26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 845: | Line 845: | ||
== ‘શિખંડી’નો અંશ == | == ‘શિખંડી’નો અંશ == | ||
:::(ખંડ : ૨) | |||
<poem> | <poem> | ||
Line 894: | Line 895: | ||
::સુદૂર ભીષ્મ સરે ભૂતકાળમાં. | ::સુદૂર ભીષ્મ સરે ભૂતકાળમાં. | ||
</poem> | </poem> | ||
'''ભીષ્મ''' : | |||
કહી નવ શક્યો અરે! કશું ય આજપર્યંત હું, | |||
રહ્યો સબડતો નિગૂઢ દવમાં અભિક્ષિપ્ત હું; | |||
કહું અવ સમાપ્તિકાળ પ્રતિ જોઈ મારી ગતિ, | |||
હજી નિકટ આવ, આવ પ્રિય, હે શિખંડી! હજી... | |||
::પળનું પગલું દબાવતું, | |||
::પળમાં મોત અહીં પહોંચશે; | |||
::ઝબકી ઝબકી ડરાવતો, | |||
::હમણાં કાળ અહીં ઝળૂંબશે. | |||
::મુજ પ્રતિ પ્રિય! ઉન્નતભ્રૂ ન થા, | |||
::સજળ નેત્ર મહીં છલકે કથા; | |||
::અતિક્રમી ન શક્યો ક્રૂર દૈવને, | |||
::ન અવ શક્ય જ સંઘરવી વ્યથા. | |||
ગાત્રો જાણે ભડભડ બળે સૂસવે શ્વાસ એમાં, | |||
આ શય્યામાં ટળવળવુંયે શક્ય ના હાય! અંબા; | |||
ધીમે ધીમે કરવત ફરે મોતની તીક્ષ્ણ કેવી! | |||
વ્હેરાતો હું રહું વ્યતીતના ભાર નીચે દબાઈ! | |||
પ્રદધ્મ નહીં પાંચજન્ય, નહીં પાર્થનું ગાંડીવ, | |||
ન કોટિ શર પીડતાં, રુધિરસિકત ગાત્રો ય ના; | |||
ન ચિત્ત થતું વ્યગ્ર જોઈ શતલક્ષના નાશને, | |||
પરંતુ બસ, તાહરું સ્મરણ માત્ર પીડે મને. | |||
:તું શાલ્વની પ્રિયતમા, તું પ્રદતચિત્તા, | |||
:ગાંગેય હું અભિહિત વ્રતબદ્ધ ભીષ્મ; | |||
:તું માહરી અપહૃતાય, તિરસ્કૃતાય, | |||
:કર્તવ્યમૂઢ અધમાધમ હું જ, હાય! | |||
:શરણ અવશભાવે માહરું તેં લહ્યું ’તું, | |||
:રણઝણ મુજ હૈયે-એ ક્ષણે કૈં થયું ’તું; | |||
:પલકભર પ્રતિજ્ઞા વીસરી મુગ્ધ હૈયે, | |||
:અતિશય તુજનેં મેં ચાહી’તી રોમરોમે! | |||
લાંબી ગ્રીવા નમાવી સરવરજળમાં ચીતરે હંસ લ્હેરો, | |||
લજ્જાભારે છુપાવી વદન સુકુમળું હંસિકા ન્હાય તેમાં; | |||
એવું એવું ક્ષણાર્ધે નિમીલિતદૃગથી મેં વિલોકી જ લીધું, | |||
રોમાંચે શી ત્વરાથી પ્રણયઅમૃતનું સત્ત્વ જાણી જ લીધું! | |||
રહ્યું ન કશું ભાનસાન પ્રિય! ડૂબતો હું ગયો, | |||
સુણ્યો પ્રથમ પ્રેમનો સ્વર, ‘ગ્રહો મને, ભીષ્મ હે!’ | |||
ખરે વિકલચિત્ત મેં ગ્રહી જ હોત, અંબા! તને, | |||
ચડી સ્મરણમાં અચાનક અરે! પ્રતિજ્ઞા મને. | |||
::અયુત યૌવનશ્રીથી રહ્યો અને, | |||
::મુજ પિતાસુખ કાજ દહ્યો મને; | |||
::વશ કર્યો નિજ દેહ દમી દમી, | |||
::જીવિતમાં ન મળ્યું અદકું અમી! | |||
રથ પવનવેગે વીંઝાતો અરુદ્ધ જતો ઉડ્યે, | |||
તરફડ થતી ઝાલી’તી મેં ભુજા મહીં સુંદરી! | |||
પ્રથમ પરણ્યાની શી આલિંગતી મૃદુ સંસ્કૃતિ, | |||
હું ય મનુજ છું, મારી છોડી શકું ક્યમ પ્રકૃતિ? | |||
::દૃગ પરોવી દૃગે નવ જોયું તેં, | |||
::ન મુજ ભાવ કળી શકી બંધને; | |||
::પ્રથમ સ્પર્શ તણી ક્ષણ એ હતી, | |||
::પ્રથમ એ ક્ષણ કામ્ય તને ગણી. | |||
::ઝણણ ઝાલર કોઈ ઝણેણતી. | |||
::પલકમાત્ર સકંપ અનુભવી; | |||
::સકલ ગાત્ર પ્રહર્ષિત સ્પંદને, | |||
::ફરફર્યો ધ્વજ ઉત્પ્લુત સ્યંદને. | |||
તને મેં પીડી છે અવશ બની ઉત્ક્રાન્ત તનથી, | |||
તને મેં ચાહી છે વિવશ બની ઉદ્ભ્રાન્ત મનથી; | |||
પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો, | |||
શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો. | |||
મયંક દ્યુતિમંત હું ન કદી પૂર્ણિમાનો થયો, | |||
થયો નવ અમાસની તિમિરઘેરી કો’ રાત્રિયે; | |||
અરે! અધવચાળ અષ્ટમી તણો રહ્યો ચંદ્ર હું, | |||
ન શુક્લ, નહીં કૃષ્ણ! પૂર્ણપદ કોઈ ના સાંપડ્યું! | |||
આપદ્ધર્મ બજાવવા ડગ ભર્યું વચ્ચે પ્રતિજ્ઞા પડી, | |||
તેને સાચવી તો તને રઝળતી રાખી જ દુર્દૈવમાં; | |||
અદ્યાપિ ઝૂરતો રહ્યો અહીં તહીં આક્રાન્ત, કેવી વ્યથા! | |||
પશ્ચાત્તાપ મહીં હવે પ્રજળતી મારી અકારી કથા! | |||
સદ્ભાગ્ય! આજ મુજ સન્મુખ તેં ઊભીને | |||
આયુધ એક પછી એક મને જ તાક્યાં; | |||
એક્કેક બાણ તુજ ચુંબન જેમ ઝીલ્યાં, | |||
અક્કેક ઘાવ ફૂલ જેમ પ્રપૂર્ણ ખીલ્યા! | |||
ઇચ્છામૃત્યુ અજિત હું છતાં યાતનાગ્રસ્ત મારું, | |||
વીત્યું કેવું જીવિત સઘળું! અર્થ આયુષ્યનો શું? | |||
બબ્બે જન્મો તુંય તરફડી દીપ્ત વૈરાગ્નિ મધ્યે, | |||
પામી આજે પ્રથિત, પણ નિર્વેદથી આર્દ્ર છે તું! | |||
નિકટ બેસી પસાર લલાટને, | |||
દૃગ પરોવી દૃગે દુઃખ જોઈ લે; | |||
સળગતા કુરુક્ષેત્રની સાક્ષીએ | |||
કર અનુગ્રહ શીતળતા ભર્યો ! | |||
</poem> | |||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits