ભારતીયકથાવિશ્વ-૩/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રસ્તાવના | }} {{Poem2Open}} ભારતીય કથાવિશ્વના પહેલા બે ગ્રંથોમા...")
 
No edit summary
Line 10: Line 10:
ગૌતમ બુદ્ધની જાતક કથાઓમાં તેમના પૂર્વજન્મોની કથાઓ છે, આ બધી કથાઓ કાલ્પનિક પણ હોઈ શકે. સમાજને ટકાવી રાખવા માટે આવું કોઈ અસામાન્ય પાત્ર સર્જવું પડે. બની શકે કે ઇતિહાસના ગૌતમ બુદ્ધ અને જાતક કથાઓના ગૌતમ બુદ્ધ જુદા હોઈ શકે. જેવી રીતે રામાયણ-મહાભારતમાં એ સમયે પ્રચલિત ઘણી બધી કથાઓનું સંકલન થયું — (ખાસ તો મહાભારતમાં) તેવી જ રીતે જાતક કથાઓમાં બન્યું હોવાની શક્યતા નકારી ન શકાય.  

ભારતના સાંસ્કૃતિક જીવનમાં ઇતિહાસપ્રસિદ્ધ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું મહત્ત્વ અસામાન્ય કક્ષાનું છે એમાં તો કોઈ કરતાં કોઈને શંકા નથી. હા, જૈન ધર્મ ગુજરાત, રાજસ્થાન, બિહાર, કર્ણાટક જેવાં રાજ્યોને બાદ કરતાં બીજે પ્રસર્યો નથી પરંતુ જૈન મુનિઓએ પ્રાચીન કાળમાં જે સર્જન કર્યું તેમાં સર્વકાલીન તત્ત્વો તો જોવા મળે છે. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ — એવાં નામકરણ ભલે આપણે સગવડ ખાતર કરતા હોઈએ પણ એ ધર્મોના સિદ્ધાંતો સર્વકાલીન, સર્વવ્યાપી બનવાની ક્ષમતા તો ધરાવે જ છે, વળી કોઈ સ્પષ્ટ રીતે કહે કે ના કહે પણ મૂલ્યસંવર્ધન માટે એ બધા પાસે જવું જ પડે.  

એક જમાનામાં ઉપનિષદો, બ્રાહ્મણગં્રથોની કેટલીક કૃતિઓ કે જાતક કથાઓ પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણવામાં આવતી હતી. આ કથાઓ અવિકસિત, અપુખ્ત વયનાં બાળકોને સ્પર્શી જતી હતી. ક્યારેક પરદેશી કવિતાઓ પણ ભારતીય વાતાવરણને મળતી આવશે. દા.ત. વીસમી સદીના ચોથા દાયકામાં વિલિયમ યેટ્સની ‘ધ સેકંડ કમીંગ’ નામની રચના જુઓ.  
એક જમાનામાં ઉપનિષદો, બ્રાહ્મણગં્રથોની કેટલીક કૃતિઓ કે જાતક કથાઓ પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણવામાં આવતી હતી. આ કથાઓ અવિકસિત, અપુખ્ત વયનાં બાળકોને સ્પર્શી જતી હતી. ક્યારેક પરદેશી કવિતાઓ પણ ભારતીય વાતાવરણને મળતી આવશે. દા.ત. વીસમી સદીના ચોથા દાયકામાં વિલિયમ યેટ્સની ‘ધ સેકંડ કમીંગ’ નામની રચના જુઓ. {{Poem2Close}}

<poem>
Turning and turning in the widening gyre

The falcon cannot hear the falconer.
The falcon cannot hear the falconer.
Things fall apart, The centre can not hold  

Mere anarchy is loosed upon the world.
Mere anarchy is loosed upon the world.
 
</poem>
{{Poem2Open}}
ઈશ્વરના સ્થૂળ અસ્તિત્વ માટે તો કોઈ જડ આગ્રહ નહીં રાખે પણ આપણા હૃદયમાં તેની આછી તો આછી પ્રતિષ્ઠા થવી જોઈએ ને!  

ગૌતમ બુદ્ધ ઘણી બધી રીતે વિશિષ્ટ છે, વામન-પરશુરામ-રામ-કૃષ્ણની જેમ ગૌતમ બુદ્ધે કોઈ સ્થૂળ પરાક્રમ કર્યાં નથી; શ્રીકૃષ્ણની જેમ રામે પણ કોઈ ચમત્કારો કર્યા નથી, તો ગૌતમ બુદ્ધની તો વાત જ શી? એમના નામે પ્રચલિત એક કથામાં કિસા ગોતમીના પુત્રને સજીવન કરવાનો કયો ઉપાય બતાવ્યો છે? એવો જ ઉપાય આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ઠિશલાકા પુરુષમાં પણ છે, ત્યાં મૃત પુત્રને સજીવન કરવા જેના ઘરમાં કોઈનું મૃત્યુ થયું ન હોય તેના ઘરમાંથી પવિત્ર અગ્નિ લઈ આવવાનું કહેવામાં આવે છે. જૈન ધર્મના ગ્રંથો પર પણ આ રીતે બૌદ્ધ ધર્મની કથાવાર્તાઓનો પ્રભાવ વાંચી શકાશે.

ગૌતમ બુદ્ધના વધતા જતા — વિસ્તરતા જતા પ્રભાવની સામે ભારતીય બ્રાહ્મણોએ ગૌતમ બુદ્ધનો સમાવેશ દશાવતારમાં કરી સમાધાનનો માર્ગ અપનાવી લીધો. બીજા જન્મોમાં તો વિષ્ણુ શસ્ત્રો લઈને અવતર્યા હતા પણ ગૌતમ બુદ્ધ પાસે શું હતું? કરુણાસભર નેત્રો સિવાય કશું જ ન હતું. સુન્દરમ્ની પ્રખ્યાત કવિતા ‘બુદ્ધનાં ચક્ષુ’નો આરંભ કેવી રીતે થાય છે?  
ગૌતમ બુદ્ધના વધતા જતા — વિસ્તરતા જતા પ્રભાવની સામે ભારતીય બ્રાહ્મણોએ ગૌતમ બુદ્ધનો સમાવેશ દશાવતારમાં કરી સમાધાનનો માર્ગ અપનાવી લીધો. બીજા જન્મોમાં તો વિષ્ણુ શસ્ત્રો લઈને અવતર્યા હતા પણ ગૌતમ બુદ્ધ પાસે શું હતું? કરુણાસભર નેત્રો સિવાય કશું જ ન હતું. સુન્દરમ્ની પ્રખ્યાત કવિતા ‘બુદ્ધનાં ચક્ષુ’નો આરંભ કેવી રીતે થાય છે? {{Poem2Close}}

<poem>
ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં આ પ્રભુ તણાં

...
...
Line 26: Line 29:
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત્ત ધર્યું,  

તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યા.  
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યા.
 
</poem>
{{Poem2Open}}
સૌ ગુજરાતી ભાવકો વતી ગૌતમ બુદ્ધને અપાયેલી આ ભવ્ય અંજલિ હતી. કવિએ ગૌતમ બુદ્ધની વિશિષ્ટતા તેમની આંખોમાં નિહાળી, તેમની કરુણા સમસ્ત જીવસૃષ્ટિ માટે હતી. આમ જોવા જઈએ તો ગૌતમ બુદ્ધ નિ:શંક રીતે ઇતિહાસ પુરુષ તરીકે (મહાવીર સ્વામીની સાથે) ભારતીય સંસ્કૃતિમાં પ્રતિષ્ઠિત થયા. ભારતમાં અને ભારત બહાર તેમની યશોગાથા વિસ્તરી; ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય — બધે જ ગૌતમ બુદ્ધ છવાઈ ગયા. આ મહાન માનવી વિશે રવીન્દ્રનાથ ઠાકુરનો ‘બુદ્ધદેવ’ નામનો નિબન્ધ જોવા જેવો છે:

