26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
બારોટ શબ્દનો અર્થ કેટલાક ‘બાર હઠ’ કરે છે. એટલે કે બાર પ્રકારની હઠ કહેતાં નિશ્ચયોનું પાલન કરનારા ચારણ-બારોટો. પણ પ્રબંધોમાં જોઈએ તો ‘દ્વારભટ્ટ’ એવો શબ્દ જડે છે, અને તે શબ્દ વડે રાજદ્વારને રક્ષતા સુભટ સૈનિક તરીકેનું કામ કરતા પુરુષને ઓળખાવાયો છે. એનો રૂઢાર્થ ચારણ-બારોટ બનેલ છે, કારણ કે ચારણ જે અર્થમાં ગઢવી (ગઢનો પાલક ચોકીદાર) કહેવાયો છે તે અર્થ ‘દ્વારભટ્ટ’ સાથે મેળ લે છે. | બારોટ શબ્દનો અર્થ કેટલાક ‘બાર હઠ’ કરે છે. એટલે કે બાર પ્રકારની હઠ કહેતાં નિશ્ચયોનું પાલન કરનારા ચારણ-બારોટો. પણ પ્રબંધોમાં જોઈએ તો ‘દ્વારભટ્ટ’ એવો શબ્દ જડે છે, અને તે શબ્દ વડે રાજદ્વારને રક્ષતા સુભટ સૈનિક તરીકેનું કામ કરતા પુરુષને ઓળખાવાયો છે. એનો રૂઢાર્થ ચારણ-બારોટ બનેલ છે, કારણ કે ચારણ જે અર્થમાં ગઢવી (ગઢનો પાલક ચોકીદાર) કહેવાયો છે તે અર્થ ‘દ્વારભટ્ટ’ સાથે મેળ લે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<center>'''પુસ્તકનું નામકરણ'''</center> | <center>'''પુસ્તકનું નામકરણ'''</center> | ||
Line 31: | Line 31: | ||
આ રીતે દરેક વાર્તાનું મૂળ પ્રાપ્તિસ્થાન તપાસતાં એક મુદ્દો સ્પષ્ટ થાય છે કે જેઓ મોટે ભાગે નિરક્ષર હતા અને ગ્રંથસ્થ વાર્તાઓ જેમના વાંચવામાં આવી ન હોય, તેવા માણસોએ કંઠોપકંઠ સાંભળીને એના અસલ કંઠસ્થ સ્વરૂપમાં સાચવેલી આ લોકકથાઓ છે. એનાં મૂળ લોકસર્જિત છે એવું તો કહી શકાય નહીં, કારણ કે આ દેશની ભૂમિ કે જ્યાં છેક વેદના ગ્રંથપાઠો પરથી મહાકાવ્યો, નાટકો અને કથાસંગ્રહો પુસ્તકાકારે ઊતરીને પ્રચાર પામ્યાં છે, જ્યાં ગ્રંથારૂઢ પંચતંત્ર અને જાતકકથાઓ એક છેડેથી બીજા છેડા સુધી ભમતી રહી છે, જ્યાં દંડી, બાણ અને સુબંધુ સરીખા વ્યક્તિવિશેષ વાર્તાકારોની ગ્રંથસ્થ રચનાઓ વિહરતી રહી છે, જ્યાં બૃહત્કથામાંથી નીકળેલી કથાસરિત્સાગર, બૃહત્કથામંજરી અને બૃહત્કથાશ્લોક સંગ્રહની ત્રિવેણી રેલાયે ગઈ છે, જ્યાં વેતાલપંચવિંશતિ, વિક્રમચરિત અને શુકસપ્તતિનાં મૂળ સંસ્કૃત પુસ્તકો તેમ જ તેમના પરથી શામળભટ્ટ ઇત્યાદિએ અવતારેલા પદબંધો સૈકાઓ સુધી પ્રવાહમાન રહ્યા છે, તેમ જ જ્યાં બ્રાહ્મણો – જૈનોનાં રચેલાં ચરિતો અને પ્રબંધ જનતાની વચ્ચે ગં્રથાકારે પહોંચ્યાં છે, તેવી આ ભૂમિમાં આજે