મણિલાલ હ. પટેલનાં કાવ્યો: Difference between revisions

()
()
Line 1,055: Line 1,055:
ક્યાં ગૂમ થઈ ગયા એ...?
ક્યાં ગૂમ થઈ ગયા એ...?
ક્યાં??
ક્યાં??
</poem>
== ‘મૅર મૂઈ...’ ==
<poem>
ઝાડવાએ ધારી ધારીને મને જોઈ...
કૂંપળની જેમ હું ય શરમાઈ,
{{Space}} દોડી ગઈ હરખ સંતાડવાની ઑલે
‘ક્યાં છે તું...’ પૂછે શોબિગી ને
{{Space}} પીપળ પર કંસારા રઘવાયું બોલે
‘મૅર મૂઈ...’ માએ કહ્યું ને –
{{Space}} હું તો માને વળગીને ખૂબ રોઈ...
ઝાડવાએ ધારી ધારીને મને જોઈ...
પાંદડાંમાં સૂરજ ઊતરે ને એમ
{{Space}} મારામાં ઊતરે છે ઝળહળતું ઝાડવું
અણજાણ્યું પંખી કૈં એવું તો ગાય
{{Space}} મારે નામ એનું કેમ કરી પાડવું
હું જ મને શોધું છું ક્યારની
{{Space}} મેં જ મને રસ્તામાં ખોઈ...
ઝાડવાએ ધારી ધારીને મને જોઈ...
</poem>
== ભીની આંખો ==
<poem>
ભીની આંખો લૈ
બા, તું અમને મૂકી એકલાં ગૈ...!
તે દિવસથી આંખ અમારી
કદી ન કોરી થૈ... ભીની આંખો લૈ...
બન્ધ બારણાં બારી જેવા
સગપણ વચ્ચે જીવીએ...
ખાલી ખાલી ખેતર જેવાં
દિવસ-રાતને વ્યર્થ શીવીએ –
દુઃખનો દોરો લૈ!
બા, તું અમને મૂકી એકલાં ગૈ...!
વૃક્ષ વિનાની ધરતી જેવું
ઊનું જીવતર સૂનું લાગે...
જૂની સાંભરણ છાતી વચ્ચે
બળબળતું રણ થૈને જાગે –
વેળા તરસી લૈ...
આંખ અમારી હજી ન કોરી થૈ...
બા, તું અમને મૂકી એકલાં ગૈ...
ભીની આંખો દઈ...!!
</poem>
== પ્હાડોમાં... ==
::'''(શિખરિણી – સૉનેટ)'''
<poem>
મને આ પ્હાડોનો પરિચય નથી એક ભવનો,
ઘરોબો વર્ષોનો અયુત સદીઓ કૈં જનમનો...
તમે નૈ માનો, હું તરુવર હતો આ ગિરિવને
કદી આ ઢોળાવે, ખીણ-કૂહર ને ભેખડ કને.
વળી આ પ્હાડોમાં ધૂમસમય વાતાવરણ થૈ
ઝૂક્યો’તો ઝાડોમાં ઋતુ રણકતી રંગત લઈ...
વીંટાયો ડાળોમાં થડ થડ થયો વેલ ફૂલની
ધરાના રોમાંચે તૃણતૃણ પીધી ગન્ધ મૂળની!
કદી આ પ્હાડોમાં ઋષિમુનિ થયો મંત્ર રચવા,
થઈ પાછો આવ્યો રૂપવતી, તપોભંગ કરવા...
સગી આંખે જોયા વનવસનમાં પાંડવ જતા,
વિયોગે સીતાના રઘુપતિ દીઠા વિહ્વળ થતા!
હવે જોવા મારે ઝખમ દૂઝતા પ્હાડ-તરુના?!
કયા એવા શાપે રગરગ બળું? તોય મરું ના...?
</poem>
== દીવો બળતો નથી ==
<poem>
હળથી થાકીપાકી છૂટેલા બળદ જેવું મનઃ
સાગરનાં મોજાં જેવો ધસી આવતો અંધકાર
ક્યાંય દીવો બળતો નથી...
