26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,055: | Line 1,055: | ||
ક્યાં ગૂમ થઈ ગયા એ...? | ક્યાં ગૂમ થઈ ગયા એ...? | ||
ક્યાં?? | ક્યાં?? | ||
</poem> | |||
== ‘મૅર મૂઈ...’ == | |||
<poem> | |||
ઝાડવાએ ધારી ધારીને મને જોઈ... | |||
કૂંપળની જેમ હું ય શરમાઈ, | |||
{{Space}} દોડી ગઈ હરખ સંતાડવાની ઑલે | |||
‘ક્યાં છે તું...’ પૂછે શોબિગી ને | |||
{{Space}} પીપળ પર કંસારા રઘવાયું બોલે | |||
‘મૅર મૂઈ...’ માએ કહ્યું ને – | |||
{{Space}} હું તો માને વળગીને ખૂબ રોઈ... | |||
ઝાડવાએ ધારી ધારીને મને જોઈ... | |||
પાંદડાંમાં સૂરજ ઊતરે ને એમ | |||
{{Space}} મારામાં ઊતરે છે ઝળહળતું ઝાડવું | |||
અણજાણ્યું પંખી કૈં એવું તો ગાય | |||
{{Space}} મારે નામ એનું કેમ કરી પાડવું | |||
હું જ મને શોધું છું ક્યારની | |||
{{Space}} મેં જ મને રસ્તામાં ખોઈ... | |||
ઝાડવાએ ધારી ધારીને મને જોઈ... | |||
</poem> | |||
== ભીની આંખો == | |||
<poem> | |||
ભીની આંખો લૈ | |||
બા, તું અમને મૂકી એકલાં ગૈ...! | |||
તે દિવસથી આંખ અમારી | |||
કદી ન કોરી થૈ... ભીની આંખો લૈ... | |||
બન્ધ બારણાં બારી જેવા | |||
સગપણ વચ્ચે જીવીએ... | |||
ખાલી ખાલી ખેતર જેવાં | |||
દિવસ-રાતને વ્યર્થ શીવીએ – | |||
દુઃખનો દોરો લૈ! | |||
બા, તું અમને મૂકી એકલાં ગૈ...! | |||
વૃક્ષ વિનાની ધરતી જેવું | |||
ઊનું જીવતર સૂનું લાગે... | |||
જૂની સાંભરણ છાતી વચ્ચે | |||
બળબળતું રણ થૈને જાગે – | |||
વેળા તરસી લૈ... | |||
આંખ અમારી હજી ન કોરી થૈ... | |||
બા, તું અમને મૂકી એકલાં ગૈ... | |||
ભીની આંખો દઈ...!! | |||
</poem> | |||
== પ્હાડોમાં... == | |||
::'''(શિખરિણી – સૉનેટ)''' | |||
<poem> | |||
મને આ પ્હાડોનો પરિચય નથી એક ભવનો, | |||
ઘરોબો વર્ષોનો અયુત સદીઓ કૈં જનમનો... | |||
તમે નૈ માનો, હું તરુવર હતો આ ગિરિવને | |||
કદી આ ઢોળાવે, ખીણ-કૂહર ને ભેખડ કને. | |||
વળી આ પ્હાડોમાં ધૂમસમય વાતાવરણ થૈ | |||
ઝૂક્યો’તો ઝાડોમાં ઋતુ રણકતી રંગત લઈ... | |||
વીંટાયો ડાળોમાં થડ થડ થયો વેલ ફૂલની | |||
ધરાના રોમાંચે તૃણતૃણ પીધી ગન્ધ મૂળની! | |||
કદી આ પ્હાડોમાં ઋષિમુનિ થયો મંત્ર રચવા, | |||
થઈ પાછો આવ્યો રૂપવતી, તપોભંગ કરવા... | |||
સગી આંખે જોયા વનવસનમાં પાંડવ જતા, | |||
વિયોગે સીતાના રઘુપતિ દીઠા વિહ્વળ થતા! | |||
હવે જોવા મારે ઝખમ દૂઝતા પ્હાડ-તરુના?! | |||
કયા એવા શાપે રગરગ બળું? તોય મરું ના...? | |||
</poem> | |||
== દીવો બળતો નથી == | |||
<poem> | |||
હળથી થાકીપાકી છૂટેલા બળદ જેવું મનઃ | |||
