8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 18: | Line 18: | ||
:‘વ્યર્થ છે આ ક્રંદન. વ્યર્થ છે આ અગ્નિમય અનંત વાસના. રવિ અસ્ત થાય. અરણ્યમાં અંધકાર, આકાશમાં પ્રકાશ. સંધ્યા નત આંખે ધીરેથી આવતી દિવસની પાછળ. સ્તબ્ધ છે વિદાયવિષાદથી શ્રાંત સાંધ્ય સમીર. મારા બે હાથમાં પકડી લઈ હાથ, ક્ષુધાર્ત નયને જોઈ રહું બે આંખોમાં. શોધી રહું, ક્યાં છે તું, ક્યાં છે તું.’<ref>બધા જ અનુવાદોમાં બુદ્ધદેવ બસુના અંગ્રેજી અવતરણોનો મૂળ બંગાળી પરથી આ લેખકે ગુજરાતી અનુવાદ કર્યો છે.</ref> | :‘વ્યર્થ છે આ ક્રંદન. વ્યર્થ છે આ અગ્નિમય અનંત વાસના. રવિ અસ્ત થાય. અરણ્યમાં અંધકાર, આકાશમાં પ્રકાશ. સંધ્યા નત આંખે ધીરેથી આવતી દિવસની પાછળ. સ્તબ્ધ છે વિદાયવિષાદથી શ્રાંત સાંધ્ય સમીર. મારા બે હાથમાં પકડી લઈ હાથ, ક્ષુધાર્ત નયને જોઈ રહું બે આંખોમાં. શોધી રહું, ક્યાં છે તું, ક્યાં છે તું.’<ref>બધા જ અનુવાદોમાં બુદ્ધદેવ બસુના અંગ્રેજી અવતરણોનો મૂળ બંગાળી પરથી આ લેખકે ગુજરાતી અનુવાદ કર્યો છે.</ref> | ||
આ છે ‘નિષ્ફલ કામના’ની પહેલી ૧૨ પંક્તિ જે રવીન્દ્રનાથે તેમની ૨૬ વર્ષની વયે લખી હતી અને જેનાથી બંગાળી સાહિત્યમાં જીવન પ્રત્યે ઉદાસીન દૃષ્ટિકોણે દેખા દીધી. ૧૮૯૦માં પ્રગટ થયેલું આ પુસ્તક એક તાજા અંકુર સમું અને તેના સમય માટે અસાધારણ હતું. તેનાથી બંગાળી કવિતામાં એક નવા યુગનું પ્રભાત આવ્યું અને તેમાં રવીન્દ્રનાથના બ્રહ્માંડની નાનકડી પ્રતિકૃતિ છે. પુસ્તકનું શીર્ષક છે ‘માનસી’. તેના બે અર્થ થઈ શકે - મનની કામના કે પછી આદર્શ સ્ત્રી એટલે કે આદર્શ સુંદરી - માનસ સુંદરીની બહેન, જેને બીજા બે વર્ષમાં રવીન્દ્રનાથ જાકારો દેવાના હતા તે! ‘માનસી’માં રવીન્દ્રનાથના તમામ કાવ્યમય સર્જનોની લાક્ષણિકતાઓ દેખાય છે - પ્રકૃતિ, પ્રેમ, પ્રેરણા, માતૃભૂમિ, સમગ્ર જગત. ઈશ્વર અને મૃત્યુનું નામ હજી નથી આવતું પણ ‘ધ્યાન’ નામના કાવ્યમાં કવિ પોતાના ‘જીવન મરણને હરણ’ કરનારનું ‘મન ભરીને સતત સ્મરણ’ કરે છે અને તેને ખાતર ‘વિશ્વવિહીન વિજન’માં વસવાટ કરવાનું સ્વીકારે છે. ત્યારે આપણને એમ લાગે કે કવિ સ્ત્રી-પુરૂષના પ્રેમની વાત નથી કરતા. આના પછીના બે કાવ્યો છે ‘પૂર્વ કાલે’ અને ‘અનંત પ્રેમ’. આ બંને કાવ્યો એક જ દિવસે લખાયાં છે અને એક જ છંદ, એકસરખાં કડીના સ્વરૂપમાં અને એક જ વિષય પર લખાયાં હોઈ તેમને એક જ કાવ્યના બે ભાગ કહી શકાય. ‘એવો કોઈ સમય હતો જ્યારે તમે ન હતા કે સર્વ હૃદય પર તમારો અધિકાર ન હતો? માત્ર તમારા સિવાય બીજા કોઈને પણ કોણ પ્રેમ કરી શકે?’ આને જો માનવીય પ્રેમ કહીએ તો તે માનવસહજ ઈર્ષ્યાની વૃત્તિથી સાવ પર છે એમ સ્વીકારવું પડે. ‘સર્જનના સમયથી દરેક સવારે કરું છું હું તમારી પ્રતીક્ષા - જોઈ રહું છું ચાલી જતા કેટલાય પથિકને. આજે જોતાં તમારું મુખ વિરહવેદના ભેદીને ફૂટી નીકળતું પ્રેમનું સુખ.’ પણ વેદના ભૂલાઈ નથી, આનંદ અને વેદના બંને અસીમ છે અને પ્રેમ આનંદ પણ નથી અને વેદના પણ નથી. બીજા કાવ્યમાં તે આગળ ચલાવે છે. | આ છે ‘નિષ્ફલ કામના’ની પહેલી ૧૨ પંક્તિ જે રવીન્દ્રનાથે તેમની ૨૬ વર્ષની વયે લખી હતી અને જેનાથી બંગાળી સાહિત્યમાં જીવન પ્રત્યે ઉદાસીન દૃષ્ટિકોણે દેખા દીધી. ૧૮૯૦માં પ્રગટ થયેલું આ પુસ્તક એક તાજા અંકુર સમું અને તેના સમય માટે અસાધારણ હતું. તેનાથી બંગાળી કવિતામાં એક નવા યુગનું પ્રભાત આવ્યું અને તેમાં રવીન્દ્રનાથના બ્રહ્માંડની નાનકડી પ્રતિકૃતિ છે. પુસ્તકનું શીર્ષક છે ‘માનસી’. તેના બે અર્થ થઈ શકે - મનની કામના કે પછી આદર્શ સ્ત્રી એટલે કે આદર્શ સુંદરી - માનસ સુંદરીની બહેન, જેને બીજા બે વર્ષમાં રવીન્દ્રનાથ જાકારો દેવાના હતા તે! ‘માનસી’માં રવીન્દ્રનાથના તમામ કાવ્યમય સર્જનોની લાક્ષણિકતાઓ દેખાય છે - પ્રકૃતિ, પ્રેમ, પ્રેરણા, માતૃભૂમિ, સમગ્ર જગત. ઈશ્વર અને મૃત્યુનું નામ હજી નથી આવતું પણ ‘ધ્યાન’ નામના કાવ્યમાં કવિ પોતાના ‘જીવન મરણને હરણ’ કરનારનું ‘મન ભરીને સતત સ્મરણ’ કરે છે અને તેને ખાતર ‘વિશ્વવિહીન વિજન’માં વસવાટ કરવાનું સ્વીકારે છે. ત્યારે આપણને એમ લાગે કે કવિ સ્ત્રી-પુરૂષના પ્રેમની વાત નથી કરતા. આના પછીના બે કાવ્યો છે ‘પૂર્વ કાલે’ અને ‘અનંત પ્રેમ’. આ બંને કાવ્યો એક જ દિવસે લખાયાં છે અને એક જ છંદ, એકસરખાં કડીના સ્વરૂપમાં અને એક જ વિષય પર લખાયાં હોઈ તેમને એક જ કાવ્યના બે ભાગ કહી શકાય. ‘એવો કોઈ સમય હતો જ્યારે તમે ન હતા કે સર્વ હૃદય પર તમારો અધિકાર ન હતો? માત્ર તમારા સિવાય બીજા કોઈને પણ કોણ પ્રેમ કરી શકે?’ આને જો માનવીય પ્રેમ કહીએ તો તે માનવસહજ ઈર્ષ્યાની વૃત્તિથી સાવ પર છે એમ સ્વીકારવું પડે. ‘સર્જનના સમયથી દરેક સવારે કરું છું હું તમારી પ્રતીક્ષા - જોઈ રહું છું ચાલી જતા કેટલાય પથિકને. આજે જોતાં તમારું મુખ વિરહવેદના ભેદીને ફૂટી નીકળતું પ્રેમનું સુખ.’ પણ વેદના ભૂલાઈ નથી, આનંદ અને વેદના બંને અસીમ છે અને પ્રેમ આનંદ પણ નથી અને વેદના પણ નથી. બીજા કાવ્યમાં તે આગળ ચલાવે છે. {{Poem2Close}} | ||
<poem> | |||
:‘ચાહ્યા છે તમને શતરૂપે, શત વાર, જન્મે, જન્મે અને યુગે, યુગે. આપણે બે જણે કરી | :‘ચાહ્યા છે તમને શતરૂપે, શત વાર, જન્મે, જન્મે અને યુગે, યુગે. આપણે બે જણે કરી | ||
છે લીલા કોટિ પ્રેમીઓમાં, આજે એક જ પ્રેમમાં ભળી જતી સર્વ પ્રેમની સ્મૃતિ અને જગતનાં | છે લીલા કોટિ પ્રેમીઓમાં, આજે એક જ પ્રેમમાં ભળી જતી સર્વ પ્રેમની સ્મૃતિ અને જગતનાં | ||
સર્વે સુખ અને દુ:ખ.’ | સર્વે સુખ અને દુ:ખ.’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
આ પંક્તિઓ વાંચતાં ફરી એક વાર આ પ્રેમના પાત્ર માટે શંકા થાય છે. પુનર્જીવનની સંભાવના હિંદુ મગજમાં સદાને માટે હોય જ છે અને ભારતીય પ્રેમીઓ જન્મજન્માંતરના પ્રેમમાં દૃઢ શ્રદ્ધા ધરાવતા હોય છે. છતાં અહીં માનવીય અને ભૌતિક પ્રેમનું સ્થાન કોઈ અનંત અને શ્રેષ્ઠ ભાવે લીધું હોય તેમ લાગે છે. પ્રેમીઓ ‘પ્રતીક્ષા કરતા રાહની ધારે’ અને તેમનો ‘ચિરપ્રેમ ભેગો થતો પ્રિયના પગતળે’. ‘ગીતાંજલિ’ના સૂર નિ:શંક અહીં સંભળાઈ રહ્યા છે. | આ પંક્તિઓ વાંચતાં ફરી એક વાર આ પ્રેમના પાત્ર માટે શંકા થાય છે. પુનર્જીવનની સંભાવના હિંદુ મગજમાં સદાને માટે હોય જ છે અને ભારતીય પ્રેમીઓ જન્મજન્માંતરના પ્રેમમાં દૃઢ શ્રદ્ધા ધરાવતા હોય છે. છતાં અહીં માનવીય અને ભૌતિક પ્રેમનું સ્થાન કોઈ અનંત અને શ્રેષ્ઠ ભાવે લીધું હોય તેમ લાગે છે. પ્રેમીઓ ‘પ્રતીક્ષા કરતા રાહની ધારે’ અને તેમનો ‘ચિરપ્રેમ ભેગો થતો પ્રિયના પગતળે’. ‘ગીતાંજલિ’ના સૂર નિ:શંક અહીં સંભળાઈ રહ્યા છે. | ||