પ્રચલિત એવી કંઠસ્થ વાર્તાવાણીની અંદર શુદ્ધ લોકસર્જનની તારવણી કરવી એ કઠિન છે. કોઈ ને કોઈ સ્વરૂપે આ મહાસાગર જેવડા ગ્રંથસ્થ વાર્તાસમૂહમાંથી જ કંઠસ્થ વાર્તાઓ બિંદુપરિમાણે પડી ગઈ હશે એમ લાગે છે. | આ રીતે દરેક વાર્તાનું મૂળ પ્રાપ્તિસ્થાન તપાસતાં એક મુદ્દો સ્પષ્ટ થાય છે કે જેઓ મોટે ભાગે નિરક્ષર હતા અને ગ્રંથસ્થ વાર્તાઓ જેમના વાંચવામાં આવી ન હોય, તેવા માણસોએ કંઠોપકંઠ સાંભળીને એના અસલ કંઠસ્થ સ્વરૂપમાં સાચવેલી આ લોકકથાઓ છે. એનાં મૂળ લોકસર્જિત છે એવું તો કહી શકાય નહીં, કારણ કે આ દેશની ભૂમિ કે જ્યાં છેક વેદના ગ્રંથપાઠો પરથી મહાકાવ્યો, નાટકો અને કથાસંગ્રહો પુસ્તકાકારે ઊતરીને પ્રચાર પામ્યાં છે, જ્યાં ગ્રંથારૂઢ પંચતંત્ર અને જાતકકથાઓ એક છેડેથી બીજા છેડા સુધી ભમતી રહી છે, જ્યાં દંડી, બાણ અને સુબંધુ સરીખા વ્યક્તિવિશેષ વાર્તાકારોની ગ્રંથસ્થ રચનાઓ વિહરતી રહી છે, જ્યાં બૃહત્કથામાંથી નીકળેલી કથાસરિત્સાગર, બૃહત્કથામંજરી અને બૃહત્કથાશ્લોક સંગ્રહની ત્રિવેણી રેલાયે ગઈ છે, જ્યાં વેતાલપંચવિંશતિ, વિક્રમચરિત અને શુકસપ્તતિનાં મૂળ સંસ્કૃત પુસ્તકો તેમ જ તેમના પરથી શામળભટ્ટ ઇત્યાદિએ અવતારેલા પદબંધો સૈકાઓ સુધી પ્રવાહમાન રહ્યા છે, તેમ જ જ્યાં બ્રાહ્મણો – જૈનોનાં રચેલાં ચરિતો અને પ્રબંધ જનતાની વચ્ચે ગં્રથાકારે પહોંચ્યાં છે, તેવી આ ભૂમિમાં આજે પ્રચલિત એવી કંઠસ્થ વાર્તાવાણીની અંદર શુદ્ધ લોકસર્જનની તારવણી કરવી એ કઠિન છે. કોઈ ને કોઈ સ્વરૂપે આ મહાસાગર જેવડા ગ્રંથસ્થ વાર્તાસમૂહમાંથી જ કંઠસ્થ વાર્તાઓ બિંદુપરિમાણે પડી ગઈ હશે એમ લાગે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>'''સિંધુનાં બિંદુઓ'''</center> | <center>'''સિંધુનાં બિંદુઓ'''</center> | ||
Line 42: | Line 43: | ||
પરંતુ ‘ક્લાસિકલ લિટરેચર’ની વાર્તાઓમાં જે જૂજવાં પ્રધાન તત્ત્વો પડ્યાં છે, અંગ્રેજી વિવેચન-ભાષામાં જેને ‘મોટિફ’ કહે છે, તે ‘મોટિફ’ના જૂજવા બધા પ્રકારો આજે સંઘરાઈ રહેલી કંઠસ્થ લોકકથાઓમાં ક્રીડા કરી રહ્યા છે. આ ‘મોટિફ’ એટલે કે વાર્તાનો વેગ વધારતી ને એની ચમત્કૃતિ જચાવતી કરામતો, જુક્તિઓ — હિંદમાં હરેક નવે નવે સ્થળે-કાળે વહેંચાતાં અથવા તો નવેસર સંયોજિત થતાં રહ્યાં છે. હર સ્થળે વાર્તા કથનાર અથવા તો સંઘરનાર કેમ જાણે આ ‘મોટિફ’ની આખી અકબંધ સાંકળી ઉપાડે છે. (આ સાંકળીને આપણે પારાની માળા સાથે સરખાવીએ.) પછી એ માળાના પારા વિખેરી ચોમેર વેરી નાખે છે, અને પછી ફરી વાર નવી રચનામાં એ પારાને પરોવી લે છે. આમ હોઈને કોઈ પણ ‘મોટિફ’ આપણને કોઈ પણ સમયમાં, કોઈ પણ સ્થાનમાં, બલકે હિંદી વાર્તા તેમ જ એની શાખા-પ્રશાખાના કોઈ પણ અનુસંધાનમાં ભેટી જાય છે. | પરંતુ ‘ક્લાસિકલ લિટરેચર’ની વાર્તાઓમાં જે જૂજવાં પ્રધાન તત્ત્વો પડ્યાં છે, અંગ્રેજી વિવેચન-ભાષામાં જેને ‘મોટિફ’ કહે છે, તે ‘મોટિફ’ના જૂજવા બધા પ્રકારો આજે સંઘરાઈ રહેલી કંઠસ્થ લોકકથાઓમાં ક્રીડા કરી રહ્યા છે. આ ‘મોટિફ’ એટલે કે વાર્તાનો વેગ વધારતી ને એની ચમત્કૃતિ જચાવતી કરામતો, જુક્તિઓ — હિંદમાં હરેક નવે નવે સ્થળે-કાળે વહેંચાતાં અથવા તો નવેસર સંયોજિત થતાં રહ્યાં છે. હર સ્થળે વાર્તા કથનાર અથવા તો સંઘરનાર કેમ જાણે આ ‘મોટિફ’ની આખી અકબંધ સાંકળી ઉપાડે છે. (આ સાંકળીને આપણે પારાની માળા સાથે સરખાવીએ.) પછી એ માળાના પારા વિખેરી ચોમેર વેરી નાખે છે, અને પછી ફરી વાર નવી રચનામાં એ પારાને પરોવી લે છે. આમ હોઈને કોઈ પણ ‘મોટિફ’ આપણને કોઈ પણ સમયમાં, કોઈ પણ સ્થાનમાં, બલકે હિંદી વાર્તા તેમ જ એની શાખા-પ્રશાખાના કોઈ પણ અનુસંધાનમાં ભેટી જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>'''‘મોટિફ’નાં દૃષ્ટાંતો'''</center> | <center>'''‘મોટિફ’નાં દૃષ્ટાંતો'''</center> | ||
Line 54: | Line 56: | ||
આ જ ‘મોટિફ’ સાંતાલની, કાશ્મીરની એને સિંહલદ્વીપની લોકવાર્તાઓમાં મોજૂદ છે. લંકાની વાર્તામાં કીડીની વાતચીત છે, બકરા-બકરીને બદલે વનનાં વાંદરાંનું મહેણું છે, ને રાજા એ મર્કટોનાં મહેણાં પરથી બોધ લઈને, હઠે ચડેલી પોતાની રાણીને અચ્છો મેથીપાક આપી સદાને માટે ચૂપ કરે છે. ખાસ નોંધપાત્ર વાત તો એ છે કે આ કરામત છેક ઈટાલીની લોકકથામાંથી જડે છે. એની અંદર રાજાને એક કૂકડો બચાવે છે. બળદ અને ગધેડા વચ્ચેનો વાર્તાલાપ સાંભળી ને હસતો ઈસુનો વરદાનધારી રાજા પણ એ જ નિષેધને અધીન હોઈ રાણીને વાત કહેતો નથી, કહેવા તત્પર બને છે એટલામાં કૂકડાના સગર્વ શબ્દો સાંભળે છે : ‘હું તો મારી વીસ કૂકડીઓને કબજે રાખું છું’ વગેરે. | આ જ ‘મોટિફ’ સાંતાલની, કાશ્મીરની એને સિંહલદ્વીપની લોકવાર્તાઓમાં મોજૂદ છે. લંકાની વાર્તામાં કીડીની વાતચીત છે, બકરા-બકરીને બદલે વનનાં વાંદરાંનું મહેણું છે, ને રાજા એ મર્કટોનાં મહેણાં પરથી બોધ લઈને, હઠે ચડેલી પોતાની રાણીને અચ્છો મેથીપાક આપી સદાને માટે ચૂપ કરે છે. ખાસ નોંધપાત્ર વાત તો એ છે કે આ કરામત છેક ઈટાલીની લોકકથામાંથી જડે છે. એની અંદર રાજાને એક કૂકડો બચાવે છે. બળદ અને ગધેડા વચ્ચેનો વાર્તાલાપ સાંભળી ને હસતો ઈસુનો વરદાનધારી રાજા પણ એ જ નિષેધને અધીન હોઈ રાણીને વાત કહેતો નથી, કહેવા તત્પર બને છે એટલામાં કૂકડાના સગર્વ શબ્દો સાંભળે છે : ‘હું તો મારી વીસ કૂકડીઓને કબજે રાખું છું’ વગેરે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>'''‘ફલાણો પસ્તાયો હતો, તુંયે પસ્તાઈશ!’'''</center> | |||
{{Poem2Open}} | |||
એ કરામત (‘મોટિફ’) પણ લોકવાર્તાની ચમત્કૃતિ, વેગ અને વિકાસ વધારવા માટે વપરાઈ છે. સાંતાલ વગેરે પ્રદેશોની વાર્તામાં એક ગોવાળ છે, એને મહાદેવ પ્રસન્ન થઈ ને એની ગાયોની વાચા સમજવાનો વર આપે છે. એ વાચા થકી એને દાટેલું ધન સાંપડે છે. એ ધનને ફરી દાટીને ઘેર જાય છે. બૈરી એને ગમગીનીનું કારણ પૂછે છે. પણ સાચું કહે તો મરી જાય, એટલે હઠીલી સ્ત્રીને બનાવટી વાત કહે છે કે આજે રાજા જંગલમાં ખરચુ ગયા ત્યાં એના ખરચુમાંથી કાગડા નીકળ્યા. સ્ત્રીના પેટમાં વાત રહી નહિ. પડોશી દ્વારા વાત પહોંચી રાજા પાસે. રાજાએ ભરવાડને બોલાવ્યો, પૂછપરછ કરી. ન છૂટકે ધનની સાચી વાત કહીને ભરવાડ પથ્થર બન્યો, દાટેલ ધન કાઢી લઈને રાજા ઘેર ગયો, રાણીએ મૂળ વાત જાણવાની રઢ લીધી. રાજા જો કહે તો તે પણ પથ્થર બને. એણે રાણીને કહ્યું કે તું હઠ કરવી રહેવા દે, નહિતર પાછળથી પસ્તાઈશ — જેવો ફલાણો માણસ પોતાના નોળિયાને મારીને પસ્તાયો હતો. એટલે રાણી પૂછે છે કે એ શી વાત છે? રાજા વાર્તા કરે : એક માણસને ઘેર નોળિયો હતો, પછી એને દીકરો આવ્યો. દીકરાને સૂતો મૂકી મા પાણી ગઈ. પાછળથી સાપ આવ્યો ને ઘોડિયે ચડ્યો, નોળિયે સાપને મારી નાખ્યો, (અથવા તો સાપે કરડેલ બાળકને સાજો કરવા નોળિયો નોળવેલ નામનો છોડ લેવા ગયો, ત્યાં) ઘેર આવતા માણસે કે એની સ્ત્રીએ નોળિયાને લોહિયાળ મોઢે ભાળ્યો. બાળકને મારી નાખનાર નોળિયો જ છે એમ માનીને નોળિયાને મારી નાખ્યો. પછી સાચી વાત માલૂમ પડતાં પસ્તાવો થયો. | |||
