26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 97: | Line 97: | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
— એ આઠ સવાલ શેઠના પુત્રે એક સાધુને એક લાખ રૂપિયા ચુકાવીને લીધા, અને તુરત જ વાર્તાપ્રવાહ ગતિ પકડે છે, જેમાં એક પછી એક સારનું સાચ પ્રતીત બનતું આવે. બાપ તો આ મૂર્ખાઈ બદલ દીકરાને કાઢી મૂકે છે, એટલે ‘છત કો બાપ’ એ પહેલો બોલ સાચો ઠરે છે. પિતાએ તજેલ અકિંચન પુત્રને મા રાખવા મથે અર્થાત્ ‘અછત કી મા’ પ્રમાણે મા તો અછત વેળાએ પણ મા જ રહે છે. પછી બહેનને ઘેર જતાં નિર્ધન ભાઈને અનાદર મળે છે, ભાઈબંધને ઘેર બહુમાન સાંપડે છે, પછી પરણેલી સ્ત્રી પતિના જવા પછી પિયર જઈ બેસીને વિલાસ માણવા મંડે છે. એનો મર્મ એ કે ‘જોરુ સો સાથ’ : અર્થાત્ સ્ત્રી તે પોતાની સાથે હોય ત્યાં સુધી જ વફાદાર રહે છે. આમ આખી વાર્તાનો ઘાટ અને પ્રવાહ બંધાય છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 111: | Line 111: | ||
::::ને મહેફિલના ગધ્ધા કોણ? | ::::ને મહેફિલના ગધ્ધા કોણ? | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
— એ ચાર સવાલોના જવાબ વાર્તાનો નાયક અમુક ચોક્કસ પરિણામોની પોતે ઈરાદાપૂર્વક ગોઠવણ કરીને રજૂ કરે છે : ઈરાનના પાદશાહના બેટાનું પોતે પૈસા માટે ખૂન કર્યું છે એવો દેખાવ એક ઘેટો મારીને ખડો કરે છે. એ એક જ પ્રસંગે, એક તો પોતાની કુળવાન સ્ત્રી કેવી નિર્દય બનીને અવિચારી રીતે વર્તી, બીજી પોતે જેને દૂભવી હતી તે નીચ વેશ્યા વિચારપૂર્વક વર્તી, ત્રીજા પોતે જેમને ખૂબ ખવરાવ્યા-પિવરાવ્યા અને નવાજ્યા હતા તે અમીર - ઉમરાવોએ કેવું કૃતઘ્ની આચરણ કર્યું, અને ચોથો ખુદ ઈરાનનો પાદશાહ કે જે મહિનાઓથી પોતાના મહેમાનના પરિચયમાં હતો તેણે કંઈ તરતપાસ કર્યા વગર કેવી મૂર્ખાઈથી મહેમાનનો શિરચ્છેદ ફરમાવી દીધો, એ બધું પ્રત્યક્ષ બતાવીને વાર્તાનો નાયક ખાનિયો ચારેય સવાલના જવાબો રૂપે બતાવે છે કે ‘જાતની કજાત’ તો આ મારી જ સ્ત્રી : ‘કજાતની જાત’ તો આ હીન જાતિની છતાં ખાનદાનીથી વર્તનાર વેશ્યા : ‘કચેરીના કુત્તા’ તો આ ખવરાવ્યું ત્યાં સુધી લટૂપટૂ થનાર અને ખાવાનું બંધ પડતાં ખવરાવનારની બેગુને બદબોઈ કરનાર અમીરો : અને ‘મહેફિલના ગધ્ધા’ અવિચારીપણે આચરણ કરનાર પાદશાહ પોતે. | |||
આ જ કરામત અન્ય પ્રદેશોની કંઠસ્થ કથાઓમાં ભાગ ભજવતી હોવી જોઈએ. બુંદેલખંડી વાર્તા ‘ધુતારાની દીકરી’માં વાર્તાનાયક શેઠને ફકીર મોટી કિંમતે ચાર વાતો જણાવે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::::ઘરઆંગણે બોરડી ન વાવવી, | |||
