સ્વાધ્યાયલોક—૨/ફિનિસ અંગ્રેજી ભાષામાં ગ્રીક મુક્તક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 3: Line 3:
{{Heading|‘ફિનિસ’  અંગ્રેજી ભાષામાં ગ્રીક મુક્તક}}

<poem>
{{space}}{{space}}{{space}}<big>'''FINIS'''</big>
I strove with none, for none was worth my strife.
{{space}}Nature I loved and, next to Nature, Art:
I warmed both hands before the fire of life;
{{space}}It sinks, and I am ready to depart.
{{space}}{{space}}{{space}}— Walter Savage Landor
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
FINIS
I strove with none, for none was worth my strife. 
 Nature I loved and, next to Nature, Art: 
I warmed both hands before the fire of life; 
 It sinks, and I am ready to depart.
— Walter Savage Landor
‘I strove with none….’ (લડ્યો ન…). કારણ? અહિંસ? ના, જીવનભર (અને જીવન પણ ખાસ્સું ૧૭૭૫થી ૧૮૬૪ લગીનું ૮૯ વર્ષનું, સુદીર્ઘ) જેણે લડ્યા કર્યું હતું એ મનુષ્ય આમ કહે છે, જેનું નામ પણ વૉલ્ટર સૅવૅઇજ લૅન્ડર હતું એ મનુષ્ય આમ કહે છે, જેનો જન્મદિન જાન્યુઆરી ૩૦, એટલે કે એ હોંશે હોંશે જેનું સ્મરણ કરતો હતો તે ચાર્લ્સ પહેલાના શિરચ્છેદનો દિન હતો (અને જોકે હવે મોહનદાસ ગાંધીની હત્યાનો પણ દિન છે) એ મનુષ્ય આમ કહે છે. નાનો હતો ત્યારે એ પોતાને ‘fierce democrat’ — ઉગ્ર પ્રજાવાદી માનતો-મનાવતો હતો, ત્યારે એ ફ્રેન્ચ પ્રજા ઇંગ્લૅન્ડ પર આક્રમણ કરે અને આજુબાજુ કૅન્ટરબરી અને યૉર્કના આર્ચબિશપોનો — એ બે ચોરનો અને વચમાં જૉર્જ ત્રીજાનો શિરચ્છેદ કરવામાં અંગ્રેજોને સહાય કરે એવું ઇચ્છતો હતો. આ ઇચ્છાને કારણે એ જેને મૂર્ખ માનતો હતો એવી એની માતાએ એના કાન આમળ્યા હતા.

પ્રથમ રગ્બી સ્કૂલમાંથી અને પછીથી ૧૭૯૪માં ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાંથી એણે જ્યારે ટોરી પક્ષના એક સભ્યના ઘરની બારી પર બંદૂકમાંથી ગોળી છોડી ત્યારે એને ‘Mad Jacobin’ — પાગલ જૅકોબિન ગણીને બરતરફ કરવામાં આવ્યો હતો. બે સત્રની આ બરતરફીને કારણે એને ઉપાધિયોગ પ્રાપ્ત ન થયો, ત્યારે એના પિતાનો એની સામે ઉગ્ર વિરોધ થયો અને ગૃહત્યાગ કરવાનો નિર્ણય કરીને એ પિતાની સાથે લડ્યો હતો. એક મિત્રની દરમ્યાનગીરીથી માંડ માંડ એણે પિતાની સાથે સમાધાન (ગૃહત્યાગ કરવાની છૂટ સાથે પિતા એને વાર્ષિક ૧૫૦ પાઉન્ડની રકમ આપે એ શરતે) કર્યું હતું. ઑક્સફર્ડમાંથી બરતરફ થયા પછી એ અવારનવાર દક્ષિણ વેલ્સમાં વસ્યો હતો અને નૅન્સી જોન્સ (એનાં અનેક કાવ્યોની ‘Ione’), રોઝ એઇલ્મેર (એના પ્રસિદ્ધ લઘુ શોકકાવ્યની નાયિકા) અને જેઇન સ્વિફ્ટ (એનાં અનેક કાવ્યોની ‘Ianthe’) સાથે પ્રણયકલહ કર્યો હતો. એના શ્રીમંત પિતાનું ૧૮૦૫માં અવસાન થયું પછી એને વારસો પ્રાપ્ત થયો ત્યારે એ જન્મસ્થાન વૉરિકમાંથી ખસીને બાથમાં વસ્યો હતો. નેપોલિયનની સામે સ્પૅનિશ ક્રાન્તિકારી સ્વાતંત્ર્યવીરોને તથા ૧૮૦૮માં ત્રણ માસ સ્પેનમાં વસીને રાષ્ટ્રીય સૈન્યમાં એક સૈનિકટુકડીને પોતાને પૈસે નભાવીને એણે (ટેનિસન અને આર્થર હૅલમની જેમ) તન, મન, ધનથી સહાય કરી ત્યારે એને કર્નલનું માનાર્હ પદ અર્પણ થયું હતું. ‘માડ્રિડ ગેઝેટ’માં એની યુદ્ધસેવા માટે એનો જાહેર આભાર માનવામાં આવ્યો હતો. પછી વૉટર્લુના યુદ્ધથી અને નેપોલિયનના પરાજયથી એ રાજી થયો હતો. પણ પછીથી યુરોપમાં જે પ્રત્યાઘાત પડ્યો એનાથી એ ભારે નારાજ થયો હતો અને એને ‘પ્રથમ સૌ પ્રજાસત્તાકોની સામે અને હવે સૌ રાજ્યબંધારણોની સામે રાજાઓનું કાવતરું’ કહીને જીવનભર ધિક્કારતો રહ્યો હતો. એના ‘સંવાદો’માંના પ્રથમ ત્રેવીસ સંવાદો પર એની અસર હતી એમ એણે કહ્યું હતું.