સાગરનાં મોજાં જેવો ધસી આવતો અંધકાર | |||
ક્યાંય દીવો બળતો નથી... | |||
શું હશે પહાડોમાં? | |||
પહાડોની પેલે પાર શું હશે? | |||
રતિશ્રમિત ઊંઘેલાં પંખીઓના શ્વાસ સંભળાય છે, | |||
ભૂંસાઈ ગયું છે બધું જ! | |||
ટોળું-વિખૂટ્યા પંખી જેવો પવન | |||
અજાણી કન્યાની આકર્ષક આંખો જેવાં નક્ષત્રો, | |||
કામોત્સુક વન્યપશુઓના લીલા અવાજના | |||
લોહીમાં વાગતા ભણકારા... | |||
ને રીંછની જેમ સામેથી સૂંઘતી હવા, | |||
ખરેલાં પાંદડાંની ભૂખરી સૂકી ગંધ | |||
કાગળ જેવી સપાટ હથેલી, | |||
નકશાની નદીઓ જેવી હથેલીની રેખાઓ | |||
નાગ જેવું પગમાં વીંટાતા રસ્તાઓ... | |||
ગૂંચવાઈ ગયેલી દોરી જેવી સ્મૃતિઓ | |||
વૃક્ષોની લાલ કાળી ખાટી તૂરી ગંધના ફુવારાઓ | |||
બાળભેરુ જેવું ક્યાંક પગને પકડતું ઝરણું... | |||
ને તાવ સમો કડવો બેસ્વાદ થાક... | |||
...મારા પ્રવાસમાં રોજ રોજ જોઉં છું, | |||
ક્યાંય દીવો બળતો નથી તે શું હશે? | |||
શું હશે પ્રવાસમાં? | |||
</poem> | |||
== સારણેશ્વરમાં સાંજે == | |||
<poem> | |||
વનવટો પામેલાં | |||
પંખીઓ વૃક્ષો લઈને જ ઊડી ગયાં હશે? | |||
શબ્દો ખાલીખમ સૂગરીમાળે ઝૂરે | |||
સૂકાં પાંદડાંના પીળા અવાજોમાં. | |||
ભીને પગલે વહી જતી ઓસરતી નદી | |||
ઊભી રહી જાય કદીકકદી | |||
વૃક્ષોની જાંબુડી છાયાઓ તરે જળમાં | |||
એકલા ધડ જેવાં ધૂળિયાં ખંડેરો પર | |||
ચૂંદડીના પાલવની ઝળહળતી કથ્થઈ ભાતનું તોરણ, | |||
સુકાયેલાં અશ્રુ જેવાં તોળાઈ રહેલાં શિલ્પો | |||
મૈથુનમગ્ન શિલ્પયુગલ પર | |||
સુક્કાખંખ સમયની હવડ જીભ ફુગાયેલી | |||
તડકાનો કાચિંડો રંગો બદલે | |||
ઢગલો થઈ પડેલો રાતા સમયનો કર્બૂર રથ | |||
જીર્ણ મંદિરના પ્રાંગણમાં, | |||
કબૂતરિયા રંગો રઝળે હવામાં | |||
ટહુકતાં પુષ્પો સલામ સરખું ખરી પડ્યાં છે | |||
થોડીક કીડીઓ તડકાના શબને દરમાં લઈ જવા મથે. | |||
વાદ્ય જેવું જંગલ | |||
રસ્તા વચ્ચે આંધળી ચાકણ થૈને સૂતું છે | |||
લક્કડખોદ મને ખોદ્યા કરે | |||
ક્યાંક કૂંપળમાં કષ્ટાતી હશે મારી કવિતા? | |||
કાલે કદાચ | |||
પુષ્પોને લઈને પતંગિયાં | |||
છવાઈ જશે જંગલ ઉપર... | |||
...! | |||
</poem> | |||
== પોળોના પ્હાડોમાં (૩) == | |||
<poem> | |||
મને આપો મારો તરુપ્રણય પાછો પ્રથમનો | |||
મને આપો પાછાં રુધિર રમતાં આદિમ વનો. | |||
મને ઘેરી લે છે સરિત, તરુ, પ્હાડો, ગીચ વનો | |||
મને શોધે મારાં હરિતવરણાં ગ્રામીણ જનો. | |||
સંબંધો સન્દર્ભો ઉતરડી અને નાગરજનો | |||
નર્યા સ્વાર્થે શોષે, નગર-રણની સંસ્કૃતિ જુઓ! | |||
મને સ્થાપો મારા અસલ ઘરમાં, આદિમ જન | |||