‘ભગવાન બુદ્ધે તપસ્યાના આસનેથી ઊઠીને પોતાને પ્રગટ કર્યા. તેમના તે આવિર્ભાવના પ્રકાશથી સત્યના તેજમાં ભારતનો આવિર્ભાવ થયો. માનવઇતિહાસમાં તેમનો ચિરંતન આવિર્ભાવ ભારતવર્ષની ભૌગોલિક સીમાને વટાવી જઈને દેશદેશાન્તરમાં વ્યાપી ગયો. ભારતવર્ષ તીર્થ બની ગયું, અર્થાત્ સઘળા દેશોએ તેનો સ્વીકાર કર્યો. કારણ, બુદ્ધના સંદેશ પ્રમાણે તે જમાનામાં ભારતવર્ષે બધા માણસોનો સ્વીકાર કર્યો હતો. તેણે કોઈની અવજ્ઞા કરી નહોતી, એટલે તે છૂપો રહી શક્યો નહિ. સત્યનું પૂર વર્ણની વાડને ઘસડી ગયું; ભારતનું આમંત્રણ દેશવિદેશની બધીય જાતિઓને પહોંચી ગયું. ચીન બ્રહ્મદેશ આવ્યાં. દુસ્તર ગિરિ-સમુદ્રે અમોઘ સત્યના સંદેશને માર્ગ કરી આપ્યો. એક છેડાથી બીજા છેડા સુધી માણસો બોલી ઊઠ્યા, માણસનો આવિર્ભાવ થયો છે, અમે જોયો છે. મહાન્ત પુુરુષં તમસ: પરસ્તાત્! આ ઘોષણાવાણીએ મધ્યપ્રદેશમાં પથ્થરની મૂતિર્માં અક્ષય રૂપ ધારણ કર્યું. અદ્ભુત અધ્યવસાયપૂર્વક માણસે મૂતિર્માં, ચિત્રમાં, સ્તૂપમાં બુદ્ધની વંદનાને રૂપ આપ્યું!’

Line 33: Line 37:
જાતક કથાઓનો ચોક્કસ રચનાસમય કહેવો અઘરો તો છે પણ ભારહૂતનાં શિલ્પોમાં આ કથાઓ અંકિત થઈ છે, એનો સીધોસાદો અર્થ એ થયો કે ઈ.સ. પૂર્વે બીજી સદીમાં તો જાતકકથાઓ પ્રચલિત હતી. આ બધી વિગતોને ધ્યાનમાં રાખીને ભદંત આનંદ કૌશલ્યાનંદ માને છે કે કદાચ ઈ.સ. પૂ. પાંચમી સદીમાં થઈ ગયેલા ગૌતમ બુદ્ધ પૂર્વેથી માંડીને ઈ.સ.ની પાંચમી સદી સુધીમાં આ કથાઓ રચાઈ હશે.  

કેટલાક વિદ્વાનો માને છે કે ભારતીય કથાસાહિત્યમાં સૌથી પ્રાચીન કથાઓ જાતકસાહિત્યમાં છે. રામ, સીતા, યુધિષ્ઠિર જેવાં પાત્રો જાતક કથાઓમાં આવે છે. ‘જયદ્દિસ જાતક’માં કહ્યું છે કે જેવી રીતે દંડકારણ્યમાં ગયેલા રામની માતાએ કલ્યાણ કર્યું હતું તેવી રીતે હું તારું કલ્યાણ કરવા ઇચ્છું છું.’ ‘મહાવેસ્સંતર જાતક’માં નાયિકા માદ્રી પોતાને સીતા સાથે સરખાવે છે. ભારતીય કથાસાહિત્ય અને ગ્રીક નાટકો (ઈ.સ.પૂ. ત્રીજી ચોથી સદી)માં પણ કેટલીક સમાનતાઓ જોવા મળે છે. આપણે એવું અનુમાન કરી શકીએ કે આ બધા જ પ્રાચીન સાહિત્ય પાછળ એક સર્વસામાન્ય પરંપરા પણ હોવી જોઈએ. આર્યો ભારતમાં પ્રવેશ્યા, આર્યોની ટોળીઓ પૂર્વ પશ્ચિમમાં ગઈ તે પહેલાં તેમની પાસે આવી સર્વસામાન્ય પરંપરા હશે જ, અને એમાંથી જ પૂર્વ-પશ્ચિમનું સાહિત્ય રચાયું હશે.

