શેખની કવિતા : શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોની સૃષ્ટિ: Difference between revisions

no edit summary
(Created page with "== શેખની કવિતા : શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોની સૃષ્ટિ / સુમન શાહ == {{Poem...")
 
No edit summary
Line 1: Line 1:
== શેખની કવિતા : શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોની સૃષ્ટિ / સુમન શાહ ==

{{Poem2Open}}  
{{Poem2Open}} આ લેખમાં ગુલામમોહમ્મદ શેખના ‘અથવા અને’ (૨૦૧૩) સંગ્રહની કાવ્યસૃષ્ટિ મને કેવી લાગી એ વર્ણવવાનો એક પ્રયાસ છે.
    આ લેખમાં ગુલામમોહમ્મદ શેખના ‘અથવા અને’ (૨૦૧૩) સંગ્રહની કાવ્યસૃષ્ટિ મને કેવી લાગી એ વર્ણવવાનો એક પ્રયાસ છે :
સમર્થ અછાન્દસકારોમાં ગુલામમોહમ્મદ શેખ મોખરાનું નામ છે. જોકે એવી ઓળખ એમને બહુ ગમી નથી. આજથી ૨૮ વર્ષ પર મેં એમનો એક સુ-દીર્ઘ ઇન્ટર્વ્યૂ કરેલો --મારા તન્ત્રીપદે ચાલેલા ‘સન્ધાન’ સમીક્ષા-વાર્ષિકના ૧૯૮૬-ના અંક માટે. મારા એક પ્રશ્નના ઉત્તરમાં એમણે મને કહેલું કે ‘આ જે છંદ-છાંદસ કે અછાંદસની જે પરિભાષા છે તે મને કદી સાચી રીતે સમજાઇ નથી...આ બધાં લટકણિયાં છે...ઓળખવા માટેની આ બધી, પરીક્ષામાં લખવા માટે કામ લાગે એવી, સંજ્ઞાઓ છે, કદાચ.’ જોકે એમણે ઉમેરેલું કે ‘પરંતુ હું જે લખું છું તેના માટે અછાંદસનું લટકણિયું કોઇએ લગાડ્યું હોય, તો મને કંઇ એવો વાંધો નથી.’ (‘સન્ધાન’ : ૧૯૮૬ : પૃ. ૧૮૫).

એમની એ રીતની વાત સાથે હું સમ્મત હતો, આજે પણ છું. તેમછતાં, અછાન્દસ શીર્ષક હેઠળ આપણે ત્યાં સર્જન-સમીક્ષાની જે જૅનેરિક ટૅક્સ્ટ પ્રભવી અને એને અનુસરતો જે હાર્ડ-કોર ડિસ્કોર્સ જામ્યો એ ગુજરાતી સાહિત્યની એક બેજોડ ઐતિહાસિક ઘટના છે. એના એક નિત્યના સહભાગી તરીકે મારી માન્યતા બંધાઇ છે કે આપણે ત્યાં અછાન્દસના એ ઇતિહાસની ચર્ચા-વિચારણાને ભરપૂર અવકાશ છે. જુઓ, છાન્દસ માધ્યમની પરમ્પરા સાથે છેડો ફાડીને વિકસેલા અછાન્દસને આપણે બહુ ચોક્કસ અર્થમાં આધુનિક સંવેદનાનું પ્રયોગશીલ કવિતા-સાહિત્ય લેખ્યું છે. વિચ્છેદ એ પ્રકારે કાવ્યમાધ્યમની પરમ્પરાથી થયેલો, સાથોસાથ, કાવ્યવસ્તુ કાવ્યપ્રકાર અને કાવ્યબાનીની પરમ્પરાઓથી પણ થયેલો. પરિણામે એ એક બહુ-પરિમાણી નવોન્મેષ હતો. એમ થવાનાં અનેક ચોક્કસ કારણો હતાં. મુખ્ય તો એ કે સર્જનાત્મક અભિવ્યક્તિ લક્ષ્ય હતું અને એ માટે કવિચેતનાએ પ્રયોગોનો સાહસિક માર્ગ પકડ્યો હતો. એ માર્ગનું નામ પડ્યું હતું, રૂપનિર્મિતિ. આમ સંવેદના અને રૂપ બન્ને બાબતે ગુજરાતી કવિતાનો અ-પૂર્વ કાયાકલ્પ થયેલો. એવા અર્થપૂર્ણ નવોન્મેષ વિશે ઇતિહાસકારો તેમજ નવી પેઢીના વિચારકો સમુપકારક અધ્યયનો કરે તો ડિસ્કોર્સ હજી પણ વિકસી શકે. આ લેખમાં હું એવા કોઇ પ્રકારે ઉપકારક થવા ચાહું છું...  

હું વિષય પર આવું : પોતાના પ્રારમ્ભકાળે શેખને પરમ્પરાગત પદ્ધતિની કવિતા કરી જોયાનો અનુભવ હતો. (સરખાવો : શેખ : ‘...ગીત, ગઝલ, ગરબા, સૉનેટ સુદ્ધાં લખ્યાં. વાર્તાઓય ઘસડી, વિશેષાંકોને ધ્યાનમાં રાખી ફરમાસુ ચીજો તૈયાર કરી.’ --પૃ.૧૬૫ અને એ પછીના બધા જ પૃષ્ઠ-ક્રમાંક ‘અથવા અને’-ના છે ). પણ એમની સર્જકચેતનાએ ક્રમે ક્રમે પોતાનો આગવો માર્ગ શોધી લીધો અને પછી તો એ માર્ગ ઉત્તરોત્તર વિકસ્યો. એ પછી શેખ હમેશાં આધુનિક કવિ જ દીસ્યા છે.

