દલપત પઢિયારની કવિતા: Difference between revisions

()
()
Line 1,517: Line 1,517:
અમને અમારા ઓળખાવો અપરંપરા રે!
અમને અમારા ઓળખાવો અપરંપરા રે!
{{Space}} કોઈ રે...
{{Space}} કોઈ રે...
</poem>
== હું તો અધરાતે ઊઠી...! ==
<poem>
આવી ઊભી સરોવરિયા પાળ,
{{Space}} સાયબા, હું તો અધરાતે ઊઠી!
તારે હાથે ઓરડિયા ઉઘાડ,
{{Space}} સાયબા, હું તો અધરાતે ઊઠી!
અડધી અટકું, અડધી ઊપડું અણધારી!
મેં તો ડુંગરા દીઠા ના દીઠા ઢાળ,
{{Space}} સાયબા, હું તો ઘર વિશે રુઠી!
ઓઢું શું પહેરું, અવર શું હું વ્હોરું?
મેં તો ઝાલી કદંબ કેરી ડાળ,
{{Space}} સાયબા, હું તો જગ વિશે જૂઠી!
મનમાં મૂંઝારા મારા તનમાં તપારા,
હું તો જળને તોડું કે તોડું જાળ?
{{Space}} સાયબા, હું તો બાંધેલી મૂઠી!
કોણ તારા કિલ્લા ને કોણ તારી નગરી?
તારી ખડકીનાં કિયાં રે કમાડ,
{{Space}} સાયબા, હું તો બધી વાતે બૂઠી!
અડધું લખું ને ઝળહળ આખું ઉકેલું,
મારે અક્ષર અક્ષર દીપકમાળ,
{{Space}} સાયબા, તારી પહેરી અંગૂઠી!
</poem>
== કવિતા મને ગમે છે! ==
<poem>
કવિતા મને ગમે છે.
જાત જ્યાં મારી, મને નિતારી ઝીણું ઝીણું ઝમે છે!
કવિતા મારું ઘર ને શબ્દ મારો ઊતારો!
અક્ષર કેરી અટારીએથી ખેલું બાવન બા’રો!
પરા કશું ના પહેરેઓઢે, પશ્યન્તિ પડદે જઈ પોઢે
ઘાટ મધ્યમા ઘડે, ચાકડે ચડે વૈખરી
લાડેકોડે છાલકછોળે લાગટ ઊઠે-શમે છે!
ગોરખ, કબીર, નરસિંહ, મીરાં અને આપણો અખો,
લોયલ, તોરલ, દાળલ, રૂપાંદે, ડાલી, ગંગાસતી
આગળ – રવિભાણ આદિ ને યાદી મારા સુધી લખો!
ઝળહળ વાણી ગગન ઝળુંબે, નવલખ તારા લૂમેઝૂમે,
ચાંદોસૂરજ તેજ પીવે ને,
આખેઆખી કોઢ શબ્દની કેવી ધમધમે છે!
શું કામ હું બીજે મંદિર જાઉં કે બીજે જળ ચડાવું?
શાને પેટાવું બીજો દીવો? શીદ બીજે શિષ નમાવું?
શબ્દ દેવળ, શબ્દ દીવો, શબ્દ આરતી-સંધ્યા-ધૂપ,
ક્ષર-અક્ષર શું? અજર અમર શું?
ચર-અચર કે અવર કશું શું?
સાહેબ શબ્દસ્વરૂપ અરૂપી રીત રમે છે!
</poem>
== શીદ પડ્યો છે પોથે? ==
<poem>
વસુધા પરગટ વેદ પાથર્યો;
{{Space}} શીદ પડ્યો છે પોથે?
શબ્દ ઉતારે ભેદ આછર્યો;
{{Space}} શીદ ચડ્યો છે ગોથે?
ઢોળી જો આ જાત પવનમાં,
ડીલે માટી ચોળી જો,
વાંચી જો આ વહેતાં વાદળ,
વૃક્ષ-વેલને વળગી જો,
ઝીણી ઝરમર, ભીની ફરફર
સહેજ પવનની લહેર
{{Space}} અને કંઈ ફૂલડાં દોથે દોથે...!
કાષ્ઠ વિષે સૂતેલો અગ્નિ
દેવતા ક્યાંથી પાડે?
ભીંતે ચિતરી બિલ્લી
ઉંદર કેમ કરી ભગાડે?
જુગત જગાડે જ્યોત
જ્યોતમાં નહીં છોત નહીં છાયા,
દીવા આડે પડ્યું કોડિયું :
{{Space}} ડુંગર તરણા ઓથે!
આભ આખું ખુલ્લંખુલ્લું,
છેક સુધીની ધરતી ખુલ્લી
ખુલ્લાં પંખી, ખુલ્લી નદીઓ,
ખુલ્લા પર્વત-પ્હાડ;
પછાડ બેવડ પંછાયાને
વચલી વાડ ઉખાડ!
ઘુઘરિયાળો ઝાંખો :
{{Space}} જડિયાં વળગ્યાં જૂને ભોથે!
</poem>
== વસ્તુ જડે તો જડે વિવેકે...! ==
<poem>
જથારથ વસની જુગત જુદી છે;
{{Space}} શીદ તું અવળા ઉંબરા ઠેકે!
છોડી નાખ તું તારી વળીઓ,
{{Space}} આભ ઊભું પોતાને ટેકે!
ઋતુઓ એની મેળે આવે,
{{Space}} મેઘ ક્યાં કોઈના તેડ્યા આવે!
કોણ મોકલે – ચંદ્ર, સૂરજ, તારા, નક્ષત્રો?
{{Space}} ભરતી-ઓટ કો’ ક્યાંથી આવે?
સહજના ઘરનો અખંડ ઓચ્છવ;
{{Space}} ચોગમ લે-લીન લીલા ફરૂકે...!
મૂર્તિ-પથ્થર વિષે ન પ્રીછે;
{{Space}} પથ્થર-મૂર્તિ વિશે અશેષે,
તરણું, અંતરપટનું આડું,
{{Space}} કહોને, ડુંગર કઈ પેર દિસે?
દીઠઅદીઠના મોંઘમ મુકામે;
{{Space}} મંદિર આખું મઘમઘ મહેકે...!
જે જે વસ્તુ જ્યાં, જેટલી,
{{Space}} જેવા રૂપમાં રાચે છે,
ચેતન વસ્તુ ત્યાં, તેટલી
{{Space}} તેવા રૂપમાં નાચે છે!
પૂર્ણપદને શું વત્તુઓછું, આખુંઅડધું?
{{Space}} જડે તો વસ્તુ જડે વિવેકે...!
</poem>
== દલપત પઢિયારના પુસ્તકો ==
<poem>
૧. ‘ભોંય બદલો’, નક્ષત્ર ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૨
૨. ‘સામે કાંઠે તેડાં’, રંગદ્વાર પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૦
૩. ‘ગાંધીયુગનું ગદ્ય’, ગુજરાત સાહિત્ય અકાદમી, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૦
</poem>
</poem>
26,604

edits