ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઉમાશંકરની પૂર્વવર્તી ગુજરાતની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 108: Line 108:
– રામચંદ્ર શુક્લ (ગુજરાતી સાહિત્ય – એનું મનન અને વિવેચન, પૃ. ૭૮) </ref> વળી ગૂજરાત વિદ્યાપીઠ ને નવજીવન પ્રકાશન મંદિર જેવી સંસ્થાઓ તેમ જ રાષ્ટ્રીય કેળવણી અંગેનાં અન્ય મંડળો, સંસ્થાઓ વગેરે દ્વારા તેમણે કેળવણી માટેની મૂલ્યવાન પાઠ્યસામગ્રી, વાચનસામગ્રી, ભાષા-સાહિત્યસામગ્રી વધારવાને પણ પ્રોત્સાહન આપ્યું. કોશપ્રવૃત્તિ, સંપાદનપ્રવૃત્તિ આદિ વિદ્યા-કેળવણીને ઉપકારક પ્રવૃત્તિઓને વેગ મળ્યો. વિદ્યા-વિચારનાં નવાં નવાં ક્ષેત્રો ઊઘડતાં ભાષાનો બહુમુખી વિકાસ શક્ય બન્યો. આમ ગાંધીજીની રાષ્ટ્રીય કેળવણીની પ્રવૃત્તિની ભાષાસાહિત્ય પર દૂરગામી ને ઊંડી અસર થઈ છે.
– રામચંદ્ર શુક્લ (ગુજરાતી સાહિત્ય – એનું મનન અને વિવેચન, પૃ. ૭૮) </ref> વળી ગૂજરાત વિદ્યાપીઠ ને નવજીવન પ્રકાશન મંદિર જેવી સંસ્થાઓ તેમ જ રાષ્ટ્રીય કેળવણી અંગેનાં અન્ય મંડળો, સંસ્થાઓ વગેરે દ્વારા તેમણે કેળવણી માટેની મૂલ્યવાન પાઠ્યસામગ્રી, વાચનસામગ્રી, ભાષા-સાહિત્યસામગ્રી વધારવાને પણ પ્રોત્સાહન આપ્યું. કોશપ્રવૃત્તિ, સંપાદનપ્રવૃત્તિ આદિ વિદ્યા-કેળવણીને ઉપકારક પ્રવૃત્તિઓને વેગ મળ્યો. વિદ્યા-વિચારનાં નવાં નવાં ક્ષેત્રો ઊઘડતાં ભાષાનો બહુમુખી વિકાસ શક્ય બન્યો. આમ ગાંધીજીની રાષ્ટ્રીય કેળવણીની પ્રવૃત્તિની ભાષાસાહિત્ય પર દૂરગામી ને ઊંડી અસર થઈ છે.
૧૯૦૫થી ૧૯૫૦ સુધીના સમયમાં પણ અનેક ઉત્તેજનકારી ઘટનાઓ ભારત અને ભારત બહાર બની છે. શ્રી અરવિંદ; લાલ, બાલ અને પાલની રાજકીય પ્રવૃત્તિઓ, સત્યાગ્રહ આશ્રમની સ્થાપના, ડૉ. એની બેસન્ટ દ્વારા હોમરૂલ લીગની સ્થાપના, પ્રથમ વિશ્વયુદ્ધની ૧૯૧૮માં પૂર્ણાહુતિ, બૉલ્શેવિક ક્રાંતિ ને સામ્યવાદની સ્થાપના, ૧૯૧૯નો જલિયાંવાલા બાગનો હત્યાકાંડ, ૧૯૨૦નું અસહકારનું આંદોલન, બોરસદ – બારડોલીના સત્યાગ્રહો, ૧૯૩૦ની દાંડીકૂચ, ૧૯૩૭માં કૉંગ્રેસનું કેટલાક પ્રાંતોમાં સત્તા પર આવવું, બીજા વિશ્વયુદ્ધની અણુવિસ્ફોટાદિ ઘટનાઓ અને તેનાં અકારાં પરિણામ, ‘ક્વિટ ઇંડિયા’ના આદેશ સાથે સ્વતંત્રતાની આખરી લડત, ૧૯૪૭માં સ્વરાજ્યપ્રાપ્તિ અને ૧૯૪૮માં ગાંધીજીનું ખૂન – આ બધા બનાવોએ લોકોને સતત ઉત્તેજનામાં રાખ્યા છે. પ્રજાની ચેતના અનેક આઘાતપ્રત્યાઘાતો સહેતી કોઈ અપૂર્વ ઘાટ ધારણ કરવા મથી રહી છે. એ ઘાટ કેવો હશે તે તો કોણ કહી શકે ? સાહિત્ય પણ પ્રજાકીય ચેતનાનો જ આવિષ્કાર છે. તેના વિશે પણ ભાવિ ભાખવું મુશ્કેલ તો છે જ.
૧૯૦૫થી ૧૯૫૦ સુધીના સમયમાં પણ અનેક ઉત્તેજનકારી ઘટનાઓ ભારત અને ભારત બહાર બની છે. શ્રી અરવિંદ; લાલ, બાલ અને પાલની રાજકીય પ્રવૃત્તિઓ, સત્યાગ્રહ આશ્રમની સ્થાપના, ડૉ. એની બેસન્ટ દ્વારા હોમરૂલ લીગની સ્થાપના, પ્રથમ વિશ્વયુદ્ધની ૧૯૧૮માં પૂર્ણાહુતિ, બૉલ્શેવિક ક્રાંતિ ને સામ્યવાદની સ્થાપના, ૧૯૧૯નો જલિયાંવાલા બાગનો હત્યાકાંડ, ૧૯૨૦નું અસહકારનું આંદોલન, બોરસદ – બારડોલીના સત્યાગ્રહો, ૧૯૩૦ની દાંડીકૂચ, ૧૯૩૭માં કૉંગ્રેસનું કેટલાક પ્રાંતોમાં સત્તા પર આવવું, બીજા વિશ્વયુદ્ધની અણુવિસ્ફોટાદિ ઘટનાઓ અને તેનાં અકારાં પરિણામ, ‘ક્વિટ ઇંડિયા’ના આદેશ સાથે સ્વતંત્રતાની આખરી લડત, ૧૯૪૭માં સ્વરાજ્યપ્રાપ્તિ અને ૧૯૪૮માં ગાંધીજીનું ખૂન – આ બધા બનાવોએ લોકોને સતત ઉત્તેજનામાં રાખ્યા છે. પ્રજાની ચેતના અનેક આઘાતપ્રત્યાઘાતો સહેતી કોઈ અપૂર્વ ઘાટ ધારણ કરવા મથી રહી છે. એ ઘાટ કેવો હશે તે તો કોણ કહી શકે ? સાહિત્ય પણ પ્રજાકીય ચેતનાનો જ આવિષ્કાર છે. તેના વિશે પણ ભાવિ ભાખવું મુશ્કેલ તો છે જ.
પાદટીપ
૧૮. અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, ૧૯૫૦, પૃ. ૬.
૧૯. આ ભાષણમાં આ વાત હતી : “અરજી કરવી ઘટારત ખરી, પણ ક્યારે કે જ્યારે રાજા હોય ને પ્રજાનો વિચાર લઈને કંઈક કરે ત્યારે – પણ જો તેમ ન કરે ને પ્રજા ઉપર જુલ્મ કરે, તો પ્રજાએ રાજા સાથે લડીને રાજાને શિક્ષા કરવી, ને રાજ્ય બીજા રાજ્યને સોંપવું. ને જે એવા કામમાં મદદ કરે તો તે સારા માણસનું લક્ષણ છે, ને એવા કામમાં પ્રજા મધ્યેના માણસોને મરવાને કંઈ ચિંતા નહીં. કેમ કે જુલમગાર રાજાઓથી પ્રજાનું રક્ષણ થાય તેમાં મોટો પરોપકાર છે. સાંભળો, રાજાનું રાજ્ય પ્રજાના કલ્યાણને અર્થે છે. પ્રજા ઉપર સમભાવ રાખવાને અર્થે છે; પણ તેમ ન કરે ને ઊલટી પ્રજાને પીડા કરે, દરિદ્રી કરે, એક દેશની પ્રજા ઉપર કૃપા રાખીને તેને ધનવાન થવાનો ઉદ્યોગ કરે, ને બીજા દેશની પ્રજાને નિર્ધન કરવાને ઇચ્છે, તો તેવા રાજાના સામું લડીને ધર્મબુદ્ધિના ચાલનારાં રાજાને રાજ્ય સોંપવું જોઈએ. અમારું બોલવું કેવળ અંગ્રેજોને જ વાસ્તે નથી. પૃથ્વી પરના સર્વ રાજાઓને વાસ્તે છે... રાજા પોતે જ પ્રજાને દુ:ખી કરવા ઇચ્છે તો પ્રજાએ પોતાના હાથનું બળ રાજાને બતાવવું ને પરમેશ્વરની સહાયતા માગવી.”
(આદ્યસુધારક મહેતાજી દુર્ગારામ, ૧૯૭૦, પૃ. ૨૫–૨૬)
૨૦. જોકે આ ‘સુખશાન્તિ’ અને ‘નિર્ભયતા’ની વ્યાખ્યા કરવાની રહે ! આ સંદર્ભમાં રવીન્દ્રનાથકૃત ‘પૂર્વ અને પશ્ચિમ’ લેખમાળા પણ જોવી ઘટે.
૨૧. સુદર્શન ગ્રંથાવલિ ૧૯૦૯, પૃ. ૪૮૨.
– આ અવતરણમાં “અન્યથા પણ એવા રિવાજો બંધ ન જ પડત એમ અમારું માનવું નથી” – એ શબ્દોને સુજ્ઞજનો મહત્ત્વના ગણશે જ.
૨૨. જુઓ “લીલાંસૂકાં પાન”, ૧૯૪૨, લે. વિજયરાય વૈદ્ય.
૨૩. મુંબઈની એશિયાટિક સોસાયટીની સ્થાપના (૧૮૦૪), મુંબઈ લિટરરી સોસાયટીની જુદી જુદી ભાષાઓનો શબ્દસંગ્રહ તુલનાત્મક અભ્યાસ માટે કરાવવાની યોજના (૧૮૦૬), હિન્દી સ્કૂલ અને સ્કૂલ બુક સોસાઇટીની સ્થાપના (૧૮૨૦). પૂના સંસ્કૃત કૉલેજની સ્થાપના (૧૮૨૧), નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના – મુંબઈ (૧૮૨૨), સૂરતમાં પહેલવહેલું પુસ્તકાલય (૧૮૨૪), સૂરતમાં પહેલવહેલી ગુજરાતી શાળા (૧૮૨૬), ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના (૧૮૩૫), બોર્ડ ઑવ એજ્યુકેશનની સ્થાપના (૧૮૪૦), મુંબઈ એશિયાટિક સોસાયટીના જર્નલનું પ્રકાશન (૧૮૪૧), સૂરતમાં ઇંગ્રેજી સ્કૂલની સ્થાપના (૧૮૪૪), સ્ટુડંટ્સ સોસાઈટી (૧૮૪૭), ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીની સ્થાપના (૧૮૪૮), ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી ગુજરાતમાં પહેલવહેલું વર્તમાનપત્ર અને નેટિવ પુસ્તકાલય (૧૮૪૯), ‘બુદ્ધિપ્રકાશ’ વિદ્યાભ્યાસક મંડળ તરફથી પ્રગટ (૧૮૫૦), એંડ્રુસ લાઇબ્રેરીની સ્થાપના (૧૮૫૦), મુંબઈ ઇલાકાનું કેળવણી ખાતું સ્થપાયું (૧૮૫૫), ‘સત્યપ્રકાશ’નું પ્રકાશન (૧૮૫૫), ‘બુદ્ધિવર્ધક’ માસિકનું પ્રકાશન (૧૮૫૬), મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના (૧૮૫૭), પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજની સ્થાપના (૧૮૬૪), ‘ગુજરાત શાળાપત્ર’નું પ્રકાશન (૧૮૬૪), શ્રી ફૉર્બસ સભાની સ્થાપના (૧૮૬૫), મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજ ફૉર વિમેનની સ્થાપના (૧૮૭૪) વગેરે.
૨૪. મુંબઈમાં ગુજરાતીઓની બુદ્ધિવર્ધક સભા, પછી જ્ઞાનેચ્છુ હિન્દુસભા, પારસીઓની જ્ઞાનપ્રચારક સભા, સત્યશોધક સભા, દક્ષિણીઓની પરમહંસ સભા, દુર્ગારામ મહેતાજીની માનવધર્મસભા (૧૮૪૪), રાજકોટમાં વિદ્યાગુણપ્રકાશક સભા, જૂનાગઢમાં બાળજ્ઞાનોદય સભા, પોરબંદરમાં સુબોધ પ્રકાશક ડિબેટિંગ સોસાયટી, જામનગરમાં મનોરંજક સભા, અમદાવાદમાં બાળલગ્નનિષેધક મંડળી, પુનર્લગ્ન ઍસોસિયેશન વગેરે.
૨૫. ઉપરની મંડળીઓ – સંસ્થાઓ ઉપરાંત ધર્મસભા (૧૮૫૮), પ્રાર્થનાસમાજ – મુંબઈ (૧૮૬૭), પ્રાર્થનાસમાજ – અમદાવાદ (૧૮૭૧), આર્યસમાજ (૧૮૭૫), થિયૉસૉફિકલ સોસાયટી (સ્થાપના અમેરિકામાં, ૧૮૭૫), શ્રી મન્નથુરામ શર્માનું શિષ્યમંડળ અને શ્રેયસ્સાધક અધિકારી વર્ગ દ્વારા ધાર્મિક અને સામાજિક કાર્યો. આ ઉપરાંત સુતરાઉ મિલની સ્થાપના, પુણેમાં સ્વદેશીનું પ્રદર્શન, ઔદ્યોગિક પરિષદ, તાર-ટપાલ અને રેલવેનું આગમન, પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના, કૉંગ્રેસની સ્થાપના વગેરે અનેક ઘટનાઓનું સાંસ્કૃતિક પુનરુત્થાનમાં મહત્ત્વ, – આ બધા માટે જુઓ ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’, ભા.–૧, ૨ અને ૩, ‘સમાજસુધારાનું રેખાદર્શન’, ‘કવીશ્વર દલપતરામ–૧-૨-૩’, ‘દલપતરામ : એક અધ્યયન’, ‘રાજા રામમોહનરાયથી ગાંધીજી’ વગેરે.
૨૬. ઈ. એ. રોસ લખે છે : “જેમ કોઈ ચીજને કાટ ચડવાથી તે ચીજ ઉપર જે અસર થાય, તેવી અસર વિદેશી શાસનને પરિણામે ભારતવાસીઓના ઉચ્ચતર જીવન પર થઈ છે.” (પંડિત સુંદરલાલકૃત ‘ભારતમાં અંગ્રેજી રાજ્ય–૧’માંથી ઉદ્ધૃત, પૃ. ૧૪૫)
૨૭. જુઓ ‘રાજા રામમોહનરાયથી ગાંધીજી’.
૨૮. જુઓ ‘હિન્દ કેમ પાયમાલ થયું ?’માં કાકાસાહેબનો ‘અંગ્રેજી કેળવણી’-વિષયક લેખ. શરૂઆતમાં જ આનંદકુમાર સ્વામીનો અભિપ્રાય ટાંકે છે : ‘આપણે ત્યાં અંગ્રેજી રાજ્યની એવી વિચિત્રતા છે કે જે વસ્તુએ લોકોનું ભારેમાં ભારે નુકસાન કર્યું હોય તે જ વસ્તુઓ આપણે માટે આશીર્વાદરૂપ ભાસે છે. આનો સચોટ દાખલો તે કેળવણી.” (પૃ. ૧૪૫) કાકાસાહેબ “અંગ્રેજી કેળવણી” વિશે સ્પષ્ટ અભિપ્રાય આપતાં લખે છે :
“ટૂંકામાં કહીએ તો અંગ્રેજી કેળવણીને લઈને આપણે પોતાની સંસ્કૃતિ ખોઈ બેઠા, સમાધાન ખોઈ બેઠા, સમાજનો સંપ તોડી નાંખ્યો, સ્વદેશનું ધન પરદેશ મોકલ્યું, હીન બની પારકાઓની જાત જાતની ગુલામી કરી અને સ્વરાજના રસ્તામાં મોટા અંતરાયરૂપ થઈ પડ્યા. એ બધા દોષો દીવા જેટલા સ્પષ્ટ હોવા છતાં આપણે તે જોઈ શકતા નથી એ પણ એ કેળવણીની જ અસર. હિન્દની પાયમાલીનાં બીજાં બધાં કારણો લોકો સહેલાઈથી સ્વીકારશે, પણ અંગ્રેજી કેળવણી પણ આપણી પાયમાલીનું એક મોટું કારણ છે એમ કહેતાં કેટલાંય લોકો પોતાનો સખત વિરોધ જાહેર કરશે, એ દેખીતું છે; કેમ કે બીજાં કારણોની અસર આપણા પોશાક પર, આપણા ગજવા પર, આપણી કુટુંબવ્યવસ્થા પર અથવા આપણી તંદુરસ્તી પર થઈ હશે, પણ અંગ્રેજી કેળવણીની અસર તો આપણાં મગજ અને હૈયાં ઉપર જ થઈ છે.”
(હિન્દ કેમ પાયમાલ થયું ?, પૃ. ૧૫૩)
આ સંદર્ભમાં રવીન્દ્રનાથની ‘પૂર્વ અને પશ્ચિમ’ લેખમાળા પણ જોવી ઘટે.
૨૯. જુઓ ‘નવલગ્રંથાવલિ’, ૧૯૩૭, પૃ. ૪૬૯–૪૭૫).
૩૦. વધુ માટે જુઓ ‘હિન્દ કેમ પાયમાલ થયું ?’ (સં. નરહરિ પરીખ) અને ‘બ્રિટિશ હિન્દુસ્તાનનો આર્થિક ઇતિહાસ’ (રમેશચંદ્ર દત્તના અંગ્રેજી પુસ્તક પરથી લખનાર ઉત્તમલાલ ત્રિવેદી).
૩૧. હિન્દ પાયમાલ કેમ થયું ?, પૃ. ૧૨૨.
૩૨. નવલગ્રંથાવલિ, ૧૯૩૭, પૃ. ૪૭૬.
૩૩. “નર્મદ, મનસુખ, મણિ ગટુલાલા, ગુજરાતી,
ગોવર્ધન વળી ગુપ્ત લડે થઈ રક્ષક સાથી,
તેથી સુધારો થયો જરા જખમી મુંબઈમાં,
રક્ષક મત બળવાન, ઘૂમ્યો નડિયાદ સુરતમાં.”
– વલ્લભદાસ પોપટભાઈ
(‘બુદ્ધિપ્રકાશ’, પુ. ૩૮, અં. ૮, પૃ. ૧૮૬)
૩૪. દુર્ગારામ મહેતાજી વગેરે સુરતના પાંચ દદ્દા, રણછોડલાલ ઝવેરી, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, તુળજાશંકર મહેતા, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ, ભોળાનાથ સારાભાઈ, નર્મદાશંકર, દલપતરામ, નવલરામ, મણિશંકર કીકાણી, પ્રાણજીવન હરિવલ્લભદાસ, રણછોડલાલ છોટાલાલ, પ્રાણલાલ મથુરાદાસ, ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, લાલશંકર ઉમિયાશંકર, રણછોડલાલ ઉદયરામ, કેશવલાલ વકીલ, વલ્લભજી હરિદત્ત આચાર્ય, વલ્લભદાસ પોપટભાઈ શેઠ, હરગોવિંદદાસ કાંટાવાળા, શેઠ ગોકુલદાસ તેજપાલ, દાદાભાઈ નવરોજી, ડૉ. ભાઉ દાજી, નંદશંકર તથા દયાનંદ, મન:સુખરામ, મણિલાલ નભુભાઈ વગેરે અનેક એક યા બીજી રીતે સમાજસુધારાના કાર્યમાં સહાયભૂત થયા છે. વધુ માટે જુઓ ‘દલપતરામ : એક અધ્યયન’નું પહેલું પ્રકરણ.
