26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 896: | Line 896: | ||
</poem> | </poem> | ||
<Poem> | |||
'''ભીષ્મ''' : | '''ભીષ્મ''' : | ||
કહી નવ શક્યો અરે! કશું ય આજપર્યંત હું, | કહી નવ શક્યો અરે! કશું ય આજપર્યંત હું, | ||
Line 962: | Line 963: | ||
::ફરફર્યો ધ્વજ ઉત્પ્લુત સ્યંદને. | ::ફરફર્યો ધ્વજ ઉત્પ્લુત સ્યંદને. | ||
તને મેં પીડી છે અવશ બની ઉત્ક્રાન્ત તનથી, | :તને મેં પીડી છે અવશ બની ઉત્ક્રાન્ત તનથી, | ||
તને મેં ચાહી છે વિવશ બની ઉદ્ભ્રાન્ત મનથી; | :તને મેં ચાહી છે વિવશ બની ઉદ્ભ્રાન્ત મનથી; | ||
પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો, | :પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો, | ||
શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો. | :શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો. | ||
મયંક દ્યુતિમંત હું ન કદી પૂર્ણિમાનો થયો, | :મયંક દ્યુતિમંત હું ન કદી પૂર્ણિમાનો થયો, | ||
થયો નવ અમાસની તિમિરઘેરી કો’ રાત્રિયે; | :થયો નવ અમાસની તિમિરઘેરી કો’ રાત્રિયે; | ||
અરે! અધવચાળ અષ્ટમી તણો રહ્યો ચંદ્ર હું, | :અરે! અધવચાળ અષ્ટમી તણો રહ્યો ચંદ્ર હું, | ||
ન શુક્લ, નહીં કૃષ્ણ! પૂર્ણપદ કોઈ ના સાંપડ્યું! | :ન શુક્લ, નહીં કૃષ્ણ! પૂર્ણપદ કોઈ ના સાંપડ્યું! | ||
આપદ્ધર્મ બજાવવા ડગ ભર્યું વચ્ચે પ્રતિજ્ઞા પડી, | આપદ્ધર્મ બજાવવા ડગ ભર્યું વચ્ચે પ્રતિજ્ઞા પડી, | ||
Line 977: | Line 978: | ||
પશ્ચાત્તાપ મહીં હવે પ્રજળતી મારી અકારી કથા! | પશ્ચાત્તાપ મહીં હવે પ્રજળતી મારી અકારી કથા! | ||
સદ્ભાગ્ય! આજ મુજ સન્મુખ તેં ઊભીને | :સદ્ભાગ્ય! આજ મુજ સન્મુખ તેં ઊભીને | ||
આયુધ એક પછી એક મને જ તાક્યાં; | :આયુધ એક પછી એક મને જ તાક્યાં; | ||
એક્કેક બાણ તુજ ચુંબન જેમ ઝીલ્યાં, | :એક્કેક બાણ તુજ ચુંબન જેમ ઝીલ્યાં, | ||
અક્કેક ઘાવ ફૂલ જેમ પ્રપૂર્ણ ખીલ્યા! | :અક્કેક ઘાવ ફૂલ જેમ પ્રપૂર્ણ ખીલ્યા! | ||
ઇચ્છામૃત્યુ અજિત હું છતાં યાતનાગ્રસ્ત મારું, | ઇચ્છામૃત્યુ અજિત હું છતાં યાતનાગ્રસ્ત મારું, | ||
Line 987: | Line 988: | ||
પામી આજે પ્રથિત, પણ નિર્વેદથી આર્દ્ર છે તું! | પામી આજે પ્રથિત, પણ નિર્વેદથી આર્દ્ર છે તું! | ||
નિકટ બેસી પસાર લલાટને, | :::નિકટ બેસી પસાર લલાટને, | ||
દૃગ પરોવી દૃગે દુઃખ જોઈ લે; | :::દૃગ પરોવી દૃગે દુઃખ જોઈ લે; | ||
