ભારતીયકથાવિશ્વ−૪/દેવી ભાગવત: Difference between revisions

()
()
Line 258: Line 258:
આ સાંભળી દેવીએ કહ્યું, ‘મૂર્ખ, હવે તું પાતાળમાં જા, નહીંતર યુદ્ધ કર. તારો વધ કર્યા પછી બધા અસુરોનો વધ કરીશ. જ્યારે જ્યારે સંતો દુઃખી થાય છે ત્યારે ત્યારે હું દેહધારણ કરીને પ્રગટું છું. તું જાણી લે, હું અરૂપા છું, અજન્મા છું. દેવતાઓની રક્ષા કરવા મેં રૂપ લીધું, જન્મ લીધો. મારી વાણી અડગ છે. દેવતાઓની પ્રાર્થનાને કારણે જ હું પ્રગટી છું. તને મારી નાખ્યા પછી હું અંતર્ધાન થઈ જઈશ. એટલે તું યુદ્ધ કર, અથવા પાતાળમાં જતો રહે. હવે મારે તને મારી જ નાખવો છે.’

જગદંબા આ પ્રમાણે બોલ્યાં એટલે ધનુર્ધારી મહિષાસુર યુદ્ધ કરવા આવ્યો. તેણે બાણો ફ્ેંકવા માંડ્યાં. એ બધાં બાણ દેવીએ કાપી નાખ્યાં.

બંને વચ્ચે ઘોર યુદ્ધ આરંભાયું. દેવો-દાનવો પોતપોતાના વિજયની આશા રાખતા હતા. એટલામાં ત્યાં દુર્ઘષ દૈત્ય આવીને ઝેરી બાણ ફેંકવા લાગ્યો. ભગવતીનાં બાણોથી તે મૃત્યુ પામી ધરતી પર પછડાયો. એટલે હવે ત્રિનેત્રે આવીને સાત બાણ છોડ્યાં. ભગવતીએ તે બાણ કાપીને સામે ત્રિશૂળ ફેંકી ત્રિનેત્રનો વધ કર્યો. હવે લોખંડની ગદા લઈને અંધકે આવીને સિંહના માથે વીંઝી. પણ સિંહે બળવાન અંધકને ચીરી નાખી તેનું માંસ ખાધું.

આ દૈત્યોનું મૃત્યુ જોઈને મહિષાસુર આશ્ચર્ય પામ્યો. શિલા પર સજેલાં બાણ છોડ્યાં ખરાં પણ ભગવતીએ તેમને કાપી નાખ્યાં, અને તેની છાતીમાં ગદા મારી. દેવોને પીડનારો રાક્ષસ મૂર્છા પામ્યો. પણ ફરી તેણે સિંહ પર ગદા ઉગામી. તે સિંહે નખ વડે મહિષાસુરને ચીર્યો. પછી તે રાક્ષસ મનુષ્ય મટીને સિંહ થયો. દેવીના સિંહને નખ વડે ચીરવાનો પ્રયત્ન કર્યો, તે જોઈ દેવી ક્રોધે ભરાયાં. ઝેરી બાણ તેમણે રાક્ષસ ઉપર ફેંક્યાં. હવે તે રાક્ષસ સિંહ મટીને હાથી થયો. પછી મનુષ્ય બની પર્વત શિખર ઉઠાવી દેવી પર ફેંકવા ગયો. દેવીએ તે શિખરના ટુકડેટુકડા કરી નાખ્યા અને અટ્ટહાસ્ય કરવાં લાગ્યાં. પછી એકાએક સિંહ ઊછળીને હાથી બનેલા રાક્ષસ પર કૂદ્યો, એટલે રાક્ષસ શરભ બનીને દેવીના સિંહને મારવા ગયો. દેવીએ શરભ પર તલવારનો ઘા કર્યો, દાનવે પણ દેવી પર ઘા કર્યો, બંને વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયું. રાક્ષસે હવે પાડાનું રૂપ લઈ શિંગડાંથી દેવી પર ઘા કરવા ગયો. તેનું રૂપ ભયાનક હતું. શિંગડાંથી અને પૂંછડાથી દેવીને ઇજા કરવા લાગ્યો. તે દુષ્ટ શિંગડાંથી અને પૂંછડાથી હસતાં હસતાં પથ્થરો ફેંકતો હતો. અભિમાની દૈત્યે દેવીને કહ્યું, ‘હવે તું ઊભી રહે. અત્યારે હું તને મારી નાખીશ. તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે એટલે મારી સાથે યુદ્ધ કરવા આવી છે. તું મોહ પામી છે એટલે તારું બળ ઓસરી ગયું છે. તારો વધ કર્યા પછી દેવતાઓનો વધ કરીશ. એ કપટી દેવો સ્ત્રીને આગળ કરીને વિજયનાં સ્વપ્ન જુએ છે.’

દેવીએ કહ્યું, ‘મૂર્ખ, અભિમાન ન કર. યુદ્ધભૂમિમાં ઊભો રહે, ઊભો રહે. તને મારીને દેવતાઓને નિર્ભય કરીશ.’