ભારતીય કથાવિશ્વ૧/શુન:શેપ ઉપાખ્યાન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| શુન:શેપ ઉપાખ્યાન | }} {{Poem2Open}} ઇક્ષ્વાકુવંશના વેધસ રાજાના પુ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
ઇક્ષ્વાકુવંશના વેધસ રાજાના પુત્ર રાજર્ષિ હરિશ્ચન્દ્ર નિ:સંતાન હતા. તેમને સો પત્નીઓ હતી પરંતુ તેમાંથી કોઈએ પુત્રને જન્મ ન આપ્યો. તે રાજાને ત્યાં એક વેળા પર્વત અને નારદ ઋષિઓ આવ્યા. રાજાએ નારદને પૂછ્યું, ‘જે મનુષ્ય વિવેકી છે અને જે અવિવેકી છે તે બધા પુત્રની કામના કરે છે. એ પુત્રથી પિતાને શો લાભ થાય છે? હે નારદ, મને આ કહો.’  

એના પ્રત્યુત્તર રૂપે નારદે એક ગાથા કહી, ‘જો પિતા પોતાના જીવનકાળમાં જ સુખપૂર્વક જન્મેલા પુત્રનું મોં જોઈ લે તો તે પિતા પોતાના ઋણને પુત્રમાં સમ્યક્્રૂપમાં સ્થાપી દે છે. આમ તે અમૃતત્વ પામે છે.’
એના પ્રત્યુત્તર રૂપે નારદે એક ગાથા કહી, ‘જો પિતા પોતાના જીવનકાળમાં જ સુખપૂર્વક જન્મેલા પુત્રનું મોં જોઈ લે તો તે પિતા પોતાના ઋણને પુત્રમાં સમ્યકરૂપમાં સ્થાપી દે છે. આમ તે અમૃતત્વ પામે છે.’
બીજી ગાથા કહી, ‘પૃથ્વી પર પ્રાણીઓ માટે જેટલા ભોગ છે, જેટલા જાતવેદમાં છે, જેટલા જળમાં છે તે બધાથી વિશેષ તો પિતા માટે પુત્રમાં ભોગ હોય છે.’  

ત્રીજી ગાથા : ‘સર્વદા માતાપિતા પુત્ર દ્વારા અત્યન્ત દુ:ખને વટાવી જાય છે. કારણ કે પિતા જાતે જ પોતાનામાંથી પોતાને ઉત્પન્ન કરે છે. એટલે પુત્ર પાર ઊતરવા માટે અન્નયુક્ત નૌકા સમાન છે.  

Line 43: Line 43:
રોહિતે વિચાર્યું, ‘બ્રાહ્મણે મને ઘૂમતા રહેવાનું કહ્યું છે.’ એટલે તે ચોથે વર્ષે પણ ઘૂમતો રહ્યો.  

ફરી તે અરણ્યમાંથી નગર તરફ આવવા નીકળ્યો ત્યારે માનવરૂપે ઇન્દ્રે પાસે આવીને કહ્યું, ‘કળિયુગ સૂતેલો રહે છે અને દ્વાપરયુગ જાગતો રહે છે. ત્રેતાયુગ ઊભો રહે છે અને સત્યયુગ ચાલતો રહે છે. એટલે તું ઘૂમતો જ રહે.’  

રોહિતે વિચાર્યું, ‘બ્રાહ્મણે મને ઘૂમતા રહેવાનું કહ્યંુ છે.’ એટલે તે પાંચમે વર્ષે પણ અરણ્યમાં ઘૂમતો રહ્યો.
રોહિતે વિચાર્યું, ‘બ્રાહ્મણે મને ઘૂમતા રહેવાનું કહ્યું છે.’ એટલે તે પાંચમે વર્ષે પણ અરણ્યમાં ઘૂમતો રહ્યો.
ફરી તે અરણ્યમાંથી નગર તરફ જવા નીકળ્યો ત્યારે માનવ રૂપે ઇન્દ્રે પાસે આવીને કહ્યું, ‘પુરુષ ઘૂમતો રહેજે. ઘૂમનાર મધુ અને મધુર ઉદુમ્બર વગેરે ફળ પ્રાપ્ત કરે છે. સૂર્ય સર્વત્ર વિચરણ કરતો હોવા છતાં ક્યારેય આળસ નથી કરતો. તું સૂર્યને જો. એટલે તું ઘૂમતો જ રહે.’

રોહિતે વિચાર્યું, ‘બ્રાહ્મણે મને ઘૂમતા રહેવાનું કહ્યું છે.’ એટલે તે છઠ્ઠે વર્ષે પણ અરણ્યમાં ઘૂમતો રહ્યો. આ અરણ્યમાં ભૂખેતરસે વ્યાકુળ સૂયવસના પુત્ર અજીર્ગતને જોયો.  