સળગતા કુરુક્ષેત્રની સાક્ષીએ | :::સળગતા કુરુક્ષેત્રની સાક્ષીએ | ||
કર અનુગ્રહ શીતળતા ભર્યો ! | :::કર અનુગ્રહ શીતળતા ભર્યો ! | ||
</poem> | </poem> | ||
'''પ્રવક્તા''' : | |||
<poem> | |||
છલછલી જતાં નેત્રે બેઠો શિખંડી સમીપમાં, | |||
નિજ કર થકી લૂછે અશ્રુ શરાધીન ભીષ્મનાં; | |||
વ્રણ રુધિરથી દૂઝે, સૂઝે કશું નવ બ્હારનું, | |||
અવ ભીતરના ઊંડાણોમાં નિગૂઢ હતું કશું! | |||
૫૨મ વ્યથિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે, | |||
નિરવધિ દુઃખ એનાં નેત્રમાં તર્વરે છે. | |||
::લચકતી ડગ માંડતી શર્વરી, | |||
::નભ વિશાળ પટે જતી નર્તતી; | |||
::મદભર્યા પદતાલ પરે થતા, | |||
::ઉર વિદારી વિલોપિત તારકો. | |||
સુમંદ શીળી મૃદુ લ્હેરખીમાં, | |||
ક્ષણો રહી ઝૂલતી આમતેમ; | |||
નક્ષત્રશ્રેણી ભરી અંજલિમાં, | |||
શો કાળ ઊભો અહીં અર્ધ્ય આપવા! | |||
</poem> | |||
== ‘તુણ્ડિલતુણ્ડિકા’નો અંશ == | |||
<poem> | |||
ઑડિયન્સમાંથી એક દારૂડિયો ‘હાય! મર જાઉં!’ કહી ડોલતો ડોલતો ઊભો થયો. બે જણાં બાવડું પકડી એને બહાર લઈ ગયા. પાછા આવ્યા એટલી વારમાં તો કવિએ વાર્તાનો બીજો તંતુ આરંભી દીધો. | |||
</poem> | |||
<poem> | |||
રાજા તુણ્ડિલ એકલો | |||
{{Space}} ઇધરઉધર અથડાય, | |||
કરતો જાય વિચાર | |||
{{Space}} પૂછે અપને આપ કો : | |||
‘ક્યા સે ક્યા મૈં હો ગયા | |||
{{Space}} તરછોડી ઘરનાર, | |||
કવણ કરું ઉપચાર | |||
{{Space}} અસહ વિરહ વામા તણો.’ | |||
‘અનુનયભીની આંખમાં | |||
{{Space}} ઝાંક્યો નહીં જ લગાર, | |||
કૈસો મૈં ભરથાર | |||
{{Space}} અધવચ મેલી એકલી!’ | |||
‘કાપ્યું કંચન કાળજું | |||
{{Space}} નાથ્યાં નરવાં વેણ, | |||
તોડ્યું અમરતરેણ | |||
{{Space}} અબુધ અભાગી આયખું.’ | |||
સ્મરત અપન બાઘાઇ કો | |||
{{Space}} કોસ રહ્યો કરતૂત, | |||
સમજદાર સંભૂત | |||
{{Space}} કિન્હી દેર દિમાગને. | |||
સહસા ઠેબું વાગતાં . | |||
{{Space}} ચિત્તતંત્ર અવરુદ્ધ, | |||
ભયો રાય બેશુદ્ધ | |||
{{Space}} સાવ અજાણી વાટમાં | |||
ઢગલો થઈ કાયા ઢળી | |||
{{Space}} મોઢે ફહફહ ફીણ, | |||
શ્વસન જણાયું ક્ષીણ | |||
{{Space}} મોત ફરે મસ્તિષ્કમાં. | |||
પ્રહર ગયો દિન બે ગયા | |||
{{Space}} કોઈ ન ફરક્યું પાસ, | |||
તરફડ છેલ્લા શ્વાસ | |||
{{Space}} તડપે છાતી તોડવા. | |||
ક્ષણેક વિરામ લઈ કવિએ નાટકીય ઢબે ‘સ્ટ્રોક’ મારી લલકાર્યું : | |||
