દલપત પઢિયારની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
()
Line 424: Line 424:
અંદાવાદને આઠમે ટાવર ડંકા પડે રે લોલ  
અંદાવાદને આઠમે ટાવર ડંકા પડે રે લોલ  
{{Space}} એંશી વરહનો ટેંટોડો!
{{Space}} એંશી વરહનો ટેંટોડો!
</poem>
== રાજગરો ==
<poem>
રમતાં રમતાં રોપ્યો, રડજી રાજગરો!
હરતાં ફરતાં ટોયો, રડજી રાજગરો!
{{Space}} કોણે રંગ ઉમેર્યા?
{{Space}} ક્યાંથી અમથું અમથું લે’ર્યા?
સૈયર! અજાણતાં ઉછેર્યો રડજી રાજગરો!
રાજગરાને વણછે વધતો રોકોજી,
રાજગરાને ભોંય બરાબર રાખોજી,
{{Space}} રાજગરાનાં પાન
રણમાં તરતાં નીકળ્યાં કોણ?
સૈયર! લે’ર્યો મોર્યો લીલું કંચન રાજગરો!
રાજગરો તો કેડ-કમ્મર ફાલ્યોજી,
રાજગરાનો અઢળક ઢળિયો છાંયોજી,
{{Space}} રાજગરાનાં ફૂલ
{{Space}} રાતી ચનોખડીનાં મૂલ
સૈયર! રે’તાં રે’તાં રગરગ રેલ્યો રાજગરો!
રાજગરાને આરણ-કારણ રાખોજી
રાજગરાને વેરણ-છેરણ નાખોજી
{{Space}} રાજગરાનો છોડ
{{Space}} અમને ઘેન ચડ્યું ઘનઘોર
સૈયર! ઝરમર ઝરમર વરસ્યો ઝેણું રાજગરો!
</poem>
== પુણ્યસ્મરણ ==
<poem>
અમને કોની રે સગાયું આજ સાંભરે.
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે...
કોની રે સગાયું આજ સાંભરે
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,
આઘે લે’ર્યુ ને આંબી કોણ ઊઘડે...
કોની રે સગાયું આજ સાંભરે
આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ...
કોની રે સગાયું આજ સાંભરે
માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઉતરે...
કોની રે સગાયું આજ સાંભરે
કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો,
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ...
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.’’’
</poem>
== મને હું શોધું છું! ==
<poem>
ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું!
કોઈ બતાવો ક્યાં છે મારી ભોંય? મને હું...
{{Space}} આગળ કે’તાં આગળ જેવું કશું નહીં,
{{Space}} પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં,
{{Space}} ડગલે પગલે હું જ મને આડો ઊતરું
{{Space}} ને હું જ મને અવરોધું છું....ભાળ...
કહો મને હું ચહેરે મહોરે કોને મળતો આવું છું?
ક્યાં છે મારી મૂળની છાપો? શું શું નિત સરખાવું છું?
{{Space}} હું અતડો, મારાથી અળગો
{{Space}} શું કોને સંબોધું છું!...ભાળ...
એમ થાય કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી
{{Space}} આઘાં તડકે નાંખું!
{{Space}} બાજોઠ ઢાળી બેઠો બેઠો આનંદ મંગળ ભાખું!
{{Space}} એમ થાય કે નભમંડળનું આખું તોરણ
{{Space}} આંખે બાંધી રાખું,
{{Space}} વળી થાય કે છાયાસોતો વડલો વહેરી નાખું!
{{Space}} વારાફરતી વૃક્ષબીજમાં
{{Space}} હું જ મને વિરોધું છું.....ભાળ....
અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું!
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું!
સહી દસ્તક હું પોતે દલપતરાય, નહીં ઠામ, નહીં ઠેકાણું
અહીં નામ અધૂરું નોંધું છું...ભાળ મળે નહીં...
</poem>
== કિયા તમારા દેશ, દલુભા? ==
<poem>
કિયા તમારા દેશ દલુભા, કિયાં તમારાં કુળ?
કિયા તમારા કાયમ ઠેકા, કિયાં તમારાં મૂળ?
કોણે રચિયા કુંભ? કુંભમાં કોણે ભરિયાં નીર?
કોણે મત્સ્યને રમતું મેલ્યું? કોણ ઊભેલું તીર?
ભરતી ક્યાંથી ચડતી? ક્યાંથી વિસ્તરતાં વર્તુળ?
{{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ...
અધ્ધર પવન ચલાયા કોણે? કોણે કાવડ તાણી?
આભ ઉતાર્યુ અંદર કોણે? ક્યાંથી ઊઘડી વાણી?
કોણે બાંધ્યા ઘાટ? ઘાટના ઓવારા અનુકૂળ
{{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ...
બીજને કોણે બાંધ્યું? ભીતર વડ સંકેલ્યો કોણે?
ગગન સમો વિસ્તાર્યો કોણે? કોણે પડદો ઠેલ્યો?
ઘેઘૂર માયા છ ગાઉ છાયા, ધારણ ક્યાં ધરમૂળ?
{{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ...
ઠીક તમારા ઠાઠમાઠ ને પરગટ પાટ પસારા,
અદલ ઈશારા, અનહદ નારા, આધિ ઘડી ઉતારા,
પાંખ પસારી ઊડ્યાં પંખી, આઘે ઊડતી ધૂળ!
{{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ...
</poem>
== ભલી તમારી ભેટ, દલુભા ==
<poem>
ભલી તમારી ભેટ દલુભા, ભલો તમારો ભાલો,
તીર ઉપાડી તેતર નાઠું, સતનો મારગ ઝાલો!
રણમેદાને રણશિંગું, જ્યાં એક ઝાટકે જુદું,
નાહક ભૂંક્યું ગામ-ગધેડું, ઊડ્યું ના એક ફૂદું!
વળ દેવાનું મેલો, મૂછનો મટી ગયો હવાલો....
{{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ...
ખટસવાદી જીભ અને ખોંખારો ખીણની ભાષા,
ભેલાડ્યું ખેતર, બાપુને ઊભા પાકની આશા,
નાગરવેલનાં નામ અને કંઈ ચરવો ભાજીપાલો...
{{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ...
બહુ ખેલ્યા ચોપાટ, ડાયરે બહુ ખાધા ખોંખારા,
રંગઢોલિયે રહરહ તારા, નાથ વિશે નોંધારા
ઊઠો હવે આ પાથરણેથી, પાછો પડે પિયાલો.....
{{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ..
ફળા વગરની મૂઠ એકલી ફે૨વવાનું મેલો,
ઊંચી ડાળીએ દોરો બાંધે હોલી ને એક હોલો,
જે શ્રીકૃષ્ણ બોલો જીવણ, વિઠ્ઠલ વ૨ બસ, વહાલો....
{{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ...
</poem>
== હોંચી રે હોંચી ==
<poem>
એક ગર્દભડી જે ગાજરની લાંચી...
{{Space}}{{Space}} હોંચી રે હોંચી!
કુશકા ખાતાં એને કાંકરી ખેંચી,
{{Space}}{{Space}} હોંચી રે હોંચી!
ઊભી બજારેથી ભાગોળે ભૂંચી...
{{Space}}{{Space}} હોંચી રે હોંચી!
લાવો પટોળાં ને લાવો લ્યા પાં’ચી!
{{Space}}{{Space}} હોંચી રે હોંચી!
મારે લીધે આખી અરવલ્લી ઊંચી...
{{Space}}{{Space}} હોંચી રે હોંચી!
હેંડી હેંડી ને હું તો હિમાલય પ્હોંચી!
{{Space}}{{Space}} હોંચી રે હોંચી!
છેલ્લે શિખર જઈને બાંધેલી માંચી....!
{{Space}}{{Space}} હોંચી રે હોંચી!
અંધારામેં મેં તો ઉપનિષદ વાંચી...
{{Space}}{{Space}} હોંચી રે હોંચી!
વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી...
{{Space}}{{Space}} હોંચી રે હોંચી!
</poem>
</poem>
26,604

edits

Navigation menu