વેરાનમાં/દીકરાની મા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|દીકરાની મા|}} <center>'''[૧]'''</center> {{Poem2Open}} કોણ જાણે શાથી, મારો એ કોલેજ્...")
 
No edit summary
Line 26: Line 26:
નાનાભાઈએ છ કરકુરિયાંને ઉપાડ્યાં, એક કોથળામાં ભર્યાં. તળાવે ગયો, કોથળો પાણીમાં પધરાવ્યો. ઊભો ઊભો રડ્યો’તો.  
નાનાભાઈએ છ કરકુરિયાંને ઉપાડ્યાં, એક કોથળામાં ભર્યાં. તળાવે ગયો, કોથળો પાણીમાં પધરાવ્યો. ઊભો ઊભો રડ્યો’તો.  
મને એ સાંભર્યું – હું માની વાત સમજી.  
મને એ સાંભર્યું – હું માની વાત સમજી.  
{{Poem2Close}}
<center>'''[૨]'''</center>
{{Poem2Open}}
ગામડામાં એ પાપ-કર્મ પતાવવું અઘરૂં હતું. માબાપની ફજેતી થાય! પાછી હું શહેરમાં ચાલી ગઈ. ઉનાળાની રજાના દિવસો: છાત્રાલય ખાલી: રંગરોગાન થતા હતા; ચોમેર ઉકળાટ હતો. હું વિચારતી બેઠી: મારું કલંક લલાટ પર લઈ લેવામાં મને શરમ નહોતી. પરંતુ… મારી નિરાધારી વચ્ચે હું એ અસહાય, જીવતા જીવને kયાં ઉતારો આપીશ? કોણ સંઘરશે?
બે હથેળીઓમાં માથું ટેકવીને ઝાઝી વાર હું બેઠી રહી. નિશ્ચય કર્યો, ચાલી: પાપમાં સાથ પૂરે તેવું દાkતરખાનું શોધવા. એક પછી એક નામનાં પાટીઆાં વાંચતી ચાલી.
દવાખાનું આવ્યું. દાખલ થઈ પાછી ફરી. વારંવાર અંદર ગઈ ને બહાર આવી: પાપની પળને બને તેટલી અળગી ધકેલવા માટે.
એકાએક મને યાદ આવ્યું : બાવળીનાં કુરકુરિયાંને ભાઈ ડૂબાવતો હતો ત્યારે બાવળી કેવી રોતી રોતી ભાઈના પગમાં આળોટતી’તી. ભાઈના હાથ ચાટતી’તી!
ને કુરકુરિયાં પાણીની બહાર આવવા મથતાં’તાં એટલે ભાઈએ લાકડીના ગોદા મારી મારીને કુરકુરિયાંને ડુબાવ્યાં હતાં. બાવળીની કલ્પનાએ મને જાણે સાદ દીધો: પાછી વળ! પાછી વળ!
હું પાછી વળી, અને મેં દોટ દીધી. દવાખાનાનાં બારણાં જાણે મને ઝાલવા મારી પાછળ ચીસો પાડતાં દોડ્યાં આવે છે. છાત્રાલયમાં હું હાંફતી બેઠી. થાક ઊતર્યો ને તે જ ઘડીએ મને કંઈક એવું થયું કે જેને હું કદી નહિ વીસરી શકું. મારા શરીરની અંદર જાણે કશુંક સળવળ્યું; કશુંક જીવન, નવું જીવન, મારાથી ભિન્ન કોઈ જીવાત્મા: અંદર લપાએલું કોઈક જાગે છે. જાણે ભિન્ન છતાંયે કોઈક મારું પોતાનું. મારાજ જીવનનો તેજ-અંશ!
હું ઓરડાના ખુણામાં દોડી ગઈ. લપાઈને બેઠી. મને પકડવા આવતી કોઈક ભૂતાવળથી બચવા જાણે હું એ મારા ભીતરમાં સળવળતા માનવીની આડશ કરીને બેઠી. એ જીવાત્માએ જાણે મને એની ગોદમાં લીધી. કહ્યું “મા! મા! ડરીશ ના! હું જાગુ છું.”
{{Poem2Close}}
<center>'''[૩]'''</center>
{{Poem2Open}}
"મા!મા! ભય નથી. હું જાણું છું.”
મારા મનના ઉંડાણમાંથી કોઈનો અવાજ આવતો હતો. પણ મારાં કલ્પના-ચક્ષુઓ સામે એક ટોળું ઊભું હતું. ટોળાના હાથમાં રસી હતી, લાકડીઓ હતી, છુરીઓ હતી, ઝેરની પડીકીઓ હતી.
ટોળું બોલતું હતું, ઈજ્જત જશે! કલંક લાગશે! ખલ્લાસ કર.
ટોળામાં કોણ કોણ હતાં? મારાં કુટુંબીઓ, મારી ન્યાત, મારા ધર્મગુરુ… ઘણા ઘણા વિકરાળ ચહેરા. અને ઓહ!… મારી બા પણ.
પણ તે સહુની પાછળ અમારી બાવળી કુતરી ઊભેલી : બાવળી મને કહેતી’તી જાણે: “નહિ હો બેન નહિ! બહુ ભયાનક છે એ…”
{{Poem2Close}}
<Center>*</Center>
{{Poem2Open}}
હું ઝબકી ઊઠી. કોઈક મને ઢંઢોળી રહ્યું હતું. “…બહેન! ઓ…બહેન! આ તે શું થયું છે તમને? આમ બાઘા જેવાં કેમ બની ગયાં છો?”
એ હતી મારી સહવિદ્યાર્થિની. મેં એને મારા ગર્ભની વાત કરી.
“અરે વાહ રે વાહ!” એ તો દંગ બની ગઈ : “બાલક! ઓહો, કેવું સરસ! કેવી મોટી વાત! એમાં તમે રડો છો શીદ પણ?”
હર્ષાવેશમાં એ તો દોડી. ધબધબ મેડાનાં પગથીઆાં પર કુદતી ગઈ: “ઓ…બહેન! ઓ…બહેન! બહાર આવો જલદી. એક સરસ નવી વાત કરું.”
“શી સરસ વાત?" બીજી સહવિદ્યાર્થીંની બહાર આવી.
“…બહેનને તો બાળક છે!”
“બાળક! ક્યાં છે? સાચે જ? પણ ક્યાં છે? હેં…બહેન! સાચેસાચ? kયાં છે? બતાવો તો!” કહેતી એ બીજી પણ મારી કને દોડી આવી.
“હવે ભૈ!” પહેલી સખીએ એ બીજીને રોકી: “એ તો છે, પણ હજુ તો એ આવવાનું છે. તમે તો સમઝો નહિ ને?”
બેઉ જણીઓ મને વીંટળાઈ વળી.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits