26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,377: | Line 1,377: | ||
== બારમાસા == | == બારમાસા == | ||
=== | કારતક | === | === | કારતક | === | ||
<poem> | <poem> | ||
Line 1,527: | Line 1,527: | ||
કોક વિજોગણ પાળતી પારેવાંની જોડ | કોક વિજોગણ પાળતી પારેવાંની જોડ | ||
છાતીમાં ડુંગર-ડૂમો સામે સૂના મોડ... | છાતીમાં ડુંગર-ડૂમો સામે સૂના મોડ... | ||
</poem> | |||
=== | ચૈત્ર | === | |||
<poem> | |||
પીળી ઓઢી ઓઢણી રાતી જેની કોર | |||
ઝાંઝરના ઝણકારથી જાગી ઊઠ્યા થોર | |||
ચંપો મ્હોર્યો આંગણે વાડી વચ્ચે વેલ | |||
આઘા બોલે મોરલા વાંકું બોલે છેલ | |||
તૂરા તૂરા તાપમાં ઉદર કમળ લ્હેરાય | |||
પરદેશીને જોઈને જીવ પછી વ્હેરાય | |||
ગુલમ્હોરોની છાલકે બુલબુલ રાતાં થાય | |||
આંગણ લીંપે કન્યકા ગીત લગ્નનાં ગાય | |||
ચૈતર કેરી ચાંદની મહુડાં કેરો કેફ | |||
શીતળ પણ બાળે બહુ ચંદન કેરા લેપે | |||
ઓખા નામે વારતા લૂણ વગરનાં અન્ન | |||
વ્રત વીંટળાઈ ષોડષી તનથી અળગાં મન્ન | |||
આંબે કેરી ઝૂલતી તૂરો ખાટો સ્વાદ | |||
ચાખ્યા વિણ ચાલે નહીં અંતર જાગ્યો નાદ | |||
મનમાં ફૂટ્યા ઓરતા વનવગડામાં પાન | |||
કાળી કોયલ ગાય છે રાતું રાતું ગાન | |||
વનમાં વાયુ નીકળ્યા ઊડવા લાગ્યાં ઝાડ | |||
પંખી થઈ ઊડ્યા કરે ઘરની સામે પ્હાડ | |||
</poem> | |||
=== | વૈશાખ | === | |||
<poem> | |||
કુમકુમ લખી કંકોતરી ગુલમહોરોની ડાળ | |||
પાદર પડઘમ વાગતાં મનને પડતી ફાળ | |||
ગરમાળાના દેશમાં લૂમે ઝૂમે ફૂલ | |||
કન્યાને પીઠી ચડે ગુલાલવરણી ધૂળ | |||
બોલે કોયલ બ્હાવરી આંગણ આંબા ઝાડ | |||
ગોરજવેળા ટળવળે ટહુકા પીવા પ્હાડ | |||
કો’ છૂંદાવે મોરલા કોક ઉછેરે ગ્હેક | |||
કો’ સજાવે માંડવા કોક પાળતું મ્હેક | |||
વનમાં વાતા વાયરા જનમાં એની ચોટ | |||
ઊડે સાફા-ચૂંદડી ઉત્સુક રાતા હોઠ | |||
મેંદી મૂકી હાથમાં કોણ નીરખતું વાટ | |||
રજ વળી રત્નો ઉપર કણસે સૂની ખાટ | |||
કાચી કેરી ખટમીઠી ખાવા મન લલચાય | |||
સાખ થતાં ચાખે સૂડો મૂરખ ફેરા ખાય | |||
દૂર રણકતા ઘૂઘરા ફળિયે વાગે ઢોલ | |||
મોંઘાં તોરણ ચાકળા એથી મોંઘા બોલ | |||
વેલ્ય ગઈ વેળા ગઈ શોભા લૈ ચૂપચાપ | |||
આંગણ ઊભાં એકલાં સૂનમૂન મા ને બાપ | |||
</poem> | |||
=== | જેઠ | === | |||
<poem> | |||
બરછટ બુઠ્ઠો કાગડો પણ બાંધે છે નીડ | |||
ઊડે ઘરનું છાપરું એ નારીની પીડ | |||
ભીડ પડી ભાંગી નહીં વળતી શાની આશ | |||
રોજ ઊઠે છે આંધીઓ પણ જીવડો નિરાશ | |||
ધૂળમાં ચકલી ન્હાય ને મનમાં ઘણું યે થાય | |||
સુગરી માળો ગૂંથતી એને ‘દિવસો જાય’ | |||
વટપૂજન વ્રત પાળતી નારીને સંદેહ | |||
ક્યાં છે બંધન પ્રેમનાં શેં દૂઝતા વ્રેહ | |||
લમણા શેકી નાખતી ઘર લગ વાતી લૂ | |||
વાદળ વ્હેલા પો’રનાં બપોર થતાંમાં છૂ | |||
આઠમ ને એકાદશી નિર્જળ છે ઉપવાસ | |||
દુઃખનું ઓસડ દિવસો મુખ જોયાની આશ | |||
વગડા શાં વેરાન છે ઘર ખેતર ને ગામ | |||
નર નારીના સંગને નોખો કરતો ઘામ | |||
આવળ બાવળ બોરડી સુક્કાં કાંટા ઝાડ | |||
દબાઈને ડૂસકાં થયા વર્ષા વિના પ્હાડ | |||
સૂનાં ખેતર કેડીઓ વિહગ વછોઈ વાડ | |||
સૂનાં મેડી સોગઠાં ખાલીખમ ચોપાડ | |||
</poem> | |||
=== | અષાઢ | === | |||
<poem> | |||
માથે ગાજે મેવલો ડસ ડસ ડારે વીજ | |||
‘આષાઢે અમ આવશું’ આવો, આવી બીજ | |||
ઊંડો ઊંડો ગાજતો સમી સાંજનો મેઘ | |||
ગયા ગુલાબી ચાકરી ઘરમાં ઝૂરે તેગ | |||
નવલખ ધારે આભલાં ઝીણી ધારે નાર | |||
બેઉ થકી બચવું ઘણું અઘરું છે આ વાર | |||
કણ કણ ઊગે ઓરતા પળપળ ફૂટે પાંખ | |||
જળ જળ માયા ઝળહળે જોતી જળની આંખ | |||
મઘ મઘ માટી મ્હેકતી રગ રગ હળ હંકાય | |||
નિર્મળ કન્યા કોડ લૈ વ્રત ઊજવવા જાય | |||
કાજળ કાળો મેઘ છે જાણે યમનો વેશ | |||
નારી! કાળા મેઘથી પણ કાળા તવ કેશ | |||
ઝળહળ જળની છાલકે હભળક જાગ્યા થોર | |||
સોડમ સૂણી માટીની વળતું બોલ્યા મોર | |||
ઝરણે ઝાંઝર પ્હેરિયાં નદીએ પ્હેર્યાં નીર | |||
ઓસરીઓ ઊભી રહી જળનાં પ્હેરી ચીર | |||
જાગ્યા વીંછી જાતથી દરથી નીકળ્યા સાપ | |||
ફુત્કારે, વીંટળાય બે પણ ના શમતો તાપ | |||
પાસે પાસે આવતા પરમેશ્વરના રથ | |||
દ્વાર ઉઘાડી દોડિયાં તો નીકળ્યો મન્મથ | |||
</poem> | |||
=== | શ્રાવણ | === | |||
<poem> | |||
ઊતર્યાં દેવો આભથી ચારે બાજુ વાસ | |||
અડકો દડકો રમ્યા કરે તડકા સાથે ઘાસ | |||
દિવસે ઊઘડે પોયણાં સાંજે મનનાં દ્વાર | |||
ફૂલ રાતું મધરાતનું લૈ જાતું ઓ પાર | |||
મેઘે આંજી આંખડી જોબન મેળે જાય | |||
કોક રિસાયું ખેતરે મનડું બહુ પસ્તાય | |||
લીલી ઓઢી ઓઢણી પીળી પાવા જોડ | |||
છેલ છોગાળી પાઘડી હૈયાં બકતાં હોડ | |||
