26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 672: | Line 672: | ||
વૈશ્વિક માનવતાએ આજે આપણને સાદ દીધો છે. | વૈશ્વિક માનવતાએ આજે આપણને સાદ દીધો છે. | ||
તેની પોતાની શૈલીમાં આપણા મનનો પ્રતિભાવ તેને આપીએ કારણ કે સાચી ચેતનાનું ચિન્હ જ છે પ્રતિભાવ.</Poem> | તેની પોતાની શૈલીમાં આપણા મનનો પ્રતિભાવ તેને આપીએ કારણ કે સાચી ચેતનાનું ચિન્હ જ છે પ્રતિભાવ.</Poem> | ||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>તેમની જન્મજાત પ્રકૃતિ પ્રમાણે કવિ જીવે છે ભાવિમાં | |||
અને આપણે પણ તેમ જ કરીએ તેમ ઈચ્છે છે. | |||
આપણી નજર સમક્ષ તેમણે | |||
સવારે આનંદનાં ગીત ગાતાં ગાતાં | |||
આકાશમાં ઊડતાં પંખીઓનું સુંદર ચિત્ર મૂક્યું છે. | |||
આ પંખીઓને તેમનું રોજીંદું ચણ મળેલું છે, | |||
તેમની પાંખોને વિશ્રામ મળેલો છે, | |||
તેમની પાંખોમાં આગલી રાતે નવા લોહીનો સંચાર થયેલો છે. | |||
પણ મેં વ્યથિત નજરે જોયાં છે એવાં પંખી | |||
જે શક્તિના અભાવે પાંખ પણ ફફડાવી શકતાં નથી. | |||
ભારતીય આકાશ નીચે વસતાં માનવપંખી | |||
સૂવાનો પ્રયત્ન કરતી વખતે હોય છે | |||
તેનાથી વધારે અશક્ત જાગતી વખતે હોય છે. | |||
કરોડોને માટે હોય છે સદાકાળ જાગરણ | |||
કે પછી સદાકાળ તંદ્રા. … | |||
કરોડોની ભૂખી પ્રજા માંગે છે માત્ર એક કાવ્ય – | |||
પ્રાણપૂરક અન્ન. | |||
અને તે તેમને આપોઆપ મળતું નથી | |||
તેને માટે તેમણે કામ કરવું પડે છે, પરસેવો પાડવો પડે છે. | |||
જો આપણે આપણો વર્તમાન સાચવી શકીશું | |||
તો ઈશ્વર ભાવિની સંભાળ લેશે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ખલેલ માટે ક્ષમા કરશો, | |||
પણ આ તે રાજકીય વિવાદ છે કે કવિતાની સ્પર્ધા? | |||
ચાલો પાછા અસહકારના વમળમાં!</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>અસહકારની ભાવના રાજકીય વિરક્તિ સૂચવે છે. | |||
આપણા વિદ્યાર્થીઓ શાનું બલિદાન આપી રહ્યા છે? | |||
તેઓ જઈ રહ્યા છે અ-શિક્ષણ તરફ, | |||
સંપૂર્ણ શિક્ષણ તરફ નહીં! | |||
એના હાર્દમાં છે સર્વનાશનો હિંસક આનંદ | |||
જેનું શ્રેષ્ઠ સ્વરૂપ છે વિરક્તિ | |||
અને નિમ્નતમ સ્વરૂપ છે ડરામણો વ્યભિચાર, | |||
જેમાં માણસની પ્રકૃતિ જીવનની વાસ્તવિકતાને ભૂલીને અનુભવે છે એક અર્થહીન બરબાદીનો ઉદાસીન આનંદ, | |||
જે આપણે તાજેતરના યુદ્ધમાં જોયો હતો. | |||
એનું નિષ્ક્રિય સ્વરૂપ છે વિરક્તિ અને સક્રિય સ્વરૂપ, હિંસા! | |||
હું વિદ્યાર્થીઓને શાળાઓનો ત્યાગ કરવાની સલાહ નથી આપતો કારણ કે હું શૂન્યતાની અરાજકતાથી લલચાતો નથી, | |||
ભલે તે હંગામી ધોરણે હોય! | |||
એક સાવ નકારાત્મક કાર્યક્રમની તેમને સલાહ આપવાની જવાબદારી લેવાનું જોખમ હું લેવા નથી માંગતો. | |||
આ કાર્યક્રમથી તેમનું જીવન જડમૂળથી જમીનમાંથી ઊખડી જશે, પછી તે જમીન ભલે ગમે તેટલી પથરાળ કે વેરાન હોય! | |||
આ તે કેવી વિધિની વક્રતા છે કે | |||
સાગરની એક તરફ હું | |||
પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સમન્વયની વાતો કરું છું | |||
અને બીજી તરફ અસહકારનું પ્રતિપાદન થઈ રહ્યું છે! | |||
જેમ હું શરીરને માનવીનું પરમ સત્ય નથી માનતો | |||
તેમ જ મને પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિમાં પણ વિશ્વાસ નથી. | |||
પણ તેથી હું શરીરનો નાશ કરવામાં નથી માનતો | |||
કે જીવનની ભૌતિક જરૂરિયતોની અવજ્ઞા કરવામાં | |||
પણ નથી માનતો. | |||
જરૂર છે માનવીની આધ્યાત્મિક અને ભૌતિક પ્રકૃતિની વચ્ચે સમન્વય સાધવાની, | |||
પાયા અને ઇમારત વચ્ચે સમતુલન જાળવવાની. | |||
હું માનું છું પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સાચા સમન્વયમાં.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>હું પણ મુક્ત વાતાવરણનો કવિ જેટલો જ પ્રખર હિમાયતી છું. | |||
મારું ઘર બંધિયાર હોય કે બારીઓ બંધ હોય | |||
એવું મને પણ નથી ગમતું. | |||
બધા જ દેશોની સંસ્કૃતિના પ્રવાહો | |||
મારા ઘરમાં છૂટથી વહેતા રહે એવું હું ઇચ્છું. | |||
પણ હું કોઈ પણ પ્રવાહમાં ઘસડાઈ જવા નથી માંગતો. | |||
બીજાના ઘરમાં હું ઘુસણખોર, ભિક્ષુક કે ગુલામ થઈને | |||
હરગિઝ નહીં રહું. | |||
ભ્રામક અભિમાન કે બિનજરૂરી સામાજિક ફાયદાને ખાતર | |||
હું મારા દેશવાસીઓ પર | |||
અંગ્રેજી શીખવાનો બિનજરૂરી બોજો લાદવા નથી માંગતો. | |||
કવિને મુખ્યત્વે વિદ્યાર્થીઓની ચિંતા છે. | |||
તેઓ માને છે કે બીજી શાળાઓ ન હોય ત્યાં સુધી | |||
તેમને સરકારી શાળાઓનો ત્યાગ કરવાનું ન કહેવું જોઈએ. | |||
અહીં હું તેમની સાથે સંમત નથી. | |||
હું શિક્ષણની પૂજા કરવામાં ક્યારેય માનતો આવ્યો નથી. | |||
મેં મારા પોતાના અનુભવથી સાબિત કર્યું છે કે | |||
માત્ર શિક્ષણથી નૈતિક ધોરણો જરા પણ સુધરતાં નથી | |||
અને ચરિત્રના ઘડતરમાં શિક્ષણનું કાંઈ પણ પ્રદાન નથી હોતું. | |||
હું દૃઢતાપૂર્વક માનું છું કે | |||
સરકારી શાળાઓએ આપણને | |||
સત્ત્વહીન અને પરાધીન બનાવ્યા છે અને ઈશ્વરથી દૂર કર્યા છે. ત્યાં જવાથી આપણને મળે છે અસંતોષ | |||
અને અસંતોષનો કોઈ ઉપચાર ન હોવાથી | |||
આપણે હતાશ થઈ જઈએ છીએ. | |||
આ શાળાઓનો હેતુ હતો | |||
આપણને કારકુન અને દુભાષિયા બનાવવાનો | |||
અને તે હેતુ બરાબર સિદ્ધ થઈ રહ્યો છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>સ્વદેશી ચળવળને અનુસરતી આ ચળવળનો વ્યાપ વિશાળ છે | |||
અને તેની અસર આખા દેશ પર જણાય છે. | |||
પહેલાં આપણા રાજકીય નેતાઓનું દર્શન | |||
અંગ્રેજી જાણનાર વર્ગ પૂરતું સીમિત હતું | |||