વહી આવું પાછો ત્યજી દઈ બધાં બંધન ઘન! | |||
સ્તનો શાં શૃંગોમાં તરુવરતટે કે જળતટે | |||
પુરાણી માટીમાં મુજ ઘર ભીનું હોવું જ ઘટે, | |||
બધું ભૂલી જૈને કુસુમવત્ શા વાય પવનો | |||
બધું ભૂલી જૈને તૃણવત્ ભમે આદિમ જનો. | |||
મને આપો મારો તરુસમય પાછો પ્રથમનો | |||
હું આદિવાસી છું અયુત શતકો તે જનમનો. | |||
</poem> | |||
== કાળ == | |||
<poem> | |||
(ખંડકાવ્ય) | |||
હણહણતું જંગલ મ્હેકાય | |||
આભ ઉપર ઢોળાતું જાય | |||
પર્વત ટોચે પહોંચી જોતાં સોળે દિશા ખૂલે | |||
મનમાં મારા, જંગલ જોતાં | |||
જનમ જનમનાં અજવાળાંએ ઝૂલે... | |||
{{Space}} સાગ સીસમ ને સરગવા સાદડ શીમળા શાલ | |||
{{Space}} મહુડા બહેડા બોેરડી ઉમરા જાંબુ તાલ | |||
{{Space}} આંકલવા ઊંચા ઘણા ટીમરું કાળાં ધાડ | |||
{{Space}} નામ વગરનાં ઉગીયાં અડોઅડ કૈં ઝાડ | |||
{{Space}}{{Space}} ઝાડે ઝાડે દીવા બળે | |||
{{Space}}{{Space}} અંધારાં ઝળહળે | |||
{{Space}}{{Space}} એવા સમયની તળે | |||
{{Space}}{{Space}} જંતુ જેવું મન મારું પાછું વળે | |||
{{Space}} જંગલ જાતે રચ્યા કરે પડછાયાની ભાત | |||
{{Space}} વચ્ચે એને સાંભરે માણસ ને મ્હોલાત | |||
{{Space}} પણ જંગલ રમતું રહે : દિવસ પાછળ રાત | |||
{{Space}} ફાનસ લઈ ફરતી રહે સમય નામની ઘાત | |||
{{Space}}{{Space}} લીલી લીલી કણજીએ કૈં કેવડિયાના છોડ | |||
{{Space}}{{Space}} ક્યાંક ફૂટ્યા છે ડાળીએ રાતા રાતા કોડ | |||
{{Space}}{{Space}} ચઈતર ચંપો ખીલતો કેસૂડો બેજોડ | |||
{{Space}}{{Space}} ઋતુ ઋતુના વાયરા લેતા કેવો મોડ! | |||
વૃક્ષોનાં તો ગામ વસ્યાં છે ટેકરીઓનાં ફળિયાં | |||
આ પાન ફરકતાં દેખું એ તો આવાસોનાં નળિયાં | |||
આ ઝાકળ બિન્દુ લાગે છે ઝળઝળિયાં | |||
ક્યાંક અયોધ્યા હસ્તિનાપુર | |||
કો’ક દટાયાં નેપૂર ઉપર વેલ ઊગી છે | |||
ફૂલો એનાં સુગંધની ઘૂઘરીઓ | |||
રાત પડે તે રણકી ઊઠે | |||
કોની પૂંઠે? | |||
{{Space}} જંગલની તો નોખી ને નખરાળી ગંધ | |||
{{Space}} જંગલમાં અજવાળાં અંધ | |||
{{Space}} બંધ પડ્યા છે દરવાજા પણ ખુલ્લા છે સંબંધ | |||
* | |||
માણસ નહીં હું મુલ્ક છું થાય અનુભવ એવો | |||
ભીતરથી ખોદો મને મોહન-જો-દડો જેવો | |||
{{Space}} ખંડેરો પર ઝાડ | |||
{{Space}} પાંડવ જેવા પ્હાડ | |||
{{Space}} ટેકરીઓ જે થોડી થોડી | |||
{{Space}} લાગે સહોદરોની જોડી | |||
{{Space}} વ્હેતા વાયુ થંભે છે ત્યાં દોડી | |||
{{Space}} ઘાસ ચરે છે કુરુક્ષેત્રમાં ઘોડી | |||
વિરહવિહ્વળા નારીનો અવતાર હશે આ નદી? | |||
જળપરીની છાયાઓને રમતી દેખું | |||
ઝળહળતી એક નગરી પેખું | |||
જંગલ સાખે વહી ગઈ છે કેટકેટલી સદી | |||
જે ગત જનમોમાં ચાખી’તી મેં કદીક કદી! | |||
વહી ગયેલી નદીઓ સદીઓ દટ્ટણપટ્ટણ નગરનિવાસો | |||
મારી ભીતર જાગે | |||
મરી ગયેલા રાજાઓ સત્તાઓ પાછી માગે | |||
તે હું આપું ક્યાંથી? | |||
{{Space}} પ્રાગૈતિહાસિક કાળનીય પેલે પારથી | |||
{{Space}} વર્તમાનની ધાર સુધી | |||
{{Space}} ફેલાયેલો હું આ ક્ષણે | |||
{{Space}} અરણ્યાવતાર પામું છું | |||
{{Space}} રાતી કીડી રૂપે મારું હોવુ માત્ર | |||
{{Space}} સમગ્ર જંગલને ભયભીત કરી મૂકે છે! | |||
હું માટીનો જાયો | |||
મ્હેંકાતી માટી શ્વસનારો | |||
માટીના ખોળે વસનારો | |||
માટી ચાખું, માટી પીઉં | |||
માટી પ્હેરું ઓઢું | |||
સાવ અચાનક સીમને મારી | |||
એરુ જેવી સડક આભડી | |||
લોક આભડ્યાં | |||
યંત્ર આભડ્યાં | |||
શ્હેર આભડ્યાં સૌને! | |||
{{Space}} ગામ નગરનો નિર્વાસિત હું | |||
{{Space}} આજે પાછો અરણ્યવાસી | |||
{{Space}} જંગલ મારી માતા જંગલ મારો શ્વાસ | |||
{{Space}} હું ઓગળતો વૃક્ષો ને વેલીમાં— | |||
{{Space}} વૃક્ષોની ડેલીમાં. | |||
{{Space}} હું ગટગટ પીઉં ઝરણાં નદીઓ | |||
{{Space}} ખાઈ જાઉં છુ સદીઓ. | |||
{{Space}} હું પથ્થરયુગનું પીળું પીળું ઘાસ | |||
{{Space}} અણુયુગનો ફળફળતો નિશ્વાસ | |||
{{Space}} હું પંખીનો માળો બનવા વનમાં આવ્યો, | |||
{{Space}} જંગલ ઉડતાં આવી મુજને ચાખે | |||
{{Space}} પડાવ નાખે | |||
કોયલ કાબર લેલાં દૈયડ કપોત-કબૂતર કાગ | |||
અહીં તો એના રડ્યાખડ્યા છે રાગ | |||
દેવચકલીઓ લક્કડખોદો સમડી ગીધ ને શકરો બાજ | |||
તેતર બગલાં ઘૂવડ ચીબરી ખરગોશોનું રાજ | |||
{{Space}} જનમ જનમથી જંગલ વચ્ચે | |||
{{Space}} સમય વૃક્ષની નીચે | |||
{{Space}} ઊભો ઊભો હું પલળું છું | |||
{{Space}} અજવાળાનાં પગલાં સૂંઘે અંધકારનો વાઘ | |||
{{Space}} છૂપાવી ઊભાં છે વૃક્ષા જનમજનમની આગ | |||
વર્તમાનની ધ્વજાપતાકા લહેરાતી પર્ણોમાં | |||
સદીઓના સરવાળા મળતા નદીઓના ચરણોમાં | |||
કણ્વાશ્રમની દંતકથાઓ મળતી રહે હરણોમાં | |||
જંગલ જોવા મળતું મુજને હજ્જારો વર્ણોમાં! | |||
{{Space}} પંખી થઈને વૃક્ષે વૃક્ષે ઊડે છે એ કોણ! | |||
{{Space}} છાયાનો આભાસ બનીને | |||
{{Space}} જળને તળિયે બૂડે છે એ કોણ? | |||
ઉનાળામાં આગ વરસતી વર્ષાકાળે મેઘ | |||
ખંડેરોમાં હજી ચળકતી દેખું તાતી તેગ | |||
રાત પડે સંભળાતા પાછા અસવારોના વેગ! | |||
ઓ જંગલદેવ! | |||
દેવને દવની ઇચ્છા | |||
ભડભડ લાગે આગ, આગમાં બળતી કોની જાત? | |||
પહાડો ઉપર જૌહર કરતી રાત! | |||
મારી ભીતર બળી રહી છે રાતી ચટ્ટક વાત | |||
બળી રહ્યાં પાતાળો સાત! | |||
{{Space}} આ ઉમરા ઊંચા રાજમહેલ છે | |||
{{Space}} વૃક્ષો છે પ્રાસાદો | |||
{{Space}} ફૂલ ભરેલી વલ્લરીઓ સુન્દરીઓ | |||
{{Space}} પ્હાડે પ્હાડે મેદાનોમાં | |||
{{Space}} જંગલ નામે શહેર વસ્યું છે સૈકાં જૂનું | |||
{{Space}} સૂનું સૂનું! | |||
વનકન્યાઓ ફરવા નીકળે ફૂલો પહેરી | |||
શ્વાસોથી ભીંજેલા વનમાં | |||
ચાંદરણાંએ લીધી ઘેરી | |||
દેવોએ પણ ઊંચા થઈને દેખી – | |||
{{Space}} કોક દીસે દમયંતી જેવી | |||
{{Space}} કોક વળી પાંચાલી | |||
{{Space}} કોક શ્યામળી કોક વીજળી | |||
{{Space}} ક્યાંક ઉર્વશી શકુન્તલાઓ મળશે | |||
{{Space}} જંગલને બેહોશ કરી કન્યાઓ પાછી વળશે | |||
{{Space}} અજવાળાના કાંઠે ઊભી અંધકારને મળશે | |||
{{Space}} સવાર થશે તે ઊંડાણોમાં | |||
{{Space}} સમય સાથરે ઢળશે | |||
{{Space}} સૂનકારનો સાપ બધાંનો ચોકી પહેરો ભરશે. | |||
આ રાતી રાતી ભોંય | |||
તે પર પડતી કાળી ભૂરી છાંય | |||
શૃંગો ઉપર શ્યામવાદળી ઢોળાવો પર રાતું | |||
જંગલ સાંજે ફરફરતા કોઈ રુમાલ જેવું વાતું | |||
ચાંદનીએ ભીંજાતું... | |||
કેસૂડાં થકી કેસરી વળી શીમળાથી કૈં લાલ | |||
ફૂલો ફળતાં ફરી વળે જંગલ ઉપર વ્હાલ | |||
{{Space}} સૂનકાર લાગવા છતાં | |||
{{Space}} અશાન્ત છે આ અરણ્ય આમ તો | |||
{{Space}} એની ભીતરમાં તો | |||
{{Space}}{{Space}} માણસ ડૂબ્યાં | |||
{{Space}}{{Space}} યુદ્ધો ડૂબ્યાં | |||
{{Space}}{{Space}} દરિયા ડૂબ્યા! | |||
{{Space}} એક માણસથી વિશેષ કશું જ નથી આ રાન | |||
{{Space}} લાગે તદ્દન અભાન | |||
{{Space}} પણ | |||
{{Space}} હજારો ક્ષણો ગર્ભાધાનની સંગ્રહી બેઠું છે. | |||
{{Space}} ગર્ભવતી હવાઓ વાય | |||
{{Space}} છાયાઓ જાંબુડી થાય | |||
{{Space}} અરણ્ય એટલે નિકટતા | |||
{{Space}} નરી ખચિતતા! | |||
આદિમ જળની ફેલાયેલી જાળ | |||
જળને જીવતું રાખી રહી શેવાળ | |||
છદ્મવેશમાં ફરતો પ્રાગૈતિહાસિક કાળ! | |||
વૈદર્ભીનેે છોડી અહીંથી નળ ગયો છે | |||
ટળવળતી એ પળ તો જુઓ | |||
સ્વર્ણમૃગના છળથી બીને | |||
તીવ્રગતિએ વહી રહેલું જળ તો જુઓ! | |||
લાક્ષાગૃહનું કાળું કાળું સ્થળ તો જુઓ | |||
જંગલ વચ્ચે સમય રચેલાં છળ તો જુઓ! | |||
{{Space}} જળને વેશે મૂળને જઈને મળતું કોણ? | |||
{{Space}} ફૂલો રૂપે ડાળે ડાળે ફળતું કોણ? | |||
{{Space}} રંગો થઈને દિવસ રાતમાં ભળતું કોણ? | |||
લીલાપીળા દિવસો ને કાળી ધોળી રાત | |||
માંડી બેઠો માનવી અનંતકાળની વાત | |||
ચરણો તો ચાલી જતાં પડી રહે છે ભાત | |||
</poem> | </poem> |
edits