વેરાનમાં/દીકરાની મા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 62: Line 62:
“હવે ભૈ!” પહેલી સખીએ એ બીજીને રોકી: “એ તો છે, પણ હજુ તો એ આવવાનું છે. તમે તો સમઝો નહિ ને?”  
“હવે ભૈ!” પહેલી સખીએ એ બીજીને રોકી: “એ તો છે, પણ હજુ તો એ આવવાનું છે. તમે તો સમઝો નહિ ને?”  
બેઉ જણીઓ મને વીંટળાઈ વળી.  
બેઉ જણીઓ મને વીંટળાઈ વળી.  
{{Poem2Close}}
<center>'''[૪]'''</center>
{{Poem2Open}}
મને નવું કુટુંબ મળ્યું. જૂનું કુટુંબ, જૂનો સમાજ ઊડી ગયાં. નવું કુટુંબ, નવું જગત, નવો અવતાર. ચાર મહિના વહી ગયા.
પણ મારી સામે ન એક અપશબ્દ, ન તિરસ્કાર, ન દુષ્ટ કટાક્ષ. ખિલખિલ હાસ્યવિનોદ કરતી છોકરીઓ મને આવતી ભાળે એટલે ચુપાચુપ: જાણે પોતાની મા આવે છે એટલી મારી અદબ.
હું ઈસ્પિતાલે સૂતી. જુવાન દાક્તરો, મેડીકલ કૉલેજના વિદ્યાર્થીઓ, સઘળા મને ઘેરી વળ્યા. મારી સારવારમાં ગર્વ અનુભવ્યો. કેટલી બધી દિલસોજી! કારણ—હું પતિવિહોણી હતી. રઝળી પડેલી હતી. એટલે મારી જવાબદારીને એ સહુએ પોતાની સહિયારી કરી લીધી.
એવી માનવ–હુંફ વચ્ચે મારા ઉદરનો અતિથિ આવી પહોંચ્યો.
{{Poem2Close}}
<Center>*</Center>
{{Poem2Open}}
તે પછી ત્રણ ચાર મહિને:
બાબાને બાબાગાડીમાં સુવાડી હું બગીચે લઈ ગઈ હતી. બાંકડા પર બેસી હુ મારો પાઠ વાંચતી હતી. બાબો સૂર્યનાં કુંણાં કિરણોને ઝાલવા સુંવાળી હથેળીઓ ઉઘાડતો ને બીડતો હતો. વસંતનું પ્રભાત હતું.
ઓચિંતાનું મેં ઊંચું જોયું. દૂરથી મેં એને દીઠો — ઓળખી પાડ્યો – બાબાના …ને.
અમારી આાંખો મળી. એ ઝંખવાઈ ગયો. લાગ્યું કે એ સરીને ચાલ્યો જશે. ચાલ્યો, પણ અટક્યો, મને વંદન કર્યાં. મેં વારં વાર નમી વંદન ઝીલ્યાં. “કેમ છો?” ઘણા દાડે મળ્યાં! રોજ આવો છો?”
ઉપરાઉપરી પ્રશ્નો છૂટ્યા. પોતાની શરમને સંતાડવા મથતો'તો એ.
મેંય સીધા જવાબ દીધા. એને ભોંઠામણ થવા જેવા શબ્દ સરખો ન બોલી. જાણે કશું બન્યું જ નથી.
એ મારા માથાથી પગ સુધી ધીરી ધીરી જોતો હતો. એને શું એની જવાબદારી સમજાતી હતી?
કોણ જાણે, પણ મેં તો મારા પગ બાંકડા નીચે છુપાવી દીધા. મારી ચંપલ ફાટી ગઈ હતી.
“ઠીક, કાલે મળશું. અત્યારે તો ઉતાવળમાં છું.” કહીને એ ગયો.
મેં મારા અંતરમાં સુખ અનુભવ્યું–એને ભોંઠો ન પાડ્યો તે વાતનું.
જાણે કંઈ બન્યું જ નથી!
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits