8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| મહેમાન | }} {{Poem2Open}} સ્કૂલમાસ્તર એ બે જણને ટેકરો ચડીને પોતાના...") |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
ઉપરાંત, આ ઘેરા સામે ટક્કર લેવા માટે એની પાસે પૂરતો પૂરવઠો હતો. કારણ કે સરકાર જે ઘઉંની ગુણો નાંખી ગયેલી તે એની નાનકડી ઓરડીમાં જ્યાં જુઓ ત્યાં પડેલી હતી. જે છોકરાઓનાં કુટુંબોને વરસાદ ખેંચાવાથી વેઠવું પડેલું તેમને એ જથ્થો વહેંચવાનો હતો. | ઉપરાંત, આ ઘેરા સામે ટક્કર લેવા માટે એની પાસે પૂરતો પૂરવઠો હતો. કારણ કે સરકાર જે ઘઉંની ગુણો નાંખી ગયેલી તે એની નાનકડી ઓરડીમાં જ્યાં જુઓ ત્યાં પડેલી હતી. જે છોકરાઓનાં કુટુંબોને વરસાદ ખેંચાવાથી વેઠવું પડેલું તેમને એ જથ્થો વહેંચવાનો હતો. | ||
હકીકતે ભોગ તો એ બધાંય લોકોના લાગેલા હતા. કારણ એ બધાં જ ગરીબ હતાં. દરુ છોકરાઓને દરરોજ માપ મુજબ અનાજ વહેંચતો. એને ખ્યાલ હતો કે આ નઠારા દહાડામાં એમને અનાજની ખોટ વરતાઈ હશે. ઘણે ભાગે કોઈ છોકરાનો બાપ કે મોટો ભાઈ આજ સાંજ સુધીમાં આવવો જ જોઈએ ને તો એ લોકોને અનાજ પહોંચતું કરી શકાશે. વાત મુદ્દે એ લોકને કેમે કરતાં બીજી ફસલ સુધી ટકાવી રાખવાની હતી. હવે તો ફ્રાંસથી વહાણનાં વહાણ ઘઉં ભરીને આવવા મંડયાં હતાં અને અણીનો ઘા તો જાણે ચુકાવાઈ ગયો હતો. પણ એ ગરીબી. એ વખતે ચોમેર રઝળતી ચીંથરેહાલ કંગાલોની સેના, એ બધું ભૂલવું અઘરું હતું. મહિના પર મહિના વીતી ગયા. ને એ ઉચ્ચ પ્રદેશના પથરા બળીને લાળા થઈ ગયા, ભોંય ધીરે ધીરે સુકાઈને કોકડી વળી ગઈ, ખરેખર દાઝી જ ગઈ. એક એક પથરો પગ હેઠળ ભાંગીને ભરભર થઈ ગયો. ને તે વારે ઘેટાં તો હજારોની સંખ્યામાં મરી ગયાં ને થોડાં થોડાં માણસ પણ અહીં ત્યાં મરી ગયાં – કેટલીક વાર તો કોઈને ખબરેય પડ્યા વિના જ. | હકીકતે ભોગ તો એ બધાંય લોકોના લાગેલા હતા. કારણ એ બધાં જ ગરીબ હતાં. દરુ છોકરાઓને દરરોજ માપ મુજબ અનાજ વહેંચતો. એને ખ્યાલ હતો કે આ નઠારા દહાડામાં એમને અનાજની ખોટ વરતાઈ હશે. ઘણે ભાગે કોઈ છોકરાનો બાપ કે મોટો ભાઈ આજ સાંજ સુધીમાં આવવો જ જોઈએ ને તો એ લોકોને અનાજ પહોંચતું કરી શકાશે. વાત મુદ્દે એ લોકને કેમે કરતાં બીજી ફસલ સુધી ટકાવી રાખવાની હતી. હવે તો ફ્રાંસથી વહાણનાં વહાણ ઘઉં ભરીને આવવા મંડયાં હતાં અને અણીનો ઘા તો જાણે ચુકાવાઈ ગયો હતો. પણ એ ગરીબી. એ વખતે ચોમેર રઝળતી ચીંથરેહાલ કંગાલોની સેના, એ બધું ભૂલવું અઘરું હતું. મહિના પર મહિના વીતી ગયા. ને એ ઉચ્ચ પ્રદેશના પથરા બળીને લાળા થઈ ગયા, ભોંય ધીરે ધીરે સુકાઈને કોકડી વળી ગઈ, ખરેખર દાઝી જ ગઈ. એક એક પથરો પગ હેઠળ ભાંગીને ભરભર થઈ ગયો. ને તે વારે ઘેટાં તો હજારોની સંખ્યામાં મરી ગયાં ને થોડાં થોડાં માણસ પણ અહીં ત્યાં મરી ગયાં – કેટલીક વાર તો કોઈને ખબરેય પડ્યા વિના જ. | ||
