8,009
edits
Shnehrashmi (talk | contribs) (fixing copy past error) |
No edit summary |
||
Line 45: | Line 45: | ||
પ્રત્યેક કાવ્ય એ કલાકૃતિ છે. એ કલા-આકૃતિ છે અને કલાકૃતિ છે. એમાં આકૃતિ અને કૃતિનું સહઅસ્તિત્વ છે. એમાં અન્યની અપેક્ષાએ જ પ્રત્યેકનું અસ્તિત્વ છે. એમાં આકૃતિ વિના કૃતિ અશક્ય છે અને કૃતિ વિના આકૃતિ અશક્ય છે. કાવ્ય એ કોઈ નિર્જીવ આકૃતિ નથી, કારણ કે એ જીવંત કૃતિ પણ છે. એટલે કે કાવ્ય એ એક કર્મ છે. પાઉન્ડે કહ્યું છે કે કવિતામાં ‘idea in image’ હોય છે. આપણે વિશેષમાં કહીએ કે કવિતામાં ‘image in action’ હોય છે. કવિતામાં રૂપક, કલ્પન, પ્રતીક, પુરાકલ્પન હોય છે. એ દ્વારા કવિતા સક્રિય છે. એને કારણે કવિતા એ એક કર્મ છે. એ દ્વારા કવિતાનો વસ્તુ સાથે, મનુષ્ય સાથે, આંતરબાહ્ય જગત અને જીવન સાથે, જીવનના અનુભવ સાથે સંબંધ છે; જીવંત, સક્રિય સંબંધ છે. એક કલા-આકૃતિ તરીકે આ સંબંધને કારણે એ કવિતા છે, એ કલા-કૃતિ છે. | પ્રત્યેક કાવ્ય એ કલાકૃતિ છે. એ કલા-આકૃતિ છે અને કલાકૃતિ છે. એમાં આકૃતિ અને કૃતિનું સહઅસ્તિત્વ છે. એમાં અન્યની અપેક્ષાએ જ પ્રત્યેકનું અસ્તિત્વ છે. એમાં આકૃતિ વિના કૃતિ અશક્ય છે અને કૃતિ વિના આકૃતિ અશક્ય છે. કાવ્ય એ કોઈ નિર્જીવ આકૃતિ નથી, કારણ કે એ જીવંત કૃતિ પણ છે. એટલે કે કાવ્ય એ એક કર્મ છે. પાઉન્ડે કહ્યું છે કે કવિતામાં ‘idea in image’ હોય છે. આપણે વિશેષમાં કહીએ કે કવિતામાં ‘image in action’ હોય છે. કવિતામાં રૂપક, કલ્પન, પ્રતીક, પુરાકલ્પન હોય છે. એ દ્વારા કવિતા સક્રિય છે. એને કારણે કવિતા એ એક કર્મ છે. એ દ્વારા કવિતાનો વસ્તુ સાથે, મનુષ્ય સાથે, આંતરબાહ્ય જગત અને જીવન સાથે, જીવનના અનુભવ સાથે સંબંધ છે; જીવંત, સક્રિય સંબંધ છે. એક કલા-આકૃતિ તરીકે આ સંબંધને કારણે એ કવિતા છે, એ કલા-કૃતિ છે. | ||
કવિતાશિક્ષકનું એક નેત્ર કલા-આકૃતિ પર હોય એટલે કે કાવ્ય પર હોય અને બીજું નેત્ર કલા-કૃતિ પર હોય એટલે કે જીવન પર હોય. તો જ એ કવિતાનું કવિતા તરીકે, કવિતારૂપે શિક્ષણ આપી શકે. અને તો જ કવિતાનું જે જ્ઞાન છે તે જ્ઞાન શિક્ષણાર્થીને પ્રાપ્ત થાય. એટલે કે શિક્ષણાર્થીનો કવિ સાથે નહિ, કવિતાના અર્થ સાથે કે કવિતાના વિવેચન સાથે નહિ, પણ કલા-આકૃતિમાં અને કલા-કૃતિમાં જે કવિતા છે એટલે કે એમાં જે જીવન છે, જે વિશ્વ છે, જે મનુષ્ય છે એની સાથે સંબંધ થાય. કવિતા એ કલાકૃતિ છે, મનુષ્યની. મનુષ્ય વિશેની, મનુષ્ય માટેની કલા-કૃતિ છે. અન્યત્ર, જ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓમાં, વિજ્ઞાન અને વાણિજ્યમાં — અરે, વિનયન સુધ્ધાંમાં મનુષ્ય અને વિશ્વ મનુષ્ય અને વિશ્વ તરીકે, મનુષ્ય અને વિશ્વ રૂપે નહિ પણ અન્ય કંઈક તરીકે, અન્ય કંઈક રૂપે પ્રગટ થાય છે. એક કવિતામાં જ એ માત્ર મનુષ્ય અને વિશ્વ તરીકે, મનુષ્ય અને વિશ્વ રૂપે પ્રગટ થાય છે. મનુષ્ય અને વિશ્વ એવા ગહનગંભીર છે, એટલા ચિત્રવિચિત્ર છે કે મનુષ્યને માટે એમના પરમ અને ચરમ જ્ઞાનની પ્રાપ્તિ અશક્ય છે. તો પછી માત્ર ઇતિહાસ કે પત્રકારત્વ, માત્ર ફિલસૂફી કે વિજ્ઞાન, માત્ર કવિતા કે અન્ય કળાથી એની પ્રાપ્તિ અશક્ય છે. કવિતાનું જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે માટે નહિ, ઇતિહાસ કે પત્રકારત્વમાં, ફિલસૂફી કે વિજ્ઞાનમાં જે જ્ઞાન છે એથી કવિતાનું જ્ઞાન કંઈક વિશેષ છે માટે પણ નહિ, પણ કવિતામાં જે જ્ઞાન છે તે જ્ઞાન અન્યત્ર નથી, એ વિશિષ્ટ જ્ઞાન છે માટે કવિતાનું શિક્ષણ એ જ્ઞાન માટે આપવું જોઈએ. આર્નલ્ડે કહ્યું છે, ‘Without poetry our science will appear incomplete.’ અખંડ વસ્તુ, અખંડ મનુષ્ય, અખંડ જગત, અખંડ જીવન વિશેનું અખંડ જ્ઞાન — એમાં કવિતાનું જે જ્ઞાન છે તે જ્ઞાનનું પણ અર્પણ હશે જ. એથી આ યુગમાં કે કોઈપણ યુગમાં કવિતાનું શિક્ષણ કવિતામાં જે જ્ઞાન છે તે જ્ઞાન માટે આપવું જ જોઈએ. કવિતાશિક્ષણ માટે ક્ષમાયાચના? કદી નહિ! | કવિતાશિક્ષકનું એક નેત્ર કલા-આકૃતિ પર હોય એટલે કે કાવ્ય પર હોય અને બીજું નેત્ર કલા-કૃતિ પર હોય એટલે કે જીવન પર હોય. તો જ એ કવિતાનું કવિતા તરીકે, કવિતારૂપે શિક્ષણ આપી શકે. અને તો જ કવિતાનું જે જ્ઞાન છે તે જ્ઞાન શિક્ષણાર્થીને પ્રાપ્ત થાય. એટલે કે શિક્ષણાર્થીનો કવિ સાથે નહિ, કવિતાના અર્થ સાથે કે કવિતાના વિવેચન સાથે નહિ, પણ કલા-આકૃતિમાં અને કલા-કૃતિમાં જે કવિતા છે એટલે કે એમાં જે જીવન છે, જે વિશ્વ છે, જે મનુષ્ય છે એની સાથે સંબંધ થાય. કવિતા એ કલાકૃતિ છે, મનુષ્યની. મનુષ્ય વિશેની, મનુષ્ય માટેની કલા-કૃતિ છે. અન્યત્ર, જ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓમાં, વિજ્ઞાન અને વાણિજ્યમાં — અરે, વિનયન સુધ્ધાંમાં મનુષ્ય અને વિશ્વ મનુષ્ય અને વિશ્વ તરીકે, મનુષ્ય અને વિશ્વ રૂપે નહિ પણ અન્ય કંઈક તરીકે, અન્ય કંઈક રૂપે પ્રગટ થાય છે. એક કવિતામાં જ એ માત્ર મનુષ્ય અને વિશ્વ તરીકે, મનુષ્ય અને વિશ્વ રૂપે પ્રગટ થાય છે. મનુષ્ય અને વિશ્વ એવા ગહનગંભીર છે, એટલા ચિત્રવિચિત્ર છે કે મનુષ્યને માટે એમના પરમ અને ચરમ જ્ઞાનની પ્રાપ્તિ અશક્ય છે. તો પછી માત્ર ઇતિહાસ કે પત્રકારત્વ, માત્ર ફિલસૂફી કે વિજ્ઞાન, માત્ર કવિતા કે અન્ય કળાથી એની પ્રાપ્તિ અશક્ય છે. કવિતાનું જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે માટે નહિ, ઇતિહાસ કે પત્રકારત્વમાં, ફિલસૂફી કે વિજ્ઞાનમાં જે જ્ઞાન છે એથી કવિતાનું જ્ઞાન કંઈક વિશેષ છે માટે પણ નહિ, પણ કવિતામાં જે જ્ઞાન છે તે જ્ઞાન અન્યત્ર નથી, એ વિશિષ્ટ જ્ઞાન છે માટે કવિતાનું શિક્ષણ એ જ્ઞાન માટે આપવું જોઈએ. આર્નલ્ડે કહ્યું છે, ‘Without poetry our science will appear incomplete.’ અખંડ વસ્તુ, અખંડ મનુષ્ય, અખંડ જગત, અખંડ જીવન વિશેનું અખંડ જ્ઞાન — એમાં કવિતાનું જે જ્ઞાન છે તે જ્ઞાનનું પણ અર્પણ હશે જ. એથી આ યુગમાં કે કોઈપણ યુગમાં કવિતાનું શિક્ષણ કવિતામાં જે જ્ઞાન છે તે જ્ઞાન માટે આપવું જ જોઈએ. કવિતાશિક્ષણ માટે ક્ષમાયાચના? કદી નહિ! | ||
આયર્લેન્ડમાં કાઉન્ટી સ્લાઈગોમાં બેન બુલ્બનની છાયામાં ડ્રમક્લિફના કબ્રસ્તાનમાં યેટ્સની કબર પર આ ત્રણ પંક્તિઓનું અંકન કરવામાં આવ્યું છે. આ ત્રણ પંક્તિઓ એમની સમગ્ર કવિતાનું ભરતવાક્ય પણ છે : | આયર્લેન્ડમાં કાઉન્ટી સ્લાઈગોમાં બેન બુલ્બનની છાયામાં ડ્રમક્લિફના કબ્રસ્તાનમાં યેટ્સની કબર પર આ ત્રણ પંક્તિઓનું અંકન કરવામાં આવ્યું છે. આ ત્રણ પંક્તિઓ એમની સમગ્ર કવિતાનું ભરતવાક્ય પણ છે :{{Poem2Close}} | ||
<poem> | |||
Cast a cold eye<br> | Cast a cold eye<br> | ||
On life, on death.<br> | On life, on death.<br> | ||