બધી જાતક કથાઓની સંરચના લગભગ સરખી છે. શરૂઆતમાં વર્તમાન કથા આવે, પછી ગૌતમ બુદ્ધ એ વર્તમાન કથા સંલગ્ન પાત્રોના ભૂતકાળની અર્થાત્ તેમના પૂર્વજન્મની કથા કહે, એમાં પોતાના પૂર્વજન્મની કથા પણ આવી જાય, પછી થોડું ચિંતન આવે, થોડો બોધ આવે.  

ગૌતમ બુદ્ધને લગતી જે બધી જાતક કથાઓ પ્રચલિત થઈ તે બધી કથાઓમાં મહાવેસ્સન્તર જાતક સવિશેષ મહત્ત્વ ધરાવે છે. અહીં તેની આછી રૂપરેખા જોઈએ. ગૌતમ બુદ્ધ ધર્મચક્ર પ્રવર્તાવીને જ્યારે કપિલવસ્તુ નગરીમાં ગયા ત્યારે બધા શાક્ય રાજાઓ બુદ્ધ ભગવાનનાં દર્શન કરવા ગયા. શાક્ય પ્રજા અભિમાની અને તોરીલી હતી, વયમાં નાના બુદ્ધની વંદના કરવા તેઓ તૈયાર ન હતા, ગૌતમ બુદ્ધ તેમને પરચો દેખાડે છે અને બધા શાક્ય લોકો તેમની વંદના કરે છે, ત્યારે આકાશમાંથી થતી મેઘવર્ષા અને કમલવર્ષા જોઈને પ્રજા અચરજ પામે છે. તે વખતે ગૌતમ બુદ્ધ આગલા જન્મની કથા કહે છે, તેમાં નાયક તરીકે વેસ્સન્તર સંજય રાજા અને ફુસતી રાણીને ત્યાં જન્મ્યા. જન્મતાં વેંત આ બાળકે માને કહ્યું, ‘મા, હું દાન આપીશ.’ માએ તેને જેટલું દાન આપવું હોય તે આપવાની અનુમતિ આપી અને વૈશ્યોની શેરીમાં જન્મ્યા હતા એટલે તેમનું નામ વેસ્સન્તર પડ્યું.  

Line 187: Line 191:
કથાસરિત્સાગરના સર્જક કોઈ ધર્મસંપ્રદાયના નથી, પ્રત્યક્ષ રીતે કોઈ પ્રકારનો ઉપદેશ આપવા માગતા નથી. હા, વાચક પોતાની મેળે ચરિત્રોના જીવનમાં બની ગયેલી ઘટનાઓમાંથી કોઈ બોધ તારવી લે એ જુદી વાત છે. વાચકને જન્મ સાથે તો આંખો મળી જ હતી પણ હવે એ આંખોથી કથાસરિત્સાગરમાં વિહાર કરવો ન ચાલે એટલે બીજી આંખો આપી. શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણ પાસે દિવ્યચક્ષુ માગે છે, અહીં પણ વાચકે પોતાના ચર્મચક્ષુને બાજુ પર રાખવાનાં છે, પણ એમાં વિહાર કરવા માત્ર આંખો ન ચાલે, પાંખો પણ જોઈએ, એટલે ગુણાઢ્ય કે સોમદેવ વાચકને પાંખો આપે છે. વાચક પોતાના વાસ્તવ જગતમાંથી કથાના વાસ્તવ જગતમાં, કથાએ ઊભા કરેલા ત્રિલોકમાં એ પાંખો વડે વિહાર કરવા માંડે છે, એ વિહાર કરતી વખતે એક કપોલકલ્પિત વિશ્વ તેની સામે આવી જાય છે. એ વિશ્વમાં ક્રૂરમાં ક્રૂર, મહાન શક્તિશાળી રાક્ષસો પણ મૂર્ખ સાબીત થાય છે- દા.ત. શૃંગભુજ અને રૂપશિખાની વાર્તા જુઓ. પ્રેમમાં ઉન્નત બનેલી કન્યા પિતાની ઉપરવટ જઈને પોતાના માનીતા શૃંગભુજને કેટલી બધી સહાય કરે છે. આપણી લોકકથાઓનાં કેટલાં બધાં ઘટકોનો વિનિયોગ કરવામાં આવ્યો છે! અહીં શૃંગભુજને તેની સાવકી માતાઓ તથા સાવકા ભાઈઓ કેવી રીતે હેરાન કરે છે તેની કથા અને એ હેરાનગતિઓમાંથી નાયક કેવી રીતે બચી જાય છે તેની કથા આલેખાઈ છે, વળી સાચા પ્રેમના સ્પર્શે નાયકમાં કેટલી બધી ઉદારતા પ્રગટે છે કે અપરાધ કરનારાઓને તે ક્ષમા આપે છે.  