શું હશે પહાડોમાં?
પહાડોની પેલે પાર શું હશે?
રતિશ્રમિત ઊંઘેલાં પંખીઓના શ્વાસ સંભળાય છે,
ભૂંસાઈ ગયું છે બધું જ!
ટોળું-વિખૂટ્યા પંખી જેવો પવન
અજાણી કન્યાની આકર્ષક આંખો જેવાં નક્ષત્રો,
કામોત્સુક વન્યપશુઓના લીલા અવાજના
લોહીમાં વાગતા ભણકારા...
ને રીંછની જેમ સામેથી સૂંઘતી હવા,
ખરેલાં પાંદડાંની ભૂખરી સૂકી ગંધ
કાગળ જેવી સપાટ હથેલી,
નકશાની નદીઓ જેવી હથેલીની રેખાઓ
નાગ જેવું પગમાં વીંટાતા રસ્તાઓ...
ગૂંચવાઈ ગયેલી દોરી જેવી સ્મૃતિઓ
વૃક્ષોની લાલ કાળી ખાટી તૂરી ગંધના ફુવારાઓ
બાળભેરુ જેવું ક્યાંક પગને પકડતું ઝરણું...
ને તાવ સમો કડવો બેસ્વાદ થાક...
...મારા પ્રવાસમાં રોજ રોજ જોઉં છું,
ક્યાંય દીવો બળતો નથી તે શું હશે?
શું હશે પ્રવાસમાં?
</poem>
== સારણેશ્વરમાં સાંજે ==
<poem>
વનવટો પામેલાં
પંખીઓ વૃક્ષો લઈને જ ઊડી ગયાં હશે?
શબ્દો ખાલીખમ સૂગરીમાળે ઝૂરે
સૂકાં પાંદડાંના પીળા અવાજોમાં.
ભીને પગલે વહી જતી ઓસરતી નદી
ઊભી રહી જાય કદીકકદી
વૃક્ષોની જાંબુડી છાયાઓ તરે જળમાં
એકલા ધડ જેવાં ધૂળિયાં ખંડેરો પર
ચૂંદડીના પાલવની ઝળહળતી કથ્થઈ ભાતનું તોરણ,
સુકાયેલાં અશ્રુ જેવાં તોળાઈ રહેલાં શિલ્પો
મૈથુનમગ્ન શિલ્પયુગલ પર
સુક્કાખંખ સમયની હવડ જીભ ફુગાયેલી
તડકાનો કાચિંડો રંગો બદલે
ઢગલો થઈ પડેલો રાતા સમયનો કર્બૂર રથ
જીર્ણ મંદિરના પ્રાંગણમાં,
કબૂતરિયા રંગો રઝળે હવામાં
ટહુકતાં પુષ્પો સલામ સરખું ખરી પડ્યાં છે
થોડીક કીડીઓ તડકાના શબને દરમાં લઈ જવા મથે.
વાદ્ય જેવું જંગલ
રસ્તા વચ્ચે આંધળી ચાકણ થૈને સૂતું છે
લક્કડખોદ મને ખોદ્યા કરે
ક્યાંક કૂંપળમાં કષ્ટાતી હશે મારી કવિતા?
કાલે કદાચ
પુષ્પોને લઈને પતંગિયાં
છવાઈ જશે જંગલ ઉપર...
...!
</poem>
== પોળોના પ્હાડોમાં (૩) ==
<poem>
મને આપો મારો તરુપ્રણય પાછો પ્રથમનો
મને આપો પાછાં રુધિર રમતાં આદિમ વનો.
મને ઘેરી લે છે સરિત, તરુ, પ્હાડો, ગીચ વનો
મને શોધે મારાં હરિતવરણાં ગ્રામીણ જનો.
સંબંધો સન્દર્ભો ઉતરડી અને નાગરજનો
નર્યા સ્વાર્થે શોષે, નગર-રણની સંસ્કૃતિ જુઓ!
મને સ્થાપો મારા અસલ ઘરમાં, આદિમ જન
વહી આવું પાછો ત્યજી દઈ બધાં બંધન ઘન!
સ્તનો શાં શૃંગોમાં તરુવરતટે કે જળતટે
પુરાણી માટીમાં મુજ ઘર ભીનું હોવું જ ઘટે,
બધું ભૂલી જૈને કુસુમવત્ શા વાય પવનો
બધું ભૂલી જૈને તૃણવત્ ભમે આદિમ જનો.
મને આપો મારો તરુસમય પાછો પ્રથમનો
હું આદિવાસી છું અયુત શતકો તે જનમનો.
</poem>
== કાળ ==
<poem>
(ખંડકાવ્ય)
હણહણતું જંગલ મ્હેકાય
આભ ઉપર ઢોળાતું જાય
પર્વત ટોચે પહોંચી જોતાં સોળે દિશા ખૂલે
મનમાં મારા, જંગલ જોતાં
જનમ જનમનાં અજવાળાંએ ઝૂલે...
{{Space}} સાગ સીસમ ને સરગવા સાદડ શીમળા શાલ
{{Space}} મહુડા બહેડા બોેરડી ઉમરા જાંબુ તાલ
{{Space}} આંકલવા ઊંચા ઘણા ટીમરું કાળાં ધાડ
{{Space}} નામ વગરનાં ઉગીયાં અડોઅડ કૈં ઝાડ
{{Space}}{{Space}} ઝાડે ઝાડે દીવા બળે
{{Space}}{{Space}} અંધારાં ઝળહળે
{{Space}}{{Space}} એવા સમયની તળે
{{Space}}{{Space}} જંતુ જેવું મન મારું પાછું વળે
{{Space}} જંગલ જાતે રચ્યા કરે પડછાયાની ભાત
{{Space}} વચ્ચે એને સાંભરે માણસ ને મ્હોલાત
{{Space}} પણ જંગલ રમતું રહે : દિવસ પાછળ રાત
{{Space}} ફાનસ લઈ ફરતી રહે સમય નામની ઘાત
{{Space}}{{Space}} લીલી લીલી કણજીએ કૈં કેવડિયાના છોડ
{{Space}}{{Space}} ક્યાંક ફૂટ્યા છે ડાળીએ રાતા રાતા કોડ
{{Space}}{{Space}} ચઈતર ચંપો ખીલતો કેસૂડો બેજોડ
{{Space}}{{Space}} ઋતુ ઋતુના વાયરા લેતા કેવો મોડ!
વૃક્ષોનાં તો ગામ વસ્યાં છે ટેકરીઓનાં ફળિયાં
આ પાન ફરકતાં દેખું એ તો આવાસોનાં નળિયાં
આ ઝાકળ બિન્દુ લાગે છે ઝળઝળિયાં
ક્યાંક અયોધ્યા હસ્તિનાપુર
કો’ક દટાયાં નેપૂર ઉપર વેલ ઊગી છે
ફૂલો એનાં સુગંધની ઘૂઘરીઓ
રાત પડે તે રણકી ઊઠે
કોની પૂંઠે?
{{Space}} જંગલની તો નોખી ને નખરાળી ગંધ
{{Space}} જંગલમાં અજવાળાં અંધ
{{Space}} બંધ પડ્યા છે દરવાજા પણ ખુલ્લા છે સંબંધ
*
માણસ નહીં હું મુલ્ક છું થાય અનુભવ એવો
ભીતરથી ખોદો મને મોહન-જો-દડો જેવો
{{Space}} ખંડેરો પર ઝાડ
{{Space}} પાંડવ જેવા પ્હાડ
{{Space}} ટેકરીઓ જે થોડી થોડી
{{Space}} લાગે સહોદરોની જોડી
{{Space}} વ્હેતા વાયુ થંભે છે ત્યાં દોડી
{{Space}} ઘાસ ચરે છે કુરુક્ષેત્રમાં ઘોડી
વિરહવિહ્વળા નારીનો અવતાર હશે આ નદી?
જળપરીની છાયાઓને રમતી દેખું
ઝળહળતી એક નગરી પેખું
જંગલ સાખે વહી ગઈ છે કેટકેટલી સદી
જે ગત જનમોમાં ચાખી’તી મેં કદીક કદી!
વહી ગયેલી નદીઓ સદીઓ દટ્ટણપટ્ટણ નગરનિવાસો
મારી ભીતર જાગે
મરી ગયેલા રાજાઓ સત્તાઓ પાછી માગે
તે હું આપું ક્યાંથી?
{{Space}} પ્રાગૈતિહાસિક કાળનીય પેલે પારથી
{{Space}} વર્તમાનની ધાર સુધી
{{Space}} ફેલાયેલો હું આ ક્ષણે
{{Space}} અરણ્યાવતાર પામું છું
{{Space}} રાતી કીડી રૂપે મારું હોવુ માત્ર
{{Space}} સમગ્ર જંગલને ભયભીત કરી મૂકે છે!
હું માટીનો જાયો
મ્હેંકાતી માટી શ્વસનારો
માટીના ખોળે વસનારો
માટી ચાખું, માટી પીઉં
માટી પ્હેરું ઓઢું
સાવ અચાનક સીમને મારી
એરુ જેવી સડક આભડી
લોક આભડ્યાં
યંત્ર આભડ્યાં
શ્હેર આભડ્યાં સૌને!
{{Space}} ગામ નગરનો નિર્વાસિત હું
{{Space}} આજે પાછો અરણ્યવાસી
{{Space}} જંગલ મારી માતા જંગલ મારો શ્વાસ
{{Space}} હું ઓગળતો વૃક્ષો ને વેલીમાં—
{{Space}} વૃક્ષોની ડેલીમાં.
{{Space}} હું ગટગટ પીઉં ઝરણાં નદીઓ
{{Space}} ખાઈ જાઉં છુ સદીઓ.
{{Space}} હું પથ્થરયુગનું પીળું પીળું ઘાસ
{{Space}} અણુયુગનો ફળફળતો નિશ્વાસ
{{Space}} હું પંખીનો માળો બનવા વનમાં આવ્યો,
{{Space}} જંગલ ઉડતાં આવી મુજને ચાખે
{{Space}} પડાવ નાખે
કોયલ કાબર લેલાં દૈયડ કપોત-કબૂતર કાગ
અહીં તો એના રડ્યાખડ્યા છે રાગ
દેવચકલીઓ લક્કડખોદો સમડી ગીધ ને શકરો બાજ
તેતર બગલાં ઘૂવડ ચીબરી ખરગોશોનું રાજ
{{Space}} જનમ જનમથી જંગલ વચ્ચે
{{Space}} સમય વૃક્ષની નીચે
{{Space}} ઊભો ઊભો હું પલળું છું
{{Space}} અજવાળાનાં પગલાં સૂંઘે અંધકારનો વાઘ
{{Space}} છૂપાવી ઊભાં છે વૃક્ષા જનમજનમની આગ
વર્તમાનની ધ્વજાપતાકા લહેરાતી પર્ણોમાં
સદીઓના સરવાળા મળતા નદીઓના ચરણોમાં
કણ્વાશ્રમની દંતકથાઓ મળતી રહે હરણોમાં
જંગલ જોવા મળતું મુજને હજ્જારો વર્ણોમાં!
{{Space}} પંખી થઈને વૃક્ષે વૃક્ષે ઊડે છે એ કોણ!
{{Space}} છાયાનો આભાસ બનીને
{{Space}} જળને તળિયે બૂડે છે એ કોણ?
ઉનાળામાં આગ વરસતી વર્ષાકાળે મેઘ
ખંડેરોમાં હજી ચળકતી દેખું તાતી તેગ
રાત પડે સંભળાતા પાછા અસવારોના વેગ!
ઓ જંગલદેવ!
દેવને દવની ઇચ્છા
ભડભડ લાગે આગ, આગમાં બળતી કોની જાત?
પહાડો ઉપર જૌહર કરતી રાત!
મારી ભીતર બળી રહી છે રાતી ચટ્ટક વાત
બળી રહ્યાં પાતાળો સાત!
{{Space}} આ ઉમરા ઊંચા રાજમહેલ છે
{{Space}} વૃક્ષો છે પ્રાસાદો
{{Space}} ફૂલ ભરેલી વલ્લરીઓ સુન્દરીઓ
{{Space}} પ્હાડે પ્હાડે મેદાનોમાં
{{Space}} જંગલ નામે શહેર વસ્યું છે સૈકાં જૂનું
{{Space}} સૂનું સૂનું!
વનકન્યાઓ ફરવા નીકળે ફૂલો પહેરી
શ્વાસોથી ભીંજેલા વનમાં
ચાંદરણાંએ લીધી ઘેરી
દેવોએ પણ ઊંચા થઈને દેખી –
{{Space}} કોક દીસે દમયંતી જેવી
{{Space}} કોક વળી પાંચાલી
{{Space}} કોક શ્યામળી કોક વીજળી
{{Space}} ક્યાંક ઉર્વશી શકુન્તલાઓ મળશે
{{Space}} જંગલને બેહોશ કરી કન્યાઓ પાછી વળશે
{{Space}} અજવાળાના કાંઠે ઊભી અંધકારને મળશે
{{Space}} સવાર થશે તે ઊંડાણોમાં
{{Space}} સમય સાથરે ઢળશે
{{Space}} સૂનકારનો સાપ બધાંનો ચોકી પહેરો ભરશે.
આ રાતી રાતી ભોંય
તે પર પડતી કાળી ભૂરી છાંય
શૃંગો ઉપર શ્યામવાદળી ઢોળાવો પર રાતું
જંગલ સાંજે ફરફરતા કોઈ રુમાલ જેવું વાતું
ચાંદનીએ ભીંજાતું...
કેસૂડાં થકી કેસરી વળી શીમળાથી કૈં લાલ
ફૂલો ફળતાં ફરી વળે જંગલ ઉપર વ્હાલ
{{Space}} સૂનકાર લાગવા છતાં
{{Space}} અશાન્ત છે આ અરણ્ય આમ તો
{{Space}} એની ભીતરમાં તો
{{Space}}{{Space}} માણસ ડૂબ્યાં
{{Space}}{{Space}} યુદ્ધો ડૂબ્યાં
{{Space}}{{Space}} દરિયા ડૂબ્યા!
{{Space}} એક માણસથી વિશેષ કશું જ નથી આ રાન
{{Space}} લાગે તદ્દન અભાન
{{Space}} પણ
{{Space}} હજારો ક્ષણો ગર્ભાધાનની સંગ્રહી બેઠું છે.
{{Space}} ગર્ભવતી હવાઓ વાય
{{Space}} છાયાઓ જાંબુડી થાય
{{Space}} અરણ્ય એટલે નિકટતા
{{Space}} નરી ખચિતતા!
આદિમ જળની ફેલાયેલી જાળ
જળને જીવતું રાખી રહી શેવાળ
છદ્મવેશમાં ફરતો પ્રાગૈતિહાસિક કાળ!
વૈદર્ભીનેે છોડી અહીંથી નળ ગયો છે
ટળવળતી એ પળ તો જુઓ
સ્વર્ણમૃગના છળથી બીને
તીવ્રગતિએ વહી રહેલું જળ તો જુઓ!
લાક્ષાગૃહનું કાળું કાળું સ્થળ તો જુઓ
જંગલ વચ્ચે સમય રચેલાં છળ તો જુઓ!
{{Space}} જળને વેશે મૂળને જઈને મળતું કોણ?
{{Space}} ફૂલો રૂપે ડાળે ડાળે ફળતું કોણ?
{{Space}} રંગો થઈને દિવસ રાતમાં ભળતું કોણ?
લીલાપીળા દિવસો ને કાળી ધોળી રાત
માંડી બેઠો માનવી અનંતકાળની વાત
ચરણો તો ચાલી જતાં પડી રહે છે ભાત
</poem>
</poem>
26,604

edits