ભારતીયકથાવિશ્વ−૪/દેવી ભાગવત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| દેવી ભાગવત | }} {{Poem2Open}} === હયગ્રીવ કથા === દસ હજાર વર્ષ સુધી યુદ્...")
 
No edit summary
Line 12: Line 12:
તેને વરદાન આપીને હું અંતર્ધાન થઈ અને દૈત્ય પણ પોતાને ઘેર ગયો. તે દુષ્ટ બધા ઋષિઓને દમી રહ્યો છે. ત્રણે લોકમાં તેનો વધ કરે એવું કોઈ નથી. આ ઘોડાનું મસ્તક વિષ્ણુના ધડ પર બ્રહ્મા જોડી દેશે. એટલે ભગવાન દેવોનું હિત કરવા તે દુષ્ટ અને ક્રૂર દૈત્યનો વધ કરશે.’  

આમ કહીને દેવીની વાણી વિરામ પામી. દેવોએ બ્રહ્માને કહ્યું, ‘હવે વિષ્ણુના ધડ સાથે ઘોડાનું મસ્તક જોડો.’ તેમની વાત સાંભળીને બ્રહ્માએ ઘોડાનું મસ્તક કાપીને વિષ્ણુના ધડ સાથે જોડી દીધું. આમ ભગવાન હયગ્રીવ થયા અને પછી હયગ્રીવ સાથે યુદ્ધ કરીને તેનો વધ કર્યો.  

(૧,૫)
{{Right |(૧,૫) }} <br>
=== મધુકૈટભની કથા ===
=== મધુકૈટભની કથા ===
પ્રાચીન કાળમાં ત્રણે લોકમાં જળપ્રલયને કારણે ચારે બાજુ પાણી જ પાણી હતું. ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા પર સૂઈ રહ્યા હતા. તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ બે દાનવ જન્મ્યા. સમુદ્રજળમાં રમતાં રમતાં તેઓ યુવાન થઈ ગયા. ત્યારે બંને ભાઈઓને વિચાર આવ્યા. ‘કારણ વિના કોઈ કાર્ય થતું નથી. આધાર વિના કશું ટકી શકતું નથી. તો આ અગાધ જળ શાના આધારે છે? કોણે તેનું સર્જન કર્યું? આપણે આ જળમાં કેવી રીતે આવ્યા? આપણે કેવી રીતે ઉત્પન્ન થયા? આપણને કોણે જન્મ આપ્યો? આપણને કશાની જાણ નથી.’ આ જાણવાના અનેક પ્રયત્ન કર્યા તો પણ તેઓ એ જાણી ન શક્યા. કૈટભ પોતાના ભાઈ મધુને કહેવા લાગ્યો, ‘આ જળમાં આપણને ટકાવનારી શક્તિ ભગવતી છે. તે શક્તિ વડે જ આ જળ છે, તેમને કારણે જ આપણી ઉત્પત્તિ થઈ છે.’  

Line 28: Line 28:
તે બંનેની વાત સાંભળીને ભગવાને શાંતિથી તેમને કહ્યું, ‘થાકેલા, ભયભીત, હથિયાર વિનાના, બાળક હોય તો તેમના પર પ્રહાર ન થાય. આ સનાતન ધર્મ છે. પાંચ હજાર વર્ષ સુધી મેં આ યુદ્ધ કર્યું છે. હું એકલો અને તમે બે. તમે વચ્ચે વચ્ચે આરામ કરો છો, તો હું પણ થોડો વિશ્રામ લઈને યુદ્ધ કરીશ. ત્યાં સુધી તમે રાહ જુઓ પછી હું ન્યાયપૂર્ણ યુદ્ધ લડીશ.’  

દાનવો ત્યાંથી થોડે દૂર જઈને ઊભા. વિષ્ણુએ થોડો વિચાર કરીને ધ્યાન લગાવ્યું, તો તેમને ભગવતીનું વરદાન સમજાયું. તે વરદાનને કારણે તેમને થાક નથી લાગતો. મેં નિરર્થક તેમની સાથે આ ભયાનક યુદ્ધ કર્યું. તેઓ પોતાની ઇચ્છાથી મરવાના પણ નથી. તો પછી મારે શું કરવું? આમ વિચારી તેઓ ભગવતીને શરણે ગયા, અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિથી પ્રસન્ન થઈને દેવીએ કહ્યું, ‘તમે ફરી યુદ્ધ કરો. હું મારી વક્ર દૃષ્ટિથી તેમને મોહિત કરીશ. એટલે પછી તમે તેમને મારી નાખજો.  

ભગવાન પાછા યુદ્ધભૂમિમાં ઊભા રહ્યા. તે દાનવો પણ ત્યાં આવ્યા, ‘ઊભા રહો, ઊભા રહો. તમને યુદ્ધ કરવાની ઇચ્છા તો છે જ. હારજીતમાં દૈવ બળવાન છે. મોટા મનવાળા માનવીએ હર્ષશોક ન કરવો. દૈવને કારણે નિર્બળ પણ જીતે, બળવાન પણ જીતે. તમે પહેલાં ઘણા દાનવોને જીત્યા છે તો હવે તમે હારો તોય શું?’

બંને દાનવો યુદ્ધ કરવા આવ્યા અને વિષ્ણુએ મુઠ્ઠીઓ મારવા માંડી. પરસ્પર ઘોર યુદ્ધ શરૂ થયું. વિષ્ણુએ ભગવતીની સામે જોયું. એટલે દેવી હસવા માંડ્યાં. કટાક્ષભર્યાં તેઓથી દૈત્યો ઘાયલ થયા. વિષ્ણુ પણ દેવીને જોતા રહ્યા. પછી તે બોલ્યા,‘તમારા યુદ્ધકૌશલથી હું પ્રસન્ન થયો છું. ભૂતકાળમાં અનેક દૈત્યો સાથે હું લડ્યો છું પણ તમારા જેવા વીર મને મળ્યા નથી. તો તમે વરદાન માગો.’  

વિષ્ણુની વાત સાંભળતી વખતે તેમની દૃષ્ટિ ભગવતી સામે હતી જ. તેમણે વિષ્ણુ ભગવાનને કહ્યું, ‘અમે ભિખારી નથી. તમે અમને શું આપવાના હતા? અમે તમને વરદાન આપીશું. બોલો, શું આપીએ?’

Line 91: Line 91:
શશિકલાએ પૂછ્યું, ‘તે આશ્રમમાં આ લોક કરતાં ચઢિયાતું, અત્યંત પ્રશંસનીય શું છે? જોવાલાયક શું છે?’  

‘ધુ્રવસંધિ નામના રાજાનો પુત્ર સુદર્શન ત્યાં છે. નામ પ્રમાણે ગુણ છે. જેણે આ સુદર્શનને જોયો નથી તેની આંખો અર્થહીન છે. પ્રજાપતિ બ્રહ્માએ બધા ગુણોને એકસાથે જોઈ શકાય એટલા માટે તેના એકલામાં જ એ બધા ગુણ ભરી દીધા છે. તે બધી રીતે તારો પતિ થવા લાયક છે. મણિ અને સુવર્ણના જેવો તમારો યોગ વિધાતાએ પહેલેથી જ નક્કી કરી દીધો છે.’  

બ્રાહ્મણની વાત સાંભળીને શશિકલાના મનમાં પ્રેમનાત ફ્ૂટ્યા. બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો. શશિકલાના મનમાં પહેલેથી પ્રેમ તો હતો જ, હવે બ્રાહ્મણની વાત સાંભળીને તેના હૃદયમાં સુદર્શન માટેનો પ્રેમ વધુ દૃઢ થયો. તેની સખીને શશિકલાએ કહ્યું, ‘તે ચોક્કસ ઉત્તમ કુળમાં જન્મ્યો હશે. તે હજુ શૃંગારથી અપરિચિત હશે. બીજા કામદેવ જેવા એ કુમારને મેં સ્વપ્નમાં જોયો છે. તેના વિરહમાં હું આકુળવ્યાકુળ થઈ ગઈ છું. મારા શરીરે લગાડેલું ચંદન વિષ જેવું, પુષ્પમાળા સર્પ જેવી, ચંદ્રકિરણો અગ્નિ જેવાં લાગે છે. મહેલમાં, વનમાં, ઉદ્યાનમાં, સરોવરમાં — કોઈ રીતે મારી આંખો ધરાતી નથી. એ રાજકુમાર જે વનમાં રહે છે ત્યાં હું જતી રહેવા માગું છું. પણ કુળની લાજ મને રોકી રાખે છે, હું હજુ પિતાને અધીન છું. મારી ઇચ્છા સુદર્શન માટે વ્યક્ત કરી શકું. બીજા અનેક રાજાઓ સમૃદ્ધિવાળા હશે, પણ મને કોઈ રાજા ગમતા નથી. મારા મનમાં તો રાજપાટ વિનાનો સુદર્શન જ વસી ગયો છે.’  
બ્રાહ્મણની વાત સાંભળીને શશિકલાના મનમાં પ્રેમનાત ફૂટ્યા. બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો. શશિકલાના મનમાં પહેલેથી પ્રેમ તો હતો જ, હવે બ્રાહ્મણની વાત સાંભળીને તેના હૃદયમાં સુદર્શન માટેનો પ્રેમ વધુ દૃઢ થયો. તેની સખીને શશિકલાએ કહ્યું, ‘તે ચોક્કસ ઉત્તમ કુળમાં જન્મ્યો હશે. તે હજુ શૃંગારથી અપરિચિત હશે. બીજા કામદેવ જેવા એ કુમારને મેં સ્વપ્નમાં જોયો છે. તેના વિરહમાં હું આકુળવ્યાકુળ થઈ ગઈ છું. મારા શરીરે લગાડેલું ચંદન વિષ જેવું, પુષ્પમાળા સર્પ જેવી, ચંદ્રકિરણો અગ્નિ જેવાં લાગે છે. મહેલમાં, વનમાં, ઉદ્યાનમાં, સરોવરમાં — કોઈ રીતે મારી આંખો ધરાતી નથી. એ રાજકુમાર જે વનમાં રહે છે ત્યાં હું જતી રહેવા માગું છું. પણ કુળની લાજ મને રોકી રાખે છે, હું હજુ પિતાને અધીન છું. મારી ઇચ્છા સુદર્શન માટે વ્યક્ત કરી શકું. બીજા અનેક રાજાઓ સમૃદ્ધિવાળા હશે, પણ મને કોઈ રાજા ગમતા નથી. મારા મનમાં તો રાજપાટ વિનાનો સુદર્શન જ વસી ગયો છે.’  
એ નિર્ધન, બળહીન સુદર્શન ફળમૂળ ખાઈ વનવાસી જીવન ગાળતો હતો. તેના હૃદયમાં તો ભગવતીનો બીજમંત્ર જ હતો. તેના પ્રતાપથી જ બધી સિદ્ધિઓ તેને વરી હતી. તે ધ્યાનમગ્ન રહી આ મંત્ર જ રટ્યા કરતો હતો. સ્વપ્નમાં ફરી ફરી અંબિકાનાં દર્શન તે કરતો હતો. શૃંગબેરપુરના રાજાએ કુમારને આવશ્યક સામગ્રી ધરાવતો. ચાર ઘોડા જોડેલો અને ધજાપતાકાઓવાળો એક ઉત્તમ રથ આપ્યો. રાજકુમારે આ ઉત્તમ રથનો પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો. રાજાના ગયા પછી તપસ્વી મુનિઓ સુદર્શનને કહેવા લાગ્યા, ‘તું ભગવતીની કૃપાથી રાજા થઈશ. ઉદાર ભગવતી અંબાની કૃપાથી ન મળે એવી કોઈ સામગ્રી નથી. દેવીની પૂજામાં શ્રદ્ધા ન હોય એવા લોકો મંદ, માંદલા, રોગગ્રસ્ત નીવડવાના. આદિ યુગમાં તેઓ બધા દેવોનાં માતા કહેવાયાં, તે ‘આદિ માતા’ તરીકે પ્રખ્યાત છે. તે જ દેવી બુદ્ધિ, કીર્તિ, ધૃતિ, લક્ષ્મી, શક્તિ, શ્રદ્ધા, મતિ, સ્મૃતિ રૂપે પ્રજાકલ્યાણ માટે અહીં આવ્યાં છે. જેઓ ભગવતીને ઓળખતા નથી તેઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોવી જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશથી માંડીને ઇન્દ્રાદિ દેવો પણ આ અંબિકાનું ધ્યાન ધરે છે.’  