તેને ત્રણ પુત્ર હતા. શુન:પુચ્છ, શુન:શેપ અને શુનોલાંગુલ. રોહિતે તે ઋષિને કહ્યું, ‘હે ઋષિ, હું તમને સો ગાય આપીશ. તમારા કોઈ એક પુત્ર દ્વારા હું મુક્ત થઈશ.’ ઋષિએ મોટા પુત્રને પોતાની પાસે રાખીને કહ્યું, ‘તમે મારા મોટા પુત્રને ન લો.’ એ જ રીતે માતાએ નાના પુત્રનો હાથ પકડીને કહ્યું, ‘હું આ પુત્ર નહીં આપું.’ પછી તેઓ વચલો પુત્ર આપવા રાજી થઈ ગયા. એટલે રોહિત સો ગાય આપીને શુન:શેપને લઈ તેની સાથે અરણ્યમાંથી નગર તરફ જવા નીકળ્યો.  

Line 65: Line 65:
વિશ્વદેવોએ તેને કહ્યું, ‘દેવોમાં ઇન્દ્ર સૌથી વધુ તેજસ્વી, બળવાન, સહિષ્ણુ, સત્ત્વશાળી, પાર ઉતારનારા છે. એટલે તું તેમની સ્તુતિ કર. અમે તને છોડી દઈશું.’

તેણે ઇન્દ્રની સ્તુતિ પંદર ઋચાઓ વડે કરી, ‘તમે સોમપાન કરનારા છો, સત્યવાદી છો.’ એમ આ સૂક્ત વડે તથા પછીના સૂક્ત વડે પ્રાર્થના કરી.

સ્તુતિથી પ્રસન્ન થઈને ઇન્દ્રે શુન:શેપ માટે એક સુવર્ણમય રથ મનોમન આપ્યો. તેણે પણ મનોમન એનો સ્વીકાર કર્યો.  

પછી ઇન્દ્રે કહ્યું, ‘તું અશ્વિનીકુમારોની સ્તુતિ કર. પછી અમે તને છોડીશું.’ તેણે ઋચાઓ વડે અશ્વિનીકુમારોને સંતુષ્ટ કર્યા.  

અશ્વિની દેવોએ કહ્યું, ‘તું ઉષાની સ્તુતિ કર. અમે તને છોડી દઈશું.’  

Line 88: Line 88:
વિશ્વામિત્રના સો પુત્રો હતા; પચાસ મધુચ્છન્દાથી મોટા અને પચાસ નાના. પરંતુ મધુચ્છન્દાથી મોટા પુત્રોએ શુન:શેપને ન સ્વીકાર્યો. ત્યારે વિશ્વામિત્રે તે પુત્રોને શાપ આપ્યો. ‘હે પુત્રો, તમારી પુત્રરૂપી પ્રજા ચાંડાલ વગેરે નીચ જાતિની થશે.’  

આમ તે અન્ધ્ર, પુણ્ડ્રા, શબરા, પુલિન્દા અને મૂતંબિ નામની પાંચ નીચ જાતિ થઈ અને ઘણા બધા દસ્યૂઓની સાથે અત્યન્ત નીચ જાતિના લોક વિશ્વામિત્રના સંતાન થયા.  

પચાસ ભાઈઓની સાથે મધુચ્છન્દાએ કહ્યંુ, ‘હે શુન:શેપ, અમારા પિતા વિશ્વામિત્ર તને મોટો પુત્ર માનીને સ્વીકારે છે તે અમે પણ સ્વીકારીએ છીએ. તને મોટો પુત્ર માનીને તને મોટો માનીશું, તારું અનુસરણ કરીશું.’
પચાસ ભાઈઓની સાથે મધુચ્છન્દાએ કહ્યું, ‘હે શુન:શેપ, અમારા પિતા વિશ્વામિત્ર તને મોટો પુત્ર માનીને સ્વીકારે છે તે અમે પણ સ્વીકારીએ છીએ. તને મોટો પુત્ર માનીને તને મોટો માનીશું, તારું અનુસરણ કરીશું.’
વિશ્વામિત્રે મધુચ્છન્દા સમેત પચાસ પુત્રો દ્વારા શુન:શેપને સ્વીકારાયો એટલે પ્રસન્ન થઈ પુત્રોની સ્તુતિ કરી. ‘હે પુત્રો, તમે મારા અભિપ્રાયને અનુકૂળ રહીને મને શૂરવીર પુત્રયુક્ત કર્યો છે તેવી રીતે તમે વધુ પશુપુત્ર ધનયુક્ત બનો. હે ગાધિપુત્રો, અગ્રગામી દેવરાતના સાન્નિધ્યમાં તમે બધા વીર પુત્રોવાળા થાઓ. બધાના આરાધ્ય બનો. હે પુત્રો, આ દેવરાત તમને સન્માર્ગનું અધ્યાપન કરાવશે. હે કુશિકના વંશજો, આ દેવરાત તમારો મોટો ભાઈ છે, તમે આ વીર દેવરાતનું અનુગમન કરો. મારો ઉત્તરાધિકારી થઈ તે તમને પ્રાપ્ત કરશે, આપણે જે કંઈ વિદ્યા જાણીએ છીએ તે બધી તમારી સાથે રહીને પામશે. હે વિશ્વામિત્રના પુત્રો, ગાધિના પૌત્રો, તમે બધા સમીચીન બુદ્ધિશાળીઓએ દેવરાતની સાથે ધનસંપત્તિવાળા બનીને મારા જ્યેષ્ઠ પુત્ર દેવરાતના રક્ષણ હેઠળ તમારું પાલનપોષણ, શ્રેષ્ઠત્વ સ્વીકાર્યું છે.’