૩૫. વધુ માટે જુઓ ‘સમાજસુધારાનું રેખાદર્શન’, ૧૯૩૪, પૃ. ૧૫૩.
૩૬. કનૈયાલાલ મા. મુનશી લખે છે : “પરસંસ્કારનું વિષ આપણી રગોમાં પ્રસરવા માંડ્યું. ઘરો ભંગાવ્યાં, કુટુંબો તૂટ્યાં, નાતો તૂટી, ભાવનાની ભ્રષ્ટતા દાખલ થઈ, સંયમ ગયો ને ગૌરવ ગયું, આપણને ખાતરી થઈ કે આપણે નાલાયકમાં નાલાયક છીએ, ને આ પરસંસ્કારનાં ઝાંઝવાં જોઈ તરસ છિપાવવાની આશા રાખી, નિરાધારીમાં અને અધમતામાં, આપણે પરાશ્રયી ઉદ્ધારનાં નિર્જીવ સ્વપ્નાં જોઈ રહ્યાં.”
(ગુજરાતની અસ્મિતા, પૃ. ૬૬–૬૭)
૩૭. ‘મહારાજ લાયબલ કેસ’ જેવી ઘટનાઓ પણ અત્રે યાદ કરવી જોઈએ. એ ઘટના રૂઢિગ્રસ્ત ધર્મ સામેના બંધારણીય નૈતિક વિદ્રોહ તરીકે ખૂબ મહત્ત્વની છે. ધર્મસંસ્થા પાસેથી નીતિની અપેક્ષા, સત્ય માટેનો ભારે પક્ષપાત એમાં વ્યંજિત થાય છે. ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે ધર્મ એ ગાંધીયુગીન સમીકરણ તરફના પ્રસ્થાનના આરંભકાળે બનેલી આ ઘટના ખૂબ મહત્ત્વની લેખાય. ભોળાનાથ, રમણભાઈ, નરસિંહરાવ વગેરે તો બીજી બાજુ મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર વગેરેએ ધર્મ અને નીતિના સમીકરણસંબંધને સિદ્ધ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. ન્હાનાલાલે તો એની બુલંદ સૂત્રાવલિ રચી આપી.
૩૮. જુઓ ‘પૂજા અને પરીક્ષા’ (૧૯૬૨)માં “પંડિતયુગ” – એ પ્રકરણ. વિ. મ. ભટ્ટ લખે છે : “સુધારકયુગમાં આપણી પ્રજા પાશ્ચાત્ય સાહિત્ય સાથે પહેલવહેલી સંપર્કમાં આવી અને તેને પરિણામે એ સૈકાઓની ઘોર નિદ્રામાંથી જાગી આંખો ચોળી ‘બહાવરું બહાવરું’ જોવા લાગી. આ એની પહેલી જાગૃતિ. પણ એ જાગૃતિ એકાંગી અને અધૂરી હતી, કેમ કે એમાં પૂરી સ્વસ્થતા હજુ નહોતી આવી અને નવીન જાગૃતિને લીધે ચડેલું ઘેન હજી પૂરું નહોતું ઊતર્યું. એ ઘેન પૂરેપૂરું ઉતાર્યું તે આ સંસ્કૃત સાહિત્ય અને એ સાહિત્યમાં પ્રતિબિંબિત થયેલી પ્રાચીન સંસ્કૃતિના પરિચયે. બીજી રીતે કહીએ તો સુધારકયુગ એ આપણા અર્વાચીન સાહિત્યનો બાલ્યકાળ હતો. એમાં આપણે પશ્ચિમની સઘળી નીતિરીતિ તરફ બાલકના જેવા અહોભાવથી જોતા અને એમના આભારવિચારનું બાલકના જેટલા મુગ્ધભાવથી અનુકરણ કરવા પ્રયત્ન કરતા.”
૩૯. ‘ભૂતનિબંધ’ (૧૮૫૦), ‘ડાકણ વિષે નિબંધ (૧૮૫૬), ‘બાળવિવાહ નિબંધ’, ‘પુનર્વિવાહ નિબંધ’ (૧૮૫૭), ‘જ્ઞાતિનિબંધ’ (૧૮૫૨), ‘જમણવાર વિષે નિબંધ’ (૧૮૭૨), ‘કજોડા દુખદર્શક નાટક’ (૧૮૭૨), ‘વૈધવ્યચિત્ર’ (૧૮૫૯), ‘છોકરાઓને ઘરેણું પહેરાવે છે તે વિષે’ (૧૮૫૬), ‘કેફ’ (૧૮૫૫), ‘રોવાકૂટવાની ઘેલાઈ’ (૧૮૫૦) વગેરે આવા પ્રકારના લખાણમાં ચર્ચ્યમાન વસ્તુની મર્યાદાઓ જણાવી – ખંડન કરી નવી વસ્તુઓ સ્વીકારવાનો અનુરોધ છે. ‘મંડળી મળવાથી થતા લાભ’ (૧૮૫૧), ‘દેશાભિમાન’ (૧૮૫૬), ‘સંપ વિષે’ (૧૮૫૯), ‘સંપલક્ષ્મી સંવાદ’ (૧૮૫૧), ‘સ્ત્રીકેળવણી’ (૧૮૫૧), ‘દેશાટન’ (૧૮૫૩), ‘હુન્નરખાનની ચઢાઈ’ (૧૮૫૧) વગેરેમાં રચનાત્મક રીતે નવાં વલણો માટેનો પ્રચાર છે. ‘આજકાલનો સુધારો કે રમણીય ભયંકરતા’, ‘વિલાયતી વિલાસમાં ફૅશનબાઈ ખલાસ’, ‘નવો જમાનો અમૃત કે ઝેર ?’, ‘એમ.એ. બના કે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી ?’ વગેરે સાહિત્યમાં સુધારા સામેનો ભય પણ વ્યક્ત થયો છે. વધુ માટે જુઓ ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ અને ‘સમાજસુધારાનું રેખાદર્શન’.
૪૦. જુઓ પાદટીપ ક્રમાંક : ૨૪.
૪૧. નંદશંકર કહે છે : “બુદ્ધિવાદ એ જ હમારો ‘ઉઘડતલ’ (Open Sesame) રૂપી મંત્ર હતો.”
(નંદશંકર જીવનચિત્ર, ૧૯૧૬, પૃ. ૮૪)
૪૨. જુઓ ‘કલ્યાણગ્રામથી સેવાગ્રામ’ લેખ, ‘સંસ્કૃતિ’, મે, ૧૯૭૩, પૃ. ૧૮૨–૧૮૬.
૪૩. નવલગ્રંથાવલિ, સં. નરહરિ પરીખ, ૧૯૬૬, પૃ. ૨૭૮.
૪૪. જૂનું નર્મગદ્ય, પુસ્તક ૧લું, ૧૯૧૨, પૃ. ૩૪૬–૩૪૭.
૪૪-૧. એમ ન હોત તો ‘સમર્થ ઉપકવિ’ દલપતરામ ‘કવીશ્વર’નું બિરુદ પામી શક્યા હોત ?
૪૫. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૬.
૪૬. ૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૭–૮.
૨. ‘અર્વાચીન કવિતા’(૧૯૫૩)માં પણ સુન્દરમ્ કહે છે : ‘આ વ્યાપારમાં (કવિતાના) લેખક કે ભાવક બેમાંથી એકે તરફથી કાવ્યકળાની ઊંચી અભિજ્ઞતા બહુ દેખાડાતી નથી, છતાં તે બંનેની અભિમુખતા સાચી લાગે છે.” (પૃ. ૩)
૪૭. મદનમોહના, ૧૯૭૨, સં. અનંતરાય રાવળ, પૃ. ૧૭૧.
૪૮. નગીનદાસે ‘રોજિંદા જીવનનું વ્યાકરણ’ નામના લેખમાં ડૉ. મૉટેને ગાંધીજીએ જે જવાબ આપેલો તેની નોંધ છે. મૉટેએ પ્રશ્ન કરેલો : “તમારા કાર્યમાં તમને મોટામાં મોટી મુશ્કેલી કઈ નડી ?”
ગાંધીજીએ જવાબ આપ્યો : “ભણેલાઓની નઠોરતા.” (‘બુદ્ધિપ્રકાશ’, ઑક્ટોબર, પૃ. ૩૫૩)
૪૯. ગાંધીજીએ બારમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી બોલતાં કેટલીક માર્મિક વાતો કરેલી. તેમણે કહેલું : “....મારી પાસેના કૂવા ઉપર કોસ ચલાવનાર કોસિયો કેવી ભાષા વાપરે છે એની એને ખબર નથી. એ ગાળ બોલે છે એનું એને ભાન નથી. તેને હું શું કહું ? કવિ હોય તે એની પાસે જાય. મુનશી તો નવલકથાકાર રહ્યા, એ તો જઈ ન શકે. અદ્ભુત કળાકાર હોય તો એની પાસે જઈને એને સમજાવી શકે. બે શબ્દ અહીં ટિકાડ્યા, બે શબ્દ ત્યાં ટિકાડ્યા અને એવું કહે કે પેલો ઝીલી શકે એવું હોય..... આપણે સાહિત્ય કોને માટે રચીશું ? કસ્તૂરભાઈ ઍન્ડ કંપની માટે, કે અંબાલાલભાઈ કે સર ચિનુભાઈ માટે ? એમની પાસે તો પૈસા છે, એટલે ગમેતેટલા સાહિત્યકારો રાખી શકે છે, ગમે તેટલાં પુસ્તકાલયો વસાવી શકે છે. પણ પેલા કોસિયાનું શું ?... હૈયું કઠણ કરું છું પણ એ સેંગાંવ – ત્યાંનાં હાડપિંજરો જોઉં છું ત્યારે મને તમારું સાહિત્ય રેઢિયાળ લાગે છે. આનંદશંકરભાઈ પાસે મેં સો પુસ્તકો માગ્યાં. એમણે મહેનત કરીને મને મોકલ્યાં. પણ એ પુસ્તકોને હું શું કરું ? ત્યાં શી રીતે લઈ જઉં ?”
(ગુજરાતી સાહિત્ય સંમેલન–૧૨મું – અહેવાલ, પૃ ૨૫, ૨૮)
ગાંધીજીની આ વાતનો પ્રતિકાર કરતાં ગાંધીજી વગેરેની ભાષા જ લોકગમ્ય કેટલી એ પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો, પરંતુ એથી કંઈ ગાંધીજીની વાત તૂટી જતી નથી એ તો સ્પષ્ટ છે.
૫૦. ``आपरितोषाद्‌विदुषां साधु न मन्ये मे प्रयोगविज्ञानम् – તે આ યુગનો આદર્શ ખરો, પણ આ આદર્શની ઉપાસનામાં એક મુખ્ય ત્રુટિ રહી ગઈ. આ ત્રુટિને લીધે લોકોની સાથે વિદ્વાનોના પણ પરિતોષની સાધનાને બદલે લોકો તરફ ઉપેક્ષા થઈ અને વિદ્વાનોનું જ સમારાધન થયું.” – મનસુખલાલ ઝવેરી (‘થોડા વિવેચનલેખો’, ૧૯૫૯, પૃ. ૨૫૭)
૫૧. રા. વિ. પાઠક લખે છે : “...આ બધાને પરિણામે સ્થૂલ દૃષ્ટિએ એમ કહી શકાય કે કાવ્યસંબંધી મતમતાંતરનું એક ચક્ર પૂરું કરીને આપણે દલપત-નર્મદના સમય ઉપર પાછા આવ્યા છીએ. દલપત-નર્મદના વખતમાં મનાતું કે ગમે તે વિષય ઉપર કાવ્ય થઈ શકે, ગમે તે વક્તવ્ય કાવ્યમાં મૂકી શકાય. અને અત્યારે પણ એ જ સ્થિતિએ આપણે લગભગ છીએ. ઇતિહાસનું પુનરાવર્તન થાય છે કે શું ? પણ ઇતિહાસનું પુનરાવર્તન કદી થતું નથી. માનવગતિ કદાચ ગોળ લાગે ખરી, પણ તે ડુંગર ફરતા ગોળ રસ્તા જેવી છે. તે ગોળ છે પણ ઊર્ધ્વગામી છે. આ જમાનાના સ્વરૂપના વિચારો ભલે દલપત-નર્મદના પ્રારંભ જેવા લાગે, પણ એ પ્રારંભ પછી તો દલપત-નર્મદ બંને કાવ્યની ઝડીઓ વરસ્યા, ક્લાન્ત અને કલાપીએ પોતાનાં દિલદર્દ ગાયાં, નરસિંહરાવ કાન્ત અને બલવન્તરાયે અનેક નવા ફૂલછોડો ઉછેરી બતાવ્યા, પ્રેમભક્તિએ વસંતવૈતાલિક કોકિલો ટહુકાવી મૂક્યા, હરિ હર્ષદ ધ્રુવ અને ખબરદારે વીરરસની હોરી-લાવણી ગાયાં, અને દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ, આચાર્ય શ્રી આનંદશંકરભાઈએ, શ્રી નરસિંહરાવભાઈએ, અને પ્રો. બલવન્તરાય ઠાકોરે અનેક દૃષ્ટિએ વિવેચના કરીને આપણી સાહિત્યભૂમિને ખેડીને સમૃદ્ધ કરી મૂકી છે. આટલું થયા પછી, તે પહેલાંની ઐતિહાસિક સ્થિતિ પાછી આવે તે અશક્ય છે. નવા જમાનાને આ બધાનો વારસો મળ્યો છે અને એ સઘળા વારસા સાથે નવા કવિતાલેખકો કાવ્યક્ષેત્રમાં અનેક નવા પ્રયોગો અત્યારે કરે છે, અને આ આપણો કાવ્યપ્રવાહ, તેનાં જુદાં જુદાં વહેણોનાં લક્ષણો જોવાં એ એક ઘણો જ બોધક અને રસદાયક અભ્યાસ છે.”
(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૨૫–૨૬)
૫૨. Subjective poetry માટે પણ “અહંલક્ષી કવિતા” પર્યાય કદાચ વધુ યોગ્ય છે. ‘સ્વાનુભવરસિક કવિતા’ પર્યાય પણ સારો છે. રામપ્રસાદ બક્ષીએ તાજેતરમાં પ્રગટ થયેલા ‘– અને સાહિત્ય’ ગ્રંથમાં Subjective poetry માટે ‘સ્વસંવેદનાત્મક કવિતા’ એવો પર્યાય યોજ્યો છે, જે પણ આવકાર્ય છે.
૫૩. વિજયરાય વૈદ્ય કહે છે : “એ નર્મદયુગનો અર્ક જો ‘ચંચળતા’ શબ્દમાં આવી જાય છે, તો ગોવર્ધનયુગનો ‘ગંભીરતા’ શબ્દમાં આવી જાય છે.”
(ગુજરાતી સાહિત્યની રૂપરેખા–૩, ૧૯૭૩, પૃ. ૬)
૫૪. અર્વાચીન કવિતા, ૧૯૫૩, પૃ. ૧૪૫–૬.
૫૫. અનાર્યનાં અડપલાં, ૧૯૫૫, પૃ. ૯૩–૧૩૦.
૫૬. આ ‘પંડિતયુગ’ શબ્દના ઔચિત્યની આપણે ત્યાં ચર્ચા થઈ છે. શ્રી ધીરુભાઈ ઠાકર ‘પંડિતયુગ’ને બદલે ‘સાક્ષર પેઢી’ જેવા શબ્દપ્રયોગના પક્ષપાતી છે, કેમ કે, ‘યુગ’ શબ્દ સમયના બૃહદ વ્યાપને અનુલક્ષતો શબ્દ છે. ઉમાશંકર ‘પંડિતયુગ’ એ નામકરણના વિરોધી છે. એમનો વિરોધ સમજી શકાય એમ છે. ‘પંડિતયુગ’ શબ્દથી પંડિતો કેવળ ‘પંડિતયુગ’માં હતા એવો ભ્રમ પેદા ન થવો જોઈએ. વળી ‘પંડિતયુગ’ શબ્દથી એ જમાનાની જે બધી વિલક્ષણતાઓ છે તેમનું સમુચિત વર્ણન થતું નથી. જોકે ‘પંડિતયુગ’ શબ્દ હવે એટલો રૂઢ છે કે રૂઢિબળના જોરે હવે એ શબ્દ વપરાતો રહે તો તેથી ઇષ્ટ અર્થબોધમાં હવે કોઈ મુશ્કેલી આવે એવું લાગતું નથી.
* વિદ્યાપીઠ-વાસરી “ ’૩૧માં ડોકિયું” શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે; અને પત્રો પ્રકાશિત થવામાં છે. – ચં૰
૫૭. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૧૭.
૫૮. નરસિંહરાવ કહે છે : “કવિતાના ચિરસ્થાયી વિષયો – માનવહૃદયનાં અને સૃષ્ટિનાં ઊંડાણો અને સંચલનો – તે તો કવિત્વનાં સનાતન તત્ત્વો જોડે નિરંતર જોડાયેલાં હોઈ એ વિષયની કવિતા સર્વકાલીન થવાને પાત્ર ગણાશે.”
(‘કુસુમમાલા’ની ચોથી આવૃત્તિની પ્રસ્તાવના, ‘કુસુમમાલા’, ૧૯૫૩, પૃ. ૭)
૫૯. આનંદશંકર ધ્રુવ, જુઓ ‘કાવ્યતત્ત્વવિચાર’, ૧૯૩૯, પૃ. ૧૯–૩૬.
૬૦. ‘થોડાંક રસદર્શનો : સાહિત્ય અને ભક્તિનાં’ (૧૯૩૩)માં ‘સાહિત્યનું સ્વરૂપ’ એ ખંડ જુઓ, પૃ. ૧૧–૨૩.
Commitment માટે વિષ્ણુપ્રસાદ ‘પ્રતિબદ્ધતા’ને બદલે ‘અનુબદ્ધતા’ શબ્દ ચીંધે છે.
