પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૩.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 27: Line 27:
“આ ગુર્જર દેશ જો, ને અાંખ ઠાર. સર્વ સંપત્તિથી ભરપૂર આ તો જાણે સ્વર્ગલોક. કપૂર અને મીઠી સોપારીથી મઘમઘતા પાનથી એના યુવાનોનાં મુખ શોભે છે. વિવિધ દિવ્યાંબરો તે ધારે છે ને પ્રશંસાને પાત્ર બને છે. ચમકતાં રત્નોનાં આભૂષણ તે પહેરે છે. ચંદનથી તેમનાં શરીરો મઘમઘે છે. અને તે રતિ સમી યુવતીઓ સાથે મહાલે છે.
“આ ગુર્જર દેશ જો, ને અાંખ ઠાર. સર્વ સંપત્તિથી ભરપૂર આ તો જાણે સ્વર્ગલોક. કપૂર અને મીઠી સોપારીથી મઘમઘતા પાનથી એના યુવાનોનાં મુખ શોભે છે. વિવિધ દિવ્યાંબરો તે ધારે છે ને પ્રશંસાને પાત્ર બને છે. ચમકતાં રત્નોનાં આભૂષણ તે પહેરે છે. ચંદનથી તેમનાં શરીરો મઘમઘે છે. અને તે રતિ સમી યુવતીઓ સાથે મહાલે છે.
અને અહીંઆની સ્ત્રીઓનું સૌન્દર્ય પણ અનુપમ છે. તપ્ત સુવર્ણનો એમનો રંગ છે; લાલ ને મૃદુ એમના ઓઠ છે; નવપ્રવાલસમાં એમનાં હાથ છે; એમની વાણી અમૃતસમી મીઠી છે; એમનું મુખ છે કમલસમ, ને આંખોમાં છે નીલ કમલનાં તેજો. ગુર્જર યુવતીઓની મોહિનીથી યુવાનો મુગ્ધ બને એમાં શી નવાઈ?
અને અહીંઆની સ્ત્રીઓનું સૌન્દર્ય પણ અનુપમ છે. તપ્ત સુવર્ણનો એમનો રંગ છે; લાલ ને મૃદુ એમના ઓઠ છે; નવપ્રવાલસમાં એમનાં હાથ છે; એમની વાણી અમૃતસમી મીઠી છે; એમનું મુખ છે કમલસમ, ને આંખોમાં છે નીલ કમલનાં તેજો. ગુર્જર યુવતીઓની મોહિનીથી યુવાનો મુગ્ધ બને એમાં શી નવાઈ?
વળી આ લોકો દેશ દેશ ભમે છે, ત્યાંના કૌતુકો જુએ છે, અને અમિત દ્રવ્ય મેળવે છે. ત્યાંથી તે પાછા આવે છે, અને લાંબા વખતથી વિરહોત્કંઠ એવી એમની સતીઓને પાછા મળે છે. આ પ્રમાણે આ ધન્ય લોકો સર્વ સંપત્તિથી સમૃદ્ધ કયું સુખ નથી ભોગવતા? {{PoemClose}}
વળી આ લોકો દેશ દેશ ભમે છે, ત્યાંના કૌતુકો જુએ છે, અને અમિત દ્રવ્ય મેળવે છે. ત્યાંથી તે પાછા આવે છે, અને લાંબા વખતથી વિરહોત્કંઠ એવી એમની સતીઓને પાછા મળે છે. આ પ્રમાણે આ ધન્ય લોકો સર્વ સંપત્તિથી સમૃદ્ધ કયું સુખ નથી ભોગવતા? <ref> स एष सर्वसंपदामास्पदतया त्रिदशालयस्यादेश इव गुर्ज्जरदेशश्चक्षुषोः सुखाकरोति।

<ref> स एष सर्वसंपदामास्पदतया त्रिदशालयस्यादेश इव गुर्ज्जरदेशश्चक्षुषोः सुखाकरोति।
अत्र हि-
अत्र हि-
सकूर्परस्वादुक्रमुकनववीटीरसलसन्-
सकूर्परस्वादुक्रमुकनववीटीरसलसन्-
Line 43: Line 41:
संपाद्यौव द्रविणमतितं सद्य भुयोप्यवाप्य ।
