સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 439: Line 439:
{{Poem2Open}}
{{Poem2Open}}
આવી રીતે દેવદેવીઓની સહાય મેળવવી એટલે પવિત્રતાનાં, દેહદમનનાં, એવાં બિરદોનું પણ પાલન કરવું. ઘણીવાર તો એ પાલન અજબ બની જતું. એક બાજુ મનુષ્યનો સંહાર, અને બીજી બાજુ નાનાં જંતુની પણ જીવનરક્ષા! જેસો-વેજો તો પોતાના અંગ પરની જૂ પણ ન નાખી દેતાં ડગલામાં જ સાચવી જિવાડતા. કહેવાય છે કે એ ડગલાઓમાં એટલી તો જૂઓ ખદબદતી કે પોતે બાન પકડેલા માણસ પાસેથી પૈસા કઢાવવા માટે તેઓ તેને એ ડગલા પહેરાવી જૂઓના ચટકાથી તોબાહ પોકારાવતા. છતાં એટલી બધી જૂઓ એ જોગી જેવા ભાઈઓ કાયમ પોતાના શરીર પર ધારણ કરી રહેતા, એટલું જ બસ નથી. એમના કાકા ગંગદાસને તો પીઠ પર પાઠું પડેલું : પાઠામાં કીડા ખદબદતા, એ પાઠામાં ગંગદાસજી લોટનો પિંડો ભરીને કીડાને એ ખવરાવી જિવાડતા. કીડા નીચે પડી જાય તો ઉપાડી પાછા પાઠામાં નાખતા.
આવી રીતે દેવદેવીઓની સહાય મેળવવી એટલે પવિત્રતાનાં, દેહદમનનાં, એવાં બિરદોનું પણ પાલન કરવું. ઘણીવાર તો એ પાલન અજબ બની જતું. એક બાજુ મનુષ્યનો સંહાર, અને બીજી બાજુ નાનાં જંતુની પણ જીવનરક્ષા! જેસો-વેજો તો પોતાના અંગ પરની જૂ પણ ન નાખી દેતાં ડગલામાં જ સાચવી જિવાડતા. કહેવાય છે કે એ ડગલાઓમાં એટલી તો જૂઓ ખદબદતી કે પોતે બાન પકડેલા માણસ પાસેથી પૈસા કઢાવવા માટે તેઓ તેને એ ડગલા પહેરાવી જૂઓના ચટકાથી તોબાહ પોકારાવતા. છતાં એટલી બધી જૂઓ એ જોગી જેવા ભાઈઓ કાયમ પોતાના શરીર પર ધારણ કરી રહેતા, એટલું જ બસ નથી. એમના કાકા ગંગદાસને તો પીઠ પર પાઠું પડેલું : પાઠામાં કીડા ખદબદતા, એ પાઠામાં ગંગદાસજી લોટનો પિંડો ભરીને કીડાને એ ખવરાવી જિવાડતા. કીડા નીચે પડી જાય તો ઉપાડી પાછા પાઠામાં નાખતા.
{{Poem2Close}}
<center>'''યતિધર્મ'''</center>
{{Poem2Open}}
સારા બહારવટિયા તો ગૃહસ્થાશ્રમને પણ ત્યજી દેતા હતા. જોગીદાસનાં સ્ત્રી-બાળકો ભાવનગર ઠાકોરના દરબારગઢમાં અટકાયતે પડ્યાં હોવાથી એણે કંઈ કંઈ વર્ષો સુધી ગૃહસ્થાશ્રમનાં દર્શન પણ નહોતાં લીધાં. જેસોજી-વેજાજીનાં બાળબચ્ચાં પણ વિખૂટાં પડીને ગુપ્ત વેશે નટોના પંખા (ટોળા) સાથે ભમતાં હતાં. એથીયે વધુ રોમાંચકારી કથા તો છે ચાંપા ખુમાણ નામના જુવાન કાઠીની. પાલિતાણા રાજ્ય સામે બહારવટે નીકળનાર કાઠી હીપા ખુમાણનો એ નાનેરો દીકરો પિતાની આજ્ઞા થતાં એક રાત્રિએ પોતાને ગામ માતાને ખરચી આપવા જાય છે : મા રાત રહેવા વીનવે છે, પણ એને તો બહારવટું પાર પાડ્યા પહેલાં ઘરનું પાણી પીવુંયે હરામ છે : માતાએ માન્યું કે ઓરડામાં ઊભેલી એની સ્ત્રી સાથે ચાર આંખો એક થશે તો દીકરો રોકાઈ જશે. એટલે બહાનું બતાવીને અંદર મોકલ્યો : ચાંપો અંદર ચાલ્યો : આશાભરી કાઠિયાણીએ ઢોલિયો ઢાળ્યો : જુવાન ચાંપાની આંખ બદલી : બોલ્યો : ‘કાઠિયાણી છો? અટાણે ઢોલિયો! હું બહારવટે છું એટલીયે ખબર ન રહી?’ એમ કહી ચાંપો ગયો અને બીજી જ રાતે ગારિયાધારના દરબારગઢને ઉંબરે મેરજી સંધીની ગોળીથી વીંધાઈ મરણ પામ્યો.
બાકી, રંગીલી ભૂમિકાના મોવર સંધવાણી જેવા બહારવટિયા છૂપીચોરીથી પોતાને ઘેર જતા અને રાત્રિઓ ગાળી આવતા.
{{Poem2Close}}
<center>'''દયાદાન'''</center>
{{Poem2Open}}
વાલો ઠૂંઠિયો જે વેળા રણમાં ઊંટનું કૂંડાળું કરીને સામે આવતા શત્રુઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે કહેવાય છે કે શત્રુઓએ ગાયોનું ધણ આડું ઊભું રાખ્યું, અને વાલાએ પોતે મુસલમાન હોવા છતાં પણ ગાયો ઉપર ગોળીબાર ન કરવાની આજ્ઞા દઈ, કેવળ ગાયોને નસાડવા પૂરતા જ પગ તરફ ભડાકા કરી પોતાનો બચાવ કરેલો.
જોધા માણેકે કોડીનાર લૂંટીને ત્રણ દિવસ સુધી કોડીનાર પર રીતસર રાજ કરી, ન્યાય ચુકાવી, ગોંદરે ગાયોને કપાસિયા નીર્યા હતા અને બ્રાહ્મણોની ચોરાસી જમાડી હતી. બ્રાહ્મણો, બાવા, સાધુઓ વગેરે ખવરાવવાનો આગ્રહ તો લગભગ દરેક બહારવટિયાએ બતાવ્યો હતો. અલબત્ત, એમાં તો ધર્માદાની રૂઢિગત ભાવના જ હતી, પરંતુ બહારવટિયાના મનમાં એની ભાવના તો હતી જ. (શિવાજીએ પણ પોતાનું શરીર ભારોભારનું સુવર્ણ બ્રાહ્મણોને જ
વહેંચ્યું હતું.)
{{Poem2Close}}
<center>'''સ્ત્રીજાતિનું સન્માન'''</center>
{{Poem2Open}}
લોકસમૂહ તો સર્વથી ઊંચા — અતિ ઊંચા — એવા એક યતિધર્મ ઉપર ફિદા થાય છે : એ હતો સ્ત્રીજાતિ પ્રત્યેનો સન્માનનો બહારવટાધર્મ. જોગીદાસ ખુમાણે અને કાદુ મકરાણી પોતાના પર મુગ્ધ બની પરણવા આવનારી સુંદરીઓનો તિરસ્કાર કરેલો. જોગીદાસે તો પોતે સ્ત્રીજાતિ પ્રતિના સન્માનરૂપે જીવ્યો ત્યાં સુધી હમેશાં હાલચાલના રસ્તા તરફ પોતાની પીઠ દઈને જ બેસતો હતો. કોઈ દિવસ રસ્તા સન્મુખ મોં રાખીને તે નથી બેઠો. સ્ત્રીને દેખતાંની વાર જ એ પોતાના મોં પર પછેડીનો ઘૂમટો તાણી જતો. એટલું જ બસ નથી, એણે તો પોતાના માનમાં ભાવનગરની કચેરીની અંદર અધમ વારાંગનાને પણ નૃત્ય કરતી અટકાવીને ‘મારી મા-બેન્યું’ કહેલી. બહારવટિયાની એ સ્ત્રીસન્માનની ભાવનાએ બીજી સર્વ ભાવનાઓ કરતાં વધુ સચોટ અસર જનતા ઉપર છાંટેલી છે, અને તે કારણે જ ચારણોએ પણ સહુથી વધુ મૂલ્યવતી કવિતાનાં અર્ઘ્ય એ શિયળને જ ચડાવ્યાં છે. એના જ દુહાસોરઠા વધુ જોરદાર, વધુ પ્રચલિત ને વધુ વંકા છે :
{{Poem2Close}}
<poem>
::ઠણકો નાર થિયે, ચત ખૂમા! ચળિયું નહિ,
::ભાખર ભીલડીએ, જડધર મોયો જોગડા!
</poem>
{{Poem2Open}}
'''[ઓ ખુમાણ! નારીના પગનો ઠમકારો થવાથી તારું ચિત્ત કદી ન ચળ્યું : જ્યારે બીજી બાજુ તો, ઓ જોગીદાસ! મોટા જટાધારી શંકર પણ ક્ષુદ્ર એક ભીલડી ઉપર મોહી પડેલા!]'''
{{Poem2Close}}
<poem>
::પરનારી પેખી નહિ, મીટે માણારા!
::શીંગી રખ ચળિયા, જુવણ જોગીદાસિયા!
</poem>
{{Poem2Open}}
'''[ઓ માણા (કાઠી)ના પુત્ર! ઓ જુવાન જોગીદાસ! તેં તો પરનારી તરફ આંખની મીટ પણ નથી માંડી; જ્યારે પેલા શૃંગી ઋૃષિ જેવા પણ ચલાયમાન થઈ ગયા હતા.]'''
{{Poem2Close}}
<center>'''કાદુનો કિસ્સો'''</center>
{{Poem2Open}}
કાદુ મકરાણી પણ કાછનો એવો જ સાબૂત : ઘરની ઓરતને તો એણે મકરાણમાં મોકલી દીધેલી : બે ભાઈઓને લઈને ગામડાં ભાંગે છે. એક દિવસ મોડી રાતે લોઢવા ગામના એક કારડિયા રજપૂતના ઘરમાં પેસતાં એ ઘરની સૂતેલી સ્ત્રી અર્ધનગ્નાવસ્થામાં જ ઊઠીને નાઠી : કાદુ પીઠ દઈ ઊભો રહ્યો : કહ્યું કે બેન! તારાં કપડાં સંભાળી લે : પણ અબળા ધાકની મારી હલી-ચલી ન શકી : ‘બેન, તારી ખડકી દઈ દે!’ એટલું કહીને કાદુ નીકળી ગયો. એ ઘર ન લૂટ્યું.
લાલસાને ખાતર તો શું, ચોખ્ખી લૂંટને ખાતર પણ સ્ત્રીના શરીર પર હાથ નાખવાનું ઘણાખરા બહારવટિયાઓની નીતિમાં નામંજૂર હતું. વાઘેરો લૂંટતી વેળા દૂર ઊભા રહી સ્ત્રીઓને આટલું જ સંબોધન કરતા કે ‘ઘરેણાં ઉતારી દે, બેન! તારી ભોજાયુંને પહેરવા લૂગડાં નથી, ખબર છે ને?’ મોવર સંધવાણીએ પણ એ જ વર્તાવ રાખેલો.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits