26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 583: | Line 583: | ||
વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી... | વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી... | ||
{{Space}}{{Space}} હોંચી રે હોંચી! | {{Space}}{{Space}} હોંચી રે હોંચી! | ||
</poem> | |||
== વાત જરા છાની છે...! == | |||
<poem> | |||
વાત જરા છાની છે, કોઈનેય કે’વાની નૈં! | |||
નદી સાવ નાની ને તોયે એ તો વહેવાની થૈ! | |||
વાદળીને એવું કંઈ થોડું પુછાય છે, | |||
{{Space}}{{Space}} ઇચ્છા કેમ ઓતવાની થૈ? | |||
દરિયો ક્યાં નાવને પૂછે છે કોઈ દિ | |||
{{Space}} કિનારે ગઈ કે ના ગઈ! | |||
કાચું મોતી અને અંદરથી ઓટેલું, | |||
{{Space}} તોય એ તો કહેવાની થૈ! | |||
આખોય કારભાર રણને સોંપી, | |||
એ તો બ્હાવરી કંઈ બહારગામ ગૈ! | |||
પાણીની ઉપરવટ પહેરી પટોળાં, | |||
{{Space}} માછલીઓ ચાર પગે થૈ! | |||
જળના તે ઘર વિશે જાળનો જ માંડવો, | |||
{{Space}} તોય એ તો રહેવાની થૈ...! | |||
ફૂલોના પંથકમાં પેઠો પવન, | |||
{{Space}} પછી એને કશું સાનભાન નૈં! | |||
ઝૂલ જેવાં લાગે પણ ઝાંઝવાં તે ઝાંઝવાં | |||
{{Space}} તોય એતો લેવાની થૈ...! | |||
</poem> | |||
== બીજું, બ્હા૨ અમથું શું લખીએ? == | |||
<poem> | |||
કાગળ ઉપર નામ તમારું નોંધ્યું | |||
કોરમોર કંઈ કેસ૨ક્યારી, કંકુનું ઘર બાંધ્યું! | |||
બધી દિશાઓ સમય સમેટી બાજોઠ ઢાળી બેઠી | |||
અક્ષર અક્ષર ઊગ્યા ભાણ ને અજવાળું આરાધ્યું! | |||
નદીઓ તેડી, ફૂલો તેડ્યાં, તારાનું કુળ તેડ્યું | |||
વાદળનું પડતર ખેડ્યું ને જળનું તોરણ બાંધ્યું! | |||
ગોરંભો બાંધીને આખું ઝાડ ઊભું ઠલવાયું | |||
પંખીએ માળામાં તરણું શ્વાસ લગોલગ સાંધ્યું! | |||
બીજું, બ્હાર અમથું શું લખીએ? | |||
અવરજવર ઘર, સાવ અડોઅડ આખું અંદર લાધ્યું! | |||
</poem> | |||
== અજવાળાનો અવસર == | |||
<poem> | |||
દીપ ધર્યા ને ઊમટી તેજસવારી, | |||
ભીતર ગગન ઊઘડે બારી! | |||
ઝળહળ ઝળહળ ગોખ મેડીઓ, ઝળહળ ઝળહળ કેડી; | |||
ખેતર, પાદર, ચોક, શેરીઓ ઝળહળ ઝળહળ તેડી; | |||
અંધારાં ઓગળતાં અંદર, | |||
ઝળહળ આભ-અટારી....... ભીતર.... | |||
તારલિયાનાં તેજ ઘૂંટીને ઊઘલ્યાં પારિજાત, | |||
દીપ મઢેલી રાત અને કંઈ કંકુનાં પરભાત, | |||
કમળ આળખ્યાં કમાડ ફરતે | |||
મબલખ ફૂલડાં ક્યારી...ભીતર... | |||
અજવાળાનો અવસર લઈને આવી ઊજળી વેળા; | |||
અંતર છોડી આંખો જેવું, પાંખો જેવું અનહદ ભળવું ભેળાં; | |||
ક્ષણમાં ક્ષણની સંધિ બાંધી | |||
સમય લિયો શણગારી...ભીતર... | |||
</poem> | |||
== આમ ગણો તો કશું નહીં! == | |||
<poem> | |||
આમ ગણો તો કશું નહીં ને આમ ગણો તો ઘણું, | |||
પડદાઓનું નગર વસ્યું આ, ક્યાં છે પોતાપણું? | |||
અસ્થિમજ્જા રંગરૂપ આકા૨ આખરી ઓળખ શું છે? | |||
શૂન્ય પછીનું શૂન્ય થતું શણગાર પાધરો પડાવ શું છે? | |||
ઇંગલા પિંગલા આવન-જાવન સૂરજચંદર ભણું... | |||
કાગળના વિસ્તાર ઉપર કંઈ વગડા જેવું રહીએ | |||
નકશામાં ચીતરેલી નદીએ કેમ કરીને નહીએ? | |||
ઊલી ગયેલી વેળાનાં અહીં ખાલી ખેતર લણું..... | |||
ગોઝારું એવું આવ્યું કે અમને અમે થયાનું ભાસ્યું | |||
લ્હેર્યો લેતું કમળસરોવ૨ વારે ઘડીએ વાસ્યું | |||
મોજાં તૂટતાં તીરે આવી હું રેતબંગલા ચણું..... | |||
નાછૂટકે એક ઘેઘૂર વડલો કાગળ ઉપર દોર્યો, | |||
ઘટાઘોર કલશોર માંડવો મોઘમ મઘમઘ મો’ર્યો, | |||
રથડા ખેડ્યાં રંગછાંયડે રોમ રોમ રણઝણું.... | |||
</poem> | |||
== ઝીલણ ઝીલવાને! == | |||
<poem> | |||
સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ | |||
{{space}} ગ્યાંતાં જુમનાજીને તીર, ઝીલણ ઝીલવાને! | |||
વેણુ વાગે ને સૂતી નગરી જાગે, | |||
{{space}} મન મથુરાને મારગે અધીર, ઝીલણ ઝીલવાને! | |||
લહેરે લહેરે ચડ્યાં ભર રે જોબન, | |||
{{space}} મારી નાડીઓના વેગ નહીં થીર, ઝીલણ ઝીલવાને! | |||
નાવા ઊતરીએ તો નખની મરજાદ, | |||
{{space}} અમે કાચી કાયાનાં અમીર, ઝીલણ ઝીલવાને! | |||
આ કાંઠે બેડાં ને સામે કાંઠે તેડાં, | |||
{{space}} પછી છૂટાં મેલ્યાં’તાં શરીર, ઝીલણ ઝીલવાને! | |||
ચોગમ ચડ્યાં કંઈ ચંપાના ઘેન, | |||
{{space}} અમે નીર જેવાં નીર ધર્યાં ચીર, ઝીલણ ઝીલવાને! | |||
ઘેરી ઘેરી વાંસળીએ ઘેર્યું ગગન, | |||
{{space}} અમે અડોઅડ ઊઘડ્યાં મંદિર, ઝીલણ ઝીલવાને! | |||
વાડી ખીલી ને ખીલ્યો મોગરો ને, | |||
{{space}} કાંઈ શીતળ વાયા સમીર, ઝીલણ ઝીલવાને! | |||
</poem> | |||
== દીવડો == | |||
<poem> | |||
મેં તો ઉંબર પર દીવડો મેલ્યો | |||
{{space}} કે ઘર મારું ઝળહળતું! | |||
પછી અંધારો ઓરડો ઠેલ્યો, | |||
{{space}} ભીતર મારું ઝળહળતું... | |||
મેં તો મેડીએ દીવડો મેલ્યો | |||
{{space}} કે મન મારું ઝળહળતું; | |||
પછી ડમરો રેલમછેલ રેલ્યો | |||
{{space}} કે વન મારું ઝળહળતું... | |||
મેં તો કૂવા પર દીવડો મેલ્યો | |||
{{space}} કે જળ મારુંં ઝળહળતું; | |||
પછી છાંયામાં છાંયો સંકેલ્યો | |||
{{space}} સકલ મારું ઝળહળતું... | |||
મેં તો ખેતર પર દીવડો મેલ્યો, | |||
{{space}} પાદર મારું ઝળહળતું; | |||
પછી અવસર અજવાળાનો ખેલ્યો, | |||
{{space}} અંતર મારું ઝળહળતું... | |||
મેં તો ડુંગ૨ ૫૨ દીવડો મેલ્યો, | |||
{{space}} ગગન મારું ઝળહળતું; | |||
પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, | |||
{{space}} ભવન મારું ઝળહળતું... | |||
</poem> | |||
== ગોરંભો લઈ ગગન ઝળૂંભે! == | |||
<poem> | |||
ગોરંભો લઈ ગગન ઝળૂંભે એક પડે ના ફોરું, | |||
તારે ગામે ધોધમાર ને મારે ગામે કોરું! | |||
પલળેલી પહેલી માટીની મહેક પવન લઈ આવે, | |||
ઝરમર ઝરમર ઝીલવું અમને બહાર કોઈ બોલાવે, | |||
આઘે ઊભું કોણ નીતરતું, કોણ આવતું ઓરું?... | |||
નાગણ જેવી સીમ વછૂટી ધસી આવતી ઘરમાં, | |||
ભીંતે ભીંતે ભાર ચડ્યા હું ભરત ભરું ઉંબરમાં, | |||
ચાસ પડ્યા તારા ચૌટામાં, હું અંધારામાં અહીં ઓરુું... | |||
મચ્છ તાણીને તારે મારગ મેઘાડંબર આજે, | |||
નદીએ નીર ચડ્યાં ને ચાંદો નેવાં ઢાંકી જાગે, | |||
મોર ઊડ્યા તારી ડુંગરિયે, ટહુકા અહીં હું દોરું... | |||
ઉગમણું ચડવું ને અમને ઊતરવું આથમણું, | |||
રાત ઢળે નીંદરમાં ઊઘલે સજ્યુંં ધજ્યું એક સમણું, | |||
તારે ગોખે દીવા બળે, હું વાટ અહીં સંકોરું... | |||
</poem> | |||
== પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું! == | |||
<poem> | |||
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું! | |||
ચાંદો સૂરજ ચૉકી બાંધી, નભ ચેતાવી બેઠો છું... | |||
પવન બધા પરકમ્મા કરતા, નવખંડ ધરતી ના’તી, | |||
દશે દિશાઓ મંગળ ગાતી, છાયા સકલ સમાતી, | |||
આખા અક્ષત, અક્ષર આખા, વખત વધાવી બેઠો છું... | |||
નહીં પિંડ, બ્રહ્માંડ નહીં, નહીં પુરુષ નહીં નારી, | |||
ઝીલે બુંદ કોઈ બાળકુંવારી, બીજમાં ઊઘડે બારી, | |||
સ્થંભ રચી બાવન ગજ ઊંચે, બાણ ચડાવી બેઠો છું.... | |||
ચડ્યા પવન, કંઈ ચડ્યા પિયાલા, જ્યોત શિખાઓ ચડી | |||
ચંદ્રકળાઓ ચડી ગગનમાં, અનહદ નૂરની ઝડી, | |||
ઈંગલા પિંગલા શૂનગઢ સોબત, શિખર સજાવી બેઠો છું... | |||
નહીં ઉદય કે અસ્ત નહીં, નહીં મંડપ નહીં મેળા; | |||
જલ થલ ગગન પવન નહીં પંખી, નહીં વાયક નહીં વેળા; | |||
ગંગા જમના નાંગળ નાખી, ઘેર વળાવી બેઠો છું... | |||
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું... | |||
</poem> | </poem> |
edits