8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્મરણ| જયદેવ શુક્લ}} <poem> ધૂળથી છવાયેલા ને કાટથી વસાયેલા કાત...") |
No edit summary |

Line 46: | Line 46: | ||
::: તાકી રહી નિ :સહાય… | ::: તાકી રહી નિ :સહાય… | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: સર્જકનાં સુવર્ણમંડિત સ્મૃતિસ્તૂપો… – રાધેશ્યામ શર્મા

{{Poem2Open}} | |||
પૂર્વજલક્ષી કૃતિની પ્રક્રિયા સાથે સાથે કોહવાટના–ડિકેના વ્યાપક પ્રવેશને કળાત્મક રીતિએ વ્યક્ત કરતાં વિરલ કાવ્યોમાં ‘સ્મરણ’ અવિસ્મરણીય. | |||
સ્મરણ શબ્દમાં દૂરવર્તી સંકેત, મરણ શરણ થયેલાં સ્વજનોને ઊંડળમાં લેવાનો પ્રયોગ ડોકાય. | |||
કાવ્યનો પ્રારમ્ભ, ક્ષીણ થતી જતી વાસ્તવિકતાનો પ્રગાઢ અહેસાસ કરાવે છે: | |||
‘ધૂળથી છવાયેલા / ને / કાટથી વસાયેલા કાતરિયામાં / અચાનક રણકી ઊઠ્યો / રત્નજડિત ને રત્નખચિત ચરુ!’ | |||
ધૂળ–કાટના પરિવેશમાં આકસ્મિકપણે અચાનક રત્નજડિત ને રત્નખચિત ચરુ રણકી ઊઠે છે – કાવ્યનાયકના બિન-અંગત કથનમાં. | |||
‘ને’ શબ્દનાં આવર્તન જુઓ: ધૂળ અને કાટને ભારપૂર્વક ‘ને’ સાંકળે છે. | |||
રત્નજડિત તથા રણખચિત શબ્દ વચ્ચે પણ ‘ને’નું વજન અનુભવાશે. કાટથી વસાયેલા, એટલે કે કહોવાટાયેલ કાટથી તાળાબંધ થયેલ કાતરિયા પર કવિનો કૅમેરા ફર્યો છે. | |||
‘કાતરિયામાં’નું કાતરિયુંનો અર્થ તો ઉત્તર ગુજરાતમાં પ્રચલિત છે ‘લાકડાનું એક બેધારું અસ્ત્ર’, સાર્થ જોડણીકોશ પ્રમાણે છેક છાપરાની નીચેનો નીચો મેડો…આવા શબ્દો પણ અત્યારના માહોલમાં લુપ્ત થવા માંડ્યા છે. | |||
આવા કાતરિયામાં રણકી ઊઠેલ ચરુ કાંઈ રત્નજડિત કે રત્નખચિત હોઈ શકે?! | |||
ભાવક જેવો ચરુમાં ડોકિયું કરવા જાય તો શું ભળાય? ‘દાદીમાની નેહભીની આંખ ઝાંખપ ભર્યાં ચશ્માં – જે તાકી રહ્યાં છે. ઝાંખપભર્યાં ચશ્માં પદાર્થ છે, દાદીમા નથી, નેહભીની આંખ તો ક્યાંથી હોય?’ | |||
પિતાશ્રીને પરિલક્ષિત, પ્રત્યક્ષ રૂપે રજૂ કર્યા હોત તો રચના ધારી ઊંચાઈએ ના જાત. | |||
જેઓને પરોક્ષ પ્રિય માન્યા છે, અહીં ‘પિતૃદેવો ભવ’ મંત્રનો રણકાર પર્ણપતનની રીતિએ પામીએ છીએ: ચન્દનવરણા ટીપણામાં સચવાયેલાં ઘડી, પળ, પ્રહર, ચોઘડિયાં, નક્ષત્રો ખરી પડ્યાં ને ખર્યું – | |||
‘આશકાનું ભસ્માંકિત બીલીપત્ર’ | |||
આ ભાવક તો મનના ગભારામાં ગુંજવા લાગ્યો, ત્ર્યંબકમ્ યજામહે… | |||
ટીપણું સુવર્ણ સમું ચન્દનવરણું પણ એની સાથે જ જોડાયું છે જાણે ચિતાભસ્માંકિત આશકાનું બીલીપત્ર. | |||
કાવ્યનાયક નહીં કહી શકે ‘મેરી પાસ માઁ હૈ’ ક્રીડનક દડો જે માતાએ બનાવી આપેલો તે ભલે ગાભાનો હતોપણ આ ઘડીએ હાથમાંથી દડી પડ્યો!’ | |||
(સત્યજિત રેના ‘પથેર પાંચાલી’માં લોટો દડી જવાનું દૃશ્ય અલપઝલપ પલકારામાં ઝબૂકી ઊડી ગયું!) | |||
‘માતૃ દેવો ભવ’ આરાધના બાદ પુનઃ પિતાજી જર્જરિત પોથી સ્વરૂપે સોનેરી પૃષ્ઠો પરના મંત્રોચ્ચારમાં રણક્યા ‘આમ્રમંજરીની જેમ’. | |||
દાદીમા, પિતાજી, માવિહોણું બાળક જાણે અ–નાથ થઈ ચૂક્યું. તે અપલક સ્તબ્ધ થઈ રહ્યું. તૂટેલો અરીસો શિશુના હૃદયભંજનનું પ્રતીક લાગે. પંક્તિની માવજત સ્ફટીકઘન: ‘તૂટેલા અરીસામાં સચવાયેલો બાળકનો અશ્રુભીનો ચહેરો તાકી રહ્યો અપલક.’ | |||
(ગોદાર્દનો ‘ફોર હન્ડ્રેડ બ્લોઝ’નો ફ્રીજ થયેલો શિશુ હીરો ડોકિયું કરી ગયો, હાલપૂરતો) | |||
ફરી પાછો વારો આવ્યો, દાદીમાનો–આ ઑડિયો વિઝુઅલ લસરકામાં: ‘તપખીરની ડબ્બીમાં દબાયેલી છીંકો એકસામટી જાગી.’ | |||
રત્ન-ચંદન–સુવર્ણ–સોનામહોર વ્યતીતરાગ, નૉસ્ટેલ્જિઆના પ્રચ્છન્ન પ્રમાણ છે. કવિ–નાયકનું ફિક્સેશન પણ ગમી જાય: ‘વાચનમાળામાં સાચવીને મૂકેલો સોનામહોર જેવો તડકો વળગી પડ્યો.’ (કહો કે દડો દડી પડ્યો ને તડકો વળગી પડ્યો!) | |||
રત્ન–સુવર્ણનો રણકાર રેલાઈને તાંબાનાં પાત્રો સુધી પ્રસર્યો છે: ‘તાંબાનાં આચમની, પવાલું ને ત્રભાણમાં રણકતો ન રેલાતો / (સંરચનામાં પૂરી કૃતિ ખાતેના ‘ને’ ગણી જોવા). ‘સન્ધ્યાવન્દનનો સંકલ્પ / હોઠ પર ફરક્યો વર્ષો પછી.’ – પંક્તિનો મર્મ શો? પિતૃચેતના–વર્ષો પછી નાયકના હોઠ પર ફરફરાટ દ્વારા પ્રાણમૂર્તિની પ્રતિષ્ઠામાં પરિણમી! | |||
માતૃપિતૃ કથાપુરાણની પૂર્ણાહુતિ એક અજીબોગરીબ વિસ્મય વળાંકથી સંપન્ન થઈ છે. | |||
નાયકના (કે પિતાના?!) ‘સિગારેટના ખોખાંની ચાંદીના ચન્દ્રમાંથી હરણ કૂદ્યું.’ પૌરાણિક સંનિવેશમાંથી મારેલો લૉન્ગજમ્પ ભાવકને પણ ફાળ ભરી દોડવાનું મન કરે ત્યાં તો વર્ણન ‘હરણની ખરીમાંથી રત્નો’ ખરતાં દર્શાવે છે. | |||
આરમ્ભે રત્નજડિત–ખચિત ચરુનો રણકાર ને ઝણકાર, કૃતિના અન્તે સક્યુલર વર્તુળાકાર સર્જે છે જરૂર, પરન્તુ એવો વિનિયોગ ટ્રૅજિક સ્ટ્રોક તરીકે કરવાનું કૌશલ્ય અનોખું છે: | |||
બોદું બોદું હસતી કોડી | |||
તાકી રહી નિઃસહાય. | |||
સુવર્ણા રણકાર ઊડી ગયા, કોડી હસે છે પણ બોદું બોદું અને હવે પૂર્વવત્ અપલક તાકી રહે છે તોય તે સમગ્ર પરિસ્થિતિ વચ્ચે નિતાન્ત નિઃસહાય છે. | |||
ક્ષયિષ્ણુ વાસ્તવને કાવ્ય–આકૃતિમાં ભલે ફ્રેમ કર્યું, પરંતુ સર્જક જયદેવ શુક્લે કવિતાનો આનન્દ સિદ્ધ કરી કોહવાટ સામે યુદ્ધ માંડ્યું છે. | |||
બ્રિટીશ લેખક બ્રીઆન અલડીસ્સનું નિરીક્ષણ યથાર્થ છે: | |||
‘ઑલ આર્ટ ઇઝ અ ફાઇટ અગેન્સ્ટ ડિકે.’ | |||
{{Right|(રચનાને રસ્તે)}} | |||
{{Poem2Close}} | |||