શશિકલાએ તો સુદર્શન સિવાય બીજા કોઈ પણ પુરુષને નહીં પરણવાનો દૃઢ નિર્ધાર કરી દીધો હતો. તેણે તેની માતાએ બધી વાત પોતાની સખી દ્વારા કહેવડાવી. અને રાણીએ આ આખી વાત રાજાને કરી ત્યારે રાજા સુબાહુએ રાણીને સમજાવી. ‘તું એ સુદર્શન વિશે તો જાણે છે ને! તેને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તે વનમાં મા સાથે એકલો રહે છે. વીરસેન રાજાને યુધાજિતે મારી નાખ્યો છે તો આવો નિર્ધન આપણી કન્યાનો પતિ થઈ શકે? સ્વયંવરમાં એક એકથી ચઢિયાતા રાજાઓ આવશે.’  

Line 123: Line 123:
‘તમારી વાત સાચી છે પણ મારો નિર્ધાર તો જાણો છો ને! સુદર્શન સિવાય હું બીજા કોઈને વરવાની નથી. તમે રાજાઓથી ગભરાઈ ગયા છો. મને સુદર્શનને સોેંપી દો, તે મને નગર બહાર લઈ જશે. પછી તો જે ભાગ્યમાં લખ્યું હશે તે થશે. તમે ચિંતા ન કરતા. જે થવાનું હશે તે થયા વિના રહેવાનું નથી.’

રાજાએ આ સાંભળી કહ્યું, ‘બુદ્ધિશાળીઓએ કદી સાહસ ન કરવું. ઘણા સાથે વિરોધ નહીં કરવો. હું કન્યાદાન કર્યા વિના કેવી રીતે તને કાઢી મૂકું? આવું થાય પછી આ રાજાઓ મારું અનિષ્ટ કરવામાં શું બાકી રાખશે? તું કહેતી હોય તો ભૂતકાળમાં જનક રાજાએ સીતા માટે જેવો સ્વયંવર રચ્યો હતો તેવો સ્વયંવર રચું. તેમણે તો શિવધનુષ તોડવાની વાત કરી હતી. એવી રીતે હું પણ રાજાઓમાં એવું કોઈ મહાન કાર્ય શરત રૂપે મૂકું. જેનામાં તે પાર પાડવાની શક્તિ હશે તે વિજયી થશે અને તને વરશે. એવું કરું તો રાજાઓનો વિવાદ શમે. પછી સુખેથી તારો વિવાહ થઈ શકશે.’  

શશિકલા બોલી, ‘મારા મનમાં કશી શંકા નથી. હું મૂર્ખ નથી. સુદર્શનને મનમાં વરી લીધો છે એટલે એમાં કશો મીનમેખ નહીં થાય. પાપ કે પુણ્ય — ગમે તે હોય તેમાં પ્રવૃત્ત કરવાનું મનને હોય છે. જો આવી કોઈ શરત કરવામાં આવે તો તો બધાને વશ થઈ જઉં. એક-બે-અને વધારે એ શરત પાળે તો? વિવાદ જ થવાનો. હું અસ્પષ્ટતામાં ધકેલાવા માગતી નથી. તમે મને લગ્નવિધિ કરીને સુદર્શનના હાથમાં સોેંપી દો. ભગવતી ચંડિકા બધાંનું કલ્યાણ કરશે. તમે તેનું સ્મરણ કરો. તમે હમણાં રાજાઓ પાસે જઈ હાથ જોડીને બધાને આવતીકાલે સ્વયંવરમાં આવવા કહો. અને રાતે જ વિધિપૂર્વક મારું લગ્ન કરી દો, યોગ્ય પહેરામણી આપીને અમને વિદાય કરો. એટલે સુદર્શન મને લઈને જતા રહેશે. બને કે રાજાઓ ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા તૈયાર થાય તો ભગવતી ચંડિકા આપણી સહાય કરશે. અને ધારો કે યુદ્ધમાં સુદર્શનનું મૃત્યુ થશે તો હું તેની પાછળ સતી થઈશ. તમારું કલ્યાણ થાઓ, તમે સૈન્યની સાથે ઘેર રહેજો. હું એકલી સુદર્શન સાથે જઈશ.’  
શશિકલા બોલી, ‘મારા મનમાં કશી શંકા નથી. હું મૂર્ખ નથી. સુદર્શનને મનમાં વરી લીધો છે એટલે એમાં કશો મીનમેખ નહીં થાય. પાપ કે પુણ્ય — ગમે તે હોય તેમાં પ્રવૃત્ત કરવાનું મનને હોય છે. જો આવી કોઈ શરત કરવામાં આવે તો તો બધાને વશ થઈ જઉં. એક-બે-અને વધારે એ શરત પાળે તો? વિવાદ જ થવાનો. હું અસ્પષ્ટતામાં ધકેલાવા માગતી નથી. તમે મને લગ્નવિધિ કરીને સુદર્શનના હાથમાં સોંપી દો. ભગવતી ચંડિકા બધાંનું કલ્યાણ કરશે. તમે તેનું સ્મરણ કરો. તમે હમણાં રાજાઓ પાસે જઈ હાથ જોડીને બધાને આવતીકાલે સ્વયંવરમાં આવવા કહો. અને રાતે જ વિધિપૂર્વક મારું લગ્ન કરી દો, યોગ્ય પહેરામણી આપીને અમને વિદાય કરો. એટલે સુદર્શન મને લઈને જતા રહેશે. બને કે રાજાઓ ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા તૈયાર થાય તો ભગવતી ચંડિકા આપણી સહાય કરશે. અને ધારો કે યુદ્ધમાં સુદર્શનનું મૃત્યુ થશે તો હું તેની પાછળ સતી થઈશ. તમારું કલ્યાણ થાઓ, તમે સૈન્યની સાથે ઘેર રહેજો. હું એકલી સુદર્શન સાથે જઈશ.’  
શશિકલાની વાત સાંભળીને રાજાએ દૃઢ નિર્ધાર કરી લીધો અને પુત્રીની વાત સ્વીકારી.  

પુત્રીની વાત સાંભળીને સુબાહુ બીજા રાજાઓ પાસે જઈને બોલ્યા, ‘આજે તમે બધા તમારા ઉતારે જાઓ. આવતી કાલે હું વિવાહ કરીશ. ખાણીપીણી સ્વીકારો. આવતી કાલે અહીં જ વિવાહ થશે. અત્યારે મારી પુત્રી મંડપમાં આવશે જ નહીં; હું લાચાર છું. આવતીકાલે સવારે હું એને અહીં લઈ આવીશ. બુદ્ધિશાળીઓએ ઝઘડો ન કરવો. પોતાના આશ્રિતો પર હમેશ કૃપા કરવી. એટલે તમે શશિકલા પર કૃપા કરો. કાલે સવારે પુત્રીને અહીં લાવીશ. અહીં ઇચ્છા સ્વયંવર થશે. રાજકુમારી અહીં આવશે. બધા રાજાઓએ ભેગા થઈને સ્વયંવરમાં ભાગ લેવાનો છે.’

Line 286: Line 286:
આ સાંભળી શુંભે પોતાના ભાઈ નિશુંભને કહ્યું, ‘તું બુદ્ધિશાળી છે એટલે કહે — આપણે શું કરવું જોઈએ? તો યુદ્ધમેદાનમાં હું જઉં કે તું જાય છે? તું કહે તેમ કરું.’

નિશુંભે કહ્યું, ‘અત્યારે નહીં તમારે જવાનું કે નહીં મારે જવાનું. તમે ધૂમ્રલોચનને મોકલો, તે સ્ત્રીને જીતીને અહીં લઈ આવશે.’

નાના ભાઈની વાત સાંભળીને શુંભે ધૂમ્રલોચનને યુદ્ધભૂમિમાં જવાની આજ્ઞા આપી. ‘તું વિશાળ સેના લઈને જા. તે અભિમાની સ્ત્રીને પકડીને અહીં લઈ આવ. તેના બધા સેવકોને મારી નાખ. તેની સાથે એક કાલી છે, તેને પણ લઈ આવજે. પણ તે સ્ત્રીને સુરક્ષિત રાખજે. તે બહુ કોમળ છે. બીજા બધાને મારી નાખજે પણ તે સ્ત્રીને આંચ ન આવે તે જોજે.’

આ આજ્ઞા સાંભળી ધૂમ્રલોચન શુંભને પ્રણામ કરી વિશાળ સેના લઈને નીકળી પડ્યો. તેની સેનામાં સાઠ હજાર દૈત્ય હતા. દેવી સુંદર ઉદ્યાનમાં બેઠાં હતાં. મૃગલોચની દેવીને ધૂમ્રલોચને જોયાં અને નમ્ર બનીને બધી વાત કરી, શુંભની ઇચ્છા કહી. ‘દૂત તમારી વાત સમજ્યો નહીં એટલે જુદી વાત કરી પણ તમારી ઇચ્છા લગ્નની છે, કામતૃપ્તિની છે. એટલે મારી વાત માનીને શુંભનો સ્વીકાર કરો. તમે તમારા પાદપ્રહારથી અશોક વૃક્ષને ખીલવો છો, કોગળો કરીને બોરસલીને ખીલવો છો તેમ તમે શુંભને પણ ખીલવો.’

ભગવતી કાલિકા બોલ્યાં, ‘અરે દુષ્ટ, તું નટની જેમ બોલે છે. મનમાં ખોટા ખોટા વિચારો કરે છે. તને શુંભે મોકલ્યો છે તો હવે યુદ્ધ કર, દેવી ક્રોધે ભરાયાં છે, તને અને બીજા રાક્ષસોને તીક્ષ્ણ બાણથી ઘાયલ કરી પોતાના નિવાસે જશે. તે મૂર્ખ શુંભ ક્યાં અને જગતને મોહ પમાડનારાં જગદંબા ક્યાં? આ બે વચ્ચે લગ્ન અશક્ય છે. સિંહણ શિયાળને, હાથણી ગધેડાને, સુરભિ ગાય સામાન્ય વૃષભને પતિ બનાવશે?’

આ સાંભળી ધૂમ્રલોચન રાતોપીળો થઈ ગયો, તે કાલીને કહેવા લાગ્યો, ‘અરે કુરૂપા, તને અને આ બળવાન સિંહને સૂવડાવી દઈ આ સુંદર સ્ત્રીને મહારાજ પાસે લઈ જઈશ. રસભંગ ન થાય એટલે જ તને જવા દઉં છું, નહીંતર અત્યારે ને અત્યારે જ તને મારી નાખત.’

કાલિકાએ કહ્યું, ‘ખોટો બકવાસ ન કર, વીર પુરુષો આવું નથી કરતા. પૂરી તાકાતથી બાણ ચલાવ. યમઘેર જવાનો સમય આવી ગયો છે.’

ભગવતી કાલિકાની વાત સાંભળી ધૂમ્રલોચને મજબૂત ધનુષ લઈ બાણવર્ષા કરવા માંડી, ઇન્દ્ર વગેરે દેવતાઓ આકાશમાં રહ્યે રહ્યે જયકાર કરતા હતા,

Line 318: Line 318:
આમ માતાઓના સમૂહે અત્યંત વીર દાનવસેનાનો ભારે સંહાર કર્યો. એટલે બચી ગયેલા દાનવો નાસવા માંડ્યાં. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. રક્તબીજ એ બધી બૂમો સાંભળી, જયજયકારનો અવાજ સાંભળી કાંપ્યો. એ આયુધો ધારણ કરી રણમેદાનમાં આવ્યો. ભગવાન શંકરે તેને અદ્ભુત વરદાન આપ્યું હતું, તેના શરીરમાંથી લોહીનું ટીપું પડે એટલે તેમાંથી રાક્ષસો જન્મતા હતા. તે બધા એવા જ ભયંકર હતા. આ વરદાનને કારણે અભિમાની બની ગયેલો રક્તબીજ દેવીની સામે આવ્યો. ત્યાં કાલિકા પણ હતાં. ગરુડ પર બિરાજેલાં, રાજીવલોચના વૈષ્ણવી શક્તિ પર દાનવોએ પ્રહાર કરવા શક્તિ ફંગોળી. વૈષ્ણવી દેવીએ ગદાથી તે શક્તિને અટકાવી અને ચક્ર ફેંક્યું. રાક્ષસના શરીરમાંથી લોહીની ધાર વહેવા માંડી અને તેનાં રક્તનાં ટીપાં જ્યાં જ્યાં પડ્યાં ત્યાં ત્યાં તેના જેવા હજારો રાક્ષસો જન્મ્યા, એન્દ્રિએ વજ્રપાત કર્યો. એટલે તેમાંથી નીકળેલા લોહીમાંથી પણ અસંખ્ય રક્તબીજ પ્રગટ્યા. આયુધધારી તેઓ યુદ્ધમાં પીછેહઠ કરનારા ન હતા. બ્રહ્માણી ક્રોધે ભરાઈને બ્રહ્મદંડથી મારવા લાગ્યા. માહેશ્વરીએ ત્રિશૂળથી દાનવોને વાઢી નાખ્યા. નારસંહીિના નખથી મહાઅસુરનું શરીર ચીરાઈ ગયું. વારાહી પોતાના મોં વડે નીચ દાનવોને મારવા લાગ્યા. કૌમારીએ શક્તિનો પ્રહાર તેમની છાતીમાં કર્યો.

રક્તબીજે બાણ, ગદા, શક્તિ વડે દેવીઓ પર પ્રહાર કર્યા. દેવીઓએ પણ સામો પ્રહાર કર્યો, ચંડિકાએ બાણ મારીને દાનવનાં શસ્ત્ર કાપી નાખ્યાં. ચારે બાજુથી બાણવર્ષા કરી રક્તબીજના શરીરમાંથી રુધિરધારા વહી અને તેના જેવા બીજા દાનવો ઉત્પન્ન થયા. બધા યુદ્ધ કરવા અધીરા બન્યા. તેમણે દેવીઓ પર પ્રહાર કરવા માંડ્યા. ઉદાસ થયેલા દેવતાઓ ડરી ગયા. આટલા બધા દૈત્યોનો સંહાર થશે કેવી રીતે? આ નવા રાક્ષસો વિકરાળ છે, શૂરવીર છે. અહીં માત્ર ચંડિકા, કાલિકા અને દેવીઓ છે. પણ તે બધા રાક્ષસોને પહોંચી વળશે એ પ્રશ્ન છે. શુંભ અને નિશુંભ પણ જો રણભૂમિ પર આવી ચડશે તો શું થશે?

ભયભીત દેવતાઓ જ્યારે ચિંતા કરતા હતા ત્યારે જગદંબાએ કાલીને કહ્યું, ‘ચામુંડા, તું તારું મોં પહોળું કર. મારા શસ્ત્રપ્રહારથી જે લોહી નીકળે તે ઝટ ઝટ પી જા. દાનવોનું ભક્ષણ કરવા માંડ. હું બાણ, ગદા, તલવાર, મુસળ વડે આ દાનવોનો નાશ કરું છું. તું એક પણ ટીપું ધરતી પર ન પડે એવી રીતે તેનું લોહી પી જજે. તો બીજા દાનવ ઉત્પન્ન નહીં થાય. આ સિવાય બીજો કોઈ ઉપાય આપણી પાસે નથી. દૈત્યને મારું એટલે તું ખાઈ જજે. રક્તબીજનું બધું લોહી પી જજે. એમ દૈત્યનો વધ કરી સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને આપી આપણે અહીંથી ચાલ્યા જઈશું.’  

જગદંબાની વાત સાંભળી ચામુંડા રક્તબીજના શરીરમાંથી નીકળતું બધું લોહી પીવા તૈયાર થયાં અને ભગવતીએ તલવાર, મુસળ વડે રક્તબીજ પર પ્રહાર કરવા માંડ્યો. ચંડિકાએ તેના શરીરનાં અંગ ખાવા માંડ્યાં. રક્તબીજ ક્રોધે ભરાઈને ચંડિકાને ગદા મારવા ગયો, છતાં ચંડિકાએ રક્તપાન ચાલુ રાખ્યું. આમ તેના શરીરમાંથી ઉત્પન્ન થયેલા બધા રાક્ષસો મરવા માંડ્યા, કાલી તેનું લોહી પીતાં રહ્યાં. કૃત્રિમ રક્તબીજો કાળના ખપ્પરમાં હોમાઈ ગયા, મૂળ રક્તબીજ શસ્ત્રોના મારથી ધરતી પર પડ્યો, તલવારથી તેના શરીરના ટુકડેટુકડા થઈ ગયા. આવા ભયંકર દાનવના મૃત્યુથી ત્યાં જેટલા દાનવ હતા, તે બધા નાસી જઈને શુંભ પાસે પહોંચી ગયા,

એ બધા રાક્ષસો શુંભને કહેવા લાગ્યા, ‘હે રાજન્, અંબિકાએ રક્તબીજને મારી નાખ્યો, ચામુંડા તેના શરીરનું બધું લોહી પી ગઈ. બીજા શૂરવીર દાનવોને પણ દેવીના વાહન સિંહે મારી નાખ્યા. બીજા દૈત્યોને કાલી ખાઈ ગઈ. અમે યુદ્ધની આ જાણકારી તમને આપવા આવ્યા છીએ. આ દેવીને દૈત્ય, દાનવો, ગંધર્વો, અસુરો, યક્ષો, સર્પો, નાગો, રાક્ષસોથી જીતી શકાય એમ નથી. ઇન્દ્રાણી અને બીજી દેવીઓએ પણ ત્યાં આવીને ઘણા બધા રાક્ષસોનો વધ કર્યો છે, રક્તબીજનો પણ વધ કર્યો. એકલી દેવીને પણ જીતવી મુશ્કેલ હતી તો આટલી બધી દેવીઓ ભેગી મળે તો શું થાય? દેવીના વાહન સિંહમાં પણ ખૂબ શક્તિ છે, તે યુદ્ધમાં રાક્ષસોનો ભોગ લે છે. મંત્રીઓ સાથે જે કંઈ મંત્રણા કરવી હોય તે કરો. આ દેવી સાથે વેર કરવું યોગ્ય નથી. સંધિ કરવી જ લાભદાયક છે. જેટલા દાનવો હતા તે બધા આ અંબિકાએ મારી નાખ્યા, ચામુંડા બીજા બધાને ખાઈ ગઈ. હવે પાતાળમાં જવું કે તેની સેવા કરવી — એ જ માર્ગ છે. આની સાથે યુદ્ધ કરવું ન જોઈએ. આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આપણો વિનાશ કરવા જન્મેલી માયા છે.’