સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અંબાદાસ અગ્નિહોત્રી/મીઠાં વડચકાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
<poem>
{{Poem2Open}}
પ્રોવિડન્ટ ફંડનો હપતો અને ઇન્કમટેક્સ વગેરે કાપીને કેશિયરે મને પગારની નોટો આપી. મેં તે ગણવા માંડી : એક, બે, ત્રણ…અગિયાર…બાર…પંદર…સોળ… અને એકાએક હું અટકી ગયો. આવું કાયમ બને છે. કશુંક ગણવાને પ્રસંગે સોળની સંખ્યા આવતાં હું એકદમ અટકી જાઉં છું અને થોડી વાર સુધી અસ્વસ્થ બની વિચારે ચડી જાઉં છું.

કોઈને લાગશે કે આ બનાવટી વાત છે. પણ મને એવું બનાવટી લખતાં કે બોલતાં આવડતું નથી. લાગણીવેડા પણ મને ગમતા નથી. લોકો મને ખંધો ગણે તો પણ ગણી શકે.

અને છતાં આ સોળની સંખ્યામાં કોઈ એવું અજબગણું રહેલું છે કે એ આવતાં જ મારા હૈયામાં ભારે મૂંઝવણ પેદા થાય છે, વિચારના વંટોળ જાગે છે. ખાસ કરીને રૂપિયા ગણવાના આવે ત્યારે સોળની સંખ્યા આવતાં જ હું થંભી જાઉં છું અને ક્યાંય સુધી બેચેની અનુભવું છું.

વખતે મારી નજર સામે મારી વિદ્યાર્થી-અવસ્થાનું ચિત્ર ખડું થાય છે. આ વાંચનારમાંથી કોઈને પારકે ઘેર મફત દાન તરીકે જમવાની કપરી વેળા આવી હશે કે કેમ એ હું જાણતો નથી. પણ હું એમ ઇચ્છું ખરો કે મારા વેરીને પણ એવા દિવસ જોવા ન પડે. ધર્માદાનું ખાવામાં જે લાચારી, જે અપમાન, જે માનહાનિ વેઠવાં પડે છે, તે અનુભવી લીધા પછી એ નાની વયમાં પણ મેં પ્રતિજ્ઞા લીધી હતી કે, ભલે ગમે તેવું કાચુંકોરું ખાવું પડે, પણ હું મારી મહેનતનું અન્ન જ ખાઈશ. કદાચને બીજાની સહાય માગીશ તો પણ તે પાછી વાળવાની દૃઢ ઇચ્છાથી. અને એ કારણે, ટયૂશન રાખીને કે અન્ય રીતે જાતે કમાઈને ભણવાની અથાગ મહેનત હું કરી રહ્યો હતો. તે દિવસોમાં એક બનાવ બન્યો.

બહુ જ ઓછે ખર્ચે જમાડનારી એક વીશીનું ઠેકાણું દેશપાંડે માસ્તરે મને આપ્યું હતું. હું અંદર દાખલ થતો હતો ત્યાં જ મારે કાને શબ્દો અથડાયા :

“વીશીના બાર રૂપિયા ભરે છે તે ગણાવતા ફરે છે, પણ રોયાનાં પેટ ભીમસેન જેવાં છે તે કોઈને નથી દેખાતાં! ખાવા બેસે તે જાણે પાઈએ પાઈ વસૂલ કરી લેવાની હોયને એમ ગળચશે! ઘીના બે છાંટા ઓછા પડી જાય, તો તરત મોં બગાડે. લૂછી લૂછીને ખાતાં જાય, ને ઉપરથી કહેતા જાય કે ઘી બાસ મારે છે! રોયાવને પાટલેથી ઉઠાડી જ મેલવા જોઈએ!”

Line 53: Line 53:
વાત સાંભળતાં જ ખીસામાંનો હાથ ત્યાં જ રહી ગયો. જાતે કમાઈને મેં આણેલા સોળ રૂપિયા લેનાર હવે કોઈ હતું નહીં!

એ વાતને આજે વર્ષો વીતી ગયાં છે. હું સારી એવી કમાણી કરતો થયો છું. પણ પૈસા ગણવાનો વખત આવતાં સોળની સંખ્યાએ પહોંચતાં જ મારો હાથ અટકી જાય છે…..

(અનુ. ગોપાળરાવ ગ. વિદ્ધાંસ)
{{Right|(અનુ. ગોપાળરાવ ગ. વિદ્ધાંસ)}}
</poem>
{{Poem2Close}}