અહીં પશુઓ-પક્ષીઓને પોતાની આત્મકથાઓ કહેતા બતાવ્યા છે, એટલું જ નહીં મંત્રતંત્ર, કામણટૂપણનો પાર નથી. ગળામાં બાંધેલી દોરી કાઢી નાખો એટલે મોરમાંથી કે વાંદરામાંથી માનવી બની જાઓ. આવાં પાત્રો પાસેથી દૃષ્ટાંતકથાઓ જાણવા મળશે. ક્યારેક અશ્લીલ લાગે એવાં વર્ણન પણ જોવા મળશે. સ્ત્રીઓનાં સાહસ, ચતુરાઈ, હિંમતને તો દાદ આપવી જોઈએ. કેટલીક કથાઓ સેંકડો વર્ષોથી રૂપાંતરિત થઈ થઈને આપણી પાસે આવી છે, દા.ત. હરિશર્મા બ્રાહ્મણની કથા આપણને તીડા જોષીની કથા રૂપે જોવા મળે છે.  

આ એવો સમાજ છે, જ્યાં એક કરતાં અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકાય છે. મોટે ભાગે સ્ત્રીઓ એક કરતાં વધુ પુુરુષો સાથે પરણતી નથી- મહાભારતની દ્રૌપદી અપવાદ રૂપ બનશે, જો કે એનું કારણ એનો પૂર્વજન્મ છે એવું મહાભારતકારે કહ્યું છે.  

શાકુંતલકથામાં તો માછલીના પેટમાંથી વીંટી નીકળી હતી, અહીં તો માછલીના પેટમાંથી જીવતીજાગતી સ્ત્રી પણ નીકળી શકે છે. નર્તકીઓ ભીંતો પરની પ્રતિમાઓમાં પ્રવેશી જશે, એટલું જ નહીં, કોઈ પણ વ્યક્તિ શાપ આપવાની ક્ષમતા ધરાવે છે.  

આપણા સમયમાં કપોલકલ્પિત તત્ત્વ કથાઓમાં નથી આલેખાયું એમ કહી શકાશે ખરું? ફ્રાન્ઝ કાફકાની ‘મેટમોર્ફોસિસ’, ઘનશ્યામ દેસાઈની ‘કાગડો’, ‘લાભશંકર ઠાકરનું ‘વૃક્ષ’ નાટક, મધુ રાયની વાર્તા ‘ઈંટોના સાત રંગ’ — આ ઉપરાંત પણ બીજી ઘણી વાર્તાઓમાં કપોલકલ્પિત તત્ત્વ દેખાશે. એકાએક કરોડો લોકોને કારાવાસમાં નાખી દેનારી રાજકીય કટોકટીને કયા નામે ઓળખાવીશું? આપણું વાસ્તવ એ કંઈ સીધુંસાદું વાસ્તવ તો નથી, એમાં વ્યાપ, સંકુલતા, ઊંડાણ ખાસ્સાં છે. આ કથાઓમાં પણ એવું વાસ્તવ જોવા મળશે.  

{{Poem2Close}}
{{Poem2Close}}