સંજુ વાળાનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{BookCover |cover_image = File:2_jpg |title = સંજુ વાળાનાં કાવ્યો<br> |editor = મિલિન્દ ગઢવી<br> }} * સંજ...")
 
No edit summary
Line 8: Line 8:


* [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]
'''ગીતઃ'''
'''‘રાગાધીનમ’'''
== અણીએ ઊભા ==
<poem>
ઝીણું જો ને!
જો, જડવાની અણીએ ઊભાં!
મણ આખામાં કયા કણ સાચા, પડશે કેમ પતીજ?
બીજ વચાળે ક્યાં છુપાયાં બોલો હે ઉદ્ભીજ!
ઓરું જો ને!
જો, અડવાની અણીએ ઊભાં!
થડ વિનાની ઝૂરે ડાળી, ડાળ વિનાનું પાન;
મરમ જાણવા મરમી બેઠાં ધરી વૃક્ષનું ધ્યાન!
ઊંચું જો ને!
જો, ઊડવાની અણીએ ઊભાં!
</poem>
== અનભે ગતિ ==
<poem>
પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
::::::પહેલું જ્યાં આકાશ વળોટ્યું
:::::::ખરવા લાગ્યો ભાર,
::::::પિચ્છ ખર્યાં ને કલગી ખરી
:::::::ઓગળ્યા રે આકાર.
ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ
પંખી  ઊડ્યાં  અનભે  ઝીણું  ચાંચમાં  ઝાલી તથ.
::::::કેટલી વખત? ભેદવાં હજુ
:::::::કેટલાં દિગ્દિગંત?
::::::પૂછીએ તો પડઘાઈને પાછો
:::::::ક્યાંય ઠેલાતો અંત.
ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ,
પંખી  ઊડ્યાં  અનભે  ઝીણું ચાંચમાં ઝાલી તથ.
</poem>
26,604

edits

Navigation menu