Horseman, pass by! | Horseman, pass by! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
એમાં જાણે કે કવિતાનું જ્ઞાન છે, કવિતાનું વરદાન છે. કે જીવનમાં દુઃખ છે, મૃત્યુ છે, દુઃખ અને મૃત્યુ માટે જ જાણે કે જન્મ છે. પણ મૃત્યુ પૂર્વે જીવન પણ છે. જીવન પછી જ મૃત્યુ છે. મૃત્યુનો ધીરતાથી કે વીરતાથી અસ્વીકાર, તિરસ્કાર કે પ્રતિકાર ન હોય, એ તો આત્મદયા છે, એ તો આત્મશ્લાઘા છે. મૃત્યુનો સ્થિરતાથી સ્વીકાર હોય. એ જ જીવનનું કરુણ દર્શન છે. હે જીવનયાત્રી! સમદૃષ્ટિથી, કરુણાદૃષ્ટિથી, ભક્તિપૂર્ણ દૃષ્ટિથી અહીં જીવનને અને મૃત્યુને બન્નેને એ-જે-છે-તે તરીકે, તે રૂપે યથાતથ રૂપે સ્વરૂપે જોઈ-જાણીને એ જ્ઞાન સાથે, હે જીવનવીર, હવે અહીંથી તું તારા કુરુક્ષેત્રમાં, ધર્મક્ષેત્રમાં, કર્મક્ષેત્રમાં પાછો ચાલ્યો જા. કવિતાના આ જ્ઞાન સાથે, કવિતાના આ ભરતવાક્ય સાથે આ વ્યાખ્યાનમાળાના નાન્દીકર્મ પછી આપણી પણ હવે અહીંથી વિદાય હજો! | એમાં જાણે કે કવિતાનું જ્ઞાન છે, કવિતાનું વરદાન છે. કે જીવનમાં દુઃખ છે, મૃત્યુ છે, દુઃખ અને મૃત્યુ માટે જ જાણે કે જન્મ છે. પણ મૃત્યુ પૂર્વે જીવન પણ છે. જીવન પછી જ મૃત્યુ છે. મૃત્યુનો ધીરતાથી કે વીરતાથી અસ્વીકાર, તિરસ્કાર કે પ્રતિકાર ન હોય, એ તો આત્મદયા છે, એ તો આત્મશ્લાઘા છે. મૃત્યુનો સ્થિરતાથી સ્વીકાર હોય. એ જ જીવનનું કરુણ દર્શન છે. હે જીવનયાત્રી! સમદૃષ્ટિથી, કરુણાદૃષ્ટિથી, ભક્તિપૂર્ણ દૃષ્ટિથી અહીં જીવનને અને મૃત્યુને બન્નેને એ-જે-છે-તે તરીકે, તે રૂપે યથાતથ રૂપે સ્વરૂપે જોઈ-જાણીને એ જ્ઞાન સાથે, હે જીવનવીર, હવે અહીંથી તું તારા કુરુક્ષેત્રમાં, ધર્મક્ષેત્રમાં, કર્મક્ષેત્રમાં પાછો ચાલ્યો જા. કવિતાના આ જ્ઞાન સાથે, કવિતાના આ ભરતવાક્ય સાથે આ વ્યાખ્યાનમાળાના નાન્દીકર્મ પછી આપણી પણ હવે અહીંથી વિદાય હજો! | ||
{{center|(શ્રી વિલેપાર્લે કેળવણી મંડળ, મુંબઈના ઉપક્રમે ‘શ્રી અમૃતલાલ યાજ્ઞિક વ્યાખ્યાનમાળા’માં પ્રથમ વ્યાખ્યાન. ૯ ફેબ્રુઆરી ૧૯૮૦.)}} | {{center|(શ્રી વિલેપાર્લે કેળવણી મંડળ, મુંબઈના ઉપક્રમે ‘શ્રી અમૃતલાલ યાજ્ઞિક વ્યાખ્યાનમાળા’માં પ્રથમ વ્યાખ્યાન. ૯ ફેબ્રુઆરી ૧૯૮૦.)}} |