૬૧. ``The present period commencee with the beginning of the European War in ૧૯૧૪. In these twenty years, Gujarat has been transformed from a small province of India into the home of heroic people, who, leading the movement for Indian freedom, occupy an outstanding position in the world. Two great influences brought about this miracle : The world situation and Mahatma Gandhi. Interacting, they have changed values in every sphere of life including literature and culture.'' – K. H. Munshi (`Gujarat and Its Literature' : ૧૯૩૫, p. ૩૦૭)
૬૨. ગુજરાતમાં ગાંધીયુગ, ૧૯૬૮, પૃ. ૬૮ અને ૭૨. કાકાસાહેબ લખે છે : “ગાંધીજીએ આમ શાંત રીતે એક આખો જમાનો બદલી નાખ્યો અને જાણે કોઈને એની ખબર ન પડી.” (પૃ. ૬૮)
૬૩. ‘અર્વાચીન કવિતા’ (૧૯૫૩)માં સુન્દરમ્ લખે છે : “નવીન યુગને પણ પ્રેમ, સૌન્દર્ય, શાંતિ, સર્વજનહિત વગેરે જોઈતાં હતાં; પણ તેની માગણીઓ વધારે ગંભીર, વાસ્તવિકતા ઉપર અને સાથે સાથે નિરામય વિશુદ્ધ સત્ય ઉપર પ્રતિષ્ઠિત હતી. અને તેથી તેણે જીવનના વિસંવાદોનો, સંઘર્ષોનો સમન્વય સાધવાને પોતાની જ રીતે નવા પ્રયત્નો શરૂ કર્યા.” (પૃ. ૪૭૬)
૬૪. “ગાંધીયુગમાં ગાંધીજીની અને દેશના બધા જ પ્રાંતના અનેક દેશસેવકોની તપસ્યાની પરિણતિ દેખાઈ આવે છે. લોકમાન્ય તિલક, રાનડે, ગોખલે, ભાંડારકર, રવીન્દ્રનાથ, અરવિંદ ઘોષ, સ્વામી વિવેકાનંદ, લાલા લજપતરાય, હરદયાળ, મિસિસ બેસંટ, સર રાધાકૃષ્ણન, આનંદકુમાર સ્વામી, ભગિની નિવેદિતા ઇત્યાદિ અનેક સમાજસેવકોએ જે ચિંતન અને પરાક્રમ કેળવ્યાં તેનો પરિપાક તે ગાંધીયુગ છે; ગાંધીજીને હું એકાકી ભારતસેવક ગણતો નથી. એમની પ્રતિભા રાષ્ટ્રની આ જુદી જુદી શક્તિઓનો સમન્વય કરી શકી અને એને લોકજાગૃતિ, ધર્મસંસ્કરણ અને સ્વરાજ્યપ્રાપ્તિની દિશાએ એકાગ્ર કરી શકી એ જ એમની વિશેષતા. ગાંધીયુગના પાયામાં અનેક વસ્તુઓ સાથે સાક્ષરોની સાહિત્યસેવાઓને પણ સ્થાન છે જ. ગાંધીયુગનો મહિમા એ કંઈ એકલા ગાંધીજીનો મહિમા નથી. એ તો ભારતવર્ષના ભાગ્યોદયનો મહિમા છે. ગાંધીજીનું નામ તો સંજ્ઞારૂપે અને અન્વર્થક છે.”
– કાકાસાહેબ (જીવનભારતી, ૧૯૩૭, પૃ. ૨૮)
* એમના વિશેની કેટલીક આત્મકથનાત્મક સામગ્રી સદ્ભાગ્યે, ‘થોડુંક અંગત’ (૧૯૯૯) મથાળે ડૉ. સ્વાતિ જોશી દ્વારા એક ગ્રંથરૂપે સંપાદિત થઈ છે.
૬૫. ‘તમે પતિતમાં, દરિદ્રજનમાં દીઠા દેવને !’ – ઉમાશંકર (વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૬)
૬૬. આ પ્રયોગોએ જ ઉમાશંકરને ‘અમારા સ્વાતંત્ર્યે પ્રગટ જનબંધુત્વ સમતા !’ કહેવા પ્રેર્યા. (વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૫)
૬૭. “હું માનું છું કે ગાંધીયુગની વૈચારિક પૃષ્ઠભૂમિકાથી પ્રારંભ કરવો હોય તો મારે સુરત કૉન્ગ્રેસથી જ પ્રારંભ કરવો જોઈએ...... અને અન્યાયની સામે થવાની સત્યાગ્રહની નવી અનન્ય સાધના લઈને તેઓ ૧૯૧૫માં ભારત આવ્યા ત્યારથી ગાંધીયુગનો પૂરો પ્રારંભ ગણાય. જોકે ખરું જોતાં ગાંધીયુગનો દૃશ્ય પ્રારંભ ૧૯૨૦થી ગણવો જોઈએ. કેમ કે તે વખતે જ રાજદ્વારી, ધાર્મિક, સામાજિક, સાહિત્યિક, વ્યાપક રીતે કેળવણી વિષયક અને આર્થિક બધાં જ ક્ષેત્રોમાં ગાંધીજીની અસર શરૂ થયેલી.”
– કાકાસાહેબ (ગુજરાતમાં ગાંધીયુગ, ૧૯૬૮, પૃ. ૭)
કાકાસાહેબ ૧૯૧૦થી ૧૯૨૦નો ગાળો ગાંધીવિચારની ભૂમિકારૂપે સ્વીકારે છે. સુન્દરમ્ અર્વાચીન કવિતાના ત્રીજા સ્તબકનો – ગાંધીયુગીન કવિતાનો પ્રારંભ ૧૯૩૧થી લેખે છે. જે પરિબળોએ સાહિત્યાદિ ક્ષેત્રો પર પ્રભાવ પાથર્યો તેનો ઉદ્ભવ – વિકાસ ધ્યાનમાં લેતાં ૧૯૧૫થી ગાંધીયુગનો આરંભ ગણવામાં વાંધો આવતો નથી. બળવંતરાય ૧૯૨૦ને ગાંધીયુગના પ્રારંભબિન્દુ તરીકે સ્વીકારે છે. આમ ૧૯૧૦થી ૧૯૩૦ સુધીના બે દાયકા વચ્ચે ગાંધીયુગનું પ્રારંભબિંદુ નિશ્ચિત કરવાનો પ્રયત્ન થયો છે.
૬૮. “He entered the very stuff of our minds and spirits and changed them and moulded them. The Gandhi generation will pass away, but the stuff will remain and will affect each succeeding generation, for it has become a part of India’s spirit.” – Jawaharlal Nehru (Harijan, February ૧૫, ૧૯૪૮).
૬૯. “..... શારદાપીઠપ્રેરિત સાક્ષરયુગ વા ગોવર્ધનયુગ અને વિદ્યાપીઠપ્રેરિત સાક્ષરયુગ વા ગાંધીયુગ સાથે સાથે અત્યારે વહી રહ્યા છે, એ મ્હારું અધીન મત હું બનતી સ્પષ્ટતાએ જાહેર કરું છું.”
– બ. ક. ઠાકોર (નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, પૃ. ૧૨)
૭૦. ગાંધીજી જીવ્યા એ સમય દરમ્યાન જ ‘ગાંધીયુગ’ એવો ‘ગાંધીયુગ’નો અર્થ થતો નથી. જે મૂલ્યોની ગાંધીજીએ પ્રતિષ્ઠા કરી એ મૂલ્યોનો યુગ તે જ ગાંધીયુગ. તેથી જ કાકાસાહેબ લખે છે : “યંત્રો આવવાથી ગાંધીપણું મટવાનું નથી. જો શોષણ ટકે અને સંસ્કૃતિ ક્ષીણ થાય તો જ સર્વોદય લજવાશે. સત્ય, સંયમ, અહિંસા, સમન્વય, સહયોગ, શાંતિ અને સર્વોદય એ જ હશે ગાંધીયુગની ખાસિયત અને ખુશબો.”
– કાકાસાહેબ (ગુજરાતમાં ગાંધીયુગ, પૃ. ૧૦૯)
૭૧. જેમ ગાંધીજીએ તેમ રવીન્દ્રનાથ ને શ્રીઅરવિંદે પણ ભારતીય સંસ્કૃતિના આત્માને પ્રગાઢપણે પિછાણ્યો હતો. આ યાદીમાં અનેક બીજાં નામ પણ ઉમેરી શકાય. ભારતીય સંસ્કૃતિના આત્માને પિછાણી, વિશ્વને તેનું સચોટ ને સરળ રીતે અભિજ્ઞાન કરાવનારાઓમાં ગાંધીજી, રવીન્દ્રનાથ ને શ્રીઅરવિંદને ખાસ ગણવા પડે. ગાંધીજીએ વ્યવહારજીવનને માર્ગે, રવીન્દ્રનાથે કલાજીવનને માર્ગે, ને શ્રીઅરવિંદે અધ્યાત્મજીવનને માર્ગે આ મહાન અને રમણીય અભિજ્ઞાનવિધિનો ઉપક્રમ યોજી આપ્યો. ત્રણેયને કલા, અધ્યાત્મ ને વ્યવહારજીવન સાથે સૂક્ષ્મ સબળ સંબંધ હતો તે સુજ્ઞોને જણાવવાની ભાગ્યે જ જરૂર પડે.
૭૨. `Nehru on Gandhi', P. ૧૩૨.
૭૩. ``he has been what one may call a writers' writer. While he produced no creative work of his own, he inspired creativity on a scale surpassed by none. Some part of the best writing everywhere in India bears his counter-signature. There are certain substances known as catalytic agents; their mere presence helps the process of chemical fusion of other subatsnces in the crucible and something new is produced. Gandhi, no oreative artist (he lived in an aura of creative thought, but that was a different matter), brought about this catalysis in Indian literature, which gained in depth and dimension by his advent.'' – Bhavani Bhattacharya (Gandhi, the Writer, ૧૯૬૯, P. ૨૨૪)
૭૪. સુન્દરમ્ (કાવ્યમંગલા, ૧૯૬૪, પૃ. ૮૫).
૭૫. ઉમાશંકર (ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૪૩).
૭૬. “હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની,
ને જે અસુંદર, રહી તેહ સર્વને,
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.”
– સુન્દરમ્ (વસુધા, ૧૯૬૪, પૃ. ૧૬૧)
૭૭. ન્હાનાલાલનું ‘ઇન્દુકુમાર ભાગ–૧’(૧૯૪૩)માંનું “ધૂમકેતુનું ગીત” (પૃ. ૮૨-૩) અને સુન્દરમનું “ધૂમકેતુ” (કાવ્યમંગલા, ૧૯૬૪, પૃ. ૧૦૪) કાવ્ય સરખાવતાં બંને કવિઓના યુગભેદની લાક્ષણિકતાઓ તુરત જ દૃષ્ટિગોચર થશે. વસ્તુ પ્રત્યેનો અભિગમ, વસ્તુ રજૂ કરવાની રીતિ, વસ્તુ દ્વારા થતી ઉભય કવિઓની આશય-સિદ્ધિ સરખાવી જોવાથી – આ બંને કવિઓની – એ દ્વારા બે જમાનાઓની કવિતાની વિલક્ષણતાઓ સ્પષ્ટ રીતે નજર સમક્ષ તરી આવે છે.
૭૮. જુઓ સુન્દરમ્નું ‘ધ્રુવપદ ક્યહીં ?’ કાવ્ય, (કાવ્યમંગલા, ૧૯૬૪, પૃ. ૧૧૭–૧૨૦)
૭૯. જુઓ ઉમાશંકરનું ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ કાવ્ય, (નિશીથ, ૧૯૬૨, પૃ. ૧૧૦)
૮૦. આનંદશંકર એક સ્થળે “ગાંધીજીની આત્મકથાના યુગમાં યુવકવર્ગ સત્ય – કડવાં અને દુ:ખદ સત્ય પણ – ડાહ્યાં અસત્ય કરતાં વધારે પસંદ કરે એમાં નવાઈ નથી.” એમ લખે છે. અહીં “ગાંધીજીની આત્મકથાના યુગમાં” શબ્દો ખાસ નોંધવા જેવા ગણાય. (સાહિત્યવિચાર, ૧૯૪૭, પૃ. ૫૧૦)
૮૧. “ઘણુંક ઘણું ભાંગવું, પણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હૃદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.”
– સુન્દરમ્ (વસુધા, ૧૯૬૪, પૃ. ૭૦)
૮૨. “ભાઈ મારા ! ગાળીને તોપગોળા,
ઘડો સુઈ-મોચીના સંચ બો’ળા,
ઘડો રાંક રેંટુડાની આરો,
ઘડો દેવ-તંબૂરાના તારો :
હો એરણ બેની ! – ઘણ રે બોલે ને એરણ સાંભળે હો...જી.”
(યુગવંદના, ૧૯૬૪, પૃ. ૬૧)
૮૩. જુઓ સુન્દરમ્કૃત ‘કાવ્યમંગલા’ (૧૯૬૪)માં “એકાંશ દે” (પૃ. ૧), “માનવી માનવ” (પૃ. ૮૫), “ધ્રુવપદ ક્યહીં ?” (પૃ. ૧૧૭) વગેરે કાવ્યો.
૮૪. જુઓ ‘અભિજ્ઞા’ ૧૯૬૭, પૃ. ૧૧-૧૪.
૮૫. જુઓ ‘તીર્થસલિલ’ ૧૯૪૬, પૃ. ૪૯-૮૬.
૮૬. મુનશી કહે છે : ``Mahatma Gandhi has given to Gujarati prose a new sense of power.'' (Gujarat and Its Literature, ૧૯૩૫, P. ૩૧૨)
૮૭. ‘વૃત્તવિવેચનમાં ગાંધીશૈલીએ સર્વતોમુખી ક્રાંતિ જગાડી.’
– રામચંદ્ર શુક્લ (ગુજરાતી સાહિત્ય – એનું મનન અને વિવેચન, પૃ. ૭૮)
{{Poem2Close}}
{{Poem2Close}}