ત્યાં જ અચિંતો કોઈનો | |||
{{Space}} અડક્યો શીતળ હાથ, | |||
તરત ઉત્તર ગઈ ઘાત | |||
{{Space}} અપલક પલક્યાં પોપચાં. | |||
કનકવરણ કો કિન્નરી | |||
{{Space}} ઊભી સમીપ જણાય, | |||
પરિમલરજ પથરાય | |||
{{Space}} મંદ મલયમુસ્કાનથી. | |||
મદભર નેણ નચાવતી | |||
{{Space}} બોલી મંજુલ વેણ : | |||
‘હે નર, સુનિલ સુષેણ! | |||
{{Space}} કવણ પરિચય તાહરો?’ | |||
‘તુણ્ડિલપુરનો રાજવી | |||
{{Space}} રા’તુણ્ડિલ છે નામ, | |||
કરી મુફ્ત બદનામ | |||
{{Space}} સભર-સુધારસ ભામિની.’ | |||
‘નષ્ટભ્રષ્ટ મતિ માહરી | |||
{{Space}} વિતથ ધર્યો ઉન્માદ, | |||
ભયો ક્રૂર સૈયાદ | |||
{{Space}} ટૂંપ્યો કોકિલકંઠને.’ | |||
‘તિતરબિતર તનટૂકડો | |||
{{Space}} હશે રઝળતો ક્યાંય, | |||
ક્યાં લગ તડકાછાંય | |||
{{Space}} ઝેલે કાયા કુમળી?’ | |||
કવિ મૂંઝાયા. વાત કેમ આગળ લઈ જવી તે સૂઝતું નહોતું, પણ તોય એમણે પરાણે ગાડી હંકારી. | |||
મરક મરક હસતી રહી | |||
{{Space}} વદી ન એકકે વેણ, | |||
ફરી નચાવ્યાં નેણ | |||
{{Space}} અંતર ઊઠ્યા ઓરતા. | |||
કિસલયકૂણાં ટેરવે | |||
{{Space}} ક્ષણભર ધરી ચિબૂક, | |||
સોચી રહી કશુંક | |||
{{Space}} પળમાં લાધ્યો પેંતરો. | |||
પવનપાવડી આ ગઈ | |||
{{Space}} દિયા બિઠાઈ નૃપ, | |||
જૈસે હો તદ્રૂપ | |||
{{Space}} બેઠ ગઈ પડખે ચડી. | |||
સર સર વાયુ વીંધતું | |||
{{Space}} શરગતિ ઊઠ્યું યાન, | |||
કીધી ઊર્ધ્વ ઉડાન | |||
{{Space}} નભમંડળમાં સોંસરી, | |||
ઝીણી ઝલમલ પામરી | |||
{{Space}} અંગ હિલોળાં ખાય, | |||
રાજા ડગમગ થાય | |||
{{Space}} ઝટપટ ઝાલે બાવડું. | |||
નેહ ઝરે નેણાં થકી | |||
{{Space}} અધર સ્મિતનો ચાપ, | |||
બિના બાત સંલાપ | |||
{{Space}} કરન લગે નરકિન્નરી. | |||
હસિત હતી રોમાવલિ | |||
{{Space}} ગહન સ્પર્શ સંભૂત, | |||
ઉભય કોઈ અદ્ભુત | |||
{{Space}} ચિત્ર અગોચર ચીતરે, | |||
યુગલ ભયું અવકાશમાં | |||
{{Space}} દૃઢ આલિંગનબદ્ધ, | |||
સુરતરાગ ઉપલબ્ધ | |||
{{Space}} સહજસુલભ એકાન્તમાં. | |||
મરતલોકનો માનવી | |||
{{Space}} દિવ્યલોકની નાર, | |||
એક થઈ આકાર | |||
{{Space}} ગગનગેબમાં ઘૂઘવ્યાં. | |||
નભવિશાળપટ વીંધતા | |||
લાધ્યું દર્શન ક્રાન્ત, | |||
પડ્યાં તૃપ્ત રતિશ્રાન્ત | |||
સભર પરસ્પર સંગમાં. | |||
ઝળહળ વિદ્રુમલોકના | |||
નિકટ થયા અણસાર, | |||
પૂર્ણ કર્યો અભિસાર | |||
નીલ અભ્ર્રને માંડવે. | |||
પવનપાવડી ઊતરી | |||
દિવ્યદેશને દ્વાર, | |||
વિસ્મયનો વિસ્તાર | |||
ઉમટ્યો અમિયલ આંખમાં. | |||
પુનિત પ્રદીપ્ત પ્રવેશમાં | |||
અડગ ઊભો પ્રતિહાર, | |||
તરત કર્યો પ્રતિકાર | |||
અટકાવ્યું રસજોડલું. | |||
‘મરતલોકના માનવી! | |||
ઊભો રહેજે બ્હાર, | |||
આ સ્થળ વિષે હમાર | |||
ચલત હકૂમત આકરી.’ | |||
કરત અનુનય કિન્નરી | |||
થતો પ્રાપ્ત ઇન્કાર, | |||
છેવટ વળ્યો કરાર | |||
શરત સુણાવી રાયને. | |||
‘પ્રશ્ન સોળ પૂછું તને | |||
ઉત્તર આપ તમામ, | |||
ખોલી દઉં સરિયામ | |||
દિવ્યલોકના દ્વારને.’ | |||
બધા એકાગ્ર બની સાંભળી રહ્યાં. ગંભીરવદને કવિ ઉવાચ : | |||
‘કોણ ચલાવત આયખું? | |||
કોણ પરખતું રૂપ? | |||
કોણ અગોચર કૂપ? | |||
સુખદાયી પલ કૌન સી? | |||
‘સાંસ ચલાવત આયખું | |||
નૈન પરખતાં રૂપ, | |||
પ્રેમ અગોચર કૂપ | |||
અધુના પલ સુખદાયિની.’ | |||
‘કોણ સમાયું શ્વાસમાં? | |||
કોણ નેત્રનું નૂર? | |||
કૌન મૌત સે દૂર? | |||
કિહાં સમાઈ શાશ્વતિ?’ | |||
‘ધડકન બેઠી સાંસ મેં | |||
પ્યાર નયનનું નૂર, | |||
પ્યાર નયનનું નૂર, | |||
સમય મૌત સે દૂર | |||
તિમિર સમાઈ શાશ્વતિ.’ | |||
‘નિકટ પડોસી કૌન સા? | |||
કૌન વહંત અજસ્ર? | |||
કિયું અનોખું વસ્ત્ર? | |||
સુંદિર કોણ સુહાવણું?’ | |||
‘નિકટ પડોસી રિક્તતા | |||
પીડા વહત અજસ્ર, | |||
ભ્રાન્તિ વિલક્ષણ વસ્ત્ર | |||
ઇચ્છા સ્હજ સુહાવની.’ | |||
‘દુઃખ કા કારન કૌન સા? | |||
કૌન પરમ હૈ લક્ષ્ય? | |||
કવણ વડું છે ભક્ષ્ય? | |||
કૌન બડી હૈ વંચના?’ | |||
‘દુઃખનું કારણ જન્મ છે | |||
મૌત પરમ હૈ લક્ષ્ય, | |||
આયુષ્ય કેવળ ભક્ષ્ય | |||
હોવું એ જ પ્રવંચના.’ | |||
તરત ઉઘાડ્યા દ્વારને | |||
પામ્યું યુગલ પ્રવેશ, | |||
દીઠો કિન્નર દેશ | |||
ચકાચૌંધ ભઈ આંખડી. | |||
કુસુમિત મઘમઘ વીથિકા | |||
અલબેલો વિસ્તાર, | |||
તેજપુંજ વણઝાર | |||
ચહુદિશ જાણે ઊતરી. | |||
મૌકિતકમંડિત મ્હેલનાં | |||
દીપે ઝળળ ગવાક્ષ, | |||
કરતી નેત્રકટાક્ષ | |||
લટકલચીલી રૂપસી. | |||
રંગભવન રસપોયણું | |||
ચંદનચર્ચિત ભોંય, | |||
જાણે તરતું હોય | |||
અમૃતજળનાં સ્ત્રોવરે! | |||
હાથ પકડ કે લે ચલી | |||
રંક દેશનો રાય, | |||
કલરવ ગહન સુણાય | |||
ભીતર અંગેઅંગમાં. | |||
હૃદય ભરે રસઘૂંટડા | |||
નયન ફરે ઉદ્ગ્રીવ, | |||
પૂર્ણ ધરાયો જીવ | |||
અભર ભરાયું આયખું! | |||
</poem> | |||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits