8,009
edits
No edit summary |
(→) |
||
Line 184: | Line 184: | ||
વિષ્ણુ ભગવાન પછી બોલ્યા, ‘તમે આસન પર બેસો અને પછી બધી વાત કરો. એક સાથે કેમ આવવું પડ્યું, બ્રહ્મા, શંકર સાથે છે અને છતાં તમે ઉદાસ?’ | વિષ્ણુ ભગવાન પછી બોલ્યા, ‘તમે આસન પર બેસો અને પછી બધી વાત કરો. એક સાથે કેમ આવવું પડ્યું, બ્રહ્મા, શંકર સાથે છે અને છતાં તમે ઉદાસ?’ | ||
‘હે ભગવાન, મહિષાસુર વરદાનને કારણે બહુ છકી ગયો છે. બ્રાહ્મણો જે યજ્ઞ કરે છે તેના હવિ પણ તે જ લઈ લે છે. અમે બધા પર્વતોની ગુફાઓમાં ભટકીએ છીએ. બ્રહ્માએ તેને વરદાન આપ્યું છે. તું પુરુષથી નહીં મરે, સ્ત્રીથી મરીશ. તો એનો વધ કરવા પાર્વતી, લક્ષ્મી, ઇન્દ્રાણી, સરસ્વતી સમર્થ છે? હવે તમે જ અમને માર્ગ બતાવો.’ | ‘હે ભગવાન, મહિષાસુર વરદાનને કારણે બહુ છકી ગયો છે. બ્રાહ્મણો જે યજ્ઞ કરે છે તેના હવિ પણ તે જ લઈ લે છે. અમે બધા પર્વતોની ગુફાઓમાં ભટકીએ છીએ. બ્રહ્માએ તેને વરદાન આપ્યું છે. તું પુરુષથી નહીં મરે, સ્ત્રીથી મરીશ. તો એનો વધ કરવા પાર્વતી, લક્ષ્મી, ઇન્દ્રાણી, સરસ્વતી સમર્થ છે? હવે તમે જ અમને માર્ગ બતાવો.’ | ||
વિષ્ણુએ કહ્યું, ‘પહેલાં પણ તેની સાથે યુદ્ધ કર્યું હતું પણ તે ટકી રહ્યો. હવે દેવતાઓના તેજમાંથી કોઈ સ્ત્રી પ્રગટે તો તે તેનો વધ કરી શકે. તમે બધા તમારી શક્તિઓને પ્રાર્થના કરો, આપણી દેવીઓ પણ જોડાય. એટલે એ બધાના તેજમાંથી એક દેવી પ્રગટ થશે. આપણે આપણાં બધાં અસ્ત્રશસ્ત્ર તેને આપીએ. આમ બધાના તેજમાંથી પ્રગટેલી એ સ્ત્રી મહિષાસુરનો વધ કરી શકશે.’ | |||
વિષ્ણુના મોંમાંથી એ શબ્દો નીકળ્યા એટલે તરત જ અત્યન્ત મહાન, દુસ્સહ તેજપુંજ પ્રગટ્યો. તેનો વર્ણ રાતો હતો, આકાર શુભ હતો, પોખરાજ મણિ જેવો તે હતો. કંઈક શીતળ કંઈક ઉષ્ણ એવા તેજપુંજમાંથી અનેક કિરણો પ્રગટી રહ્યાં હતાં. એવી જ રીતે શંકર ભગવાનની કાયામાંથી એક તેજ પ્રગટ્યુંં. તે દૈત્યો માટે ભયાનક હતું, દેવતાઓ માટે સુખદ હતું. તેની આકૃતિ વિકરાળ હતી, પર્વત જેવી વિશાળ હતી. પછી વિષ્ણુની કાયામાંથી પણ તેજ પ્રગટ્યું. તેમાં સત્ત્વગુણ વિશેષ હતો. અને એમ કરતાં કરતાંં ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, અગ્નિના શરીરમાંથી પણ તેજ પ્રગટ્યું અને એ આખો તેજપુંજ સામે આવી ગયો. પછી તે તેજપુંજ એક અદ્ભુત સ્ત્રીમાંં રૂપાંતરિત થઈ ગયો. તે ભગવતી મહાલક્ષ્મીમાંં સત્ત્વ, રજસ્, તમસ્ ત્રણે ગુણ હતા. તેમ અઢાર ભુજા હતી, ત્રણ વર્ણ હતા, હોઠ રાતા હતા, દિવ્ય શણગાર હતા, જાણે અસુરોનો નાશ કરવા તે પ્રગટ્યાં હતાં. અઢાર ભુજા સહ ભુજા પણ થઈ જતી હતી. | વિષ્ણુના મોંમાંથી એ શબ્દો નીકળ્યા એટલે તરત જ અત્યન્ત મહાન, દુસ્સહ તેજપુંજ પ્રગટ્યો. તેનો વર્ણ રાતો હતો, આકાર શુભ હતો, પોખરાજ મણિ જેવો તે હતો. કંઈક શીતળ કંઈક ઉષ્ણ એવા તેજપુંજમાંથી અનેક કિરણો પ્રગટી રહ્યાં હતાં. એવી જ રીતે શંકર ભગવાનની કાયામાંથી એક તેજ પ્રગટ્યુંં. તે દૈત્યો માટે ભયાનક હતું, દેવતાઓ માટે સુખદ હતું. તેની આકૃતિ વિકરાળ હતી, પર્વત જેવી વિશાળ હતી. પછી વિષ્ણુની કાયામાંથી પણ તેજ પ્રગટ્યું. તેમાં સત્ત્વગુણ વિશેષ હતો. અને એમ કરતાં કરતાંં ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, અગ્નિના શરીરમાંથી પણ તેજ પ્રગટ્યું અને એ આખો તેજપુંજ સામે આવી ગયો. પછી તે તેજપુંજ એક અદ્ભુત સ્ત્રીમાંં રૂપાંતરિત થઈ ગયો. તે ભગવતી મહાલક્ષ્મીમાંં સત્ત્વ, રજસ્, તમસ્ ત્રણે ગુણ હતા. તેમ અઢાર ભુજા હતી, ત્રણ વર્ણ હતા, હોઠ રાતા હતા, દિવ્ય શણગાર હતા, જાણે અસુરોનો નાશ કરવા તે પ્રગટ્યાં હતાં. અઢાર ભુજા સહ ભુજા પણ થઈ જતી હતી. | ||
વ્યાસ ભગવાને તે દેવીનુંં વર્ણન વિસ્તારથી કરી બતાવ્યું. | વ્યાસ ભગવાને તે દેવીનુંં વર્ણન વિસ્તારથી કરી બતાવ્યું. | ||
Line 264: | Line 264: | ||
‘જગતની ઉત્પતિ, સ્થિતિ અને વિનાશ તમારા કારણે જ છે. તમારાં નામ કેટલાં બધા છે. — કીર્તિ, મતિ, સ્મૃતિ, ગતિ, કરુણા, દયા, શ્રદ્ધા, ધૃતિ, વસુધા, કમલા, અજપા, પુષ્ટિ, કલા, વિજયા, ગિરિજા, જયા, તૃષ્ટિ, પ્રભા, બુદ્ધિ, ઉમા, રમા, વિદ્યા, ક્ષમા, કાન્તિ, મેધા…… | ‘જગતની ઉત્પતિ, સ્થિતિ અને વિનાશ તમારા કારણે જ છે. તમારાં નામ કેટલાં બધા છે. — કીર્તિ, મતિ, સ્મૃતિ, ગતિ, કરુણા, દયા, શ્રદ્ધા, ધૃતિ, વસુધા, કમલા, અજપા, પુષ્ટિ, કલા, વિજયા, ગિરિજા, જયા, તૃષ્ટિ, પ્રભા, બુદ્ધિ, ઉમા, રમા, વિદ્યા, ક્ષમા, કાન્તિ, મેધા…… | ||
દેવતાઓની વિશેષ સ્તુતિ સાંભળીને દેવીએ કહ્યું, ‘આ સિવાય પણ બીજું કોઈ કાર્ય હો તો કહો. સંકટ સમયે મને યાદ કરજો.’ એમ કહી દેવી અંતર્ધાન થઈ ગયાં. | દેવતાઓની વિશેષ સ્તુતિ સાંભળીને દેવીએ કહ્યું, ‘આ સિવાય પણ બીજું કોઈ કાર્ય હો તો કહો. સંકટ સમયે મને યાદ કરજો.’ એમ કહી દેવી અંતર્ધાન થઈ ગયાં. | ||
=== શુંભ-નિશુંભની કથા === | === શુંભ-નિશુંભની કથા === | ||
શુંભ અને નિશુંભ નામના બે સહોદર રાક્ષસ પાતાળમાંથી પૃથ્વી પર આવ્યા. યુવાનીમાં પુષ્કર તીર્થમાં જઈ અન્નજળનો ત્યાગ કરી તપ કરવા બેઠા. દસ હજાર વર્ષ તપ કરીને બ્રહ્માને પ્રસન્ન કર્યા. ‘ઊઠો. તમારા તપથી હું પ્રસન્ન થયો છું. ઇચ્છા થાય તે વરદાન માગો.’ | શુંભ અને નિશુંભ નામના બે સહોદર રાક્ષસ પાતાળમાંથી પૃથ્વી પર આવ્યા. યુવાનીમાં પુષ્કર તીર્થમાં જઈ અન્નજળનો ત્યાગ કરી તપ કરવા બેઠા. દસ હજાર વર્ષ તપ કરીને બ્રહ્માને પ્રસન્ન કર્યા. ‘ઊઠો. તમારા તપથી હું પ્રસન્ન થયો છું. ઇચ્છા થાય તે વરદાન માગો.’ |