સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 473: Line 473:
કાદુ મકરાણી પણ કાછનો એવો જ સાબૂત : ઘરની ઓરતને તો એણે મકરાણમાં મોકલી દીધેલી : બે ભાઈઓને લઈને ગામડાં ભાંગે છે. એક દિવસ મોડી રાતે લોઢવા ગામના એક કારડિયા રજપૂતના ઘરમાં પેસતાં એ ઘરની સૂતેલી સ્ત્રી અર્ધનગ્નાવસ્થામાં જ ઊઠીને નાઠી : કાદુ પીઠ દઈ ઊભો રહ્યો : કહ્યું કે બેન! તારાં કપડાં સંભાળી લે : પણ અબળા ધાકની મારી હલી-ચલી ન શકી : ‘બેન, તારી ખડકી દઈ દે!’ એટલું કહીને કાદુ નીકળી ગયો. એ ઘર ન લૂટ્યું.
કાદુ મકરાણી પણ કાછનો એવો જ સાબૂત : ઘરની ઓરતને તો એણે મકરાણમાં મોકલી દીધેલી : બે ભાઈઓને લઈને ગામડાં ભાંગે છે. એક દિવસ મોડી રાતે લોઢવા ગામના એક કારડિયા રજપૂતના ઘરમાં પેસતાં એ ઘરની સૂતેલી સ્ત્રી અર્ધનગ્નાવસ્થામાં જ ઊઠીને નાઠી : કાદુ પીઠ દઈ ઊભો રહ્યો : કહ્યું કે બેન! તારાં કપડાં સંભાળી લે : પણ અબળા ધાકની મારી હલી-ચલી ન શકી : ‘બેન, તારી ખડકી દઈ દે!’ એટલું કહીને કાદુ નીકળી ગયો. એ ઘર ન લૂટ્યું.
લાલસાને ખાતર તો શું, ચોખ્ખી લૂંટને ખાતર પણ સ્ત્રીના શરીર પર હાથ નાખવાનું ઘણાખરા બહારવટિયાઓની નીતિમાં નામંજૂર હતું. વાઘેરો લૂંટતી વેળા દૂર ઊભા રહી સ્ત્રીઓને આટલું જ સંબોધન કરતા કે ‘ઘરેણાં ઉતારી દે, બેન! તારી ભોજાયુંને પહેરવા લૂગડાં નથી, ખબર છે ને?’ મોવર સંધવાણીએ પણ એ જ વર્તાવ રાખેલો.
લાલસાને ખાતર તો શું, ચોખ્ખી લૂંટને ખાતર પણ સ્ત્રીના શરીર પર હાથ નાખવાનું ઘણાખરા બહારવટિયાઓની નીતિમાં નામંજૂર હતું. વાઘેરો લૂંટતી વેળા દૂર ઊભા રહી સ્ત્રીઓને આટલું જ સંબોધન કરતા કે ‘ઘરેણાં ઉતારી દે, બેન! તારી ભોજાયુંને પહેરવા લૂગડાં નથી, ખબર છે ને?’ મોવર સંધવાણીએ પણ એ જ વર્તાવ રાખેલો.
{{Poem2Close}}
<center>'''અંગ્રેજ શત્રુ-પત્નીની અદબ'''</center>
{{Poem2Open}}
એથીયે અધિક સ્ત્રીસન્માન કાદુએ પોતાના જ કટ્ટા શત્રુ કર્નલ હંક્રીની ઓરત તરફ બતાવેલું હોવાની સાક્ષી સ્વ. જસ્ટીસ બીમને સુધ્ધાં આપેલ છે. અંતરિયાળ એ જૂનાગઢના નવા અંગ્રેજ પોલીસ ઉપરીની ઓરત અને બાળકનો ટપ્પો મળે છે. જો, એને ઝાલીને બાન તરીકે રાખે તોપણ એની આખી બાજી સુધરી જાય તેવા સંજોગો છે. પણ કાદરબક્ષે સાથીઓની એ વાત કબૂલ ન જ કરી. એના મોંમાં એક જ વેણ હતું કે ‘તો તો આપણી ઓરતો આપણા ઉપર થૂ થૂ કરશે’.
{{Poem2Close}}
<center>'''વાલિયાની પાકદિલી'''</center>
{{Poem2Open}}
મોવરે પણ ડીસા અને પાલનપુર વચ્ચે મુસાફરી કરતી એક મડમ પ્રત્યે, તેમજ બીજી અનેક સ્ત્રીઓ પ્રત્યે સંપૂર્ણ સન્માન સાચવ્યું હતું. છેલ્લા બહારવટિયા રામ વાળા એ ભરયૌવન છતાં અને સાથીઓ સહજમાં લપટી પડે તેવા હોવા છતાં સ્ત્રીજાતિ પ્રતિ જે સંપૂર્ણ અદબ જાળવી છે તેના સાચેસાચા પ્રસંગો એની કથામાં નોંધાયા છે. બહારવટિયા વાલાએ તો અમુક બાઈની સાથે પરણવાનું સાથીઓ તરફનું સૂચન થતાંની વાર તુરત જ કહેલું કે ‘એ બાઈની ઈચ્છા જાણ્યા વિના આવી વાત પણ ન કરો, કેમ કે કદાચ એ બાઈના મનમાં એમ હોય કે વાલો મારો ભાઈ છે, તો પછી હું દોષે ભરાઉં ને!’ તદ્દન ‘કન્વેન્શનલ’ (રૂઢિગત) સ્ત્રીસન્માન આટલી હદે ન ચડી શકે.
{{Poem2Close}}
<center>'''ભવિષ્યવાણી'''</center>
{{Poem2Open}}
ધૂમકેતુએ પોતાની ‘તારણહાર’ નામની ટૂંકી વાર્તામાં સામત ખાચર નામનો એક સોરઠી બહારવટિયો કલ્પેલો. એક ચારણ કન્યાના શરીર પર લાલસાથી હુમલો કરનાર પોતાના સગા દીકરાને એ બહારવટિયાએ તત્કાળ બંદૂકથી વીંધી નાખ્યો એવું સુંદર ચિત્ર એમણે આલેખ્યું છે. આ કલ્પનાને વાસ્તવિકતાનો આધાર બહારવટિયાની કથાઓમાંથી સાંપડે છે. વાલા નામોરીનો જ એક પ્રસંગ છે. કકલ બોદલા નામના એક સાથીએ મોરબી તાબાના ઝીકિયાળી ગામની કોઈ કણબણ પર નીચતા ગુજારી; એ વાતની જાણ થતાંની વાર જ વાલાએ કકલ બોદલા ઉપર બંદૂક છોડી; પરંતુ પાસે બેઠેલા કોઈ બીજા સાથીએ બંદૂકની નાળી લગાર જ ઊંચી કરી નાખી, ગોળી ગુનેગારના શિર પર થઈને ચાલી ગઈ; વાલાએ બીજો ઘા ન કર્યો, પણ ભવિષ્ય ભાખ્યું કે ‘બેલીઓ! આની નીચતા આપણને નહિ છોડે. આપણું બહારવટું ખતમ થયું! આજથી આઠમે દિવસે આપણને હડકવા હાલશે’.
બરાબર આઠમે દિવસે બહારવટિયાની આખી મંડળીને એજન્સી પોલીસ-ઉપરી ગોર્ડન સાહેબે પેથા પગી નામના, બહારવટિયાના કોળી આશ્રયદાતાની મારફત ફેફી લાડવા મોકલી ખવરાવ્યા અને બેશુદ્ધ બહારવટિયા મરાયા. લોકો માને છે કે વાલાની ઘોર ભવિષ્યવાણી સાચી પડી.
{{Poem2Close}}
<center>'''બહારવટિયાનાં જિગર'''</center>
{{Poem2Open}}
વિકટ ડુંગરાઓ ઉપર અને નદીઓનાં પૂરમાં પણ એ લોકો પોતાનાં જોરાવર ઘોડાંને દોટાવી જતા, એની સાક્ષી એમનાં સંતાવાનાં સ્થળો આપશે. પગપાળા, બંદૂકો તથા દારૂગોળો વગેરે ત્રણ ત્રણ મણનો બોજો શરીર પર લગાવી તેઓ રાતોરાત ત્રીસ ગાઉ નીકળી જતા. પોતાના સાથીઓનાં શબને ઉઠાવી લઈને નાસી જતા. પાણીમાં તરવું ને પૂર વીંધવા એ એમને સહજ હતું. અધરાતે, બી.બી.સી.આઈ.ની દોડતી ગાડીમાંથી પોલીસને મારી, હાથમાં હથિયાર ને પગમાં બેડીઓ સહિત નર્મદાના પુલ પરથી છલંગ મારી નદીનાં પાણી તરવાનો જે પ્રસંગ મામદજામ નામના મિયાણાને નામે બોલાય છે તે તો જૂનો પણ નથી, સરકારી રાજમાં બનેલો છે. અને આજ પણ ભરચોમાસે જ્યારે મચ્છુ નદી, દરિયો તથા રણ પાણીમાં એકાકાર બની જાય છે, ગાંડાંતૂર પાણી ઊમટે છે, ત્યારે માળિયાના મિયાણાઓને હાથપગ બાંધીને અંદર ફેંકી દ્યો, તો પણ એ ગાઉના ગાઉ સુધી તરી જાણે છે. એ જ મામદજામે ધીંગાણામાં પોતાનાં બહાર નીકળી પડેલાં આંતરડાં પાછાં પેટમાં નાખી, ભેટમાં બાંધી લઈ મૃત્યુને પોતાની કબર તૈયાર થતાં સુધી થંભાવી રાખ્યું હતું. પાલિતાણાના બહારવટિયા હીપા ખુમાણના દીકરા ચાંપા ખુમાણે, મધરાતે પોતાના બન્ને પડખા વીંધીને ગોળી ચાલી ગયેલી તોયે બિલકુલ સિસકારો ન કરતાં, ધીંગાણે ભંગાણ ન પડે તે ખાતર ઘોડી પર બેઠાં બેઠાં જ નેવાનું નળિયું લઈ, તેના બે ટુકડા કરી, કમ્મરની બન્ને બાજુએ ચાંપી દઈ, ઉપર પાટો કસકસાવી લોહીને રોકી રાખ્યું હતું. કોઈને જાણ પણ થવા દીધી નહોતી. ઓખામંડળના દરિયામાંથી સરકારી આગબોટ જ્યારે શંખોદ્ધાર બેટનાં મંદિરોનાં ચોગાનોમાં ગ્રુપચાટ ગોળાઓ (એટલે કે નીચે પડીને ફાટનારા ગોળાઓ) વરસાવી રહી હતી, તે વેળા વાઘેર બહારવટિયાઓ ગોદડાના ભીના ગાભા લઈને સામે દોટ મૂકી, એ ગોળાને ફાટતાં પહેલા તો દબાવી બુઝાવી નાખતા. વાલા નામોરીના સાથીઓ, ગોર્ડન સાહેબે મોકલાવેલા કેફી લાડવાનો નશો નસોમાં ચડી ગયા પછી પણ નાસીને રણમાં રેતીના ઓડા કરી યુદ્ધ લડેલા હતા. જીવલેણ જખ્મો થયા પછી પણ પડીને, સૂઈને ધૂળ ચાટતા ન મરવું, પણ બેઠાં બેઠાં, ‘નથી મર્યા, જીવતા છીએ’ એવો મોરો રાખીને શ્વાસ છોડવા, શ્વાસ નીકળી ગયા પછી પણ શબનું બેઠા રહેવું, એ તેઓનું અભિમાન હતું. મૉતની સજા પામેલા મેર બહારવટિયા હરભમ રાતડિયાએ પોરબંદરની તોપ સાથે બંધાવાની ના પાડી, પોતાની મેળે જ તોપના મુખને બાથ ભરીને ઊડી જવું પસંદ કર્યું હતું.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu