એવા સુધારકોએ સુધારાના આવેશ સાથે સુધારા માટેની સમજ પણ બતાવી હતી. સ્ત્રીકેળવણીની વાત કરતાં નર્મદે કહેલું : “ ‘માણસ’ શબ્દમાં પુરુષ અને સ્ત્રી બંને છે. બંને આકાર, સ્વભાવ, લાગણી ને સમજણમાં ઘણાંખરાં સરખાં છે.” (‘સ્ત્રીકેળવણી’ નામનો નિબંધ, ‘નર્મગદ્ય’, ૧૮૮૮, પૃ. ૧૦૯) નર્મદની આ વાત મ. ન. દ્વિવેદી જેવા આમ તો ‘સંરક્ષકવાદી’ ગણાઈ ગયેલા૩૩ સંસ્કૃતિચિંતકે બુલંદ રીતે સૌને સંભળાવી. કન્યાને દૂધ પીતી કરવાનો અને સતીનો રિવાજ, વિધવા પુનર્લગ્નનો અને કન્યાકેળવણીનો પ્રશ્ન, કન્યાવિક્રય ને વરવિક્રય, બાળલગ્ન અને વૃદ્ધલગ્ન, બહુપત્નીત્વનો અને વર્ણાંતર-લગ્નનો પ્રશ્ન – આવા અનેક સામાજિક રિવાજો ને પ્રશ્નોમાં એક યા બીજી રીતે કન્યા કે સ્ત્રી સંડોવાયેલી હતી. આ દિશામાં જે ઊહાપોહ થયો, જે કંઈ સુધારાનાં પગલાં લેવાયાં તે ઇષ્ટ હતાં એમાં શંકા નથી. એ બાબતમાં રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવી વિશ્વમાનવતાવાદી વિભૂતિઓની સહાય તો હતી જ, તદુપરાંત અનેક નાનામોટા સુધારકોની૩૪ પણ એમાં એક યા બીજી રીતની સહાય હતી. વળી અંગ્રેજોની સ્ત્રીઓ પ્રત્યેની સન્માનવૃત્તિ – જે એમની અંગ્રેજિયતના એક ભાગરૂપ પણ ગણાય – પણ એમાં સહાયભૂત ખરી જ. વળી કેટલીક સામાજિક સંસ્થાઓએ (દા. ત., અમદાવાદનો સંસારસુધારા સમાજ, બંધુસમાજ, વનિતાવિશ્રામ, મુંબઈનાં ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળ, ભગિની સમાજ, વનિતાવિશ્રામ અને સેવાસદન વગેરે)૩૫ પણ સ્ત્રીઓના અભ્યુદય માટે કેટલાંક રચનાત્મક પગલાં ભર્યાં. આમ એક બાજુ આર્થિક ક્ષેત્રે કેન્દ્રીકરણનાં તો સામાજિક ક્ષેત્રે વિકેન્દ્રીકરણનાં પરિબળો સક્રિય થતાં એક તણાવ (‘ટેન્શન’)ની વિચિત્ર પરિસ્થિતિ જન્મી.૩૬ એ તણાવમાં ધાર્મિક આંદોલનોએ પણ એક યા બીજી રીતે ઉમેરો કર્યો. (દા. ત., બ્રાહ્મો સમાજની પરિપાટીએ સ્થપાયેલ પ્રાર્થનાસમાજ, અમદાવાદની ધર્મસભા વગેરેએ.) આર્યસંસ્કૃતિની વહારે ધાનારી દયાનંદ સરસ્વતીની આર્યસમાજની અને થિયૉસૉફીની પ્રવૃત્તિઓની, શ્રીમન્નનથુરામ શર્માની અને ઉપેન્દ્રાચાર્યના શ્રેયસ્સાધક અધિકારી વર્ગની પ્રવૃત્તિ-ઓની પણ કેટલીક અસર થઈ. જોકે આ ધાર્મિક પ્રવૃત્તિઓની અસર અમુક નાના વર્તુળો પૂરતી – નાનકડા ભદ્ર સમાજ પૂરતી મર્યાદિત રહ્યાનું જોવા મળે છે. વ્યાપક જનસમાજની રૂઢિપ્રાપ્ત ધર્મભાવનામાં તે ખાસ પરિવર્તન લાવી શકી નહોતી. <ref> ‘મહારાજ લાયબલ કેસ’ જેવી ઘટનાઓ પણ અત્રે યાદ કરવી જોઈએ. એ ઘટના રૂઢિગ્રસ્ત ધર્મ સામેના બંધારણીય નૈતિક વિદ્રોહ તરીકે ખૂબ મહત્ત્વની છે. ધર્મસંસ્થા પાસેથી નીતિની અપેક્ષા, સત્ય માટેનો ભારે પક્ષપાત એમાં વ્યંજિત થાય છે. ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે ધર્મ એ ગાંધીયુગીન સમીકરણ તરફના પ્રસ્થાનના આરંભકાળે બનેલી આ ઘટના ખૂબ મહત્ત્વની લેખાય. ભોળાનાથ, રમણભાઈ, નરસિંહરાવ વગેરે તો બીજી બાજુ મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર વગેરેએ ધર્મ અને નીતિના સમીકરણસંબંધને સિદ્ધ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. ન્હાનાલાલે તો એની બુલંદ સૂત્રાવલિ રચી આપી. </ref>
સંક્રાન્તિકાળની પરિસ્થિતિમાં ધર્મ અને સમાજનો ગતાનુગતિક મેળ જોખમાયો ને તેમાં રાજ્યવ્યવસ્થા લગભગ અલિપ્ત જેવી રહી, પોતાની પ્રજાના ભોગે પોતાનાં હિતોની માત્ર સાવધ રખેવાળ રહી. આવી પરિસ્થિતિમાં આપણા સંસ્કારજીવનમાં અનેક અનુકૂળ-પ્રતિકૂળ આઘાત-પ્રત્યાઘાતો જન્મ્યા અને એથી સંક્રાન્તિનું એક સંકુલ ગતિચક્ર આરંભાયું. આ ચક્રમંથનને પરિણામે શું પ્રાપ્ત થશે એ કહેવાની સ્થિતિમાં હજુ આજે પણ આપણે છીએ ખરા ? – પ્રશ્ન છે !
