26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{BookCover |cover_image = File:2_jpg |title = સંજુ વાળાનાં કાવ્યો<br> |editor = મિલિન્દ ગઢવી<br> }} * સંજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
* [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] | * [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] | ||
'''ગીતઃ''' | |||
'''‘રાગાધીનમ’''' | |||
== અણીએ ઊભા == | |||
<poem> | |||
ઝીણું જો ને! | |||
જો, જડવાની અણીએ ઊભાં! | |||
મણ આખામાં કયા કણ સાચા, પડશે કેમ પતીજ? | |||
બીજ વચાળે ક્યાં છુપાયાં બોલો હે ઉદ્ભીજ! | |||
ઓરું જો ને! | |||
જો, અડવાની અણીએ ઊભાં! | |||
થડ વિનાની ઝૂરે ડાળી, ડાળ વિનાનું પાન; | |||
મરમ જાણવા મરમી બેઠાં ધરી વૃક્ષનું ધ્યાન! | |||
ઊંચું જો ને! | |||
જો, ઊડવાની અણીએ ઊભાં! | |||
</poem> | |||
== અનભે ગતિ == | |||
<poem> | |||
પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ | |||
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | |||
::::::પહેલું જ્યાં આકાશ વળોટ્યું | |||
:::::::ખરવા લાગ્યો ભાર, | |||
::::::પિચ્છ ખર્યાં ને કલગી ખરી | |||
:::::::ઓગળ્યા રે આકાર. | |||
ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ | |||
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | |||
::::::કેટલી વખત? ભેદવાં હજુ | |||
:::::::કેટલાં દિગ્દિગંત? | |||
::::::પૂછીએ તો પડઘાઈને પાછો | |||
:::::::ક્યાંય ઠેલાતો અંત. | |||
ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ, | |||
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | |||
</poem> |
edits