આવી કંગાલિયતની સરખામણીમાં પોતે જો કે એકલદંડી સ્કૂલના મકાનમાં લગભગ મુનિની જેમ રહેતો ને તેય એની પાસે જે કાંઈ થોડુંઘણું હતું તેનાથી જ એ બરછટ જિંદગીમાં એ સંતોષ માનતો છતાં પણ આ ધોળી દૂધ જેવી દીવાલો, એનો એકવડો કોચ, રંગ્યા વિનાની અભરાઈઓ, એનો કૂવો ને અઠવાડિયે એક વારનો સીધાંપાણીનો બંદોબસ્ત, એ બધું એને સાહ્યબી જેવું લાગતું. અને અચાનક, ચેતવણી આપ્યા વિના જ વરસાદનું પાણી મોંમાં આવવા દીધા વિના જ આ બરફ તૂટી પડ્યો. આ પ્રદેશનું આવું જ છે, એમાં જીવવું કપરું છે, માણસો ન હોય તોય – ને એમના હોવાથી ફાયદોય શો હતો? પણ દરુ અહીં જન્મ્યો હતો. બીજે બધે જ એને દેશવટા | આવી કંગાલિયતની સરખામણીમાં પોતે જો કે એકલદંડી સ્કૂલના મકાનમાં લગભગ મુનિની જેમ રહેતો ને તેય એની પાસે જે કાંઈ થોડુંઘણું હતું તેનાથી જ એ બરછટ જિંદગીમાં એ સંતોષ માનતો છતાં પણ આ ધોળી દૂધ જેવી દીવાલો, એનો એકવડો કોચ, રંગ્યા વિનાની અભરાઈઓ, એનો કૂવો ને અઠવાડિયે એક વારનો સીધાંપાણીનો બંદોબસ્ત, એ બધું એને સાહ્યબી જેવું લાગતું. અને અચાનક, ચેતવણી આપ્યા વિના જ વરસાદનું પાણી મોંમાં આવવા દીધા વિના જ આ બરફ તૂટી પડ્યો. આ પ્રદેશનું આવું જ છે, એમાં જીવવું કપરું છે, માણસો ન હોય તોય – ને એમના હોવાથી ફાયદોય શો હતો? પણ દરુ અહીં જન્મ્યો હતો. બીજે બધે જ એને દેશવટા જેવું લાગતું. | ||
એ પગથિયાં ચડીને સ્કૂલના ઝરૂખાબંધ ઓટલા પર આવીને ઊભો. પેલા બે જાણ હવે ટેકરાની અધવચ આવી લાગ્યા હતા. ઘોડેસવારમાં એણે બાલ્દુકીની મોંછા પકડી. એ બુઢ્ઢા જમાદારને એ લાંબા વખતથી ઓળખતો. બાલ્દુકીના હાથમાં દોરડું હતું. એને છેડે હાથ બાંધેલો એક આરબ નીચી મૂંડીએ પાછળ પાછળ ચાલ્યો આવતો હતો. જમાદારે હાથ હલાવ્યો જેનો દરુએ કાંઈ જવાબ ન વાળ્યો, કારણ એ પેલા આરબને જોવામાં તલ્લીન થઈ ગયો હતો. આરબે ઊડી ગયેલા રંગવાળો ભૂરો ઝભ્ભો પહેરેલો હતો, પગમાં જોકે જોડા હતા પણ જાડા ઊનનાં મોજાંયે ચડાવેલાં હતાં. માથે સાંકડી ટૂંકી ‘ચેચે’ ટોપી ચડાવેલી હતી. એ લોકો નજીક આવતા હતા. બાલ્દુકીએ ઘોડાની લગામ તાણી રાખી હતી જેથી આરબને ઘસડાવું ના પડે. એ ત્રણ ત્રેખડ ધીરેધીરે કદમ બઢાવતા હતા. | એ પગથિયાં ચડીને સ્કૂલના ઝરૂખાબંધ ઓટલા પર આવીને ઊભો. પેલા બે જાણ હવે ટેકરાની અધવચ આવી લાગ્યા હતા. ઘોડેસવારમાં એણે બાલ્દુકીની મોંછા પકડી. એ બુઢ્ઢા જમાદારને એ લાંબા વખતથી ઓળખતો. બાલ્દુકીના હાથમાં દોરડું હતું. એને છેડે હાથ બાંધેલો એક આરબ નીચી મૂંડીએ પાછળ પાછળ ચાલ્યો આવતો હતો. જમાદારે હાથ હલાવ્યો જેનો દરુએ કાંઈ જવાબ ન વાળ્યો, કારણ એ પેલા આરબને જોવામાં તલ્લીન થઈ ગયો હતો. આરબે ઊડી ગયેલા રંગવાળો ભૂરો ઝભ્ભો પહેરેલો હતો, પગમાં જોકે જોડા હતા પણ જાડા ઊનનાં મોજાંયે ચડાવેલાં હતાં. માથે સાંકડી ટૂંકી ‘ચેચે’ ટોપી ચડાવેલી હતી. એ લોકો નજીક આવતા હતા. બાલ્દુકીએ ઘોડાની લગામ તાણી રાખી હતી જેથી આરબને ઘસડાવું ના પડે. એ ત્રણ ત્રેખડ ધીરેધીરે કદમ બઢાવતા હતા. | ||
સંભળાય એટલા પાસે આવ્યા કે બાલ્દુકીએ બૂમ પાડી : ‘એલ અમૂરથી અહીં, પોણાબે માઈલ કાપતાં કાપતાં બે કલાક!’ દરુએ જવાબ વાળ્યો નહીં. જાડા સ્વેટરમાં દરુ વધુ ગટ્ટો ને જાડો લાગતો હતો. એ એમને ચઢતા જોઈ રહ્યો. આરબે એકેવાર માથું ઊંચકીને આંખ માંડી નહોતી. ‘હલ્લો’ એ લોકો છેક ઉપર ચડી આવ્યા ત્યારે દરુ બોલ્યો. ‘અંદર આવો. એક વાર તાપો.’ બાલ્દુકી દોરડું હાથમાંથી છોડ્યા વિના જ કઠણાઈથી ઘોડેથી હેઠે ઊતર્યો. બ્રશ જેવા ખડા વાળવાળી મૂંછો હેઠળથી એ સ્કૂલમાસ્તર સામે સહેજ મલક્યો. એની ઝીણી કાળી આંખો એના તપેલા તાંબા જેવા કપાળ નીચે ઊંડી બખોલમાં ગોઠવાયલી હતી અને એના મોં ફરતી કરચલીઓને કારણે એ તેલની ધાર જોનારો ને ચકોર માણસ જણાતો હતો. દરુએ લગામ લઈ લીધી અને ઘોડાને તબેલામાં બાંધીને પાછો આ બે જણ સ્કૂલમાં એની રાહ જોતા હતા ત્યાં આવ્યો. એ એમને પોતાની ઓરડીમાં લઈ ગયો. | સંભળાય એટલા પાસે આવ્યા કે બાલ્દુકીએ બૂમ પાડી : ‘એલ અમૂરથી અહીં, પોણાબે માઈલ કાપતાં કાપતાં બે કલાક!’ દરુએ જવાબ વાળ્યો નહીં. જાડા સ્વેટરમાં દરુ વધુ ગટ્ટો ને જાડો લાગતો હતો. એ એમને ચઢતા જોઈ રહ્યો. આરબે એકેવાર માથું ઊંચકીને આંખ માંડી નહોતી. ‘હલ્લો’ એ લોકો છેક ઉપર ચડી આવ્યા ત્યારે દરુ બોલ્યો. ‘અંદર આવો. એક વાર તાપો.’ બાલ્દુકી દોરડું હાથમાંથી છોડ્યા વિના જ કઠણાઈથી ઘોડેથી હેઠે ઊતર્યો. બ્રશ જેવા ખડા વાળવાળી મૂંછો હેઠળથી એ સ્કૂલમાસ્તર સામે સહેજ મલક્યો. એની ઝીણી કાળી આંખો એના તપેલા તાંબા જેવા કપાળ નીચે ઊંડી બખોલમાં ગોઠવાયલી હતી અને એના મોં ફરતી કરચલીઓને કારણે એ તેલની ધાર જોનારો ને ચકોર માણસ જણાતો હતો. દરુએ લગામ લઈ લીધી અને ઘોડાને તબેલામાં બાંધીને પાછો આ બે જણ સ્કૂલમાં એની રાહ જોતા હતા ત્યાં આવ્યો. એ એમને પોતાની ઓરડીમાં લઈ ગયો. |