સંક્રાન્તિકાળની પરિસ્થિતિમાં ધર્મ અને સમાજનો ગતાનુગતિક મેળ જોખમાયો ને તેમાં રાજ્યવ્યવસ્થા લગભગ અલિપ્ત જેવી રહી, પોતાની પ્રજાના ભોગે પોતાનાં હિતોની માત્ર સાવધ રખેવાળ રહી. આવી પરિસ્થિતિમાં આપણા સંસ્કારજીવનમાં અનેક અનુકૂળ-પ્રતિકૂળ આઘાત-પ્રત્યાઘાતો જન્મ્યા અને એથી સંક્રાન્તિનું એક સંકુલ ગતિચક્ર આરંભાયું. આ ચક્રમંથનને પરિણામે શું પ્રાપ્ત થશે એ કહેવાની સ્થિતિમાં હજુ આજે પણ આપણે છીએ ખરા ? – પ્રશ્ન છે !
સંક્રાન્તિકાળની જીવનપરિસ્થિતિએ પરિવર્તનનું જે ચક્ર ગતિમાન કર્યું તેમાં અંધ અનુકરણથી માંડીને આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ, આત્મનિર્ભર્ત્સના, આત્મવિશ્વાસ વગેરેનાં વલણો પ્રસંગોપાત્ત, પ્રગટ થતાં ગયાં.૩૮ નર્મદના ‘હિન્દુઓની પડતી’ કાવ્યમાં એક રીતે જોઈએ તો એના જમાનાનું આત્મનિરીક્ષણ જ છે. આ સાંસ્કૃતિક સંઘટ્ટને સર્જેલી દોલાયમાન પરિસ્થિતિમાંથી કોઈ સલામત ભૂમિકાએ સ્થિર થવાની મથામણ પણ સમાજના ધુરીણો કરતા રહેલા. આના ફળરૂપે ઉચ્છેદક અને સંરક્ષક વલણોના સંઘર્ષને ટાળવા મથતું – બંને બળો વચ્ચે સંતુલા ને સંવાદ સ્થાપવા મથતું ત્રીજું સમન્વયકારી મધ્યમમાર્ગી પરિબળ ઉદય પામે છે. એ પરિબળ ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’માં સ્પષ્ટ રીતે મહિમા પામ્યું છે. આનંદશંકર પણ એ જ વલણના સમર્થક અને માર્ગદર્શક રહ્યા જણાય છે.
સંક્રાન્તિકાળની જીવનપરિસ્થિતિએ પરિવર્તનનું જે ચક્ર ગતિમાન કર્યું તેમાં અંધ અનુકરણથી માંડીને આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ, આત્મનિર્ભર્ત્સના, આત્મવિશ્વાસ વગેરેનાં વલણો પ્રસંગોપાત્ત, પ્રગટ થતાં ગયાં. </ref> જુઓ ‘પૂજા અને પરીક્ષા’ (૧૯૬૨)માં “પંડિતયુગ” – એ પ્રકરણ. વિ. મ. ભટ્ટ લખે છે : “સુધારકયુગમાં આપણી પ્રજા પાશ્ચાત્ય સાહિત્ય સાથે પહેલવહેલી સંપર્કમાં આવી અને તેને પરિણામે એ સૈકાઓની ઘોર નિદ્રામાંથી જાગી આંખો ચોળી ‘બહાવરું બહાવરું’ જોવા લાગી. આ એની પહેલી જાગૃતિ. પણ એ જાગૃતિ એકાંગી અને અધૂરી હતી, કેમ કે એમાં પૂરી સ્વસ્થતા હજુ નહોતી આવી અને નવીન જાગૃતિને લીધે ચડેલું ઘેન હજી પૂરું નહોતું ઊતર્યું. એ ઘેન પૂરેપૂરું ઉતાર્યું તે આ સંસ્કૃત સાહિત્ય અને એ સાહિત્યમાં પ્રતિબિંબિત થયેલી પ્રાચીન સંસ્કૃતિના પરિચયે. બીજી રીતે કહીએ તો સુધારકયુગ એ આપણા અર્વાચીન સાહિત્યનો બાલ્યકાળ હતો. એમાં આપણે પશ્ચિમની સઘળી નીતિરીતિ તરફ બાલકના જેવા અહોભાવથી જોતા અને એમના આભારવિચારનું બાલકના જેટલા મુગ્ધભાવથી અનુકરણ કરવા પ્રયત્ન કરતા.” </ref> નર્મદના ‘હિન્દુઓની પડતી’ કાવ્યમાં એક રીતે જોઈએ તો એના જમાનાનું આત્મનિરીક્ષણ જ છે. આ સાંસ્કૃતિક સંઘટ્ટને સર્જેલી દોલાયમાન પરિસ્થિતિમાંથી કોઈ સલામત ભૂમિકાએ સ્થિર થવાની મથામણ પણ સમાજના ધુરીણો કરતા રહેલા. આના ફળરૂપે ઉચ્છેદક અને સંરક્ષક વલણોના સંઘર્ષને ટાળવા મથતું – બંને બળો વચ્ચે સંતુલા ને સંવાદ સ્થાપવા મથતું ત્રીજું સમન્વયકારી મધ્યમમાર્ગી પરિબળ ઉદય પામે છે. એ પરિબળ ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’માં સ્પષ્ટ રીતે મહિમા પામ્યું છે. આનંદશંકર પણ એ જ વલણના સમર્થક અને માર્ગદર્શક રહ્યા જણાય છે.
દલપત-નર્મદનાં ચોપાનિયાં – એનું વાર્તાનિબંધાદિ૩૯ વાઙ્મય જોતાં, મંડળી-ઓનાં નામ૪૦ જોતાં એ જમાનાની લાક્ષણિકતાઓ – તેની આવશ્યકતાઓ વગેરે પર પ્રકાશ પડે છે. દલપત-નર્મદના જમાનામાં એક પ્રકારની સંક્ષુબ્ધતા જોવા મળે છે. લોકોમાં જ્ઞાનજિજ્ઞાસા, સાહસિકતા, ઉત્સાહ ને આવેશ વિશેષ જોવા મળે છે. ખંડનલક્ષી વલણો કંઈક જોરમાં છે. સુધારાની વાત કરનારા મોટા ભાગના ઉચ્છેદક પક્ષના હતા એ ઘટના સૂચક છે. સામાજિક વિષમતા આર્થિક વિષમતાને મુકાબલે વધુ ઝડપથી સર્જક-સુધારકોનું ધ્યાન ખેંચી શકી છે. આર્થિક વિષમતામાં નજરે ચઢે એવાં ભેંકાર પરિણામો તો નવી અંધનીતિને કારણે હજુ હવે આવવાનાં હતાં. જે મૂલ્યસંઘર્ષ વિભિન્ન સંસ્કૃતિઓના સંઘટ્ટને આરંભાયો તેમાંથી સંવાદલક્ષી અભિગમ પર આવવાનું ગાંધીયુગમાં વધુ પ્રભાવક રીતે બનવાનું હતું. પશ્ચિમની સંસ્કૃતિનાં કેટલાંક સ્વતંત્રતા, સમાનતા, ઉદ્યોગપરાયણતા, બુદ્ધિનિષ્ઠા૪૧ વગેરેને લગતાં મૂલ્યો પ્રથમ વિચારજગતમાં સ્થિર થયાં અને પછી ધીમે ધીમે તે આચારજગતમાં ઊતરતાં થયાં. આ રીતની પ્રક્રિયાનું કારણ આપણી ધર્મલક્ષી દૃઢમૂલ, રૂઢિબદ્ધ સમાજવ્યવસ્થા હતું. દલપત–નર્મદયુગમાં તેમ પછીના ગાંધીયુગમાં પણ સાહિત્યક્ષેત્રે જેટલા પ્રમાણમાં વ્યક્તિ-સમષ્ટિને લગતા પ્રાગતિક નિર્દેશો મળે છે તેટલા પ્રમાણમાં સમાજ વાસ્તવિક રીતે આગળ ગયો નથી. સરસ્વતીચંદ્ર કલ્યાણગ્રામ લઈને સાહિત્યમાં અવતર્યો પણ સમાજમાં એનું અવતરણ બાકી રહ્યું છે. દલપત-નર્મદથી ગાંધીજી સુધીનાં સંક્રાંતિકાળનાં જે વિધેયાત્મક ભારતીય સંસ્કારમૂલ્યો તે ગાંધીજી જેવી વિરલ વિભૂતિની કાર્યપ્રવૃત્તિ દ્વારા સર્વોદય સમાજની રચનામાં – સેવાગ્રામના નિર્માણમાં સંચારિત થયાં.૪૨ એનાં સારાં પરિણામો વિશે આશા જરૂર સેવી શકાય, પણ બૌદ્ધિક–વાસ્તવિક ભૂમિકાએ હાલને તબક્કે કશુંયે કહેવું કદાચ કવેળાનું લાગે. રમણલાલ દેસાઈની નવલકથાઓમાં ગાંધીજીના આદર્શોને કલ્પનાશક્તિ દ્વારા મૂર્ત કરવાનો પ્રયત્ન થયો છે, પરંતુ એ પ્રયત્ન – ‘ગાંધીની ગુજરાત કપરી જીરવવી’ (ઉમાશંકર) – એ વાતને યથાર્થ રૂપે ઉપસાવી શક્યો નથી. ગાંધીજીના આદર્શોની એ જાણે અતિસરલીકૃત સાહિત્યિક આવૃત્તિ છે. દલપત-નર્મદના યુગને ‘ગ્રામલક્ષ્મી’નું સુરેખ રમણીય સ્વપ્ન નહોતું, ‘વિશ્વશાંતિ’નો બુલંદ નારો એની પાસે નહોતો, એની પાસે વિશ્વયુદ્ધ નહિ પણ ‘સાસુવહુની લડાઈ’ (મહીપતરામ) હતી – ઘર ઘરના સુધારાનો પ્રશ્ન એમની પાસે હતો. દલપત-નર્મદ યુગનો પ્રધાન સૂર ‘સુધારો’ હતો અને ગાંધીજીના એકાદશ વ્રતના સંદર્ભમાં જોઈએ તો ગાંધીયુગનો પણ પ્રધાન સૂર ‘સુધારો’ જ રહ્યો છે, અલબત્ત, એ સુધારાએ ‘સત્યાગ્રહ’માં પરિણતિ સિદ્ધ કરી જણાય છે. દલપત-નર્મદનો યુગ ‘સત્યપ્રકાશ’નો યુગ છે, ગાંધીયુગ ‘સત્યાગ્રહ’નો યુગ છે. સત્યની આરાધના આ સંક્રાંતિ-કાળ દરમ્યાન એક યા બીજી રીતે ચાલી છે. માનવધર્મની દુર્ગારામ મહેતાજીની વાત માનવતાવાદના આધુનિક રૂપમાં કાર્યાન્વિત થયેલી જોવા મળે છે. ગૌણ-પ્રધાનવિવેકે વાત કરીએ તો દલપતનર્મદ યુગમાં ખંડનાત્મક બળોએ જોર પકડ્યું, પંડિતયુગે સંરક્ષણાત્મક બળો દ્વારા ખંડનાત્મક બળો સામે મોરચો માંડ્યો અને ગાંધીયુગે સમન્વય-સમતુલાની પ્રક્રિયા દ્વારા ખંડન-મંડનનાં બળોમાંથી જ વિકાસ માટેની અનુકૂળ સ્થિર ભૂમિકા પ્રાપ્ત કરવાની દિશામાં દીર્ઘદૃષ્ટિભર્યો પુરુષાર્થ આદર્યો. એ પુરુષાર્થમાં સમાજનો બૌદ્ધિક વર્ગ – ભદ્રવર્ગ કોઈ ને કોઈ રીતે સંડોવાયો અને તેનો પ્રભાવ સમાજની બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં સ્પષ્ટ રીતે પ્રગટ થતો ગયો.
દલપત-નર્મદનાં ચોપાનિયાં – એનું વાર્તાનિબંધાદિ <ref> ‘ભૂતનિબંધ’ (૧૮૫૦), ‘ડાકણ વિષે નિબંધ (૧૮૫૬), ‘બાળવિવાહ નિબંધ’, ‘પુનર્વિવાહ નિબંધ’ (૧૮૫૭), ‘જ્ઞાતિનિબંધ’ (૧૮૫૨), ‘જમણવાર વિષે નિબંધ’ (૧૮૭૨), ‘કજોડા દુખદર્શક નાટક’ (૧૮૭૨), ‘વૈધવ્યચિત્ર’ (૧૮૫૯), ‘છોકરાઓને ઘરેણું પહેરાવે છે તે વિષે’ (૧૮૫૬), ‘કેફ’ (૧૮૫૫), ‘રોવાકૂટવાની ઘેલાઈ’ (૧૮૫૦) વગેરે આવા પ્રકારના લખાણમાં ચર્ચ્યમાન વસ્તુની મર્યાદાઓ જણાવી – ખંડન કરી નવી વસ્તુઓ સ્વીકારવાનો અનુરોધ છે. ‘મંડળી મળવાથી થતા લાભ’ (૧૮૫૧), ‘દેશાભિમાન’ (૧૮૫૬), ‘સંપ વિષે’ (૧૮૫૯), ‘સંપલક્ષ્મી સંવાદ’ (૧૮૫૧), ‘સ્ત્રીકેળવણી’ (૧૮૫૧), ‘દેશાટન’ (૧૮૫૩), ‘હુન્નરખાનની ચઢાઈ’ (૧૮૫૧) વગેરેમાં રચનાત્મક રીતે નવાં વલણો માટેનો પ્રચાર છે. ‘આજકાલનો સુધારો કે રમણીય ભયંકરતા’, ‘વિલાયતી વિલાસમાં ફૅશનબાઈ ખલાસ’, ‘નવો જમાનો અમૃત કે ઝેર ?’, ‘એમ.એ. બના કે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી ?’ વગેરે સાહિત્યમાં સુધારા સામેનો ભય પણ વ્યક્ત થયો છે. વધુ માટે જુઓ ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ અને ‘સમાજસુધારાનું રેખાદર્શન’. </ref> વાઙ્મય જોતાં, મંડળી-ઓનાં નામ જોતાં એ જમાનાની લાક્ષણિકતાઓ – તેની આવશ્યકતાઓ વગેરે પર પ્રકાશ પડે છે. દલપત-નર્મદના જમાનામાં એક પ્રકારની સંક્ષુબ્ધતા જોવા મળે છે. લોકોમાં જ્ઞાનજિજ્ઞાસા, સાહસિકતા, ઉત્સાહ ને આવેશ વિશેષ જોવા મળે છે. ખંડનલક્ષી વલણો કંઈક જોરમાં છે. સુધારાની વાત કરનારા મોટા ભાગના ઉચ્છેદક પક્ષના હતા એ ઘટના સૂચક છે. સામાજિક વિષમતા આર્થિક વિષમતાને મુકાબલે વધુ ઝડપથી સર્જક-સુધારકોનું ધ્યાન ખેંચી શકી છે. આર્થિક વિષમતામાં નજરે ચઢે એવાં ભેંકાર પરિણામો તો નવી અંધનીતિને કારણે હજુ હવે આવવાનાં હતાં. જે મૂલ્યસંઘર્ષ વિભિન્ન સંસ્કૃતિઓના સંઘટ્ટને આરંભાયો તેમાંથી સંવાદલક્ષી અભિગમ પર આવવાનું ગાંધીયુગમાં વધુ પ્રભાવક રીતે બનવાનું હતું. પશ્ચિમની સંસ્કૃતિનાં કેટલાંક સ્વતંત્રતા, સમાનતા, ઉદ્યોગપરાયણતા, બુદ્ધિનિષ્ઠા <ref>નંદશંકર કહે છે : “બુદ્ધિવાદ એ જ હમારો ‘ઉઘડતલ’ (Open Sesame) રૂપી મંત્ર હતો.”(નંદશંકર જીવનચિત્ર, ૧૯૧૬, પૃ. ૮૪) </ref> વગેરેને લગતાં મૂલ્યો પ્રથમ વિચારજગતમાં સ્થિર થયાં અને પછી ધીમે ધીમે તે આચારજગતમાં ઊતરતાં થયાં. આ રીતની પ્રક્રિયાનું કારણ આપણી ધર્મલક્ષી દૃઢમૂલ, રૂઢિબદ્ધ સમાજવ્યવસ્થા હતું. દલપત–નર્મદયુગમાં તેમ પછીના ગાંધીયુગમાં પણ સાહિત્યક્ષેત્રે જેટલા પ્રમાણમાં વ્યક્તિ-સમષ્ટિને લગતા પ્રાગતિક નિર્દેશો મળે છે તેટલા પ્રમાણમાં સમાજ વાસ્તવિક રીતે આગળ ગયો નથી. સરસ્વતીચંદ્ર કલ્યાણગ્રામ લઈને સાહિત્યમાં અવતર્યો પણ સમાજમાં એનું અવતરણ બાકી રહ્યું છે. દલપત-નર્મદથી ગાંધીજી સુધીનાં સંક્રાંતિકાળનાં જે વિધેયાત્મક ભારતીય સંસ્કારમૂલ્યો તે ગાંધીજી જેવી વિરલ વિભૂતિની કાર્યપ્રવૃત્તિ દ્વારા સર્વોદય સમાજની રચનામાં – સેવાગ્રામના નિર્માણમાં સંચારિત થયાં.<ref>  જુઓ ‘કલ્યાણગ્રામથી સેવાગ્રામ’ લેખ, ‘સંસ્કૃતિ’, મે, ૧૯૭૩, પૃ. ૧૮૨–૧૮૬.</ref> એનાં સારાં પરિણામો વિશે આશા જરૂર સેવી શકાય, પણ બૌદ્ધિક–વાસ્તવિક ભૂમિકાએ હાલને તબક્કે કશુંયે કહેવું કદાચ કવેળાનું લાગે. રમણલાલ દેસાઈની નવલકથાઓમાં ગાંધીજીના આદર્શોને કલ્પનાશક્તિ દ્વારા મૂર્ત કરવાનો પ્રયત્ન થયો છે, પરંતુ એ પ્રયત્ન – ‘ગાંધીની ગુજરાત કપરી જીરવવી’ (ઉમાશંકર) – એ વાતને યથાર્થ રૂપે ઉપસાવી શક્યો નથી. ગાંધીજીના આદર્શોની એ જાણે અતિસરલીકૃત સાહિત્યિક આવૃત્તિ છે. દલપત-નર્મદના યુગને ‘ગ્રામલક્ષ્મી’નું સુરેખ રમણીય સ્વપ્ન નહોતું, ‘વિશ્વશાંતિ’નો બુલંદ નારો એની પાસે નહોતો, એની પાસે વિશ્વયુદ્ધ નહિ પણ ‘સાસુવહુની લડાઈ’ (મહીપતરામ) હતી – ઘર ઘરના સુધારાનો પ્રશ્ન એમની પાસે હતો. દલપત-નર્મદ યુગનો પ્રધાન સૂર ‘સુધારો’ હતો અને ગાંધીજીના એકાદશ વ્રતના સંદર્ભમાં જોઈએ તો ગાંધીયુગનો પણ પ્રધાન સૂર ‘સુધારો’ જ રહ્યો છે, અલબત્ત, એ સુધારાએ ‘સત્યાગ્રહ’માં પરિણતિ સિદ્ધ કરી જણાય છે. દલપત-નર્મદનો યુગ ‘સત્યપ્રકાશ’નો યુગ છે, ગાંધીયુગ ‘સત્યાગ્રહ’નો યુગ છે. સત્યની આરાધના આ સંક્રાંતિ-કાળ દરમ્યાન એક યા બીજી રીતે ચાલી છે. માનવધર્મની દુર્ગારામ મહેતાજીની વાત માનવતાવાદના આધુનિક રૂપમાં કાર્યાન્વિત થયેલી જોવા મળે છે. ગૌણ-પ્રધાનવિવેકે વાત કરીએ તો દલપતનર્મદ યુગમાં ખંડનાત્મક બળોએ જોર પકડ્યું, પંડિતયુગે સંરક્ષણાત્મક બળો દ્વારા ખંડનાત્મક બળો સામે મોરચો માંડ્યો અને ગાંધીયુગે સમન્વય-સમતુલાની પ્રક્રિયા દ્વારા ખંડન-મંડનનાં બળોમાંથી જ વિકાસ માટેની અનુકૂળ સ્થિર ભૂમિકા પ્રાપ્ત કરવાની દિશામાં દીર્ઘદૃષ્ટિભર્યો પુરુષાર્થ આદર્યો. એ પુરુષાર્થમાં સમાજનો બૌદ્ધિક વર્ગ – ભદ્રવર્ગ કોઈ ને કોઈ રીતે સંડોવાયો અને તેનો પ્રભાવ સમાજની બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં સ્પષ્ટ રીતે પ્રગટ થતો ગયો.
દલપત-નર્મદનો સમય પદ્યપ્રધાન મધ્યકાલીન સાહિત્યયુગ પછી તુરતનો હતો. પદ્ય તો પરંપરાગત રીતે સ્થિરપદ – પ્રતિષ્ઠિત હતું જ. હવે ગદ્યની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવ્યો. દલપતરામ ‘હુન્નરખાનની ચઢાઈ’ વિશે પદ્યમાં વ્યાખ્યાન આપતા હોય, ‘ભરૂચ જિલ્લાના કેળવણી ખાતાના ઇતિહાસ’ (મહેતાજી ગણપતરામ રાજારામ કૃત, ૧૮૭૮)નું નવલરામ ઊલટભેર વિવેચન કરતા હોય૪૩ એ ઘટનાઓ અર્વાચીન સાહિત્યયુગમાં – દલપત-નર્મદના સુધારાના જમાનામાં જ બની છે. સાથે સાથે એ પણ યાદ રાખવું ઘટે કે વ્રજશૈલી ને ચારણી શૈલી સાથે મીઠો સંબંધ ધરાવતા શીઘ્રકવિ દલપતરામ ગદ્યમાં પણ પ્રસંગોપાત્ત, લખે છે. એક સામાન્ય શાળાના મહેતાજી દુર્ગારામ પોતાની રોજનીશીમાં ગદ્યનો વિનિયોગ કરે છે. નર્મદ પણ ગદ્યલેખન વિશે – ગુજરાતી ભાષા વિષે ભારે સભાન છે. ભાષા (ગદ્યપદ્ય ઉભયમાં) સારી રીતે ખેડાયેલી ન હોય તેને તે ગદ્ય કહેવા તૈયાર નથી. ભાષાવિદ્યાને જન્મ આપ્યાનું પ્રથમ માન જેરવીસને છે એમ કહીને સને ૧૮૨૮ના વરસને ગુજરાતી ભાષાવિદ્યાનો શક કહેવો જોઈએ એમ તે કહે છે, કેમ કે તે વરસથી ગદ્યમાં લખવાનું શરૂ થયું હતું.૪૪ વિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસાદિ અનેક નવા વિષયો અંગ્રેજી કેળવણીના કાર્યક્રમ હેઠળ શીખવાતા ગયા તે સાથે ગુજરાતી ભાષાના – ગુજરાતી ગદ્યના વિકાસ માટેનો અવકાશ વધુ ને વધુ ખૂલતો ગયો. મુદ્રણયંત્રોના પ્રવેશે, વર્તમાનપત્રો અને ચોપાનિયાં વગેરેના પ્રકાશને, મંડળીઓમાં વ્યાખ્યાનો – ચર્ચાઓ વગેરે કરવાની પ્રવૃત્તિએ ગદ્યવિકાસને સારી મદદ કરી. વળી અંગ્રેજી ભાષા-સાહિત્ય તો નજર સમક્ષ હતું જ. એક બીજી બાબત પણ ગદ્યસાહિત્યના વિકાસને ઉપકારક બની લાગે છે અને તે સાહિત્યની વિકસેલી સૂઝ. સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય કાવ્યમાં સ્વીકારાયેલું પણ કાલક્રમે મધ્યકાલીન સમય સુધી આવતાં પદ્યનું વર્ચસ એકંદરે વધ્યું હોય એમ જણાય છે. પદ્ય જોડવું એમાં કવિકર્મની કુશળતા ગણાવા માંડી ને આમજનતા તે તરફ આદરથી જોતી થઈ.૪૪-૧ કાલક્રમે પદ્ય સાક્ષરતાનું – કવિપણા કે લેખકપણાનું માધ્યમ બની રહ્યું. ગમે તે વિષય, પછી રા. વિ. પાઠક કહે છે તેમ, હઠયોગનાં આસનોનાં વર્ણનનો હોય, પદ્યમાં આવી શકતો હતો.૪૫ પરંતુ ક્રમશ: અર્વાચીન જગત સાથેનો – બાહ્ય જગત સાથેનો સંપર્ક-સંબંધ જેમ જેમ વધતો ગયો તેમ તેમ ગદ્યનો અનેક વિષયોમાં પ્રવેશ થતો ગયો. અમુક વિષયો માટે તો ગદ્ય જ ઉચિત લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ, શરૂઆતમાં ક્રમશ: ધીમે ને પછી ઝડપથી થતું ગયું. જે જ્ઞાનવિજ્ઞાનના વિષયો સાથે ગદ્ય ખેડાતું ચાલ્યું તે વિષયોના પ્રચાર સાથે ગદ્યનો વિકાસ વેગથી ને વ્યાપકપણે ચાલ્યો. એ ગદ્ય કેવળ માહિતીજ્ઞાનનું જ નહિ, સર્જકતાનું સફળ માધ્યમ બની રહ્યું.
દલપત-નર્મદનો સમય પદ્યપ્રધાન મધ્યકાલીન સાહિત્યયુગ પછી તુરતનો હતો. પદ્ય તો પરંપરાગત રીતે સ્થિરપદ – પ્રતિષ્ઠિત હતું જ. હવે ગદ્યની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવ્યો. દલપતરામ ‘હુન્નરખાનની ચઢાઈ’ વિશે પદ્યમાં વ્યાખ્યાન આપતા હોય, ‘ભરૂચ જિલ્લાના કેળવણી ખાતાના ઇતિહાસ’ (મહેતાજી ગણપતરામ રાજારામ કૃત, ૧૮૭૮)નું નવલરામ ઊલટભેર વિવેચન કરતા હોય૪૩ એ ઘટનાઓ અર્વાચીન સાહિત્યયુગમાં – દલપત-નર્મદના સુધારાના જમાનામાં જ બની છે. સાથે સાથે એ પણ યાદ રાખવું ઘટે કે વ્રજશૈલી ને ચારણી શૈલી સાથે મીઠો સંબંધ ધરાવતા શીઘ્રકવિ દલપતરામ ગદ્યમાં પણ પ્રસંગોપાત્ત, લખે છે. એક સામાન્ય શાળાના મહેતાજી દુર્ગારામ પોતાની રોજનીશીમાં ગદ્યનો વિનિયોગ કરે છે. નર્મદ પણ ગદ્યલેખન વિશે – ગુજરાતી ભાષા વિષે ભારે સભાન છે. ભાષા (ગદ્યપદ્ય ઉભયમાં) સારી રીતે ખેડાયેલી ન હોય તેને તે ગદ્ય કહેવા તૈયાર નથી. ભાષાવિદ્યાને જન્મ આપ્યાનું પ્રથમ માન જેરવીસને છે એમ કહીને સને ૧૮૨૮ના વરસને ગુજરાતી ભાષાવિદ્યાનો શક કહેવો જોઈએ એમ તે કહે છે, કેમ કે તે વરસથી ગદ્યમાં લખવાનું શરૂ થયું હતું. <ref>  જૂનું નર્મગદ્ય, પુસ્તક ૧લું, ૧૯૧૨, પૃ. ૩૪૬–૩૪૭. </ref> વિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસાદિ અનેક નવા વિષયો અંગ્રેજી કેળવણીના કાર્યક્રમ હેઠળ શીખવાતા ગયા તે સાથે ગુજરાતી ભાષાના – ગુજરાતી ગદ્યના વિકાસ માટેનો અવકાશ વધુ ને વધુ ખૂલતો ગયો. મુદ્રણયંત્રોના પ્રવેશે, વર્તમાનપત્રો અને ચોપાનિયાં વગેરેના પ્રકાશને, મંડળીઓમાં વ્યાખ્યાનો – ચર્ચાઓ વગેરે કરવાની પ્રવૃત્તિએ ગદ્યવિકાસને સારી મદદ કરી. વળી અંગ્રેજી ભાષા-સાહિત્ય તો નજર સમક્ષ હતું જ. એક બીજી બાબત પણ ગદ્યસાહિત્યના વિકાસને ઉપકારક બની લાગે છે અને તે સાહિત્યની વિકસેલી સૂઝ. સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય કાવ્યમાં સ્વીકારાયેલું પણ કાલક્રમે મધ્યકાલીન સમય સુધી આવતાં પદ્યનું વર્ચસ એકંદરે વધ્યું હોય એમ જણાય છે. પદ્ય જોડવું એમાં કવિકર્મની કુશળતા ગણાવા માંડી ને આમજનતા તે તરફ આદરથી જોતી થઈ.૪૪-૧ કાલક્રમે પદ્ય સાક્ષરતાનું – કવિપણા કે લેખકપણાનું માધ્યમ બની રહ્યું. ગમે તે વિષય, પછી રા. વિ. પાઠક કહે છે તેમ, હઠયોગનાં આસનોનાં વર્ણનનો હોય, પદ્યમાં આવી શકતો હતો.૪૫ પરંતુ ક્રમશ: અર્વાચીન જગત સાથેનો – બાહ્ય જગત સાથેનો સંપર્ક-સંબંધ જેમ જેમ વધતો ગયો તેમ તેમ ગદ્યનો અનેક વિષયોમાં પ્રવેશ થતો ગયો. અમુક વિષયો માટે તો ગદ્ય જ ઉચિત લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ, શરૂઆતમાં ક્રમશ: ધીમે ને પછી ઝડપથી થતું ગયું. જે જ્ઞાનવિજ્ઞાનના વિષયો સાથે ગદ્ય ખેડાતું ચાલ્યું તે વિષયોના પ્રચાર સાથે ગદ્યનો વિકાસ વેગથી ને વ્યાપકપણે ચાલ્યો. એ ગદ્ય કેવળ માહિતીજ્ઞાનનું જ નહિ, સર્જકતાનું સફળ માધ્યમ બની રહ્યું.
દલપત-નર્મદના સાહિત્યમાં વસ્તુતત્ત્વ પરત્વે વધારે ઝોક વરતાય છે. ‘કેવું છે ?’ એ કરતાં ‘શું છે ?’ એનો ઉત્તર શોધવા તરફ એ જમાનાને કંઈક વિશેષ રસ છે. શબ્દ (sound) કરતાં અર્થ(meaning)નું મહત્ત્વ વાસ્તવમાં વધારે અંકાયેલું જોવા મળે. સુધારા ને નીતિબોધ માટે, છાપાળવી ઘટનાઓ ને વિગતો માટે જે રીતે ‘કવિતા’નો સાધનરૂપે ઉપયોગ થયો એ આ બાબતમાં સૂચક છે. કવિનું વલણ વસ્તુપરસ્ત કંઈક વધારે પણ લાગે. વિષયવસ્તુની પસંદગી અને નિરૂપણપદ્ધતિમાં વસ્તુનિષ્ઠ સ્થૂલતા તુરત ઊપસી આવે છે. વિષયવસ્તુના આંતર કરતાં બાહ્ય અર્થ-રૂપ તરફ કવિનું અવધાન વિશેષ વરતાય છે. વિવેચને પણ તેથી ક્યારેક ભૂલથાપ ખાધી છે. આ સમયની કવિતામાં – આ સમયના સાહિત્યમાં દર્શનની અપેક્ષાએ, અગાઉ નિર્દેશ્યું તેમ, ચિત્રણ વધારે જોવા