संपाद्यौव द्रविणमतितं सद्य भुयोप्यवाप्य ।
संयुज्यन्ते सुचिरविरहोत्कंठिताभिः सतीभिः
संयुज्यन्ते सुचिरविरहोत्कंठिताभिः सतीभिः
सौख्यं धन्याः किमपि दघते सर्वसंपत्समृद्धाः ।।</ref>
सौख्यं धन्याः किमपि दघते सर्वसंपत्समृद्धाः ।।
</ref>

Line 120: Line 119:
જેમ આ વિકાસ વધ્યો તેમ વ્યક્તિત્વનિરૂપણ સમૃદ્ધ થતું ગયું. આ સદીની શરૂઆતમાં બે પાત્રો નવા સ્ત્રીત્વનું દર્શન કરાવે છેઃ શ્રી ગોવર્ધનરામની કુસુમ ને કવિ નાનાલાલની જયા – બંને સ્ત્રીઓ બંડખોર, વ્યક્તિત્વશીલ ને તેજસ્વી. શ્રી. રમણભાઈનો ભદ્રંભદ્ર, અવિસ્મરણીય ને આડંબરધારી, શ્રી. ધૂમકેતુનો ભૈયાદાદા ને શ્રી. રામનારાયણ પાઠકની ખેમી, અને શ્રી. દવે ને શ્રી. ધનસુખલાલનાં વિપિન ને નિર્મળા – બધાં આબેહૂબ મનુષ્યો, ઝીણી મોટી શક્તિ અને અશક્તિઓની જીવંત ને ચેતનવંત વ્યક્તિએ. હું તો વ્યક્તિત્વનિરૂપણનો જ રસિયો રહ્યો છું. જીવંત સ્ત્રીપુરુષો ચીતરાયાં છે કે નહી એ સિવાય મને બીજી પરવા જ નથી.
જેમ આ વિકાસ વધ્યો તેમ વ્યક્તિત્વનિરૂપણ સમૃદ્ધ થતું ગયું. આ સદીની શરૂઆતમાં બે પાત્રો નવા સ્ત્રીત્વનું દર્શન કરાવે છેઃ શ્રી ગોવર્ધનરામની કુસુમ ને કવિ નાનાલાલની જયા – બંને સ્ત્રીઓ બંડખોર, વ્યક્તિત્વશીલ ને તેજસ્વી. શ્રી. રમણભાઈનો ભદ્રંભદ્ર, અવિસ્મરણીય ને આડંબરધારી, શ્રી. ધૂમકેતુનો ભૈયાદાદા ને શ્રી. રામનારાયણ પાઠકની ખેમી, અને શ્રી. દવે ને શ્રી. ધનસુખલાલનાં વિપિન ને નિર્મળા – બધાં આબેહૂબ મનુષ્યો, ઝીણી મોટી શક્તિ અને અશક્તિઓની જીવંત ને ચેતનવંત વ્યક્તિએ. હું તો વ્યક્તિત્વનિરૂપણનો જ રસિયો રહ્યો છું. જીવંત સ્ત્રીપુરુષો ચીતરાયાં છે કે નહી એ સિવાય મને બીજી પરવા જ નથી.
મનુષ્યના વ્યક્તિત્વનું સર્જન આમ સમૃદ્ધ થયે કલાદૃષ્ટિ વિશુદ્ધ થતી ગઈ છે. પણ જેને આપણે સ્વજનથીયે નિકટ ગણીએ એવાં કેટલાં પાત્રો આપણી કલ્પનાસૃષ્ટિમાં જીવતાંજાગતાં બેઠાં છે? વ્યક્તિત્વમાં આપણો રસ એટલો નથી વધ્યો. આપણે ત્યાં નવલકથા લોકોને રુચે છે પણ નાટક પર પ્રીતિ નથી, એ કોઈ પણ પુસ્તક વેચનાર કળી શકશે. હજી નવલકથા અને ઊર્મિકાવ્યમાં રાચવા જેટલી જ આપણી વ્યક્તિગત રસિકતા વિકસી છે. સફલ નાટક એટલે વાર્તાલાપ દ્વારા આલેખાતાં આચારાત્મક વ્યક્તિત્વોની સુરેખ ઘટના. આવા વ્યક્તિવિલાસી સાહિત્યમાં રસ લેવાની શક્તિ જોઈતા પ્રમાણમાં હજી ગુજરાતમાં નથી આવી; એટલે અંશે આપણી સર્જકતા ને રસિકતા બંને અધૂરાં છે.
મનુષ્યના વ્યક્તિત્વનું સર્જન આમ સમૃદ્ધ થયે કલાદૃષ્ટિ વિશુદ્ધ થતી ગઈ છે. પણ જેને આપણે સ્વજનથીયે નિકટ ગણીએ એવાં કેટલાં પાત્રો આપણી કલ્પનાસૃષ્ટિમાં જીવતાંજાગતાં બેઠાં છે? વ્યક્તિત્વમાં આપણો રસ એટલો નથી વધ્યો. આપણે ત્યાં નવલકથા લોકોને રુચે છે પણ નાટક પર પ્રીતિ નથી, એ કોઈ પણ પુસ્તક વેચનાર કળી શકશે. હજી નવલકથા અને ઊર્મિકાવ્યમાં રાચવા જેટલી જ આપણી વ્યક્તિગત રસિકતા વિકસી છે. સફલ નાટક એટલે વાર્તાલાપ દ્વારા આલેખાતાં આચારાત્મક વ્યક્તિત્વોની સુરેખ ઘટના. આવા વ્યક્તિવિલાસી સાહિત્યમાં રસ લેવાની શક્તિ જોઈતા પ્રમાણમાં હજી ગુજરાતમાં નથી આવી; એટલે અંશે આપણી સર્જકતા ને રસિકતા બંને અધૂરાં છે.

'''૬ अ'''
આત્મોક્તિના સાહિત્યમાં વ્યક્તિત્વદર્શન કરાવવું સહેલ નથી. ઊર્મિકાવ્ય કે આત્મકથા એ આ સાહિત્યના લોકપ્રિય પ્રકારો છે, છતાં કેટલુંય એવું સાહિત્ય જન્મતાં જ મૃત્યુ પામે છે, કારણ કે તેમાં સાહિત્યકારના વ્યક્તિત્વનું દર્શન થતું નથી. ઊર્મિકાવ્ય રચતાં ઘણી વાર તે પોતાની ઊર્મિને બદલે પોતે કેવી ઊર્મિ કેળવવા માગે છે તેનું કથન આવી જાય છે; આત્મકથામાં ઘણીવાર પોતે છે એવો નહીં, પણ પોતે કેવો હોવો જોઈએ અથવા પોતાને લોકોએ કેવો માનવો જોઈએ તેનું કથન આવે છે. અને પરિણામે આવા પ્રયત્નોમાં વ્યક્તિત્વદર્શન સ્પષ્ટ ને સુરેખ બનતું નથી; સનાતન માનવને બદલે આડંબરી નટનું એક કે વધારે સ્વરૂપનું દર્શન થાય છે ને કૃતિ સરસ બનતી નથી. પોતે હોય એવાનું જ દર્શન થવા દેવું એ માનવીને માટે આપણે ધારીએ છીએ એવી સરલ વસ્તુ નથી, જીવનભર સંસારની રંગભૂમિ પર આપણે નવા નવા ભાગો ભજવવા માગીએ છીએ અને તે ટેવ સાહિત્ય રચતી વખતે દૂર થઈ શકતી નથી. પણ જ્યારે કોઈ કલાપી પોતાનું દર્દ મુક્ત કંઠે ગાય છે, ત્યારે તે જેવા હતા તેવાનું, અને તેના નિર્બલને સ્નેહવશ, ભોળા, ઊર્મિઘેલા, પ્રણય ને પ્રતિષ્ઠા વચ્ચે કચરાતા આત્માના સમૃદ્ધ વ્યક્તિત્વનું દર્શન થાય છે. અને આપણે આટલે વર્ષે પણ તેને આપણા સનાતન સ્વજન ગણી કોટે વળગાડીએ છીએ.
પૂજ્ય ગાંધીજીના આત્મકથનમાં પણ તેવું જ વ્યક્તિત્વદર્શન થાય છે. તેથી જ તે શિષ્ટ સાહિત્ય બને છે. સમૃદ્ધ ને ભાવનાશીલ વ્યક્તિત્વઃ પ્રચંડ ઊર્મિથી ને શક્તિથી તરવરતું, આત્મનિર્ણિત નિયમોમાં વિકાસ પામતું આપણે જોઈએ છીએ; અને આપણને પ્રતીતિ થાય છે કે એમાં દેખાતો, સત્યની શક્તિ અને માનવ નિર્બળતા વચ્ચે વિકટ મુસાફરી કરતો આત્મા આપણા સનાતન સ્વજનનો છે. અને આ પ્રતીતિથી એ કૃતિની કિંમત અંકાય છે. આ બે અમર ગુજરાતી કૃતિઓમાં બે તદ્દન ભિન્ન વ્યક્તિત્વોનું દર્શન થાય છે. અને કલાપી ને ગાંધીજી, એ કૃતિઓ દ્વારા, આપણા જીવનસાથીઓ બને છે.
પરોક્ષ સાહિત્યમાં વ્યક્તિત્વનિરૂપણ કરવું એમાં સાહિત્યકારની સર્જકતાની કસોટી છે. શબ્દશિલ્પીનો ખરો કીમિયો એમાં રહ્યો છે. કલાપી ને પૂજ્ય ગાંધીજી નૈસર્ગિક નિખાલસતાથી જે વ્યક્તિત્વદર્શન કરાવે છે તે સાહિત્યકારને સમૃદ્ધ સર્જકશક્તિથી કરવું પડે છે.
પાત્રસર્જનની એની પ્રયોગશાળા તપાસીએ.
સાહિત્યકની સ્ત્રી મિત્રની સ્ત્રીને મળવા ગઈ છે. સ્ત્રી ને મિત્ર બંને વિશ્વસનીયતાની સંપૂર્ણ કસોટીએ ચઢેલાં છે એટલે એના હૃદયમાં જરાય સંદેહ નથી. પણ માત્ર વિચાર આવે છે કે બે વિશ્વનીય ન હોય તો! આમ કલ્પનાના શાંત સાગર પર વહેમ ને ઇર્ષ્યાનો તરંગ આવે છે; મિત્ર ને સ્ત્રી એકલાં મળે, ન મળ્યો પ્રસંગ મળે, ન કહેવાનું કહેવાઈ જાય, ન ધાર્યો સ્નેહ સંબંધ ઊભો થાય; પોતાનું જીવન વહેમથી વિષમય બને; સ્ત્રી અકારી બને, છોકરાંનાં મુખ પર બીજાની રેખાઓ દેખાય – તો પોતે શું કરે? લઢે, ઝગડે, છૂટો પડે? કે ભગીરથ આત્મત્યાગથી હૃદયનાં ઝેર હૃદયમાં શમાવી કર્તવ્યની મૂર્તિ બની રહે? પોતે કર્તવ્યમૂર્તિ બની રહેવાનો સંકલ્પ કરે છે; નવી સૃષ્ટિમાં નવી જીવનદીક્ષા સ્વીકારતાં એનું વ્યક્તિત્વ નવા રંગે ચમકે છે.
સાહિત્યકાર કલમ પકડે છે અને આ ઉડ્ડયનોથી પોતાના વ્યક્તિત્વને આવેલા નવા નવા રંગો કાલ્પનિક ને નવી સૃષ્ટિ પર ચમકાવે છે. સ્ત્રી ને મિત્ર પણ નવાં સ્ત્રીપુરુષો બની જાય છે; અને એ બે વચ્ચે પોતે નાયક બની કાલ્પનિક આત્મકથા લખી રહે છે.
સ્વ. કલાપી ને પૂજ્ય ગાંધીજીને પોતાનું હતું. તેવું વ્યક્તિત્વ દર્શાવવું હતું, સાહિત્યકારને પોતે રચેલી નવી સૃષ્ટિમાં તે હોત તો પોતાનું વ્યક્તિત્વ કેવું બનત તે દર્શાવવું રહ્યું. આ ક્રિયા અઘરી બને છે, કારણ કે–
(૧) પોતે ક્ષણ વાર અનુભવેલી ઊર્મિને ઘૂંટી ઘૂંટીને સુંદર સ્થાયી સ્વરૂપ આપવાની એનામાં રસવૃત્તિ જોઈએ.
(૨) એ ઊર્મિના સ્થાયી સ્વરૂપને કલ્પનામાં મહલાવતાં નવી સામગ્રી એકઠી કરવાની એની કલ્પનામાં સમૃદ્ધિ જોઈએ;
(૩) એ સામગ્રી એકઠી કરી તેમાંથી એ સ્વાનુભવને અનુકૂલ વાસ્તવિક સૃષ્ટિ રચવાની શક્તિ જોઈએ.
(૪) એ નવી સૃષ્ટિને યોગ્ય પોતાનું વ્યક્તિત્વ પલવારને માટે વિકસાવવાની શક્તિ જોઈએ.
(૫) પોતે વિકસાવેલા વ્યક્તિત્વને અણદીઠી સૃષ્ટિમાં નવા અનુભવો કરાવવાનું કલ્પાનાવૈવિધ્ય જોઈએ અને
(૬) એ નવા સમગ્ર વ્યક્તિત્વની રેખાઓમાં કૈંક મૌલિક માનવતાની અપૂર્વતાનો ભાસ થવો જોઈએ.
આ બધી શક્તિઓના સંયુકત ઉપયોગથી સાહિત્યકાર નવી કલ્પનાસૃષ્ટિ ઊભી કરી, પોતે, નવે ને સમૃદ્ધ સ્વરૂપે ન જોયેલા અનુભવો કરે છે, અને તે કાલ્પનિક સ્વાનુભવો શબ્દોમાં વ્યક્ત કરે છે.
તે જ પ્રમાણે પોતાની સ્ત્રી ને મિત્રનાં વ્યક્તિત્વો જે એને પરિચિત છે તેમાં એ નવા રંગો ઉમેરે છે. નવી સૃષ્ટિમાં શક્ય એવા અનુભવો એમની પાસે કરાવવા માટે તે પર–સ્વભાવ–પ્રવેશ કરે છે: જેમ લોકો અસલ પર–કાયા–પ્રવેશ કરતા હતા તેમ અને પરિણામે એનો મિત્ર ને સ્ત્રી જુદાં જ બની જાય છે.
આ ત્રણે પાત્રોમાં-
(૧) અસલ વ્યક્તિત્વનો પાયો એટલો મજબૂત જોઈએ અને લેખકની સર્જકતા એટલી સપ્રમાણ જોઈએ કે નવું વિકસિત વ્યક્તિત્વ વાસ્તવિક લાગે અને તેણે કરેલાં કાલ્પનિક અનુભવો સ્વાભાવિક લાગે;
(૨) અને છતાં એ વ્યક્તિત્વ એવું હોય કે જેથી પુસ્તક વાંચનારને એમાં પોતાનો જ મિત્ર કે સાથી દેખાય.
આમ સાહિત્યમાં આલેખેલું વ્યક્તિત્વ આબેહૂબ કોઈ જીવંત અને પરિચિત માણસનું હોય એવું લાગે, અને છતાં એમાં એવી હૃદયસ્પર્શતી માનવતા હોય કે અનેક વાચકોને પોતાના કોઈ સ્વરૂપનું પ્રતિબિમ્બ એમાં જણાય, ત્યારે વ્યક્તિત્વનિરૂપણ સફળ થયું ગણાય. આપણા સાહિત્યમાં કવિની સર્જકતાએ પેદા કરેલી પ્રૌઢમાં પ્રૌઢ ને જીવંતમાં જીવંત વ્યક્તિ હોય તો તે શ્રીકૃષ્ણની ભાગવતકારની કલ્પનાનું એ પરિણામ છે. એ પુરાણમાંથી નીતરતી વ્યક્તિનાં લક્ષણ લાડકડા પુત્રનાં, છેલબટઉ વરણગિયાંનાં, પ્રેરક સખાનાં, સર્વદર્શી મુત્સદ્દીનાં લાગે છે; અને છતાં એના દરેક સ્વરૂપમાં સર્વ સામાન્ય માનવ હૃદયની કોઈ ઊર્મિઓને મૂર્તિમાન કરતી અપૂર્વતા દેખાય છે. જેમ કાવ્યસૃષ્ટિ આપણી વ્યવહારુ સૃષ્ટિ કરતાં અપૂર્વ હોય છે, તમે સાહિત્યમાં નિરૂપેલું વ્યક્તિત્વ વ્યવહારમાં દેખાતા વ્યક્તિત્વથી વધારે સંવાદી છે.
આમ વ્યક્તિઓ સર્જતો સાહિત્યસ્વામી, શિલ્પીઓની સર્જકતાને વીસરાવી, વિશ્વકર્માની કલાને વધારે અપૂર્વ બનાવે છે. આમ હોમરનો એકીલીસ ને હેક્ટર, વાલ્મીકિના રામચંદ્ર, કાલિદાસની શકુંતલા ને ભાગવતકારના શ્રીકૃષ્ણ, શેક્સપિયરના હેમ્લેટ, ઓથેલો ને ફૉલસ્ટાફ, હ્યુગોનો ઝાં વાલઝાં અને ડુમાનો દારતાન્યા, ઇબ્સનની નોરા ને ટૉલ્સ્ટોયની એના કેરેનીના ખરાં સ્ત્રીપુરુષોથી વધારે માનવી છે, ખરી વ્યક્તિઓથી વધારે અપૂર્વ છે, અને તેથી આપણી જીવનયાત્રાના અણવિછોડ્યાં ને નિકટના સાથી બને છે. અને સાહિત્ય આમ જીવનથી વધારે સત્ય ને પ્રબલ બની આપણને, વધારે સમૃદ્ધ અનુભવસૃષ્ટિનું સામ્રાજ્ય અપાવે છે.

'''૭'''
છેલ્લાં પચીસ વર્ષમાં ગાંધીજીએ હિંદના અને ખાસ કરીને ગુજરાતના ઘડતરને નવું સ્વરૂપ આપ્યું છે. એ વિધાયકને અંગત ફાળો પલવાર નજર બહાર રાખી આપણે એમણે પેદા કરેલા બળનું નિરીક્ષણ કરીએ.
ગાંધીવાદ એટલે શું? એનાં અંગો ક્યાં?
ગાંધીવાદનું પહેલું અંગ સત્ય. સત્ય એટલે દરેક માણસે પોતાના સ્વભાવ ને સ્વાનુભવની કસોટીએ ચઢાવેલો સ્વધર્મ. આ સત્ય તે દરેકનું પોતાનું જ નીરાળું; એની અને એના ઈશ્વર વચ્ચે બાંધેલો બ્રહ્મસંબંધ; જેને માટે એ પ્રાણ પાથરવા તૈયાર હોય તે દૃષ્ટિ. આમ માનવીનું વ્યક્તિત્વ સત્ય સ્વરૂપે પોતાનો વિકાસ શોધે છે અને કર્તવ્યની કસોટી પર ચઢી વિશુદ્ધ અને બલિષ્ઠ બને છે. અને જેમ આ સત્યના સ્વરૂપ પર ભાર મૂકાય તેમ તેમ આ વ્યક્તિત્વ વધારે ભવ્યતા પ્રાપ્ત કરે છે.
ગાંધીવાદનું બીજું અંગ અહિંસા છે. અહિંસાનો અર્થ એક વખત ‘અમારિ’ થતો હતો. કુમારપાલ રાજાના રાજ્યકાલમાં જૂ મારનારે ‘જૂવસહિકા’ બંધાવી પાપનું પ્રાયશ્ચિત કર્યું હતું. આ વ્યક્તિગત બળને ગાંધીજીએ સામુદાયિક ઉપયોગમાં આણ્યું અને તેમાંથી સત્યાગ્રહનું વજ્ર ઘડ્યું. પોતાની દૃષ્ટિએ નીરખેલા સત્યથી ન ચળવાનો સંકલ્પ તે સત્યાગ્રહઃ આ એનું વ્યક્તિગત સ્વરૂપ; એ જ્યારે સમુદાય દ્વારા આરંભાય ત્યારે એ આગ્રહમાં અનેકના સત્યો સમાઈ જાય, અનેકોની કલ્પના ને સંકલ્પ એકાકાર બને અને અનેક વ્યક્તિત્વોની ગૂંથણી થઈ જાય. આ સામુદાયિક સત્યાગ્રહથી જુદા જુદા વર્ગો ને ધર્મોનાં નરનારીઓને એક જ સક્રિય સંકલ્પ દ્વારા રાષ્ટ્ર સર્જતાં આપણે દીઠાં છે. ફ્રાંસ જેવા દેશોએ હિંસાત્મક વિગ્રહો દ્વારા સંકલ્પ સિદ્ધ કરી રાષ્ટ્ર રચ્યું છે. પણ એ વિગ્રહો તો વિકટ હતા અને લાંબો કાળ ચાલેલા. હિંદે અહિંસાત્મક વિગ્રહથી થોડે ભોગે ને ટૂંક વખતમાં એ ભાવના સિદ્ધ કરી. આનું કારણ એટલું જ કે અહિંસાત્મક વિગ્રહમાં વ્યક્તિગત સંકલ્પ–સ્વચ્છાએ સ્વીકારેલા ત્યાગને વધારે સ્થાન હતું. અને તેથી તેમાં જોડાનારને વધારે વ્યક્તિબળ કેળવી સામુદાયિક ઇચ્છાશક્તિના અંગ બનવું પડતું. આમ ગાંધીજી જગતના સમયબલના અધિષ્ઠાતા બને છે. એમની પ્રેરણાથી વ્યક્તિત્વ વિકસ્યું છે અને સામુદાયિક એકતા સર્જવાનું દરેકને સહેલું થઈ પડ્યું છે.
ગાંધીવાદ સ્પષ્ટ કરે છે કે વિકાસ પામેલું વ્યક્તિત્વ અને સંકલ્પજન્ય સમુદાય બે સાથે રહી શકે છે. ખરું જોતાં જેમ વ્યક્તિત્વ વિકસે તેમ સમુદાય; વ્યક્તિઓની સંકલ્પગૂંથણીથી વધારે પ્રબલ અને ગતિમાન બને, વ્યક્તિ અને રાષ્ટ્ર બન્ને ભાવના પરસ્પરાવલંબી થાય.

'''૮'''
સાહિત્યમાં પણ આનું જ પ્રતિબિમ્બ દેખાય છે. વ્યક્તિત્વનું સૌંદર્ય સાહિત્યકારો વધારે ને વધારે નીરખતા જાય છે. અને સાથે હેતપૂર્વક આદરેલા પ્રયત્નથી જનસમૂહની ઉત્તરોત્તર વિસ્તરતી સમગ્ર એકતા વધારે ને વધારે અનુભવતા થયા છે. ગરીબો ને દલિતોના અનુભવોનાં વર્ણનો સાહિત્યમાં ઊતરવા લાગ્યાં છે. સામાજિક અન્યાય કવિઓના હૃદયમાં જ્વાલા પ્રગટાવે છે. રાષ્ટ્રની ભાવના તો સાહિત્ય માત્રમાંથી નીતરે છે. પણ તે ઉપરાંત કવિ જગતના પીડિતોને પણ સમુદાય કલ્પી તેના તરફ પોતાના ભાવો વહેવડાવે છે.
{{Poem2Close}}
<Poem>
કવિ નવી દૃષ્ટિ કેળવે છે.
'''‘મન! છોડ નિહાળવા તારલિયા, કાળાં કેદખાનાં કેરા જો સળિયા,'''
'''એનાં કંદન શું નથી સાંભળિયાં?'''
'''એની ભીતર મૌન એકાકી રીબાઈ રીબાઈ હજારોના પ્રાણ દમે,'''
'''ત્યારે હાય રે હાય કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગાન ગમે?’7'''
કવિ એ સમુદાય રચવા કાલ્પનિક વિગ્રહની નોબતો વગાડે છે:
'''અમે કંટકનો પુનિત તાજ પહેરી શિર પરે આજ પીડિત દલિતોનું રાજ રચવાને આવ્યાં.'''
'''અમે જુગ જુગ કેરાં કંગાલ ભાંગી નરકોનાં દ્વાર દેતાં ડંગ એકતાલ ધરણી પર આવ્યાં.8'''
વળી કવિનો ભાવ ઊભરાય છે:
'''મુખે શું ભૂખ્યાંને જળ બસ સિંચ્યે ટાઢક વળે?'''
'''નવસ્ત્રાં અંગોને જળથી ક્યમ રે હૂંફ જ મળે?'''
'''દરિદ્રી નોધારાં હૃદય જળ દેખી ક્યમ ઠરે?9'''
</Poem>
{{Poem2OPen}}
પણ એક જ ચેતવણી આપું. સમસ્ત જગતને પોતાની આર્દ્રતાના સમભાગી કરવાની જેમને ઇચ્છા હોય તે પણ એ ન ભૂલે કે સાહિત્યમાં વ્યક્તિનું સ્થાન ભૂલવું એ તો સૃષ્ટિને એની ટોચ પર ઊંધી ગોઠવવા જેવું છે. વ્યક્તિનો પ્રેમ અને અશ્રુ, ભક્તિ ને ધિક્કાર, અસ્મિતા અને કલ્પના, સ્વાનુભવ ને સ્વદૃષ્ટિ એ જ જીવન ને સાહિત્યનાં બળો છે, એના વિનાનું રાષ્ટ્ર, વર્ગ કે સૃષ્ટિ વર્ણવતું સાહિત્ય એ તો ઠાલું કાચલું છે. જેને રાજવી ન ગમતો હોય તે શ્રમજીવી આલેખે, જેને શહેરની સુંદરીઓ ન પ્રેરે તે ભલે ગામડાની ‘ગોરી’ની પ્રેરણા લે; પણ વ્યક્તત્વભરી માનવતાથી તરવરતાં સ્ત્રીપુરુષોનાં આંતરજીવનનાં જ્યાં દર્શન થતાં નથી ત્યાં સાહિત્ય નથી ને સરસતા નથી.

'''૯'''
આ સંમેલન આગળ કેટલાક વ્યવહારુ પ્રશ્ન પડ્યા છે તેનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય.
૧. ગયા સંમેલનને કરેલી ભલામણ મુજબ પરિષદના બંધારણમાં સુધારા સૂચવવા મધ્યસ્થ સભાએ એક સમિતિ નીમી હતી. પૂ. ગાંધીજી અસ્વસ્થ તબિયતને લીધે એના કાર્યમાં જોડાઈ શક્યા નથી. પણ બાકીના સભ્યો એકમતે સૂચનાઓ રજૂ કરવાની આશા રાખે છે. એ સૂચનાઓના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છેઃ
(અ) આજે પરિષદનું તંત્ર છે તેને ઘણે અંશે સમવાયતંત્ર બનાવવું;
(આ) મધ્યસ્થ સભા મોટી કરવી અને તેના કેટલાક અધિકાર કાર્યવાહી સભાને આપવા.
૨. બીજો પ્રશ્ન ગુજરાતી લિપિનો છે.
(અ) જે અક્ષરો દેવનાગરી સ્વરૂપમાંથી ચળ્યા છે તેને પાછું અસલી સ્વરૂપ આપવું કે કેમ?
(આ) દેવનાગરી અક્ષરોને વધારે વૈજ્ઞાનિક કે સુઘડ સ્વરૂપ આપવું કે કેમ? આપવું તો કેવું આપવું? અને તે અત્યારે આપી શકાય એવા સાનુકૂલ સંયોગો છે કે કેમ?
૩. અને આ બધાથી મોટો પ્રશ્ન તો એ છે કે તમે આ સંસ્થાને કેવું સ્વરૂપ આપવા માંગો છો?
રણજીતરામે સાહિત્ય પરિષદને ને ગુજરાતી સાહિત્યને સંસ્કારનું મંદિર કલ્પ્યું હતું; મને એ ગુજરાતી અસ્મિતાની પ્રયોગશાળા રૂપે દેખાઈ છે. અહીં ગુજરાતીઓ રાજકીય ને ધાર્મિક ભેદો છોડી ગુજરાતી તરીકે ભેળા મળી શકે; ગુજરાતના સાહિત્યરસિકો એમાં સરસતાની લહાણ કરી શકે; ગુજરાતી વિદ્વાનો ને કલાકારો અહીં આદર્શો અને પદ્ધતિની આપ લે કરી શકે; ગુજરાતનું જીવન, સાહિત્ય, નાટક, નૃત્ય, સંગીત ને કલા દ્વારા સર્વાંગસુંદર બનાવવાનો પ્રયત્નો અહીં થઈ શકે; ગુજરાત ને મહાગુજરાતમાં વસનારાઓને એ દ્વારા સામુદાયિક અસ્મિતાની સિદ્ધિ સાંપડી શકે.
હું આ પ્રશ્નનો નિકાલ કરવા આ સંમેલનને વિનવું છું. તમારે માત્ર બે વર્ષે મળતી, વચમાં મંદ મંદ કાર્ય કરતી સંસ્થા ચલાવવી હોય, તો તો વધારે કંઈ કરવાની જરૂર નથી. તો વેપારીઓ વેપાર કર્યા કરો, સાહિત્યકારો ટીકા કર્યા કરો અને ગુજરાતની શક્તિનો વ્યય થવા દો. મેં ૧૯૨૬થી એમ થવા ન દેવાના પ્રયત્નો આરંભ્યા હતા; પણ દશ વર્ષે મારે કબૂલ કરવા પડે છે કે જોઈતી ઝડપે ગુજરાતીઓ આ માર્ગે ચાલવા તૈયાર નથી. પણ જો તમારી ઇચ્છા એવી હોય કે પરિષદ દ્વારા અસ્મિતાની ગંગા વહેતી મૂકવી છે તો માત્ર ઠરાવ કર્યે કામ નથી આવવાનું. બંધારણના નિયમો ફેરવ્યે પણ સંસ્થામાં વધારે ચેતન નથી આવવાનું. કાર્યકરોની, પ્રચારની ને પૈસાની જરૂર પડશે; અવિરત ઉત્સાહ વગર ચાલવાનું નથી. સ્થળે સ્થળે જઈ સાહિત્યસભાઓ સ્થાપવી પડશે કે ચેતનવંતી કરવી પડશે. જ્યાં જ્યાં ગુજરાતીપણાનું ભાન કમી થયું છે કે વીસરાઈ ગયું છે ત્યાં તેને ફરી પ્રગટાવવું પડશે.
ઝાલોર, વાંસવાડ, શ્રીમાલ: ગુજરાતના આ ભૂતપૂર્વ વિભાગોને તમારે અપનાવવા છે? મહાગુજરાતમાં પરિષદની પ્રવૃત્તિઓ પ્રસારવી છે?
તમારી હિંમત અને કાર્યદક્ષતા પર આ સવાલોના જવાબ આપવાનું હું સોંપી દઉં છું.
{{Poem2Close}}

પાદટીપ
26,604

edits