8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| નિર્ણય | }} {{Poem2Open}} સવારથી જ અનુભા ધમાલમાં હતી. કારણમાં એ જ કે...") |
No edit summary |
||
Line 63: | Line 63: | ||
અનુભાની દુનિયામાં આ સાથે મેઘધનુષ જેવા રંગ પૂરાઇ ગયા હતા. શિઉલી સમજી હતી કે જે પત્ની અને માતા હોય તે સ્ત્રી વ્યક્તિ પણ હોય છે. જે નિર્ણયને કારણે અનુભાએ મહિનાઓથી વિરોધો અને અપમાનો સહ્યાં કર્યાં હતાં તે નિર્ણય પસ્તાવા જેવો નહતો, તે સાબિત થઈ ગયું હતું. હવે શિઉલીએ જ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સમજણનાં આટલાં બધાં વર્ષો જ્યાં ગાળે ત્યાંનું જીવન જ એનું પોતાનું થઈ ગયું હોયને. એ છોડીને જવાનો આદેશ ખરેખર જુલમ જ કહેવાય. મા, હું આશા રાખું છું કે સમય આવ્યે હું પણ તારા જેવી બની શકું - મૅચ્યૉર, કૉન્ફિડન્ટ, પેશન્ટ. અને બ્રેવ. એ અનુભાને ભેટી પડી હતી. | અનુભાની દુનિયામાં આ સાથે મેઘધનુષ જેવા રંગ પૂરાઇ ગયા હતા. શિઉલી સમજી હતી કે જે પત્ની અને માતા હોય તે સ્ત્રી વ્યક્તિ પણ હોય છે. જે નિર્ણયને કારણે અનુભાએ મહિનાઓથી વિરોધો અને અપમાનો સહ્યાં કર્યાં હતાં તે નિર્ણય પસ્તાવા જેવો નહતો, તે સાબિત થઈ ગયું હતું. હવે શિઉલીએ જ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સમજણનાં આટલાં બધાં વર્ષો જ્યાં ગાળે ત્યાંનું જીવન જ એનું પોતાનું થઈ ગયું હોયને. એ છોડીને જવાનો આદેશ ખરેખર જુલમ જ કહેવાય. મા, હું આશા રાખું છું કે સમય આવ્યે હું પણ તારા જેવી બની શકું - મૅચ્યૉર, કૉન્ફિડન્ટ, પેશન્ટ. અને બ્રેવ. એ અનુભાને ભેટી પડી હતી. | ||
<center>* * * </center> | |||
ગ્રીસથી આવીને શિઉલી સીધી એના ફ્લૅટ પર ગઈ. ટૅક્સીમાં અનુભાએ એને પહેલાં ઉતારી દીધી. બંનેને કાલની ઑફિસની તૈયારી કરવાની હતી. ઘેર આવીને અનુભાએ હાથ-મોંઢું ધોયાં, રસોડામાં જઈ ચ્હા માટે પાણી મૂક્યું, પછી સંદેશા સાંભળવા ફોનનું મશિન ચલાવ્યું. કામના ત્રણ સંદેશા હતા - એક કાકીનો, એક ઘનિષ્ટ મિત્ર રીટાનો, ને એક હતો ઇન્ડિયાથી - ધનંજયનો. | ગ્રીસથી આવીને શિઉલી સીધી એના ફ્લૅટ પર ગઈ. ટૅક્સીમાં અનુભાએ એને પહેલાં ઉતારી દીધી. બંનેને કાલની ઑફિસની તૈયારી કરવાની હતી. ઘેર આવીને અનુભાએ હાથ-મોંઢું ધોયાં, રસોડામાં જઈ ચ્હા માટે પાણી મૂક્યું, પછી સંદેશા સાંભળવા ફોનનું મશિન ચલાવ્યું. કામના ત્રણ સંદેશા હતા - એક કાકીનો, એક ઘનિષ્ટ મિત્ર રીટાનો, ને એક હતો ઇન્ડિયાથી - ધનંજયનો. | ||