મળે છે. શબ્દ-ચમત્કૃતિ કે અર્થચમત્કૃતિચિત્રથી કવિતા આગળ વધતી નથી. ચમત્કૃતિ પણ ‘ચાતુરી’થી વધારે કદાચ ન લાગે. આવી પરિસ્થિતિમાં કવિતામાં ઊંડાઈ કરતાં વ્યાપકતા, સૂક્ષ્મતા કરતાં સ્થૂલતા, અંતર્મુખતા કરતાં બહિર્મુખતા પર વધારે ઝોક રહ્યાનું વરતાય એ સ્વાભાવિક છે. કવિઓ વિષયવસ્તુના બાહ્ય સ્વરૂપે વધુ ખેંચાયા ને અંજાયા, તેમનો રસ મૂલ્યાંકનને મુકાબલે અવલોકનમાં વધારે પ્રગટ થયો, તેથી તો અવારનવાર કવિતા વર્ણ્ય વિષયની સ્થૂળ રૂપરેખાની બહાર નીકળી શકી નથી, કવિતા અવારનવાર માહિતી બોધનું પદ્યાત્મક ટીપણું બની જાય છે. સૂક્ષ્મ કાવ્ય-વિવેકનો અભાવ જેમ ભાવક-પક્ષે તેમ મહદંશે સર્જક-પક્ષે પણ જોવા મળે છે.૪૬ કવિતામાં શબ્દવિવેકને બદલે શબ્દકૌશલની બોલબાલા વધુ લાગે છે. તેથી તો
દલપત-નર્મદના સાહિત્યમાં વસ્તુતત્ત્વ પરત્વે વધારે ઝોક વરતાય છે. ‘કેવું છે ?’ એ કરતાં ‘શું છે ?’ એનો ઉત્તર શોધવા તરફ એ જમાનાને કંઈક વિશેષ રસ છે. શબ્દ (sound) કરતાં અર્થ(meaning)નું મહત્ત્વ વાસ્તવમાં વધારે અંકાયેલું જોવા મળે. સુધારા ને નીતિબોધ માટે, છાપાળવી ઘટનાઓ ને વિગતો માટે જે રીતે ‘કવિતા’નો સાધનરૂપે ઉપયોગ થયો એ આ બાબતમાં સૂચક છે. કવિનું વલણ વસ્તુપરસ્ત કંઈક વધારે પણ લાગે. વિષયવસ્તુની પસંદગી અને નિરૂપણપદ્ધતિમાં વસ્તુનિષ્ઠ સ્થૂલતા તુરત ઊપસી આવે છે. વિષયવસ્તુના આંતર કરતાં બાહ્ય અર્થ-રૂપ તરફ કવિનું અવધાન વિશેષ વરતાય છે. વિવેચને પણ તેથી ક્યારેક ભૂલથાપ ખાધી છે. આ સમયની કવિતામાં – આ સમયના સાહિત્યમાં દર્શનની અપેક્ષાએ, અગાઉ નિર્દેશ્યું તેમ, ચિત્રણ વધારે જોવા મળે છે. શબ્દ-ચમત્કૃતિ કે અર્થચમત્કૃતિચિત્રથી કવિતા આગળ વધતી નથી. ચમત્કૃતિ પણ ‘ચાતુરી’થી વધારે કદાચ ન લાગે. આવી પરિસ્થિતિમાં કવિતામાં ઊંડાઈ કરતાં વ્યાપકતા, સૂક્ષ્મતા કરતાં સ્થૂલતા, અંતર્મુખતા કરતાં બહિર્મુખતા પર વધારે ઝોક રહ્યાનું વરતાય એ સ્વાભાવિક છે. કવિઓ વિષયવસ્તુના બાહ્ય સ્વરૂપે વધુ ખેંચાયા ને અંજાયા, તેમનો રસ મૂલ્યાંકનને મુકાબલે અવલોકનમાં વધારે પ્રગટ થયો, તેથી તો અવારનવાર કવિતા વર્ણ્ય વિષયની સ્થૂળ રૂપરેખાની બહાર નીકળી શકી નથી, કવિતા અવારનવાર માહિતી બોધનું પદ્યાત્મક ટીપણું બની જાય છે. સૂક્ષ્મ કાવ્ય-વિવેકનો અભાવ જેમ ભાવક-પક્ષે તેમ મહદંશે સર્જક-પક્ષે પણ જોવા મળે છે. <ref> ૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૭–૮.
૨. ‘અર્વાચીન કવિતા’(૧૯૫૩)માં પણ સુન્દરમ્ કહે છે : ‘આ વ્યાપારમાં (કવિતાના) લેખક કે ભાવક બેમાંથી એકે તરફથી કાવ્યકળાની ઊંચી અભિજ્ઞતા બહુ દેખાડાતી નથી, છતાં તે બંનેની અભિમુખતા સાચી લાગે છે.” (પૃ. ૩) </ref>  કવિતામાં શબ્દવિવેકને બદલે શબ્દકૌશલની બોલબાલા વધુ લાગે છે. તેથી તો
“સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક,
“સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક,
સાદામાં શિક્ષા કથે એ જ કવિજન એક.”૪૭
સાદામાં શિક્ષા કથે એ જ કવિજન એક.” <ref >મદનમોહના, ૧૯૭૨, સં. અનંતરાય રાવળ, પૃ. ૧૭૧. </ref>
— એ અભિપ્રાયે દલપતરામ ‘કવીશ્વર’ ગણાયા. નર્મદની કવિતામાં જોસ્સાની વાતને તે સમયના બૌદ્ધિક સાહિત્યિક વર્ગનું સમર્થન હતું, પણ વ્યાપક આદર તો જનમનરંજન કરતી બોધક કવિતાનો હતો. દલપતરામે પોતાની કવિતાવિભાવના સ્પષ્ટ કરતાં લખેલું :{{Poem2Close}}
— એ અભિપ્રાયે દલપતરામ ‘કવીશ્વર’ ગણાયા. નર્મદની કવિતામાં જોસ્સાની વાતને તે સમયના બૌદ્ધિક સાહિત્યિક વર્ગનું સમર્થન હતું, પણ વ્યાપક આદર તો જનમનરંજન કરતી બોધક કવિતાનો હતો. દલપતરામે પોતાની કવિતાવિભાવના સ્પષ્ટ કરતાં લખેલું :{{Poem2Close}}
<poem>કવિતા કહીએ કલ્પના, જનમનરંજન જાણ,
<poem>કવિતા કહીએ કલ્પના, જનમનરંજન જાણ,