વળી વળી વરસ્યા કરે તરુવર તડકો મેહ | |||
સાદ પાડતા ડુંગરો નદીઓ નરદમ નેહ | |||
પવન ચકોરી ચેતના ચંચળ છે ચગડોળ | |||
ચંચળ નારી મોરલા બોલે વિહ્વળ બોલ | |||
જળને વાચા ફૂટતી જળને ઊગ્યા નખ | |||
જળની કરવત કાપતી જળથી જળનાં દખ | |||
રતિ સુંવાળા વાયરા મખમલિયો અંધાર | |||
ઢળતી રાતે ન્હાય છે નેવાં નીચે નાર | |||
કાચી ભીંતો ઓગળી ઊગી આવ્યું ઘાસ | |||
પર્વત પાદર ઘર સુધી પતંગિયાંનો વાસ | |||
</poem> | |||
=== | ભાદરવો | === | |||
<poem> | |||
ભાદરવાનો ભાર લઈ ગાંડો ગાજે મેહ | |||
ગર્જે પણ વરસે નહીં પ્રેમ પુરુષનો છેહ | |||
કાચિંડા ટાઢા પડ્યા થયા અધીરા સાપ | |||
કાળી નાગણ નીકળે લીલો વખ ઉત્તાપ | |||
વ્હાલા લાગે વાયરા ખાવી ગમતી ખીર | |||
ભૂખી રતિની ઋતુઓ છોડે તાતાં તીર | |||
આકુળ વ્યાકુળ શ્વાન છે દૂધે આવ્યાં ધાન | |||
તડકો ભડકો છે હવે જળ પણ બદલે વાન | |||
ઘાસ ભર્યા મેદાનમાં મદમાં ચરતાં ઢોર | |||
વાગે પાવા પાદરે ટહુકે ટાંક્યા મોર | |||
કાળાં જંગલ ઝાડવાં કાળાં નારી-નેણ | |||
કાળાં ડુંગર-વાદળો કાળાં કામણ ક્હેણ | |||
બોલે બેસી કાગડો ઘરને નેવે રોજ | |||
વહુવારુને સાંભરે પરણ્યો રાજા ભોજ | |||
રંગ બદલતું આભલું પ્હેરી લૈને કાય | |||
સાંજ પડે સાગર તટે મળવાનું મન થાય | |||
ભૂત બની સ્મરણો પીડે ભૂવા વિણ શી વાત | |||
પાળ્યો વીંછી કાળવો ડંખ્યા કરતો રાત | |||
</poem> | |||
=== | આસો | === | |||
<poem> | |||
ઝાંઝર પ્હેરી દોડતી ખળે ખેતરે વેળ | |||
ઊભા ખેડુ આંબલા નારી ઊભી કેળ | |||
તાંબાવરણા તાપમાં મદમાતી બપ્પોર | |||
પાક્યાં ખેતર શાળનાં સુગંધનો શો તોર | |||
સમાં સૂતરાં ઊતર્યાં માટીનાં ઓધાન | |||
આંખે જોણાં ઊભર્યાં નારી માગે માન | |||
વસ્ત્ર બદલતા દિવસો રાત બદલતી રૂપ | |||
દર્પણવત્ કાસારમાં ચાંદો પેઠો ચૂપ | |||
પીળી ઊડે પામરી પીળા ઊડે ધૂપ | |||
પીળી પ્હેરી પાઘડી ફરવા નીકળે ભૂપ | |||
રાધા સઘળી નારીઓ યુવક અમથો કા’ન | |||
સમજી જાતાં સાનમાં વૃંદાવનનું ગાન | |||
ડેરા ઊઠ્યા આભથી વાદળ વળિયાં ઘેર | |||
ઊઘડી પારિજાતમાં માટી કેરી મ્હેર | |||
વાડે પાકી ચણોઠીઓ મનમાં પાકી વાત | |||
નરનારી નરવાં થઈ રમતાં સારી રાત | |||
દીવા ઝબક્યા આંગણે ઊતરી આવ્યું આભ | |||
ઘરમાં જાગે ગોઠડી દ્વારે શુભ ને લાભ | |||
</poem> | </poem> |
edits