વળી પાછી રાણી હઠ કરે એટલે રાજા કહે કે તું પાછળથી પેલા પોતાના વફાદાર કૂતરાને મારી નાખનાર વણજારાની જેમ પસ્તાઈશ. રાણી પૂછે કે એ શી વાત છે? રાજા પાછી એ વાત કહે. આ રીતે વાર્તાની અંદર વાર્તા પ્રકટતી આવે અને મૂળ વાર્તાની ચમત્કૃતિ ઘનીભૂત બનતી આવે. | |||
એ જ કરામત બુંદેલખંડની, ત્યાંના પાક્ષિક ‘મધુકર’માં પ્રકટ થયેલી અને ‘ધુતારાની દીકરી’ નામે ગુજરાતી સંગ્રહ (‘સોના પદમણી’)માં ઊતરેલ એક લોકવાર્તામાં છે. એક શેઠ ધુતારાઓને ઘેર સપડાયા છે. બનાવટી પરણેતર બનેલી ધુતારાની દીકરી શેઠની છાતી પર ચઢી જઈ કટાર કાઢી રતન આપવાનું કહે છે. શેઠ કહે છે કે મારી પાસે રતન નથી, જીવ ભલે લે, પણ મને મારીને તું પણ, વણજારો કૂતરાને મારી પસ્તાયેલો તેમ, પસ્તાઈશ. બાઈને વાર્તા સાંભળવાનું કૌતુક થાય છે. છાતી પર બેઠી છો ને શી રીતે કહું? ઊતરી ગઈ નીચે. શેઠે વાત કહી : એમ એક પછી એક ‘મને મારીશ તો ફલાણાની જેમ પસ્તાઈશ’ એ કરામત વડે, તરસ્યા રાજાને સાપના ઝેરને પાણી સમજી પીતો બચાવનાર બાજનું સહસા મરણ નિપજાવનાર રાજા પસ્તાયો તેની કથા વગેરે કહી, પેલી પ્રાણ હરવા આવેલી ધુતારણનું હૃદય જીતી લે છે. | |||
{{Poem2Close}} | |||
<center>'''સાંકેતિક ભાષા અથવા નિશાનીઓ'''</center> | |||
{{Poem2Open}} | |||
આ ‘કરામત’ આપણી ગુજરાતની લોકકથામાં પણ આવે છે. | |||
લોકવાર્તાની આ ખૂબીદાર જુક્તિ (‘મોટિફ’)ને આપણે ‘દાદાજીની વાતો’માં મળ્યા છીએ. (‘મનસાગરો’.) જંગલમાં પડેલા રાજાને, દેવળમાંથી પૂજા કરીને બહાર આવેલી સુંદરીએ કંકુવાળા ચોખા અને શ્રીફળ બતાવ્યું : છ આંગળીઓ ઊંચી કરી, પોતાના પેટ સામે કટાર નોંધી. બાકી કશું જ બોલ્યાચાલ્યા વિના ચાલી ગઈ. એ નિશાનીઓનો રહસ્યાર્થ મનસાગરાએ ઉકેલ્યો : શ્રીફળ અને ચોખા બતાવ્યા એટલે કે હું તને વરી ચૂકી છું. છ આંગળી બતાવી એટલે કે છ મહિના સુધી વાટ જોઈશ. કટાર પેટ સામે નોંધી, એટલે કે છ મહિનામાં નહિ આવ તો કટારથી હું આપઘાત કરીશ. પછી વધુ નિશાનીઓ મંદિરમાં જઈને ઉકેલી. પદમના ફૂલથી શંકરની પૂજા કરી છે માટે નામ પદ્માવતી. પદમફૂલની ફરતાં કનકનાં ફૂલ ગોઠવ્યાં છે એટલે કે મારી નગરીનું નામ કનકાવતી. પછી રાજા અને મનસાગરો કનકાવતી જઈ માળણને ઘેર ઊતરે છે. માળણ રોજ કુંવરી પદ્માવતીને માટે ફૂલની ચોળી, ચણિયો ને ઓઢણી બનાવી લઈ જાય છે. એક દિવસ મનસાગરે એ ફૂલ-પોશાક ગૂંથી દીધો છે, અંદર સંદેશો સંતાડ્યો છે એ સંદેશો સમજી જઈ ને પદ્માવતીએ માળણના ગાલ ઉપર મેશવાળે હાથે અડબોત મારીને બે લીટા છાપ્યા છે, ને એ નિશાની પરથી ‘કાળી રાતે બીજે પહોરે આવજો’ એવું મનસાગરો સમજી ગયો છે વગેરે. | |||
નિશાનીઓની આવી જુક્તિવાળી ‘બે ભાઈબંધ’ નામની મહાકોશલનાં આદિવાસીઓની કથા વેરીઅર એલ્વિને આપી છે, અને ‘લેંગ્વેજ ઑફ સાયન્સ’ નામની એક નોંધ લખી છે તેમાં આ પ્રેમ-સમસ્યાઓનું મૂળ પ્રાચીન ‘કથાસરિત્સાગર’માંથી કાઢી બતાવ્યું છે. (મૂળ તો આ વિષયની વિવેચના [વિલીઅમ] ક્રૂક નામના વિદેશીએ ‘સિક્રેટ મેસેજીસ ઍન્ડ સિમ્બોલ્સ યુઝ્ડ ઈન ઈન્ડિયા’ એ પુસ્તકમાં કરી છે.) ‘કથાસરિત્સાગર’ની મૂળ કથામાં રાજકુંવરને સુંદરી નિશાનીઓ કરે છે : માળામાંથી એક ઉત્પલ (કમળ) લઈને પોતાના કાનમાં એનું ગૂંચળું વાળીને મૂકે છે : બીજું પદમ ઉપાડીને માથા પર મૂકે છે, અને છેલ્લે પોતાનો હાથ સૂચક રીતે હૈયા પર મૂકે છે. આ ચેષ્ટાઓનો અર્થ રાજકુંવરનો મિત્ર ઘટાવી આપે છે : ઉત્પલ કાને લગાડ્યું એટલે કે હું રાજા કર્ણોત્પલની નગરીમાં રહું છું. ફૂલનું દંતપત્ર નામનું ઘરેણું કરી દેખાડ્યું એટલે કે હું દાંતવેરણિયાની દીકરી છું. બીજું પદમ ઉપાડી શિર પર મૂક્યું એટલે કે મારું નામ પદ્માવતી છે. હૈયે હાથ મૂક્યો એટલે કે આ હૈયું હવે તારું છે. આ ચેષ્ટાઓ સમજીને રાજકુંવર પોતાની પ્રિયાને મળવા જાય છે. આ મૂળ કથામાં પણ, એમાંથી પુનરાવૃત્ત બનતી રહેલી પ્રાન્ત-પ્રાન્તની લોકકથાઓમાં છે તે જ રીતે, વાર્તાનો નાયક પોતે એ નિશાનીઓ સમજી શકતો નથી, પણ એક ત્રીજું માનવી એના ભેદ બતાવે છે. આમ ‘કથાસરિત્સાગર’ના કર્તા સોમદેવ પછી આઠમે સૈકે પણ એ કથા બહુ અલ્પ ફેરફારો સાથે લોકકંઠે સમસ્ત દેશમાં રમતી રહી છે. નિશાનીઓ એ પ્રેમની સંકેત-ભાષા બની છે, ને પુસ્તકમાં, શ્રી એલ્વિનના કહેવા પ્રમાણે, આ પ્રેમિક--સમસ્યાઓના વિવિધ હિંદી પ્રકારો નોંધ પામ્યા છે. (જુઓ ‘ફોક-ટેઈલ્સ ઑફ મહાકોશલ’ : વેરીઅર એલ્વિન.) | |||
{{Poem2Close}} | |||
<center>'''આડકતરી ચેતવણી'''</center> | |||
{{Poem2Open}} | |||
નિશાનીઓને મળતી એક બીજી કરામત વાર્તાના નાયકને આડકતરા માર્ગે ચેતવણી આપીને સાચા માર્ગ પર ચડાવવાની છે. એનો નમૂનો આ સંગ્રહની ‘ચાર સાર’ નામે વાર્તામાં છે. વાર્તાનો નાયક પ્રકૃતિને વશ બની જોખમમાં પડે તે પૂર્વે કોઈ ફકીર કે સાધુનું પાત્ર એકાએક વખતસર કંઈક સાર્વજનિક સાર લઈને વેચવા નીકળે, ને એનું રહસ્ય બિલકુલ ચમત્કૃતિમય અગર નવું ન હોવા છતાં એનું ભારે મૂલ્ય માગે. દાખલા તરીકે એક એક સારના એક એક હજાર! એ ભારે મૂલ્યના આકર્ષણથી વાર્તાનાયક સારની ખરીદી કરે. મૂલ્ય મળ્યા પછી ફકીર સાર આપે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::::(1) ક્રોધ વિમાસણ સાર | |||
:::::: તેના એક હજાર! | |||
::::(2) જાગ્યા સો નર સાર | |||
:::::: તેના એક હજાર! | |||
::::(3) વેરીને આદરભાવ સાર | |||
:::::: તેના એક હજાર! | |||
::::(4) અસ્ત્રીવાંક માર સાર | |||
:::::: તેના એક હજાર! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ ચાર સારરૂપી ચાર સ્થંભો પર જ આખી વાર્તાની માંડણી થાય. એ સાર માંહેનો અક્કેક સાર નાયકના તત્કાલીન આચરણને દોરવણી આપે ને એ દોરવણી વડે નાયક ચાર અનર્થોમાંથી ઉગાર પામે. આવી એક લાંબી કથા મારા પિતા ભારી શોખથી કહેતા એમાં કંઈક આવા સાર આવતા : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
છત કો બાપ | |||
અછત કી મા | |||
જોરૂ સો સાથ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
— એ આઠ સવાલ શેઠના પુત્રે એક સાધુને એક લાખ રૂપિયા ચુકાવીને લીધા, અને તુરત જ વાર્તાપ્રવાહ ગતિ પકડે છે, જેમાં એક પછી એક સારનું સાચ પ્રતીત બનતું આવે. બાપ તો આ મૂર્ખાઈ બદલ દીકરાને કાઢી મૂકે છે, એટલે ‘છત કો બાપ’ એ પહેલો બોલ સાચો ઠરે છે. પિતાએ તજેલ અકિંચન પુત્રને મા રાખવા મથે અર્થાત્ ‘અછત કી મા’ પ્રમાણે મા તો અછત વેળાએ પણ મા જ રહે છે. પછી બહેનને ઘેર જતાં નિર્ધન ભાઈને અનાદર મળે છે, ભાઈબંધને ઘેર બહુમાન સાંપડે છે, પછી પરણેલી સ્ત્રી પતિના જવા પછી પિયર જઈ બેસીને વિલાસ માણવા મંડે છે. એનો મર્મ એ કે ‘જોરુ સો સાથ’ : અર્થાત્ સ્ત્રી તે પોતાની સાથે હોય ત્યાં સુધી જ વફાદાર રહે છે. આમ આખી વાર્તાનો ઘાટ અને પ્રવાહ બંધાય છે. | |||
{{Poem2Close}} | |||
<center>'''નિગૂઢ સવાલો'''</center> | |||
{{Poem2Open}} | |||
એ જ કરામત (‘મોટિફ’) આ સંગ્રહની છેલ્લી ‘ખાનિયો’ વાર્તામાં જોવાશે. બે સરખી જ પૂતળીઓમાંથી અસલ-નકલની પરખ, અને ચાર સવાલના ખુલાસા, એ પર આખી વાર્તા ચાલે છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::::જાતની કજાત કોણ? | |||
::::કજાતની જાત કોણ? | |||
::::કચેરીના કુત્તા કોણ? | |||
::::ને મહેફિલના ગધ્ધા કોણ? | |||
</poem> |
edits