કારણ કે તેઓે દેશનું અર્થઘટન | |||
અંગ્રેજોના ઇતિહાસમાંથી મેળવતા હતા. | |||
આવા સંજોગોમાં મહાત્મા ગાંધી આવ્યા | |||
અને કરોડોની નિરાધાર જનતાની ઝૂંપડાના દ્વારે | |||
તેમના જેવો જ વેશ પહેરીને | |||
અને તેમની ભાષામાં વાતો કરતા ઊભા રહ્યા. | |||
આખરે તેમને કોઈ પુસ્તકિયું અવતરણ નહીં, | |||
પરમ સત્ય લાધ્યું. | |||
તેથી જ તેમને અપાયેલો મહાત્માનો ખિતાબ | |||
એ જ તેમની સાચી ઓળખાણ છે. | |||
બીજા કોણે આટલા બધા ભારતવાસીઓને | |||
પોતાના અંગત માન્યા છે? | |||
સત્યના સ્પર્શથી | |||
આજ સુધી પૂરાઈ રહેલી પ્રાણની શક્તિ મુક્ત થઈ છે. | |||
ભારતના દ્વારે સાચા પ્રેમનું દર્શન થતાં જ એ દ્વાર ખુલી ગયાં; | |||
બધી જ દ્વિધા અને સંકોચ અદૃશ્ય થઈ ગયાં. | |||
સત્યથી સત્યનો દીપક પ્રગટ્યો. | |||
ભારતનું હૃદય મહાત્માએ પ્રેમથી જીતી લીધું છે; | |||
તે માટે આપણે તેમેની સર્વોપરિતા સ્વીકારીએ છીએ. | |||
તેમણે આપણને સત્યની શક્તિનું દર્શન કરાવ્યું છે | |||
અને તે માટે આપણે તેમના સદાકાળ ઋણી રહીશું. | |||
પણ જો સત્યનું દર્શન કર્યા છતાં | |||
તેનામાં આપણી શ્રદ્ધાનો પડઘો ન પડે તો તેનો અર્થ શું? | |||
જેમ આપણું હૃદય પ્રેમના સત્યનો પ્રતિભાવ આપે છે | |||
તેમ જ આપણા મગજમાં પણ | |||
બૌદ્ધિક સત્યનો પ્રતિભાવ મળવો જોઈએ. | |||
સત્યની શક્તિનું આટલું સ્પષ્ટ દર્શન કર્યા પછી | |||
શું આપણે માત્ર સ્વરાજ મળવાની લાલચથી | |||
તેમાં શ્રદ્ધા રાખવાનું છોડી દઈશું? | |||
જાગૃતિ માટે જરૂરી સત્યને સિદ્ધિની ક્ષણોમાં ભૂલી જઈશું? | |||
આજે દેશ ઉપર એક દમનગ્રસ્ત વાતાવરણનો બોજો છવાયેલો છે. | |||
જાણે કોઈ બાહ્ય જબરદસ્તી | |||
સૌની સાથે એક જ સૂરમાં વાત કરી રહી છે | |||
અને એક જ યંત્ર પર કામ કરવા કહી રહી છે. | |||
મારે જ્યારે ચર્ચા કરવી હતી, પ્રશ્નો પૂછવા હતા, | |||
ત્યારે મારા હિતેચ્છુઓએ હોઠ પર હાથ મૂકીને કહ્યું, હમણાં નહીં! | |||
આજે દેશના વાતાવરણમાં એક જુલમનો, સિતમનો માહોલ છે. | |||
આ જુલમ કે સિતમ કોઈ શસ્ત્રસજ્જ શક્તિ નથી ફેલાવતી | |||
પણ તેનાથી પણ વધુ ખતરનાક કોઈ અદૃશ્ય શક્તિ ફેલાવે છે. | |||
મેં જોયું કે વર્તમાન પ્રવૃત્તિને જે શંકાની નજરે જોતાં હતાં | |||
તેઓ જો તેમની શંકા અંગે | |||
ગમે તેટલી સાવધાનીપૂર્વક કે ધીરેથી પણ વાત કરતાં | |||
તો અંદરથી જ કોઈ તેમને ચેતવતું અને સખત જકડી રાખતું. | |||
એક વર્તમાનપત્રે | |||
એક દિવસ વસ્ત્રદહનની ટીકા કરવાની ધૃષ્ટતા કરી. | |||
બીજા જ દિવસે તંત્રી વાચકોના ઉશ્કેરાટથી સમતુલન ગુમાવી બેઠો. | |||
જે આગમાં કાપડ બળે છે | |||
તે જ આગથી વર્તમાનપત્ર પણ રાખ જ થઈ જાયને? | |||
હું જોઈ રહ્યો છું કે એક બાજુ લોકો અત્યંત વ્યસ્ત છે | |||
તો બીજી બાજુ અત્યંત ભયભીત છે. | |||
ચારે તરફથી હું સાંભળી રહ્યો છું કે | |||
તર્ક તેમ જ સંસ્કૃતિને તિલાંજલિ આપો. | |||
સવાલો પૂછ્યા વિના માત્ર આજ્ઞાપાલન જ આવશ્યક છે. | |||
પણ કોની આજ્ઞાનું પાલન? | |||
કોઈ મંત્રની કે પછી કોઈ વિવેકહીન સિદ્ધાંતની?</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>એક ઉત્તમ અને ઉમદા લેખમાં શાંતિનિકેતનના કવિએ | |||
હાલની ચળવળનો હુબહુ ચીતાર શબ્દચિત્રો દ્વારા રજૂ કર્યો છે | |||
જે તેમના સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી. | |||
એક ક્ષણિક દીવાનગીના આંધળા સ્વીકારને | |||
અધિકાર કે પછી ગુલામીનું માનસ કે | |||
બીજું જે કોઈ નામ આપી શકાય, | |||
તેની સામેનો વાગ્છટાથી સભર વિરોધ તેમાં પ્રસ્તુત છે. | |||
કવિ કહે છે કે જે હૃદય કે મગજને સ્વીકાર્ય ન હોય | |||
તેનો ત્વરિત અસ્વીકાર કરવામાં જ શાણપણ છે. … | |||
આની સાથે સૌએ સંમત થવું જ જોઈએ તેમ જ | |||
સત્ય અને તર્કનો પક્ષ લેવા માટે | |||
બધા જ દેશવાસીઓએ તેમનો આભાર માનવો જોઈએ. | |||
જો દેશવાસીઓ વિચાર્યા વગર, અંધશ્રદ્ધાથી | |||
મને અનુસરે છે એમ મને લાગતું હોત | |||
તો મને અત્યંત દિલગીરી થાત. | |||
સિતમગારના ચાબખાને વશ થવા કરતાં | |||
પ્રેમની આંધળી તાબેદારીમાં રહેલા જોખમોથી | |||
હું સુમાહિતગાર છું. | |||
પાશવી શક્તિના ગુલામને મુક્તિની આશા હોઈ શકે, | |||
પ્રેમના ગુલામને નહીં! | |||
પ્રેમ જો બળજબરીથી આજ્ઞાપાલન કરાવે | |||
તો તે પણ સિતમગાર થઈ જાય છે. | |||
દંભ, જડતા, નિષ્ક્રિયતા, અસહિષ્ણુતા, અજ્ઞાન | |||
કે તેમના જેવા દુશ્મનો સામે આપણને ચેતવીને | |||
કવિએ એક સંત્રીની ફરજ અદા કરી છે. | |||
આંધળા આજ્ઞાપાલનના દૂષણોથી | |||
ચેતતા રહેવાની કવિની સલાહ સાથે હું સંમત છું | |||
પણ એનો અર્થ એમ નથી કે | |||
હું માનું છું કે આજે દેશમાં આંધળું આજ્ઞાપાલન ફેલાયેલું છે. | |||
મેં વારંવાર વિચાર કર્યો છે | |||
અને જો આજે દેશમાં ચરખાનો સ્વીકાર | |||
સમૃદ્ધિની સીડીના પહેલાં પગથિયાં તરીકે થયો હોય | |||
તો તે ગંભીર ચર્ચા અને ઘણા વિવાદ પછી થયો છે. … | |||
સપાટી પરની ધૂળને | |||
નીચે રહેલો પદાર્થ માનવાની ભૂલ કવિએ ન કરવી જોઈએ. … | |||
હું ઇચ્છું છું કે કવિ અને સંત | |||
કાંતણને એક ધાર્મિક વિધિ તરીકે સ્વીકારીને કાંતે. | |||
યુદ્ધના સમયે કવિએ તેની વીણા, | |||
વકીલે તેના કાયદાના કાગળો, વિદ્યાર્થીએ તેનાં પુસ્તકો | |||
બાજુ પર મૂકી દેવા જોઈએ. | |||
યુદ્ધની સમાપ્તિ પછી કવિ સાચા સૂરમાં ગાઈ શકશે, | |||
જ્યારે લોકોને એકબીજાની સાથે લડવાની તક મળશે | |||
ત્યારે વકીલ તેના કાયદાના કાગળો જોઈ શકશે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = | |||
{{Playend}} | {{Playend}} |
edits