26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 424: | Line 424: | ||
અંદાવાદને આઠમે ટાવર ડંકા પડે રે લોલ | અંદાવાદને આઠમે ટાવર ડંકા પડે રે લોલ | ||
{{Space}} એંશી વરહનો ટેંટોડો! | {{Space}} એંશી વરહનો ટેંટોડો! | ||
</poem> | |||
== રાજગરો == | |||
<poem> | |||
રમતાં રમતાં રોપ્યો, રડજી રાજગરો! | |||
હરતાં ફરતાં ટોયો, રડજી રાજગરો! | |||
{{Space}} કોણે રંગ ઉમેર્યા? | |||
{{Space}} ક્યાંથી અમથું અમથું લે’ર્યા? | |||
સૈયર! અજાણતાં ઉછેર્યો રડજી રાજગરો! | |||
રાજગરાને વણછે વધતો રોકોજી, | |||
રાજગરાને ભોંય બરાબર રાખોજી, | |||
{{Space}} રાજગરાનાં પાન | |||
રણમાં તરતાં નીકળ્યાં કોણ? | |||
સૈયર! લે’ર્યો મોર્યો લીલું કંચન રાજગરો! | |||
રાજગરો તો કેડ-કમ્મર ફાલ્યોજી, | |||
રાજગરાનો અઢળક ઢળિયો છાંયોજી, | |||
{{Space}} રાજગરાનાં ફૂલ | |||
{{Space}} રાતી ચનોખડીનાં મૂલ | |||
સૈયર! રે’તાં રે’તાં રગરગ રેલ્યો રાજગરો! | |||
રાજગરાને આરણ-કારણ રાખોજી | |||
રાજગરાને વેરણ-છેરણ નાખોજી | |||
{{Space}} રાજગરાનો છોડ | |||
{{Space}} અમને ઘેન ચડ્યું ઘનઘોર | |||
સૈયર! ઝરમર ઝરમર વરસ્યો ઝેણું રાજગરો! | |||
</poem> | |||
== પુણ્યસ્મરણ == | |||
<poem> | |||
અમને કોની રે સગાયું આજ સાંભરે. | |||
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે... | |||
કોની રે સગાયું આજ સાંભરે | |||
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો, | |||
આઘે લે’ર્યુ ને આંબી કોણ ઊઘડે... | |||
કોની રે સગાયું આજ સાંભરે | |||
આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ, | |||
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ; | |||
અમને દાદા દેખાય પેલી ડેલીએ... | |||
કોની રે સગાયું આજ સાંભરે | |||
માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે, | |||
ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે; | |||
ઊંચે મોભને મારગ કોણ ઉતરે... | |||
કોની રે સગાયું આજ સાંભરે | |||
કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો, | |||
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો, | |||
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ... | |||
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.’’’ | |||
</poem> | |||
== મને હું શોધું છું! == | |||
<poem> | |||
ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું! | |||
કોઈ બતાવો ક્યાં છે મારી ભોંય? મને હું... | |||
{{Space}} આગળ કે’તાં આગળ જેવું કશું નહીં, | |||
{{Space}} પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં, | |||
{{Space}} ડગલે પગલે હું જ મને આડો ઊતરું | |||
{{Space}} ને હું જ મને અવરોધું છું....ભાળ... | |||
કહો મને હું ચહેરે મહોરે કોને મળતો આવું છું? | |||
ક્યાં છે મારી મૂળની છાપો? શું શું નિત સરખાવું છું? | |||
{{Space}} હું અતડો, મારાથી અળગો | |||
{{Space}} શું કોને સંબોધું છું!...ભાળ... | |||
એમ થાય કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી | |||
{{Space}} આઘાં તડકે નાંખું! | |||
{{Space}} બાજોઠ ઢાળી બેઠો બેઠો આનંદ મંગળ ભાખું! | |||
{{Space}} એમ થાય કે નભમંડળનું આખું તોરણ | |||
{{Space}} આંખે બાંધી રાખું, | |||
{{Space}} વળી થાય કે છાયાસોતો વડલો વહેરી નાખું! | |||
{{Space}} વારાફરતી વૃક્ષબીજમાં | |||
{{Space}} હું જ મને વિરોધું છું.....ભાળ.... | |||
અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું! | |||
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું! | |||
સહી દસ્તક હું પોતે દલપતરાય, નહીં ઠામ, નહીં ઠેકાણું | |||
અહીં નામ અધૂરું નોંધું છું...ભાળ મળે નહીં... | |||
</poem> | |||
== કિયા તમારા દેશ, દલુભા? == | |||
<poem> | |||
કિયા તમારા દેશ દલુભા, કિયાં તમારાં કુળ? | |||
કિયા તમારા કાયમ ઠેકા, કિયાં તમારાં મૂળ? | |||
કોણે રચિયા કુંભ? કુંભમાં કોણે ભરિયાં નીર? | |||
કોણે મત્સ્યને રમતું મેલ્યું? કોણ ઊભેલું તીર? | |||
ભરતી ક્યાંથી ચડતી? ક્યાંથી વિસ્તરતાં વર્તુળ? | |||
{{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ... | |||
અધ્ધર પવન ચલાયા કોણે? કોણે કાવડ તાણી? | |||
આભ ઉતાર્યુ અંદર કોણે? ક્યાંથી ઊઘડી વાણી? | |||
કોણે બાંધ્યા ઘાટ? ઘાટના ઓવારા અનુકૂળ | |||
{{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ... | |||
બીજને કોણે બાંધ્યું? ભીતર વડ સંકેલ્યો કોણે? | |||
ગગન સમો વિસ્તાર્યો કોણે? કોણે પડદો ઠેલ્યો? | |||
ઘેઘૂર માયા છ ગાઉ છાયા, ધારણ ક્યાં ધરમૂળ? | |||
{{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ... | |||
ઠીક તમારા ઠાઠમાઠ ને પરગટ પાટ પસારા, | |||
અદલ ઈશારા, અનહદ નારા, આધિ ઘડી ઉતારા, | |||
પાંખ પસારી ઊડ્યાં પંખી, આઘે ઊડતી ધૂળ! | |||
{{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ... | |||
</poem> | |||
== ભલી તમારી ભેટ, દલુભા == | |||
<poem> | |||
ભલી તમારી ભેટ દલુભા, ભલો તમારો ભાલો, | |||
તીર ઉપાડી તેતર નાઠું, સતનો મારગ ઝાલો! | |||
રણમેદાને રણશિંગું, જ્યાં એક ઝાટકે જુદું, | |||
નાહક ભૂંક્યું ગામ-ગધેડું, ઊડ્યું ના એક ફૂદું! | |||
વળ દેવાનું મેલો, મૂછનો મટી ગયો હવાલો.... | |||
{{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ... | |||
ખટસવાદી જીભ અને ખોંખારો ખીણની ભાષા, | |||
ભેલાડ્યું ખેતર, બાપુને ઊભા પાકની આશા, | |||
નાગરવેલનાં નામ અને કંઈ ચરવો ભાજીપાલો... | |||
{{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ... | |||
બહુ ખેલ્યા ચોપાટ, ડાયરે બહુ ખાધા ખોંખારા, | |||
રંગઢોલિયે રહરહ તારા, નાથ વિશે નોંધારા | |||
ઊઠો હવે આ પાથરણેથી, પાછો પડે પિયાલો..... | |||
{{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ.. | |||
ફળા વગરની મૂઠ એકલી ફે૨વવાનું મેલો, | |||
ઊંચી ડાળીએ દોરો બાંધે હોલી ને એક હોલો, | |||
જે શ્રીકૃષ્ણ બોલો જીવણ, વિઠ્ઠલ વ૨ બસ, વહાલો.... | |||
{{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ... | |||
</poem> | |||
== હોંચી રે હોંચી == | |||
<poem> | |||
એક ગર્દભડી જે ગાજરની લાંચી... | |||
{{Space}}{{Space}} હોંચી રે હોંચી! | |||
કુશકા ખાતાં એને કાંકરી ખેંચી, | |||
{{Space}}{{Space}} હોંચી રે હોંચી! | |||
ઊભી બજારેથી ભાગોળે ભૂંચી... | |||
{{Space}}{{Space}} હોંચી રે હોંચી! | |||
લાવો પટોળાં ને લાવો લ્યા પાં’ચી! | |||
{{Space}}{{Space}} હોંચી રે હોંચી! | |||
મારે લીધે આખી અરવલ્લી ઊંચી... | |||
{{Space}}{{Space}} હોંચી રે હોંચી! | |||
હેંડી હેંડી ને હું તો હિમાલય પ્હોંચી! | |||
{{Space}}{{Space}} હોંચી રે હોંચી! | |||
છેલ્લે શિખર જઈને બાંધેલી માંચી....! | |||
{{Space}}{{Space}} હોંચી રે હોંચી! | |||
અંધારામેં મેં તો ઉપનિષદ વાંચી... | |||
{{Space}}{{Space}} હોંચી રે હોંચી! | |||
વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી... | |||
{{Space}}{{Space}} હોંચી રે હોંચી! | |||
</poem> | </poem> |
edits