એક બીજું પણ બન્યું. એ આગવો માર્ગ એમની ચિત્રકાર તરીકેની પ્રતિભાને કારણે વળી પાછો વધારે આગવો બની રહ્યો. (સરખાવો : શેખ : ‘...પણ ચિત્રજગતની ચેતનાએ કવિતાને બળ દીધું, છકાવી. ઊંડે ઊંડે આધારના ભણકારા વાગે પણ નિરાંત નહીં. અસ્વસ્થતાની ધાર નવા નવા ખૂણા કાઢતી જાય. કેટલાંય ઇન્દ્રિયેતર પરિમાણોને પામવા ભાષા વામણી લાગે...’ --૧૬૭). એવા બેવડા ડિફરન્શિયેશનને કારણે, વ્યાવર્તનને કારણે, શેખ આપણે ત્યાં અઘરા કવિ ગણાયા.

પરન્તુ શેખની એ નિજી સર્જકતાથી સાહિત્યકલા અને ચિત્રકલાનો પાયાનો બલકે મૂળગામી --રૅડિકલ-- સંયોગ અને પ્રયોગ જે થયો તે ગુજરાતી કવિતા-સાહિત્યમાં પહેલી વાર થયેલો. પણ એ વિશે ખાસ કશી નોંધ ન લેવાઇ. એમની એ વિશિષ્ટ કવિતા અને અનોખી સર્જકચેતના વિશે પણ કશો નોંધપાત્ર વિમર્શ-પરામર્શ ન જન્મ્યો. લગભગ સામ્પ્રત સુધી એઓ હમેશાં માત્રઉલ્લેખનીય રહ્યા. આ હકીકત અન્ય આધુનિકોનાં વારંવારનાં વારણાં-ઓવારણાંની પડછે ગમ્ભીર ગણાવી જોઇએ.

૧૯૮૩-માં દાહોદ-કૉલેજમાં ‘વિવિધ વિવેચનાત્મક અભિગમો’ વિષયક પરિસંવાદમાં મેં એમની ‘કબ્રસ્તાનમાં’ રચના વિશે વક્તવ્ય આપેલું. (મારા ‘સંરચના અને સંરચન’ પુસ્તકમાં સંઘરાયું છે --૧૯૮૬). ત્યારે મેં કહેલું કે શેખ અને એમની કવિતાસૃષ્ટિ સાથે આપણે ઘરોબાથી નહીં પણ એના અભાવથી સંકળાયેલા છીએ.  

આજે તો એ અભાવ ઘણો દૃઢ થયો ભાસે છે. ૧૯૭૪-માં પ્રકાશિત ‘અથવા’-માં ‘અને’ ઉમેરીને ૩૯ વર્ષ પછી શેખ આ સંગ્રહ રૂપે રજૂ થયા છે ત્યારે ફરીથી તક જન્મી છે કે આપણે એમની કાવ્યસૃષ્ટિ સાથે ઘરોબો કેળવીએ અને એ પ્રકારે એ અભાવનું નિરસન કરીએ...

*** *** ***
*** *** ***
 
લેખ આ સ્થાનેથી બે ભાગમાં વહેંચાઇ જાય છે : પહેલામાં, મેં એમને એક આગવા આધુનિક કવિ તરીકે વર્ણવ્યા છે. બીજામાં, મેં એમને એક ચિત્રકાર-કવિ તરીકે વર્ણવ્યા છે.  

'''ભાગ : ૧'''
ભાગ : ૧
     મેં જણાવ્યું એમ અછાન્દસને આપણે આધુનિક સંવેદનાનું કવિતા-સાહિત્ય ગણ્યું છે. શેખને આપણે એ દિશાના કવિ કહીએ છીએ. સૌ પહેલાં હું એ શેખની વાત કરું :

૧ : ૧
૧ : ૧
Line 141: Line 139:
     મુલાકાતના આ અંશોને અહીં યાદ કરવાનો આનુષંગિક આશય એ છે કે એથી વિવેચનને વિશેનો આપણો જે સર્વસાધારણ વિભાવ છે એ પણ સંતુલિત થઇ આવે.  બલકે એથી એમનામાં થયેલા સાહિત્યકલા અને ચિત્રકલાના મૂળગામી --રૅડિકલ-- સંયોગ-પ્રયોગને એના સ્વ-રૂપમાં પ્રમાણી શકાય એવા ઉપાયો સૂઝે.  

     અછાન્દસ શીર્ષક હેઠળ જન્મેલી સર્જન-સમીક્ષાની જૅનેરિક ટૅક્સ્ટમાં અને એને અનુસરતા હાર્ડ-કોર ડિસ્કોર્સમાં આ તમામ કે એના જેવી બીજી વાતો ઉમેરી શકાશે તો મને શ્રદ્ધા છે કે આધુનિક સંવેદનાના કવિતા-સાહિત્યને પામવાના નવા નવા રસ્તા જરૂર ખૂલી આવશે. આપણે એવા પ્રફુલ્લ ડિસ્કોર્સની રાહ જોઇએ...

= = =
{{Right|''સુમન શાહ''}}
{{Right|''સુમન શાહ''}}
{{Poem2Close}}
{{Poem2Close}}