::::કોટવાળની ભાઈબંધી ન કરવી | |||
::::રસ્તામાં મળે તે લઈ લેવું | |||
::::ખાટલો ખંખેરીને સૂવું. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ને આ ચાર વાતો સાદી છતાં વાર્તાનાયકને તો અદ્ભુત ચમત્કારિક રીતે ફળે તેવી તરેહથી વાર્તાની રચના થઈ છે. | |||
{{Poem2Close}} | |||
<center>'''‘નબાપા’નું મહેણું'''</center> | |||
{{Poem2Open}} | |||
આ કરામત પ્રાચીન ‘કથાસરિત્સાગર’ની કોઈ કથામાં છે કે નહિ? વિક્રમે પરણીને પછી વિસારી મૂકેલી સ્ત્રીનો પુત્ર વિક્રમચરિત નાનપણમાં રમે છે ત્યારે એનો દડો એક ડોશીને લાગી જતાં પહેલી જ વાર એને કાને મહેણું પડે છે કે ‘રોયા નબાપા!’ તે પરથી એ માને જઈ પોતાનો બાપ કોણ એ પૂછી, આખી વાત મેળવી, ઉજેણી જઈ કંઈક છૂપાં પરાક્રમો કરી, માને દુખિયારી કરનાર પિતા વિક્રમને હંફાવે છે ને પછી પુત્ર તરીકે પ્રકટ થાય છે, એ વાત મને જેઠા બારોટ કહેતા. તેનું ટાંચણ ખંડિત રહ્યું છે. બીજા પાસે પણ સાંભળી છે. આ વાર્તાનો ઉદય થાય તેવું ‘બત્રીશ પૂતળી’માં છે કે નહિ? કંઠસ્થ લોકવાર્તાઓમાં તો એ વારંવાર સમગ્ર કથાવસ્તુનું આદિપ્રેરક તત્ત્વ બને છે. આમાં ‘બાપુ ભાલાળો’ની શુદ્ધ લોકકથાનો આખો ઉપાડ આ કરામતથી કરવામાં આવ્યો છે. મોસાળમાં રહેલા કુંવરો બાપુ ને બૂઢો કંઈક તોફાનો કરે છે. એક જણ સીસાની ગોળી મારી પનિહારીનું બેડું ફોડે, તો બીજો તુરત જ મીણની ગોળી આંટીને ફૂટેલ બેડું સાંધે. એમાં એક ડોશી ઝપટાય છે. ડોશી મહેણું દે છે : ‘મારા રોયા નબાપાઓ! બાપનાં વેર તો ગોતો! બાયડીઓનાં બેડાં શું ફોડો છો?’ એ મહેણાના માર્યા બેઉ ભાઈઓ મહાપરાક્રમો કરવા નીકળી પડે છે. | |||
{{Poem2Close}} | |||
<center>'''‘ત્યાં ન જજે!’'''</center> | |||
{{Poem2Open}} | |||
‘ફલાણી દિશામાં ન જજે, ફલાણા ઠેકાણે રાત ન રોકાજે, ફલાણો ઓરડો ઉઘાડીશ મા’ : એવી મોઘમ સૂચનાના પાલનથી નહિ પણ તેના ઉથાપનથી જ વાર્તા વેગ પકડે, રંગ પકડે, રહસ્ય પકડે, એ એક કરામત લોકવાર્તાઓમાં વપરાઈ છે. ‘છડીલખણો ને મનસાગરો’ એ નામની વાર્તામાં આ કરામતે કામ કર્યું છે. રાજકુંવર છડીલખણો અને પ્રધાનપુત્ર મનસાગરો, બેઉ દેશાવર ભટકવા નીકળે છે. રસ્તે એક વાવ આવે છે, મનસાગરો પાણી પીવા અંદર ઊતરે છે, પાણી પીતાં પીતાં વાવની ભીંતે લખેલું વાંચે છે : ‘અહીં કોઈએ આવવું નહિ, આવવું તો પાણી પીવું નહિ, પાણી પીવું તો રાત રોકાવું નહિ’. આ લેખ જો છડીલખણો વાંચશે તો એ છે અકોણો, જેની ના લખી છે તે જ કરશે, એમ વિચારીને મનસાગરાએ એ શિલાલેખ ઉપર ગારો ચોપડી દીધો; પછી છડીલખણો આવીને પાણી પીતો પીતો રમતમાં ને રમતમાં ભીંતે કોગળા છાંટે છે, તેથી ગારો ધોવાઈ જાય છે, લેખ વંચાય છે અને પોતે હઠ લે છે કે રાત તો અહીં જ રહેવું. | |||
{{Poem2Close}} | |||
<center>'''નિષેધનો ભંગ લાભકર્તા'''</center> | |||
{{Poem2Open}} | |||
એ નિષિદ્ધ વર્તન કરવાનું ફળ અનિષ્ટ આવે એ તો સ્વાભાવિક જુક્તિ ગણાય. એને બદલે અહીં તો નિષિદ્ધ આચરણ કરવાથી જ ઘટનાઓની પરંપરા મંડાય છે. બન્ને જણા ઝાડ ઉપર ચડી રાત રહે છે. મોડી રાતે વાવમાંથી જ્વાળાઓ ઊપડે છે. મણિધર નાગ બહાર નીકળે છે, એ પોતાનો માથાનો મણિ ઉતારીને ઝાડ હેઠળ મૂકે છે, ને પછી એ મણિના ઉજાસમાં બે-બે ગાઉ ફરતો ચારો કરી પાછો આવી, મણિ લઈ વાવમાં પાછો વળે છે. વળતે દહાડે મનસાગરો નજીકના શહેરમાંથી એક કાંટાદાર બનાવેલું લોઢાનું બકડિયું લાવે છે, એને દોરી બાંધી રાતે ઝાડ પર બેસે છે, નાગ બહાર નીકળી ઝાડ હેઠળ મૂકી ચારો કરવા જાય છે, એટલે મનસાગરો દોરી વતી બકડિયું નીચે ઉતારી બરાબર મણિ ઉપર ઢાંકી દે છે. નાગ આવી પોતાના મણિને ઠેકાણે બકડિયું દેખી તેને તોડવા તેના પર ફેણ પછાડે છે, ફેણમાં લોઢાના કાંટા (શૂળા) પરોવાઈ જતાં મૃત્યુ પામે છે, બેઉ ભાઈબંધ નીચે ઊતરી મણિ લઈ લે છે, જ્યાં વાવમાં મણિ ધોવા જાય છે, ત્યાં તો મણિને પ્રતાપે પાણી નીચે ને નીચે ઊતરતું જાય છે, છેવટે નાગકન્યાનો મહેલ આવે છે. રાજકુંવર નાગપદમણી સાથે રહે છે. રોજ બેઉ જણાં ફરવા નીકળે છે. એક વાર બહાર બેઠાં એમાં કાંઈક સંચાર થતાં દોટ દઈ વાવમાં ચાલ્યાં જાય છે, ઉતાવળમાં ને ઉતાવળમાં નાગપદમણીની એક મોજડી (કે પછી ઝાંઝરી) વાવ બહાર રહી જાય છે, ત્યાં બીજો એક રાજકુંવર આવે છે તેને આ મોજડી જડે છે, એ વેન લે કે આ મોજડી પહેરનારીને જ પરણું. પછી ગાંગલી ઘાંચણ પતો મેળવે છે કે આ તો નાગપદમણીની મોજડી છે. વાવને કાંઠે જ જઈ બેઠી બેઠી રુદન કરવા માંડે છે, રુદન સાંભળીને નાગપદમણી બહાર આવે છે, તેને ગાંગલી કહે છે કે હું તારી ફુઈ છું. તારો બાપ નાગ મરી ગયો તેના ખબર પડતાં કાણ્યે આવી છું. નાગ પદમણી તો ફુઈને વાવની અંદર લઈ જાય છે, ત્યાં ‘ફુઈ’ રહે છે, એક વાર ભત્રીજીને લઈ મણિ સાથે બહાર આવે છે, ને પછી મણિ છુપાવી દે છે. વાવનાં પાણી મણિ વિના મારગ દેતાં નથી, ગાંગલી નાગપદમણીનું હરણ કરાવે છે, વગેરે વગેરે પરાક્રમો અને સંકટોની કડીબંધ રચનાથી આ કથાની સમાપ્તિ સંકટોની પૂર્ણાહુતિ સાથે વિછોડાયેલાં પુનર્મિલન સાથે અને કૂડ કરનારાંના વિનાશ સાથે આવે છે. | |||
{{Poem2Close}} |
edits